મઘરવાળા (તા. રાજકોટ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મઘરવાળા
—  ગામ  —

મઘરવાળાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°18′14″N 70°48′08″E / 22.303895°N 70.80216°E / 22.303895; 70.80216
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
તાલુકો રાજકોટ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી

મઘરવાળા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા રાજકોટ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામ રાજકોટ શહેરની પુર્વ દિશાએ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે રોડ ૮-બી ઉપર આવેલુ છે. જે કુવાડવા ગામ પહેલા દક્ષિણ દિશાએ ૩ કિલોમીટરે આવેલુ છે. આ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, પંચાયતઘર, દુધની ડેરી વગેરે જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. ઘઉં, ડાંગર, બાજરો, કપાસ, જીરૂ, મગફળી અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે. આ ગામમાં પટેલ લોકોની વસ્તી વધારે છે. સુરાણી, ટોપીયા તેમની મુખ્ય અટક છે. તેમજ ગામનાં ઘણા લોકોને રાજકોટ શહેરમાં પોતાની ઈન્ડસ્ટ્રીઝ અને માર્કેટ યાર્ડમાં પેઢી પણ છે.

રાજકોટ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન