ખીજડીયા (રહેવર)ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાસૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા રાજકોટ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામ રાજકોટ શહેરની ઈશાન ખુણે કુવાડવા થી વાંકાનેર તરફ જતા માર્ગ ઉપર આવેલું છે. જે જીયાણા ગામનાં બસસ્ટેન્ડની સામે વળીને ૨ કિલોમીટરે આવેલું છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, દુધની ડેરી વગેરે જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. ઘઉં, ડાંગર, બાજરો, કપાસ, જીરૂ, મગફળી અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે. આ ગામમાં રહેવર શાખના દરબાર, આહીર, કોળી, પટેલ અને હરિજન લોકોની વસ્તી છે. જેમાં આ ગામમાં પુર્વે રહેવર શાખના રાજપૂત દરબારોની વસ્તી વધારે હતી, જેથી અને આ ગામનાં લખુભા રહેવર ભુતકાળમાં તાલુકા પ્રમુખ પણ રહી ચુકેલ જેથી આ ગામને ખીજડીયા(રહેવર)ના નામથી ઓળખાય છે.