રાજ સમઢીયાળા (તા. રાજકોટ)

વિકિપીડિયામાંથી
રાજ સમઢીયાળા
—  ગામ  —
રાજ સમઢીયાળાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°18′14″N 70°48′08″E / 22.303895°N 70.80216°E / 22.303895; 70.80216
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
તાલુકો રાજકોટ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી

રાજ સમઢીયાળા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા રાજકોટ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામ રાજકોટ-ભાવનગર હાઈવે રોડ ઉપર રાજકોટ શહેરથી ૨૦ કિ.મી.નાં અંતરે આવેલુ છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, દૂધની ડેરી, દવાખાનું વગેરે જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે.

આ ગામને ગુજરાત રાજયની સર્વશ્રેષ્ઠ ગ્રામપંચાયતનો ૨૫૦૦૦ રૂ.નો એવોર્ડ પણ મળેલ છે. આ ગામમાં ૨૦ વર્ષના સમયગાળા દરમિયાન પ્રથમ ઈ.સ. ૧૯૮૬ની સાલમાં ૧૨ ચેકડેમ બનાવીને ગામને જળસંકટમાંથી રાહત આપી. ત્યાર પછી ઈ.સ. ૧૯૯૬ સુધીમાં આ ગામમાં ૫૦ જેટલા ચેકડેમો બનેલ હતા. આ ગામની અંદરનાં તમામ રોડરસ્તા સિમેન્ટનાં પાકા બનાવેલ છે. આ ગામની અંદર રમત ગમત રમવા માટે ક્રિકેટનું મેદાન પણ આવેલુ છે.

આ ગામમાં પાણીનાં સંગ્રહને કારણે ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. ઘઉં, ડાંગર, બાજરો, કપાસ, જીરૂ, મગફળી અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

રાજકોટ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન