વડાળી,તા.રાજકોટ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
વડાળી,તા.રાજકોટ
—  ગામ  —
વડાળી,તા.રાજકોટનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 22°18′14″N 70°48′08″E / 22.303895°N 70.80216°E / 22.303895; 70.80216
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
તાલુકો રાજકોટ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી

વડાળી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા રાજકોટ તાલુકામાં આવેલું એક ગામ છે. રાજકોટ-ભાવનગર હાઈવે રોડ ઉપર આવેલ કસ્તુરબાધામ(ત્રંબા),તા.રાજકોટ ગામથી ૩ કિ.મી.એ ડામરરોડ માર્ગે આવેલ છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર વગેરે જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામની આજુબાજુમાં નાના મોટા ડુંગરો આવેલા છે. આ ગામની બાજુમાં એક ડુંગર ઉપર શ્રી વિહોત માતાજીનું મંદીર આવેલુ છે. જેને પરમાર શાખનાં રાજપુતો પોતાના કુળદેવી તરીકે પુજે છે. આ ગામમાં જાડેજા શાખનાં રાજપૂતની વસ્તી વધારે છે. રાજકોટ સ્ટેટના કોઠારીયા (ભાયાત) નું ગામ છે.

આ ગામમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. ઘઉં, ડાંગર, બાજરો, કપાસ, જીરૂ, મગફળી અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે.

રાજકોટ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન