કોઠારીયા (સંભલપુર) (તા. રાજકોટ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કોઠારીયા
—  ગામ  —

કોઠારીયાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°18′14″N 70°48′08″E / 22.303895°N 70.80216°E / 22.303895; 70.80216
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
તાલુકો રાજકોટ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી

કોઠારીયા(સંભલપુર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા રાજકોટ તાલુકામાં આવેલું એક ગામ છે. જેનુ જુનુ નામ સંભલપુર પણ હતું. ગામમાં પ્રાથમિક શાળા, દુધની ડેરી, પંચાયતઘર, પોષ્ટ ઓફીસ, બેંક વગેરે જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામમાં ઉધોગ, ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. ઘઉં, ડાંગર, બાજરો, કપાસ, જીરૂ, મગફળી અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે.

આ ગામ રાજકોટ શહેરનાં બસસ્ટેન્ડથી ૯ કીલોમીટર શહેરથી દક્ષિણે કોટડા-સાંગાણી રોડ ઉપર આવેલુ છે. આ ગામની પુર્વમાં લાપાસરી ગામ આવેલુ છે, પશ્ચિમે નેશનલ હાઈવે ૮બી રોડ પસાર થાય છે, જયાં કોઠારીયા સોલવન્ટ ગામ આવેલુ છે. જ્યારે દક્ષિણે ખોખડદળ ગામ આવેલુ છે.

ગામમાં રાજકોટના ભાયાતન સમયનો ખંડિત દરબારગઢ આવેલો છે. પરંતુ અત્યારે ત્યાં વસવાટ ન હોવાથી ખંઢેર હાલતમાં પડેલ છે.

રાજકોટ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન