હિંદી ભાષા
હિંદી, હિન્દી | |
---|---|
हिन्दी Hindī | |
The word "Hindi" in Devanagari script | |
ઉચ્ચારણ | હિંદી pronunciation: [ˈɦin̪d̪iː] |
મૂળ ભાષા | ઉત્તર ભારત |
સ્થાનિક વક્તાઓ | [૧] દ્વિતીય ભાષા તરીકે બોલનારા: ૧૨ કરોડ (૧૯૯૯) |
ભાષા કુળ | ઈન્ડો-યુરોપિયન
|
પ્રારંભિક સ્વરૂપો | સૌરસેની પ્રાકૃત
|
લિપિ | દેવનાગરી દેવનાગરી બ્રેઈલ |
સાંકેતિક સ્વરૂપો | સંકેતાત્મક હિંદી (બહેરા-મુંગા લોકો માટે) |
અધિકૃત સ્થિતિ | |
અધિકૃત ભાષા | Fiji (as Fiji Hindi) |
અધિકૃત લઘુમતી ભાષા વિસ્તાર | |
Regulated by | Central Hindi Directorate[૫] |
ભાષા સંજ્ઞાઓ | |
ISO 639-1 | hi |
ISO 639-2 | hin |
ISO 639-3 | hin |
ભાષાનિષ્ણાતોની યાદી | hin-hin |
ગ્લોટ્ટોલોગ | hind1269 |
Linguasphere | 59-AAF-qf |
બધી ઈન્ડો-આર્યન ભાષાઓ (ઘેરા ભુખરા રંગમાં)ની સાપેક્ષ હિન્દુસ્તાની (ખડી બોલી/કૌરવી) સ્થાનિક ભાષા હોય તેવા વિસ્તાર (લાલ રંગમાં). |
હિંદી (દેવનાગરી: हिन्दी, IASTHindī) એ ભારતીય બંધારણમાં માન્યતા પ્રાપ્ત રાજભાષા છે તેમજ દેશમાં સૌથી વધુ લોકો દ્વારા બોલાતી ભારતની રાષ્ટ્રવ્યાપી ભાષા છે. હિંદી શબ્દનો ઉદ્ભવ હિંદમાંથી થયો છે. હિંદ શબ્દ ભારતની પશ્ચિમે આવેલા મુસ્લિમ દેશો દ્વારા ભારત માટે વપરાતો શબ્દ છે. હિંદુ શબ્દ પણ આજ રીતે આવેલો છે. હિંદ અને હિન્દ, તે સંસ્કૃત શબ્દ સિંધુનો અપભ્રંશ છે. હિંદી ભાષા મુખ્યતઃ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી છે, પરંતુ તેમાં મુસ્લિમ સંસ્કૃતિની ઘણી અસર દેખાય છે, ખાસ કરીને તેમાં ઘણા ફારસી શબ્દોનો સમાવેશ થાય છે. હિંદી અને ઉર્દૂ ભગિની ભાષાઓ કહેવાય છે, કારણ કે તેમના વ્યાકરણ અને શબ્દભંડોળમાં ખૂબ સમાનતા છે.
હિંદી અને તેની બોલીઓ ઉત્તર અને મધ્ય ભારતના વિવિધ પ્રાંતોમાં બોલાય છે. ૨૬ જાન્યુઆરી ૧૯૬૫ના દિવસે હિંદીને ભારતની રાષ્ટ્ર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો.
ચીની ભાષા પછી હિંદી વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા છે.[૬]ભારત અને વિદેશમાં થઇને કુલ ૬૦ કરોડથી વધુ લોકો હિંદી બોલે છે, વાંચે છે અથવા લખે છે. ફિજી, મોરિશયસ, ગુયાના, સુરીનામ અને નેપાલની મોટાભાગની પ્રજા હિંદી બોલે છે (જો કે તે હિંદી ભારતમાં બોલાતી હિંદી કરતાં જુદી છે).
હિંદી દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે અને શબ્દાવલીના સ્તર પર મોટા પ્રમાણમાં સંસ્કૃતના શબ્દોનો પ્રયોગ કરવામા આવે છે. ઉર્દૂ નસ્તાલિકમાં લખવામાં આવે છે અને શબ્દાવલીના સ્તર પર તેના પર ફારસી અને અરબી ભાષાની અસર વધારે છે. વ્યાકરણિકરૂપે ઉર્દૂ અને હિન્દીમાં લગભગ સો ટકા સમાનતા છે.
હિંદી ભાષાની બોલીઓ
[ફેરફાર કરો]હિંદી ભાષાની બોલીઓમાં મુખ્ય બોલીઓ નીચે મુજબ છે:
અવધી ભાષા, વ્રજ ભાષા, કનૌજી ભાષા, બુંદેલી ભાષા, બઘેલી ભાષા, ભોજપુરી ભાષા, હરીયાણવી ભાષા, રાજસ્થાની ભાષા, છત્તીસગઢી ભાષા, માળવી ભાષા, મૈથિલી ભાષા, વજ્જિકા ભાષા, મગહી ભાષા, ઝારખંડી ભાષા, કુમાઉની ભાષા વગેરે.
સમૂહ
[ફેરફાર કરો]હિંદી ઇન્ડો-યુરોપીયન ભાષાના સમૂહમાં આવે છે. ઇન્ડો-ઇરાનીયન શાખાની ઇન્ડો-આર્યન ઉપશાખામાં તેને વર્ગીકૃત કરવામાં આવે છે. સંસ્કૃતમાંથી ઉત્પન્ન થયેલી ભાષાઓ ઇન્ડો-આર્યન ગણવામાં આવે છે. ઉર્દૂ, કશ્મીરી, બંગાળી, ઉડિયા, પંજાબી, રોમાની, મરાઠી જેવી ભાષાઓ ઇન્ડો-આર્યન ભાષાઓ છે.
ઇતિહાસ ક્રમ
[ફેરફાર કરો]- ૭૫૦ બી. સી. (ઈ.સ. પૂર્વ)- સંસ્કૃત ભાષાનો વૈદિક સંસ્કૃત પછી ક્રમબદ્ધ વિકાસ.
- ૫૦૦ બી. સી. - બૌદ્ધ તથા જૈન પ્રાકૃત ભાષા નો વિકાસ (પૂર્વ ભારત).
- ૪૦૦ બી. સી. - પાણિનીએ સંસ્કૃત વ્યાકરણ લખ્યું (પશ્ચિમ ભારત).
- સંસ્કૃતનો વિકાસ
- ૩૨૨ બી. સી. - મૌર્યોં દ્વારા બ્રાહ્મી લિપિનો વિકાસ
- ૨૫૦ બી. સી. - આદિ સંસ્કૃતનો વિકાસ
- ૩૨૦ એ. ડી. (ઈસવી)- ગુપ્ત અથવા સિદ્ધ માત્રિકા લિપિનો વિકાસ.
- અપભ્રંશ તથા આદિ હિંદી નો વિકાસ
- ૪૦૦ - કાલીદાસે "વિક્રમોર્વશીયમ્" અપભ્રંશમાં લખી.
- ૫૫૦ - વલ્લભીના દર્શનમાં અપભ્રંશનો પ્રયોગ.
- ૭૬૯ - સિદ્ધ સારહપદે (જેને હિન્દીના પહેલા કવિ માનવામાં આવે છેં) "દોહાકોશ" લખી.
- ૭૭૯ - ઉદયોતન સુરીની "કુવલયમલ"માં અપભ્રંશનો પ્રયોગ
- ૮૦૦ - સંસ્કૃતમાં ઘણી રચનાઓ લખવામાં આવી
- ૯૯૩ - દેવસેનની "શવકચર" (કદાચ હિન્દીનું પહેલું પુસ્તક)
- ૧૧૦૦ - આધુનિક દેવનાગરી લિપિનો પહેલું સ્વરૂપ
- ૧૧૪૫-૧૨૨૯ - હેમચન્દ્રે અપભ્રંશ વ્યાકરણની રચના કરી
- અપભ્રંશનો અસ્ત તથા આધુનિક હિંદીનો વિકાસ
- ૧૨૮૩ - આમિર ખ઼ુસરોની "પહેલી" તથા "મુકરિસ" માં "હિન્દવી" શવ્દ નો સર્વપ્રથમ ઉપયોગ
- ૧૩૭૦ - "હંસવાલી" દ્વારા પ્રેમ કથાઓં ની શુરુઆત
- ૧૩૯૮-૧૫૧૮ - કબીરની રચનાઓ
- ૧૪૦૦-૧૪૭૯ - અપભ્રંશના છેલ્લા મહાન કવિ રઘુ
- ૧૪૫૦ - રામાનન્દની સાથે "સગુણ ભક્તી"ની શુરુઆત
- ૧૫૮૦ - "કાલમિતુલ હાકાયત્" બુર્હનુદ્દિન જનમ દ્વારા
- ૧૫૮૫ - નવલદાસે "ભક્તામલ" લખી.
- ૧૬૦૧ - બનારસીદાસે ને હિન્દીની પહેલી આત્મકથા "અર્ધ કથાનક્" લખી.
- ૧૬૦૪ - ગુરુ અર્જુન દેવે ઘણા કવિઓંની રચનાઓંનું સંકલન "આદિ ગ્રન્થ" બહાર પાડયું
- ૧૫૩૨ -૧૬૨૩ તુલસીદાસે "રામચરિત માનસ" ની રચના કરી.
- ૧૬૨૩ - જાટમલે "ગોરા બાદલ કી કથા" લખી.
- ૧૬૪૩ - રામચન્દ્ર શુક્લાએ "રીતિ" થી કાવ્યની શરૂઆત કરી
- ૧૬૪૫ - ઉર્દૂની શરૂઆત.
- આધુનિક હિંદી
- ૧૭૯૬ - દેવનાગરી રચનાની શરૂઆતની છાપણી
- ૧૮૨૬ - "ઉદન્ત માર્તણ્ડ" હિંદીનું પહેલુ સાપ્તાહિક
- ૧૮૩૭ - ઓમ્ જય જગદીશ" ના રચયિતા પુલ્લોરીનો જન્મ
- ૧૯૫૦ - હિંદી ભારતની રાજભાષાના રૂપમાં સ્થાપિત
- ૨૦૦૦- - આધુનિક હિંદીનો આંતર્રાષ્ટ્રીય વિકાસ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ હિંદી, હિન્દી at Ethnologue (19th ed., 2016)
- ↑ અહીં સુધી ઉપર જાઓ: ૨.૦ ૨.૧ Hindustani (૨૦૦૫). Keith Brown (સંપાદક). Encyclopedia of Language and Linguistics (2 આવૃત્તિ). Elsevier. ISBN 0-08-044299-4.CS1 maint: ref=harv (link)
- ↑ અહીં સુધી ઉપર જાઓ: ૩.૦ ૩.૧ ૩.૨ "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2016-12-20 પર સંગ્રહિત. મેળવેલ 2017-07-30.
- ↑ [૧]
- ↑ "Central Hindi Directorate: Introduction". મૂળ માંથી 2012-05-04 પર સંગ્રહિત. મેળવેલ 2017-07-30.
- ↑ "આજે હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે 68 વર્ષ થયાઃ 60 કરોડથી વધુ લોકો બોલે છે હિન્દી". www.gujaratsamachar.com (અંગ્રેજીમાં). મેળવેલ 2020-07-21.