ખોખડદળ (તા. રાજકોટ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ખોખડદળ
—  ગામ  —

ખોખડદળનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°18′14″N 70°48′08″E / 22.303895°N 70.80216°E / 22.303895; 70.80216
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
તાલુકો રાજકોટ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી

ખોખડદળ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા રાજકોટ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં પ્રાથમિક શાળા, દુધની ડેરી, પંચાયતઘર, ટપાલઘર વગેરે જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. ગામમાં એક મોટો પાણીનો ટાંકો બનાવવામાં આવેલ છે, જેમાંથી ગામનાં દરેક ઘરે પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. તેમજ ગામનાં અંદરનાં તમામ રોડ પાકા સિમેન્ટથી બનાવવામાં આવેલા છે. આ ગામમાં ઉધોગ, ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. ઘઉં, ડાંગર, બાજરો, કપાસ, જીરૂ, મગફળી અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે.

ભૂગોળ[ફેરફાર કરો]

ખોખડદળ ગામ રાજકોટ શહેરનાં બસસ્ટેન્ડ થી ૧૬ કીલોમીટરના અંતરે શહેરથી દક્ષિણ દિશામાં કોટડા-સાંગાણી જવાના માર્ગ ઉપર આવેલું છે.

ગામનાં ઇશાન ખુણા તરફ લાપાસરી ગામ આવેલું છે, પશ્ચિમ દિશામાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8B પસાર થાય છે. જ્યારે દક્ષિણ દિશા તરફ લોઠડા ગામ આવેલું છે, તેમજ ઉત્તર દિશા તરફ કોઠારીયા ગામ આવેલું છે.

રાજકોટ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન