લખાણ પર જાઓ

કચ્છનો ઇતિહાસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
લીટી ૩૮: લીટી ૩૮:


અગિયારમી સદીની શરૂઆતમાં (ઈ.સ. ૧૦૨૩) મહમ્મદ ગઝની આવે તે પહેલાં [[ભીમદેવ સોલંકી|ભીમદેવ]] કંથકોટ ભાગી ગયો. મૂળરાજની જેમ તેણે આખા વાગડ પર અને તેની કચ્છના ગામની બે જાગીર પર અધિપત્ય જાળવી રાખ્યું. આ સદીના અંત સુધી કચ્છ પર સિંધના સુરમા વંશના ચોથા રાજ કુમાર સિંઘરે આધિપત્ય જમાવ્યું, પરંતુ તેની સત્તા લાંબી ટકી નહી. સોલંકી વંશના(ઈ.સ.૧૦૯૪-૧૧૪૩) [[સિદ્ધરાજ જયસિંહ|સિદ્ધરાજ જયસિંહે]] કચ્છ પોતાના તાબા હેઠળ આણ્યું. ત્યાર બાદ થોડાં જ વર્ષોમાં (લગભગ ઈ.સ. ૧૧૮૦), સોલંકી વંશના ઇતિહાસના એક વૃતાંત અનુસાર, પૃથ્વીરાજ અને ભીમદેવ (દ્વીતીય) વચ્ચેના યુદ્ધમાં કચ્છના બલ્લાઓ તેમના ૩૦૦૦ ઘોડાની સાથે ભીમદેવને પક્ષે લડ્યા અને ૧૩મી સદીમાં સોલંકી વંશ પછી કચ્છ પર [[વાઘેલા વંશ]](૧૨૪૦-૧૩૦૪)ની સર્વોપરિતતા સ્થપાઈ.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | 2015 |page=131-132}}
અગિયારમી સદીની શરૂઆતમાં (ઈ.સ. ૧૦૨૩) મહમ્મદ ગઝની આવે તે પહેલાં [[ભીમદેવ સોલંકી|ભીમદેવ]] કંથકોટ ભાગી ગયો. મૂળરાજની જેમ તેણે આખા વાગડ પર અને તેની કચ્છના ગામની બે જાગીર પર અધિપત્ય જાળવી રાખ્યું. આ સદીના અંત સુધી કચ્છ પર સિંધના સુરમા વંશના ચોથા રાજ કુમાર સિંઘરે આધિપત્ય જમાવ્યું, પરંતુ તેની સત્તા લાંબી ટકી નહી. સોલંકી વંશના(ઈ.સ.૧૦૯૪-૧૧૪૩) [[સિદ્ધરાજ જયસિંહ|સિદ્ધરાજ જયસિંહે]] કચ્છ પોતાના તાબા હેઠળ આણ્યું. ત્યાર બાદ થોડાં જ વર્ષોમાં (લગભગ ઈ.સ. ૧૧૮૦), સોલંકી વંશના ઇતિહાસના એક વૃતાંત અનુસાર, પૃથ્વીરાજ અને ભીમદેવ (દ્વીતીય) વચ્ચેના યુદ્ધમાં કચ્છના બલ્લાઓ તેમના ૩૦૦૦ ઘોડાની સાથે ભીમદેવને પક્ષે લડ્યા અને ૧૩મી સદીમાં સોલંકી વંશ પછી કચ્છ પર [[વાઘેલા વંશ]](૧૨૪૦-૧૩૦૪)ની સર્વોપરિતતા સ્થપાઈ.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | 2015 |page=131-132}}

==સમ્મા રાજ (ઈ.સ. ૧૩૨૦-૧૩૨૫)==
[[File:Ruined Shiva Temple Kera Kutch Gujarat.jpg|thumb|લખો ફુલાણી દ્વારા બંધાવવામાં આવેલા [[શિવ મંદિર, કેરા|શિવ મંદિર]]ના અવશેષ, [[કેરા (તા. ભુજ)|કેરા (કચ્છ)]]]]


સિંધમાં મુસલમાન (ઈ.સ. ૭૧૨ - ૧૦૫૧)રાજ દરમ્યાન ત્યાંના સમ્મા રજપૂતોએ કચ્છમાં આવવાની શરૂઆત કરી હતી. તેરમી સદીની શરૂઆતના સમયમાં જ્યારે શમ્સ-ઉદ્-દીન ઈલ્ટુમીશે જ્યારે સિંધ જીતી લીધું ત્યારે સમ્મા વંશના અન્ય લોકો પણ કચ્છમાં આવ્યા. સ્થાનીય કથાઓ અનુસાર સિંધના સમ્મા સરદાર લાખાના પુત્રો વચ્ચે ઝઘડા થવાને કારણે તેઓ કચ્છમાં આવ્યા. લાખાના મૃત્યુ પછી તેના નાના પુત્રો મોડ અને માનઈએ તેના ભાઈ અને સરદારની ગાદીના ખરા હક્કદાર એવા ઉનાદ(અથવા ઉમર) વિરુદ્ધ કાવતરું કર્યું. પણ તે કાવતરું નિષ્ફળ ગયું અને તેમને સિંધ છોડી કચ્છ તરફ ભાગવાની ફરજ પડી. કચ્છમાં તેઓ તેમના કાકા, વાગમ પાસે આવ્યાં જે ચાવડા વંશના સરદાર હતા અને રણના પાતગઢમાં રાજ કરતા હતા. વાગમે તેના ભત્રીજાને આશ્રય આપ્યો. પણ અમુક સમય બાદ તેઓ તેની જ સામે થયા અને તેને મારી તેના કિલ્લા પર કબજો કર્યો. <ref>{{cite book|title=Kutch by India. Superintendent of Census Operations, Gujarat|date=1964|publisher=Director, Government Print. and Stationery, Gujarat State|page=53|url=http://books.google.co.in/books?ei=KAjsU830O9W48gXyi4LAAw&id=fbUWAQAAMAAJ&dq=chawda+kutch&focus=searchwithinvolume&q=chavda|quote=Vagham Chavdagadh or Patgadh, (Taluka Lakhpat) At this place are the ruins of the old city of Vagham Chavda who is said to have been killed in the thirteenth century by his nephews, Mod and Manai}}</ref> આ સમાચાર મળતા વાગમના અધિપતિ સરદારો, ગુંથલીના વાઘેલા બંને ભાઈઓ પર ક્રોધે ભરાયા. તેમને શાંત કરવા ભાઈઓએ ગુંથલીના વાઘેલાને વાગમ કરતાં બમણી ખંડણી આપવાનું તથા બંનેમાંથી એક ભાઈએ ગુંથલીમાં નજરકેદ રહેવાનું કબુલ કર્યું.
{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | 2015 |page=132}}
આ ખંડણીના એક ભાગ રૂપે ચૌદ ગાડા ભરીને ઘાસચારો અપાતો હતો. એક વર્ષે તે ઘાસના ગાડાંમાં સૈનિકોને સંતાડી મોકલવામાં આવ્યા. રાતના સમયે તેઓ બહાર નીકળ્યા અને ગુંથલીના કિલ્લાનો કબજો લીધો અને વાઘેલાઓને અખાતને સામે છેડે કાઠીયાવાડ મોકલી દીધા. આ સફળતા પછી મોડ પસ્છિમી કચ્છનો અધિપતિ બન્યો. ત્યાર બાદ ઈ.સ. ૧૩૦૫માં સાદ ગાદી પર આવ્યો. તેના પંદર વર્ષો બાદ ઈ.સ. ૧૩૨૦માં તેનો પુત્ર ફુલ ગાદીએ આવ્યો. તેનો અનુગામી લાખા ફુલાણી હતો.

સિંધના મુસલમાન ઇતિહાસકારો અનુસાર, સુરમા રાજાની રાજધાની મુહમ્મદ તુર હતી. તેરમી સદીની આસપાસ અલાઉદ્દીન ખીલજી સામે હાર્યા બાદ, સુરમાઓએ સિંધના પ્રાચીન જમીનદારો સમ્મા ઉપર ખુબ જુલમ ગુજાર્યો, આથી તેઓ સ્થળાંતર કરી કચ્છમાં ગયા. આ ઘટનાના અમુક સમય બાદ, સિંધ પર ફરી મુસલમાન રાજાએ ચઢાઈ કરી અને તેની રાજધાની મુહમ્મદ તુર નો નાશ કરવામાં આવ્યો. ત્યારે, સુરમા રાજાઓની સ્ત્રીઓ અને બાળકોને રક્ષણ માટે કચ્છના સમ્માઓ પાસે મોકલવામાં આવ્યા. કચ્છમાં આવ્યા પછી, સમ્માઓએ પ્રથમ તો રણમાં વસવાટ કર્યો. પણ બાદમાં તેમણે કચ્છના અધિપતિ, ચાવડા વંશના રાજાઓને જમીન ફાળવવા વિનંતિ કરી. આ વિનંતિ એક શરતે માન્ય કરવામાં આવી કે જમીન પર ઉઘતું ઘાસ ચાવડાઓને આપવામાં આવે અને ધાન સમ્માઓ રાખી શકે. તેમના દ્વારા ગુંથલી પર કબજો કરવાની અને રાજનૈતિક શક્તિ બનવાની કથા ઉપર જણાવી તેવી જ છે.

કચ્છના સ્થાનીય ઈતિહાસ અનુસાર ઈ.સ ૧૩૨૦માં આખું કચ્છ જીત્યા બાદ લાખા ફુલાણીનું રાજ્યારોહણ થયું જે કપિલકોટ (હાલનું [[કેરા (તા. ભુજ)|કેરા]])થી રાજ ચલાવતો હતો. મુસલમાન ઇતિહાસ કારો અનુસાર ઈ.સ.૧૩૨૦માં સિંધથી સમ્માઓનું છેલ્લો કચ્છમાં આવ્યું. આ બંને મતો માને છે કે ઈ.સ. ૧૩૨૦માં કાઠીઓની હાર થઈ અને સમગ્ર કચ્છમાં સમ્માઓની સત્તા સ્થપાઈ. છેવટે ઈ.સ. ૧૩૪૦માં કાઠીયાવાડમાં લડતા લડતા લાખા ફુલાણીનું મૃત્યુ થયું.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | 2015 |page=133}}


સમ્માઓના કચ્છ વિજય સમયે આ ક્ષેત્રને રણ અને ટેકરીઓની ભૂમિ તરીકે વર્ણવાઈ હતી. એવું અનુમાન છે કે કચ્છના દક્ષિણમાં કાઠીઓની અને અન્ય ક્ષેત્રોમાં વાઘેલા અને ચાવડાઓની પાંખી વસ્તી હતી. કાઠીઓને અખાતની પેલે પાર ખદેડી દેવામાં આવ્યાં પણ ચાવડા અહીં કાયમ રહ્યા અને જ્યારે પણ કોઈ કૂવા કે તળાવ ખોદાતા ત્યારે તેમની સલાહ લેવામાં આવતી.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | 2015 |page=133}}

લાખા ફુલાણી પછી તેનો ભત્રીજો પુરા અથવા તો પુનવારો ગવાણી ગાદીએ આવ્યો. અલ્પ કાળ રાજ કર્યા પછી તે [[જખ બોંતેરા]]ને હાથે મર્યો ગયો. પુરાને બે નાના ભાઈઓ હતા, પણ તેઓ રાજ ચલાવવા અયોગ્ય હતા આથી પુરાની વિધવા પત્નીને લાખાને તેડી લાવવા સિંધ મોકલવામાં આવી. લાખો એ મોડના મોટા ભાઈ જામ ઉનાદ (અથવા ઉમર)નો ચોથી પેઢીનો વંશજ હતો. (જામ ઉનાદનો પુત્ર તમાચી સમ્મા, તેનો પુત્ર સંધ, તેનો પુત્ર જાડા અને તેનો પુત્ર તે લાખો). લાખાનું સાશન ઈ.સ. ૧૩૫૦માં શરૂ થયું હોવાનું મનાય છે તે લગભગ ૧૫ વર્ષ ચાલ્યું. તે પહેલાંના કચ્છના અમુક સમ્મા રાજાઓએ સામ્રાજ્યને કાઠીયાવાડમાં પણ વિસ્તાર્યો હતો. લાખાન કાળમાં આ વિસ્તાર કચ્છ પુરતો સિમિત થયો તેનું કારણ હિંદુ ઐતિહાસિક વૃત્તાંત કાઠીઓનો પ્રખર વિરોધ દર્શાવે છે, જોકે મોટે ભાગે તે કારણ મોહમ્મદ બીન તઘલખ સામેની પીછેહટ હોવાનું મનાય છે.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | 2015 |page=133-134}}

ઈ.સ. ૧૧૪૭માં કચ્છ રાજ્ય નામે પૂર્વી કચ્છમાં લાખો જડાણી દ્વારા કચ્છના પૂરોગમી રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. તેને જામ જાડાએ દત્તક લીધો હતો આથી તે લાખો જાડાણી કહેવાયો. તેણે તેની નવી રાજધાની લખીયારવીરોથી (આજના [[નખત્રાણા]]ની નજીક)પૂર્વી કચ્છ પર ઈ.સ. ૧૧૪૭ થી ૧૧૭૫ સુધી રાજ કર્યું. આ રાજધાનીનું નામ તેના બે જોડિયા ભાઈઓ ઉપરથી પાડવામાં આવ્યું હતું<ref>[http://www.chiefacoins.com/Database/Countries/Kutch.htm Kutch rulers]</ref>


== કચ્છ રજવાડું (૧૫૩૮-૧૬૯૭) ==
== કચ્છ રજવાડું (૧૫૩૮-૧૬૯૭) ==

૨૩:૨૨, ૧૬ ઓગસ્ટ ૨૦૧૬ સુધીનાં પુનરાવર્તન

ગુજરાત રાજ્યમાં કચ્છનું સ્થાન, ભારત.

ભારતના પશ્ચિમ છેડે આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો ઇતિહાસ છેક પ્રાગૈતિહાસિક કાળ સુધી મળી આવે છે. હિંદુ પૌરાણિક કથાઓમાં આ ક્ષેત્રનો ઉલ્લેખ મળી આવે છે. સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો ધરાવતા ઘણાં સ્થળો અહીં મળી આવ્યા છે. સિકંદર (એલેક્ઝાન્ડર) ના કાળ દરમ્યાન લખાયેલ ઐતિહાસિક ગ્રંથોમાં પણ કચ્છનો ઉલ્લેખ જોવા મળે છે. આ ક્ષેત્ર પર ગ્રેકો-બેક્ટ્રીઅન રાજા મિલિંદનું (મેનાન્દર - ૧)રાજ હતું. ઈંડો-સિથિયન રાજાઓએ તેને પદભ્રષ્ટ કર્યો અને ત્યાર બાદ આ ક્ષેત્ર પર મૌર્ય અને શકોનું રાજ ચાલ્યું. ઈસવી સનની પ્રથમ સદીમાં, આ ક્ષેત્ર પશ્ચિમિ સાત્રપો અને ત્યાર બાદ ગુપ્ત સામ્રાજ્યના નેજા હેઠળ આવ્યું. પાંચમી સદીમાં કચ્છ વલ્લભીના મૈત્રકવંશના તાબામાં ગયું અને ત્યારથી ગુજરાતના શાસક કુળ સાથે આ રાજ્યનો સંબંધ શરૂ થયો. સાતમી સદીના કાળમાં કચ્છના પૂર્વી અને મધ્ય ક્ષેત્ર પર ચાવડાઓની સત્તા હતી. દસમી સદી દરમ્યાના આ ક્ષેત્ર સોલંકીઓના તાબામાં આવ્યું સોલંકીઓના પતન પછી વાઘેલા અહીંના સાશક બન્યા. મુસલમાન રાજાઓએ સિંધ જીતી લેતા, સમા રજપૂતો દક્ષિણ તરફ કચ્છમાં ગયા અને શરૂઆતમાં કચ્છના પશ્ચિમ ભાગમાં રાજ્ય કર્યુ. દસમી સદી સુધી તેઓએ કચ્છના ઘણા મોટા ભાગ પર કબજો કર્યો અને તેરમી સદી સુધી આખા કચ્છ પર તેમની સત્તા પથરાઈ ગઈ આ સાથે તેમણે જાડેજા એવું નવું કુળ નામ અપનાવ્યું.

ઈ.સ. ૧૯૪૭માં ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ કચ્છ ભારત સાથે જોડાયું. અને તેને ભારતના સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મળ્યો. ૧૯૫૦માં તેને ભારતના સંઘરાજ્યના એક રાજ્યનો દરજ્જો મળ્યો. ઈ.સ. ૧૯૫૬માં ફરી કચ્છે એક વિનાશક ભૂકંપનો સામનો કર્યો. ૧ નવેમ્બર ૧૯૫૬ના દિવસે કચ્છને મુંબઈ રાજ્યમાં વિલિન કરી દેવામાં આવ્યું. ૧૯૬૦માં મુંબઈ રાજ્યના ભાષા આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે ભાગ થયા અને કચ્છ, ગુજરાતના એક જિલ્લા તરીકે ગુજરાતનું અંગ બન્યું. ઈ.સ. ૧૯૯૮ માં કચ્છમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત (વાવાઝોડું) આવ્યું અને ૨૦૦૧માં વિનાશક ધરતીકંપ થયો. ત્યાર પછીના કાળમાં અહીં ઝડપી ઔધ્યોગિકરણ અને પર્યટનનો વિકાસ થયો છે.


પ્રારંભિક ઇતિહાસ (ઈ.પૂ. ૩૨૫ પહેલાં)

ધોળાવીરાનો એક હોજ
ધોળાવીરાના ઉત્તર દરવાજે મળી આવેલ દાર્શનિક અક્ષરો

કચ્છમાં વિવિધ કાળખંડના ડાયનોસોરના અવશેષો ધરાવતા ૧૫૦થી વધુ સ્થળો છે.[૧]

સિંધુ ખીણ સંસ્કૃતિ

આ ક્ષેત્રમાં માનવ વસવાટના સૌથી પુરાતન નમુના સિંધુ ખીણની સંસ્કૃતિના પૂર્વી હડ્ડપીય કાળ(ઈ.પૂ. ૩૩૦૦ - ૨૬૦૦) દરમ્યાનના મળી આવ્યાં છે. કચ્છમાં ઘણાં સ્થળોએ સિંધુ સંસ્કૃતિના કાળના પુરાતાત્વીક આવશેષો મળ્યા છે. કચ્છમાં આવેલું ધોળાવીરા, સિંધુ સંસ્કૃતિનું એક મહત્ત્વપૂર્ણ પુરાતત્ત્વીક સ્થળ છે. સ્થાનીય ભાષામાં તે કોટડા ટીંબો તરીકે ઓળખાય છે.[૨] આ સ્થળ ઉત્તર કચ્છના ખડીર બેટ પર આવેલું છે. ચોમાસા દરમ્યાન ખડીર બેટ પાણીથી ઘેરાયેલું રહે છે. ધોળાવીરામાં માનવ વસવાટ ઈ.પૂ. ૨૯૦૦ થી ૧૯૦૦ વચ્ચે હોવાનું અનુમાન છે. લગભગ ઈ.પૂ. ૨૧૦૦ બાદ તેના પતનની શરૂઆત થઈ. ત્યાર બાદ અમુક સમય સુધી તે આ સ્થળ તજી દીધું હતું. છેવટે તેના ખંડેરમાં ગામડાના લોકોએ લગભગ ઈ.સ. ૧૪૫૦ સુધી વસવાટ કર્યો હતો. ધોળાવીરા સિવાય સુરકોટડા, દેશલપર ગુંથલી, પાબુમઠ, કાનમેર અને શિકારપુર અન્ય પુરાતાત્વીક સ્થળો છે.

પ્રારંભિક ઇતિહાસ (ઈ.પૂ. ૩૨૫ - ઈ.સ. ૬૪૦)

૧૮૨૭નો સિંધ અને કચ્છનો નક્શો

પ્રાચીન હિંદુ પૌરાણીક લેખનોના વર્ણનમાં આ ક્ષેત્રને કચ્છ એટલે કે કાચબો અથવા કિનારાનો પ્રદેશ એવું નામ આપ્યું છે અને અમુક થોડાં જંગલી લોકોના રણ પ્રદેશ તરીકે તેનો પરિચય આપ્યો છે. એક સમયે અમુક પવિત્ર સાધુ પશ્ચિમે આવેલાં નારાયણ સરોવર જતાં હતાં તે આ પ્રદેશમાં ભુલા પડ્યા. તેમણે આગ દ્વારા આ ક્ષેત્રનો સફાયો કર્યો અને તેની રાખમાંથી તે પૌષ્ટિક ઘાસ ઊગી નીકળ્યું જેથી ગોવાળો, પશુપાલકો માલધારીઓ અને વણઝારાઓની ટોળી અહીં આવી વસી.[૩]

વિદેશી ઇતિહાસ કારોના લેખનમાં કચ્છનો સૌથી પ્રારંભિક ઉલ્લેખ ગ્રીક લેખનોમાં મળી આવે છે. તે અનુસાર સિંધુ નદીની પૂર્વી શાખાઓનું પરિક્ષણ કરતાં કરતાં સિકંદર (ઈ.પૂ. ૩૨૫) એક વિશાળ સરોવરને કિનારે આવ્યો હતો. આ તળાવ યા તો નદીના પ્રસરણથી અથવા તો નજીકના અન્ય જળ સ્રોતથી બન્યું હતું. તે સિવાય એમ પણ નોંધેલું છે કે દરિયામાંથી સિંધુનદીમાં પ્રવેશવા માટે પૂર્વી મુખ પશ્ચિમિ મુખ કરતાં વધુ સરળ છે અને દરિયા કિનારે મીઠા પાણીનો પુરવઠો મળી રહે માટે કિનારે કુવાઓ ખોદેલા છે. ત્યાર પછીના લગભગ ૧૫૦ વર્ષ બાદ એટલે કે ઈ.પૂ. ૧૪૨-૧૨૪ દરમ્યાન કચ્છ ગ્રેકો-બેક્ટ્રીઅન રાજા મિલિંદ (મેનાન્દર - ૧) ના સામ્રાજ્યનો ભાગ હતો. તેનું રાજ્ય યમુના નદીથી સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલું હતું. લગભગ ઈ.પૂ. ૧૨૦ની આસપાસ શકોએ (ઈંડો-સિથિયન કુળ) તેમની દક્ષિણી કૂચ દરમ્યાન કચ્છ અને ઉત્તર ગુજરાત પર પોતાની સત્તા સ્થાપી. લગભગ ઈ.પૂ. ૫૬માં ગુપ્ત રાજા ચંદ્રગુપ્ત (દ્વીતીય) અથવા વિક્રમાદિત્યએ શકોને હરાવ્યા અને કચ્છ પર સત્તા સ્થાપી. ત્યાર બાદ ફરી વીસ અને ત્રીસ વર્ષ પછી, યુકોત્શ્ચિન હેઠળ નવા રાજવંશની સ્થાપના થઈ જેણે ઈસ્વીની પહેલી સદી દરમ્યાન પારદા વંશના (ઈંડો-પાર્થિયન) રાજાઓ એ શકોને હરાવ્યા અને અહીં સત્તા સ્થાપી. તેમની સત્તા સિંધથી લઈ ભરૂચ સુધી વિસ્તરેલી હતી.[૩]

પ્લીનીએ પ્રથમ સદીમાં, (ઈ.સ. ૭૭)માં લખેલા લેખનમાં ઓદામ્બરી લોકોનો ઉલ્લેખ છે જે કચ્છના લોકો માટે વપરાયેલો હોવાનું મનાય છે. તેજ પ્રમાણે ટોલેમી (ઈ. સ. ૧૫૦)એ સિંધુ નદીના પૂર્વી ભાગમાં ઓર્બાદરી નામના નગરનો ઉલ્લેખ કર્યો છે જે તે લોકોનું મુખ્ય મથક હોવાનો અંદાજ છે. ટોલેમીને કચ્છના અખાતની જાણ હતી, તેણે તેને કન્થી (કંઠી) તરીકે ઓળખાવ્યો છે. હજી આજે પણ અખાતના ઉત્તર કિનારાના પ્રદેશને કંઠી નામે ઓળખાય છે અને રણને દક્ષિણે છેડે આવેલા એક કિલ્લાનું નામ પણ કંથકોટ છે.

આ ઉલ્લેખના સો વર્ષ પછી (ઈ.સ. ૨૪૬)માં લખાયેલા એક નૌકાવહન દસ્તાવેજમાં કચ્છના અખાતના બાહ્ય ભાગમાં બરાકે નામના બંદરનો ઉલ્લેખ થયો છે, મોટે ભાગે તે દ્વારકા હોવું જોઈએ. આ દસ્તાવેજ આગળ વર્ણવે છે કે તે બંદરથી આગળ એરિઓનનો અખાત (સંસ્કૃતમાં ઈરીણા કે અરણ્ય, ખાર કળણ, આજનું રણ) આવે છે, તેના બે ભાગ છે એક નાનો અને એક મોટો, આ બંને વિસ્તાર વણ ખેડાયેલા છે, અહીં વહાણ ચલાવવું જોખમી છે, તે છીછરા છે અને એમાં વિનાશક ભમર આવે છે. આ વર્ણન આજના કચ્છનું નાના રણ અને કચ્છના મોટા રણને વિષે હોવાનો અંદાજ છે. આ અખાતના બીજા કિનારે આવેલા પ્રદેશને તેણે અને ટોલેમીએ બંને સુરાષ્ટ્રીની (સૌરાષ્ટ્ર) તરીકે ઓળખાવ્યો છે. તેમની અનુસાર આ પ્રદેશ સમૃદ્ધ, વિપુલ પ્રમાણમાં મકાઈ, ચોખા, રાઈ, માખણ ઉત્પન્ન કરનારો હતો; અહીંના લોકો કાળા અને ઊંચા હતાં અને તેમની પાસે ધણો હતા. કરાંચી પાસેના બંદર પર ટોલેમીનું કંઠીના જહાજો માટેનું થાણું હતું, તે સિવાય ગ્રીકોનો કચ્છ સાથે કોઈ સીધો વ્યાપાર ન હતો. કચ્છના અખાતથી દૂર રહેવાની સલાહ અપાતી અને સમગ્ર વ્યાપાર ભરૂચમાં કેન્દ્રીત હતો. આ નૌકા વહન દસ્તાવેજ લખાયો તેના પછી ટૂંક સમયમાં જ કચ્છ સાહ રાજાઓએ (ઈ.સ.૧૪૦-૩૮૦) જીતી લીધું. આ રાજાઓ શક્યતઃ પશ્ચિમ સાત્રપ કુળના હતા જેમનું રાજ્ય તાપી નદીથી સિંધ સુધી ફેલાયેલું હતું. ત્યાર બાદ કચ્છ ગુપ્ત સામ્રાજ્યનો ભાગ બન્યું અને ત્યાર બાદ તે વલ્લભીના મૈત્રકોના હાથમાં ગયું. સાતમી સદીમાં (લગભગ ઈ.સ. ૬૪૦)માં કચ્છ સિંધ રાજ્યનો ભાગ હતું. ચીની યાત્રાળુ હ્યુ-એન-ત્સાંગ અનુસાર તે સમયની ભાકર નજીક સિંધુ નદી પર આવેલી, સિંધ રાજ્યની રાજધાની અરોરથી કચ્છ ૨૬૭ માઈલ (૧૬૦૦ લીસ) દૂર હતો. તેણે આ પ્રદેશને ઓટીએન-પો-ચી-લો નામ આપ્યું જે અધ્યાવાકિલા કે પ્લીનીના ઓડમ્બીરાને દર્શાવે છે. તેણે આ રાજ્યનો પરિપથ લગભ ૮૩૩ માઈલ (૫૦૦૦ લીસ) અને તેની રાજધાનીનો પરિપથ ૫ માઈલ (૩૦ લીસ) બતાવ્યો છે. આ પ્રદેશની રાજધાનીનું નામ તેણે કેઈ-ત્સી-ફા-લો જણાવ્યું છે, જે કદાચ કોટેશ્વર હોઈ શકે છે.[૪]

રાજપૂત કુળો (૬૪૦ – ૧૩૨૦)

આઠમી સદીના (લગભગ ઈ.સ. ૭૧૪)માં કચ્છનો ઉલ્લેખ કરતાં જણાવાયું છે કે તેલેગુના પ્રમારના મૃત્યુ પછી કચ્છ ચારણોને આપવામાં આવ્યું હતું. મુસલમાન ઇતિહાસકારો અનુસાર કચ્છ અરોરના રાજાના આધિપત્યમાં હતું. ત્યાર બાદ ટૂંક સમયમાં સિંધમાંથી આવેલ કાઠી (આહિર સાથે સંકળાયેલા)ટોળી, ખસ કરીને મધ્ય અને દક્ષિણ કચ્છમાં સાશક બન્યા. તેમનું મુખ્ય મથક મંજલ નજીક આવેલ પવારગઢ હતું. આ સમયે પૂર્વી કચ્છમાં ચાવડા વંશનું સાશન હતું. આઠમી અને નવમી સદીમાં પંચાસર રાજા અને અણહીલવાડ પાટણની સહાયતાથી તેમનો પ્રભાવ વધ્યો હતો. ઈ.સ. ૯૪૨માં ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહની પત્ની, તેના એક વર્ષના પુત્ર અહીપતને લઈ ને જેસલમેર, પોતાના પિતાને ઘેર ભાગી ગઈ. આગળ જતા અહીપત ભયંકર બહારવટીયો બન્યો અને અણહિલવાડ પાટણના અધિપત્યનો નાશ કરવા તેનો ઉપયોગ કરવામાં આવ્યો. તેણે કચ્છના ૯૦૦થી વધારે ગામડાં જીતી લીધા અને મોરગઢને પોતાની રાજધાની બનાવી. તેણે ઘણાં વર્ષ રાજ કર્યું અને તેના પછી તેનો પુત્ર વિક્રમસિં(હ) ગાદીએ આવ્યો. ત્યાર બાદ અનુક્રમે વિભુરાજા, તાકુલજી, શેષકરણજી, વાઘજી, અખેરાજા, તેજશી (તેજસિંહ), કરમસિંહ, તખનસિંહ, મોકસિંહ, પુંજાજી અનુગામી બન્યા. પુંજાજી તેરમી સદીના અંતમાં એટલે કે અલાઉદ્દીન ખીલજી ના કાળમાં હયાત હતો.[૫]

દસમી સદીમાં, જ્યારે ચાવડા વંશના રાજાઓને હરાવી સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકીએ પાટણ અણહીલવાડ પર કબજો કર્યો ત્યારે ચાવડા વંશના રાજાએ કચ્છ તરફ પ્રયાણ કર્યું. ત્યાર બાદ ટૂંક સમયમાં (લગભગ ઈ.સ. ૯૫૦) કલ્યાણના ચાલુક્યોના દબાણને લીધે મૂળરાજ સોલંકીએ કંથકોટ જીતી લીધો. આ સમય દરમિયાન આરબોએ ગુજરાતના કિનારે અને કાઠિયાવાડ પર ચઢાઈ કરી હતી અને સિંધ જીતી લીધું હતું. નવમી સદીમાં તેઓએ કચ્છના કિનારે વસાહતો સ્થાપી હતી અને દસમી સદીની શરૂઆતમાં કચ્છ સિંધનો ભાગ બની ગયું. અલ બીરુની નામના ઈરાની વિદ્વાને કચ્છનો તેના હાલના નામ કચ્છ તરીકે ઉપયોગ કર્યો છે, તેની અનુસાર સિંધુ નદીની એક શાખા કચ્છની સીમા આગળ સિંધ સાગરને મળે છે. દસમી અને અગિયારમી સદીના આરબ પ્રવાસીઓના લેખહનમાં કચ્છનો ઉલ્લેખ ખાસ કરીને તેના ચાંચિયાઓના સંદર્ભમાં મળે છે, આ ચાંચિયાઓનું મુળ મથક કચ્છ અને સોમનાથ હતું તથા તેઓ બાવરીજ નામનું વહાણ વાપરતા તેથી તેમને બાઈરા કહેવાતા.[૫]

અગિયારમી સદીની શરૂઆતમાં (ઈ.સ. ૧૦૨૩) મહમ્મદ ગઝની આવે તે પહેલાં ભીમદેવ કંથકોટ ભાગી ગયો. મૂળરાજની જેમ તેણે આખા વાગડ પર અને તેની કચ્છના ગામની બે જાગીર પર અધિપત્ય જાળવી રાખ્યું. આ સદીના અંત સુધી કચ્છ પર સિંધના સુરમા વંશના ચોથા રાજ કુમાર સિંઘરે આધિપત્ય જમાવ્યું, પરંતુ તેની સત્તા લાંબી ટકી નહી. સોલંકી વંશના(ઈ.સ.૧૦૯૪-૧૧૪૩) સિદ્ધરાજ જયસિંહે કચ્છ પોતાના તાબા હેઠળ આણ્યું. ત્યાર બાદ થોડાં જ વર્ષોમાં (લગભગ ઈ.સ. ૧૧૮૦), સોલંકી વંશના ઇતિહાસના એક વૃતાંત અનુસાર, પૃથ્વીરાજ અને ભીમદેવ (દ્વીતીય) વચ્ચેના યુદ્ધમાં કચ્છના બલ્લાઓ તેમના ૩૦૦૦ ઘોડાની સાથે ભીમદેવને પક્ષે લડ્યા અને ૧૩મી સદીમાં સોલંકી વંશ પછી કચ્છ પર વાઘેલા વંશ(૧૨૪૦-૧૩૦૪)ની સર્વોપરિતતા સ્થપાઈ.[૬]

સમ્મા રાજ (ઈ.સ. ૧૩૨૦-૧૩૨૫)

લખો ફુલાણી દ્વારા બંધાવવામાં આવેલા શિવ મંદિરના અવશેષ, કેરા (કચ્છ)


સિંધમાં મુસલમાન (ઈ.સ. ૭૧૨ - ૧૦૫૧)રાજ દરમ્યાન ત્યાંના સમ્મા રજપૂતોએ કચ્છમાં આવવાની શરૂઆત કરી હતી. તેરમી સદીની શરૂઆતના સમયમાં જ્યારે શમ્સ-ઉદ્-દીન ઈલ્ટુમીશે જ્યારે સિંધ જીતી લીધું ત્યારે સમ્મા વંશના અન્ય લોકો પણ કચ્છમાં આવ્યા. સ્થાનીય કથાઓ અનુસાર સિંધના સમ્મા સરદાર લાખાના પુત્રો વચ્ચે ઝઘડા થવાને કારણે તેઓ કચ્છમાં આવ્યા. લાખાના મૃત્યુ પછી તેના નાના પુત્રો મોડ અને માનઈએ તેના ભાઈ અને સરદારની ગાદીના ખરા હક્કદાર એવા ઉનાદ(અથવા ઉમર) વિરુદ્ધ કાવતરું કર્યું. પણ તે કાવતરું નિષ્ફળ ગયું અને તેમને સિંધ છોડી કચ્છ તરફ ભાગવાની ફરજ પડી. કચ્છમાં તેઓ તેમના કાકા, વાગમ પાસે આવ્યાં જે ચાવડા વંશના સરદાર હતા અને રણના પાતગઢમાં રાજ કરતા હતા. વાગમે તેના ભત્રીજાને આશ્રય આપ્યો. પણ અમુક સમય બાદ તેઓ તેની જ સામે થયા અને તેને મારી તેના કિલ્લા પર કબજો કર્યો. [૭] આ સમાચાર મળતા વાગમના અધિપતિ સરદારો, ગુંથલીના વાઘેલા બંને ભાઈઓ પર ક્રોધે ભરાયા. તેમને શાંત કરવા ભાઈઓએ ગુંથલીના વાઘેલાને વાગમ કરતાં બમણી ખંડણી આપવાનું તથા બંનેમાંથી એક ભાઈએ ગુંથલીમાં નજરકેદ રહેવાનું કબુલ કર્યું. [૮] આ ખંડણીના એક ભાગ રૂપે ચૌદ ગાડા ભરીને ઘાસચારો અપાતો હતો. એક વર્ષે તે ઘાસના ગાડાંમાં સૈનિકોને સંતાડી મોકલવામાં આવ્યા. રાતના સમયે તેઓ બહાર નીકળ્યા અને ગુંથલીના કિલ્લાનો કબજો લીધો અને વાઘેલાઓને અખાતને સામે છેડે કાઠીયાવાડ મોકલી દીધા. આ સફળતા પછી મોડ પસ્છિમી કચ્છનો અધિપતિ બન્યો. ત્યાર બાદ ઈ.સ. ૧૩૦૫માં સાદ ગાદી પર આવ્યો. તેના પંદર વર્ષો બાદ ઈ.સ. ૧૩૨૦માં તેનો પુત્ર ફુલ ગાદીએ આવ્યો. તેનો અનુગામી લાખા ફુલાણી હતો.

સિંધના મુસલમાન ઇતિહાસકારો અનુસાર, સુરમા રાજાની રાજધાની મુહમ્મદ તુર હતી. તેરમી સદીની આસપાસ અલાઉદ્દીન ખીલજી સામે હાર્યા બાદ, સુરમાઓએ સિંધના પ્રાચીન જમીનદારો સમ્મા ઉપર ખુબ જુલમ ગુજાર્યો, આથી તેઓ સ્થળાંતર કરી કચ્છમાં ગયા. આ ઘટનાના અમુક સમય બાદ, સિંધ પર ફરી મુસલમાન રાજાએ ચઢાઈ કરી અને તેની રાજધાની મુહમ્મદ તુર નો નાશ કરવામાં આવ્યો. ત્યારે, સુરમા રાજાઓની સ્ત્રીઓ અને બાળકોને રક્ષણ માટે કચ્છના સમ્માઓ પાસે મોકલવામાં આવ્યા. કચ્છમાં આવ્યા પછી, સમ્માઓએ પ્રથમ તો રણમાં વસવાટ કર્યો. પણ બાદમાં તેમણે કચ્છના અધિપતિ, ચાવડા વંશના રાજાઓને જમીન ફાળવવા વિનંતિ કરી. આ વિનંતિ એક શરતે માન્ય કરવામાં આવી કે જમીન પર ઉઘતું ઘાસ ચાવડાઓને આપવામાં આવે અને ધાન સમ્માઓ રાખી શકે. તેમના દ્વારા ગુંથલી પર કબજો કરવાની અને રાજનૈતિક શક્તિ બનવાની કથા ઉપર જણાવી તેવી જ છે.

કચ્છના સ્થાનીય ઈતિહાસ અનુસાર ઈ.સ ૧૩૨૦માં આખું કચ્છ જીત્યા બાદ લાખા ફુલાણીનું રાજ્યારોહણ થયું જે કપિલકોટ (હાલનું કેરા)થી રાજ ચલાવતો હતો. મુસલમાન ઇતિહાસ કારો અનુસાર ઈ.સ.૧૩૨૦માં સિંધથી સમ્માઓનું છેલ્લો કચ્છમાં આવ્યું. આ બંને મતો માને છે કે ઈ.સ. ૧૩૨૦માં કાઠીઓની હાર થઈ અને સમગ્ર કચ્છમાં સમ્માઓની સત્તા સ્થપાઈ. છેવટે ઈ.સ. ૧૩૪૦માં કાઠીયાવાડમાં લડતા લડતા લાખા ફુલાણીનું મૃત્યુ થયું.[૯]


સમ્માઓના કચ્છ વિજય સમયે આ ક્ષેત્રને રણ અને ટેકરીઓની ભૂમિ તરીકે વર્ણવાઈ હતી. એવું અનુમાન છે કે કચ્છના દક્ષિણમાં કાઠીઓની અને અન્ય ક્ષેત્રોમાં વાઘેલા અને ચાવડાઓની પાંખી વસ્તી હતી. કાઠીઓને અખાતની પેલે પાર ખદેડી દેવામાં આવ્યાં પણ ચાવડા અહીં કાયમ રહ્યા અને જ્યારે પણ કોઈ કૂવા કે તળાવ ખોદાતા ત્યારે તેમની સલાહ લેવામાં આવતી.[૯]

લાખા ફુલાણી પછી તેનો ભત્રીજો પુરા અથવા તો પુનવારો ગવાણી ગાદીએ આવ્યો. અલ્પ કાળ રાજ કર્યા પછી તે જખ બોંતેરાને હાથે મર્યો ગયો. પુરાને બે નાના ભાઈઓ હતા, પણ તેઓ રાજ ચલાવવા અયોગ્ય હતા આથી પુરાની વિધવા પત્નીને લાખાને તેડી લાવવા સિંધ મોકલવામાં આવી. લાખો એ મોડના મોટા ભાઈ જામ ઉનાદ (અથવા ઉમર)નો ચોથી પેઢીનો વંશજ હતો. (જામ ઉનાદનો પુત્ર તમાચી સમ્મા, તેનો પુત્ર સંધ, તેનો પુત્ર જાડા અને તેનો પુત્ર તે લાખો). લાખાનું સાશન ઈ.સ. ૧૩૫૦માં શરૂ થયું હોવાનું મનાય છે તે લગભગ ૧૫ વર્ષ ચાલ્યું. તે પહેલાંના કચ્છના અમુક સમ્મા રાજાઓએ સામ્રાજ્યને કાઠીયાવાડમાં પણ વિસ્તાર્યો હતો. લાખાન કાળમાં આ વિસ્તાર કચ્છ પુરતો સિમિત થયો તેનું કારણ હિંદુ ઐતિહાસિક વૃત્તાંત કાઠીઓનો પ્રખર વિરોધ દર્શાવે છે, જોકે મોટે ભાગે તે કારણ મોહમ્મદ બીન તઘલખ સામેની પીછેહટ હોવાનું મનાય છે.[૧૦]

ઈ.સ. ૧૧૪૭માં કચ્છ રાજ્ય નામે પૂર્વી કચ્છમાં લાખો જડાણી દ્વારા કચ્છના પૂરોગમી રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. તેને જામ જાડાએ દત્તક લીધો હતો આથી તે લાખો જાડાણી કહેવાયો. તેણે તેની નવી રાજધાની લખીયારવીરોથી (આજના નખત્રાણાની નજીક)પૂર્વી કચ્છ પર ઈ.સ. ૧૧૪૭ થી ૧૧૭૫ સુધી રાજ કર્યું. આ રાજધાનીનું નામ તેના બે જોડિયા ભાઈઓ ઉપરથી પાડવામાં આવ્યું હતું[૧૧]

કચ્છ રજવાડું (૧૫૩૮-૧૬૯૭)

ખેંગારજી (પ્રથમ)

 સિંધના થટ્ટા સમ્માઓની સત્તાને ઉથલાવનાર અરગુણ વંશ સાથે સોળમી સદીની શરૂઆતમાં કચ્છના રાજાને  સારા સંબંધ ન હતા. સિંધી ઇતિહાસકારો અનુસાર લગભગ ઈ.સ. ૧૫૩૦માં સિંધનો શાહ હુસેન (ઈસ. ૧૫૨૨ -૧૫૪૪) કચ્છમાં દાખલ થયો અને રાઓને કરારી હાર આપી. આ સમયે જાડેજા કુળની ત્રણ શાખાઓનું કચ્છ પર રાજ હતું. તે શાખાઓના પ્રતિનિધિઓ હતા: જામ દાદરજી, જામ હમીરજી અને જામ રાવળ. આ ત્રણેમાંથી જામ હમીરજી અને જામ રાવળ પાડોશી અને તીવ્ર પ્રતિસ્પર્ધીઓ હતા. ઈ.સ. ૧૫૩૭માં જામ રાવળે મૈત્રીના ઓઠા હેઠળ જામ હમીરજીની કતલ કરી. જ્યારે હમીરજીની કતલ થઈ તે સમયે તેના ચાર માંનો મોટો પુત્ર અલીયાજી  તેની બહેન જે ગુજરાત ના સુલતાન મહમદ બેગડાને પરણી હતી, તેને મળવા અમદાવાદ ગયો હતો તથા તેનો દ્વીતીય પુત્ર ખેંગારજી પારકરમાં આવેલા વીરવાહની મુલાકતે ગયો હતો. તેના નાના બે પુત્રો સાહેબજી અને રાયબજીને ગુપ્ત રીતે વાગડના રાપરમાં લઈ જવાયા હતા.  પારકરથી પાછા આવી બંને નાન ભાઈઓને લઈ ખેંગારજી (પ્રથમ) અમદવાદ ગયો અને ત્યાં તે તેમના કુટુંબીઓ અને અનુગામીઓને મળ્યો. એક અસમયે મહમદ બેગડા સાથે શિકાર પર જતા, ખેંગર (પથમે) માત્ર તલવાર વડે વાઘને ફાડી નાખ્યો. માત્ર ચૌઇદ વર્ષની ઉંમર ધરાવતા ખેંગારની આવી બહાદૂરી જોઈ મહમદ બેગડો ખૂબ ખુશ  થયો અને તેની જે ઇચ્છા હોય તે માગવા જણાવ્યું. ખંગારજી (પ્રથમ)એ રણને કાંઠે  આવેલા મોરબીની જાગીર માંગી. તે જાગીર સાથે બેગડા પાસેથી તેને  રાઓનો ખિતાબ અને  સેના પણ મળી. ખેંગારજી (પ્રથમ) મોરબીથી જામ રાવળના મિત્ર એવા જામ દાદરજીના ગામડાઓ ઉપર આક્રમણ કર્યા કરતો હતો. ત્યર બાદ તેણે રાપરમાં વસવાની રજા માંગી, શરરૂઆતમાં તે સફળ ન થયો પણ પછીથી રજા મળી. ત્યાર પછી તેણે તેના હોથી સરદારની સહાય વડે રાપરના વડાને કિલ્લામાંથી બહાર બોલાવી તેનું અને તેના પુત્રને મારી નાંખ્યો અને તેની માલમત્તા પર કબજો કર્યો.[૧૨]  આમ ચૌદ વર્ષના દાવપેચ પછી છેવટે ઈ.સ ૧૫૪૮માં તેણે તેના પિતાના ખૂની જામ રાવળને કચ્છમાંથી બહાર કાઢી મૂક્યો.  તેણે અન્ય સરદારો પર દયા રાખી તેમને પોતાની જાગીરો પર રહેવા રજા આપી અને પોતે કચ્છના રાજા તરીકે આરૂઢ થયો. જામ રાવળ કચ્છ પર બે દાયકા રાજ કરી કાઠિયાવાડ નાસી ગયો. ત્યાં તેણે નવાનગર નામનું શહેર સ્થાપ્યું અને સ્વતંત્ર રાજ્ય બનાવ્યું.  કચ્છના રાજા બનતા ખેંગારજીએ તેમના પિતા દ્વારા  ઈસ. ૧૫૧૦માં સ્થાપેલ ભુજ શહેરને તેમની રાજધાની બનાવવાનો નિશ્વય કર્યો.  આ ક્ષેત્ર લાંબા સમયથી બહારવટીયા અને ખૂની ઓનો આડ્ડો બન્યું હતું. તેમને ઘણાં પરિશ્રમથી હટાવવામાં આવ્યા અને છેવટે તેના સમર્થકો ત્યાં સ્થાયી થવા રાજી થયા અને રાજધાની વસી. ખેંગારજી (પ્રથમ)ને કચ્છ રાજ્યનો સ્થાપક માનવામાં આવે છે. તેમણે ઈ.સ૧૫૪૮થી ૧૫૮૫ સુધી રાજ કર્યું.[૧૩]  ખંગારજી (પ્રથમ) એ  માંડવી બંદરની પણ સ્થાપના કરી હતી. 

ભારમલજી (પ્રથમ)

ઈ.સ. ૧૫૮૫માં ખેંગારજી પ્રથમના મૃત્યુ પછી  ભારમલ રાજા બન્યો જેણે ઈ.સ. ૧૬૩૧ સુધી રાજ કર્યું. તેમના સાશન દરમ્યાન  ગુજરાતની  સલતનત મોગલોને તાબે ગઈ. ગુજરાત સલતન હેઠળ કચ્છને ૫૦૦૦ ઘોષે સવારોની સહાય સિવાય અન્ય કોઈ ખંડણી આપવાની ન હતી. પણ જ્યારે ગુજરાત સલતનલ હેઠળની પોતાની સત્તાઓ છીનવાઈ જતા ભારમલેપોતાને સ્વતંત્ર ઘોષિત કર્યો. પણ છેવટે ઈ. સ. ૧૫૯૦ અને ૧૫૯૧ની મોગલો સામે થયેલી હાર પછી કચ્છના રાજવીએ મોગલોની સત્તા સ્વીકારી. તે હાર પછી તેમને તેમના જુનું પદ ફરી અપાયું અને ક્યારેક જ તેમની  પાસે ખંડણી માગવામાં આવતી.[૧૪]

ઈ.સ. ૧૬૩૧માં ભારમલના મૃત્યુ પછી ભોજરાજ ગાદીએ આવ્યો અને તેને ૧૬૪૫ સુધી રાજ કર્યું.  ત્યાર બાદ તેનો ભત્રીજો ખેંગારજી (દ્વીતીય) ગાદીએ આવ્યો. ઈ.સ. ૧૬૫૪માં તેના મૃત્યુ પછી તામાચી ગાદી પર આવ્યો અને તેના પછી ઈ. સ. ૧૬૬૨માં રાયધણજી (દ્વીતીય ગાદીએ આવ્યો.  સત્તાનું આ હસ્તાંતરણ ખૂબ શાંતિ પૂર્ણ રહ્યું અને આ કાળ દરમ્યાન કચ્છે અસ્ખલિત શાંતિ અનુભવી. આ કાળ દરમ્યાન એકજ ઘટના નોંધવા લાયક બની, અને તે હતી  ઔરંગઝેબના ભાગેડુ કુંવર દારા શિકોહનું આગમન. તામાચીએ પ્રથમ તો તેને આવકાર્યો પણ પછી તેથી વિપરિત જઈ તેને કચ્છમાંથી નીકળી જવાની ફરજ પાડી. રાયધણજીનો જ્યેષ્ઠ પુત્ર નોઘાજી તેના પિતાની હયાતીમાં ન યુવાન વયે અવસાન પામ્યો.[૧૫]

કચ્છ રજવાડું (૧૬૯૮-૧૮૧૯)

રાયધણના ત્રીજા પુત્ર પ્રાગમલજીએ તેના મોટા ભાઈ રાવાજીની હત્યા કરાવી. તેના બંને મોટા ભાઈઓના પુત્રો ગાદીના ઉત્તરાધિકારી હતા, પણ તેઓ ઘણાં નાના હોવાથી ઈસ. ૧૬૯૭માં  રાયધણ (દ્વિતીય)ના મૃત્યુ બાદ ગાદી પર કબ્જો કરવામાં પ્રાગમલજીને કોઈ તકલીફ પડી નહીં. જ્યારે રાવાજીનો પુત્ર કાન્યોજી ઉંમરલાયક થયો ત્યારથી પોતાના જન્મસિદ્ધ હક્ક પાછો લેવાનો તે હંમેશા પ્રયત્ન કરતો રહ્યો.  ઈ.સ. ૧૬૯૭માં સત્તા પર આવતાં પ્રાગમલજીએ  કછના અખાતના કિનારે આવેલ મોરબી તેની હેઠળ રાખ્યું. મોરેબીમાં રહી તેણે કચ્છની ગાદી પર કબ્જો મેળવવાના ઘણાં પ્રયત્નો કર્યા અને છેવટે ઈ. સ. ૧૬૯૮માં સ્વતંત્ર મોરબી રાજ્યની સ્થાપના કરી અને તેના વંશજો  મોરબીના રાજા  બન્યા.[૧૫]

ઈસ. ૧૭૧૮માં ગોડજી (પ્રથમ)ના મૃત્યુ પછી તેનો પુત્ર દેશળજી (પ્રથમ) ગાદીએ આવ્યો. તેના કાળ દરમ્યાન કચ્છની આવક  ઘણી ઓછી હતી અને તે રાજા સાદું અને કરકસર ભર્યું જીવન જીવતો. એક મેક પ્રત્યેના આદરને કારાણે તેના સ્થાનીય સરદારો તેને માન આપતાં.[૧૬]  મોગલ સલતનતના એક ભાગ તરીકે લગભગ સવા સદી સુધી (૧૫૮૩-૧૭૧૮) કોઈ પન બાહ્ય આક્રમણથી મુક્ત હતું.  અને જહાંગીરે કરેલી ગોઠવણ અનુસાર મક્કા જનાર યાત્રાળુ મફતમાં કચ્છમાંથી પસાર થઈ શકતાં અને કચ્છને કોઈ ખંડણી ભરવી પડતી ન હતી. દેશળજીની હત્યા પછી મોગલ સૂબાએ મોટી સેના સાથે એક મોઝીમ બેગ નામના પઠાણને કચ્છ મોકલ્યો. તે આ ઐતિહાસિક ગોઠવણથી સંતુષ્ટ થયો અને તેણે સેના પાછી હટાવી દીધી.[૧૭]  ઈ. સ. ૧૭૨૧માં નવાબ કેસર ખાને ફરી  કચ્છ પર હુમલો કર્યો પણ હાર્યો અને ખુબ  ખાના  ખરાબી સાથે પીછે હઠ કરી. રાજ્યના મંત્રી દેવકરણ શેઠે યુદ્ધની યોજના ઘડી  હતી. આ સાથે રાજ્ય કારભારમાં પન તેમને પૂર્ણ સ્વતંત્રતા હતી. તેમણૅ રાજ્યની આવક વધારી અને તેની સીમામાં પણ વધારો કર્યો.[૧૮]

રાજકુમાર લખપતજીની ઘોડા પરની સવારીનું ચિત્ર. કચ્છ અથવા નાગોર ઈ.સ. ૧૭૫૦

પુંજા રાઓના એકમાત્ર કાયદેસર પુત્ર ગોડજી (દ્વીતીય) સાથે જોડાયો. જેમ તેના પિતાએ તેના દાદા  દેશળજી પાસે રાજકારભરમાં પોતાનો હક્ક માંગ્યો હતો તેવી જ રીતે તેણે ૧૬ વર્ષની વયે તેને પણ પોતાનો હક્ક માંગ્યો. તેને તેની માતા અને પુંજાએ ઉશ્કેર્યો હતો.  તેના પિતાએ તે વાત ન માનતા,તેણે પોતાની માતા સાથે ભુજ છોડી મુન્દ્રા ચાલ્યો ગયો. મુન્દ્રા જતા પહેલા પુંજએ તેના પ્રતિસ્પર્ધી ગોર્ધન મહેતાનો વિનાશ કરવાનું નક્કી કર્યું. પાછળથી ગોર્ધન મહેતાને વિશ્વાઘાતના આરોપમાં ફાંસી આપવામાંઅ અવી હતી.[૧૯] એક સમયે લખપતજીએ મુન્દ્રા ઉપર આક્રમણ કરવા અસૈન્ય મોકયું ત્યારે ગોડજી મોરબી ભાગી ગયો, ત્યાંથી સૈન્ય લાવી મુન્દ્રા પર ફરી કબ્જો  કર્યો. છેવટે લખપતજીએ તેમના પુત્ર પુંજા સાથે એક શરતે સુલેહ કરી, ગોડજી  મુન્દ્રા રાખી  શકે પણ તેણે પુંજાને કાઢી નાખવો. ગોડજી એ તે વાત માન્ય કરી અને ઈ.સ. ૧૭૫૮માં ગોડજી નિવૃત્ત થઈ અબડાસાના મોથાળા ગયો. [૨૦] ઈ.સ. ૧૭૬૦માં લખપતજીનું મૃત્યુ થયું. [૨૧] લખપતજીના સાશન દરમ્યાન કચ્છનો નૌકા ઉદ્યોગ ખૂબ વિકાસ પામ્યો. તેના જ સાશન દરમ્યાન કોરી નામે કચ્છનું પોતાનું ચલણ શરૂ થયું. કચ્છની કોરી બ્રિટિશ રાજમાં ઠેઠ ઈ.સ. ૧૯૪૮ સુધી પણ માન્યતા પ્રાપ્ત હતી. સ્વતંત્ર ભારતમાં તે ચલણનો અંત આવ્યો.   

તેમના પિતાના મૃત્યુ પછી ૧૭૬૦માં ગોડજી (દ્વીતીય) ગાદીએ આવ્યો. તેણે તેના ભૂતકાળના મદદગાર પુંજાને મંત્રીનું પદ ન આપ્યું, આથી તે સિંધ ગયો.[૨૧] ત્યાં જઊ તેણે સિંધના રાજા મિયાં ગુલામ શાહ કલહોરોને કચ્છ પર આક્રમણ કરવામાં મદદ કરી. મિયાં ગુલામ શાહ રાઓની બહેન સાથે લજ્ઞ કરવા માંગતો હતો. આ યુદ્ધમાં કચ્છની હાર થઈ અને કચ્છને ઘણી ખુવારી સહન કરવી પડી. રાઓ સાથે ગુપ્ત પત્રવ્યવહાર કરી પુંજાએ પોતાનું મંત્રીપદ પાછું મળવ્યું કલહોરાને સિંધ પાછો મોકલ્યો અને રાઓને તેમની બહેનના લગ્ન બાબતે ખાતરી આપી. કલહોરા સિંધ પાછો ગયો પન રાવે તેની બહેનને ક્યારે પણ કલહોરા સાથે પરણાવી નહીં. રાવે પોતાના લશ્કર અને કિલ્લાને બળવાન કર્યા બાદ રાવે પુંજાને ફાંસી દીધી. કલહોરાએ ફરી કચ્છ પર આક્રમણ કર્યું પણ છેવટે સમાધાન કરી રાઓના ભાયાત, ખાખરના સરદારની પુત્રી સાથે લગ્ન કર્યા. 

પૃથ્વીરાજજી અને ફતેહ મોહમ્મદ (ઈ.સ. ૧૭૮૬-૧૮૦૧)

જમાદારના બળવાના આગેવાનો અમેન્ મેઘજી શેઠે, રાયધણના નાના ભાઈ પૃથ્વીરાજને રાજપદ માટે તૈયાર કર્યો. પૃથ્વીરાજે રાજ્યકારભાર ચલાવવા બાર સભ્યોની એક પરિષદનું ગઠન કર્યું જે બારભાઈની જમાત તરીકે ઓળખાઈ. શરૂઆતમાં આ પરિષદ સફળ રહી પણ અંતે તેમાં મદભેદ થયા. ત્યાર બાદ ફતેહ મોહમ્મદ જમાતમાં એક સભ્ય તરીકે દાખલ થયા. તેણે જાડેજા સરદારો અને તેની સૈન્યમાં લોકપ્રિયતાની મદદ વડે જમાતના દોસલ વેણની વગનો અંત આણ્યો. ત્યાર બાદ દોસલ વેણ મુન્દ્રા ગયો અને પૃથ્વીરાજને ફરી તેના મૂળ સ્થાને પુનઃસ્થાપિત કર્યો.[૨૨]  ઈસ.અ ૧૭૮૬થી ૧૮૦૧ સુધી ફતેહ મહ્હોમદે કચ્ચનોપ્ કારભાર ચલાવ્યો. તેણે કચ્છને ફરી એક છત્ર નીચે આણ્યું અને અરાજકતા દૂર કરી. રાજ્યની સમૃદ્ધિ  વધી અને તે લોકોમાં  લોકપ્રિય બન્યો. [૨૩] જ્યારે પૃથ્વીરાજ  પુખ્ત વયે પહોંચ્યો ત્યારે તેને હંસરાજની મદદ વડે  ફતેહ મોહમ્મદને પદ છોડાવા ફરજ પાડી ત્યારે તેણે અંજાર અને ભચાઉની જાગીરદારીને શરતે પ્રધાન  પદ છોડ્યું  અને ત્યાર બાદ અને હંસરજને પ્રધાન બન્યો.[૨૪]

પૃથ્વીરાજના મૃત્યુ પછી રાયધણે (તૃતીય) પ્રધાન હંસરાજના હાથમાંથી સત્તા છીનવી લીધી. ઈ.સ. ૧૮૦૨માં ફરીથી હંસરાજે તેને નિયંત્રણમાં મુક્યો. ફતેહ મોહમ્મદના અનુયાયી અસકરણની મદદ વડે તેણે અંજારને ઘેરો ઘાલવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો અને તેણે માંડવી નાસવું પડ્યું. અસકરણે તેને દગો દીધો અને છેવટે અસકરણે રાવને પ્રધાનપદની શરતે મુક્ત કર્યો.[૨૫]

જ્યારે રાયધણે ૧૮૦૪મઆં અંઅજર પર હુમલો કર્યો ત્યારે ફતેહ મોહમ્માદે તેને ફરીથી સત્તા પરથી દૂર કર્યો અને પોતે સત્તા હાથમાં લીધી. તેણે સ્થાનીય સરદાર પર આક્રમણ કર્યું અને તેની પાસેથી બળજબરીથી પૈસા કઢાવ્યા.  તેણે મામ્ડાવી પર હુમલો કર્યો. ઈ.સ. ૧૮૦૯માં પ્રાચીન પ્રધાન હંસરાજનું મૃત્યુ થતાં માંડવી પણ તને તાબે થયું. ત્યાર બાદ કાયદો વ્યવસ્થા સ્થીરકરવા અને કર ઉગરાવવા વાગડ ગયો.[૨૬]

ફતેહ મોહમ્મદે અરબી સમુદ્રમાં વધતી ચાંચીયાગીરી અને વાગડ ક્ષેત્રના  બહારવટીયા સંબંધે બ્રિટિશ એજન્ટ જેમ્સ મેક મર્ડો સાથે વાટાઘાટો કરી.[૨૭] ઈસ.  ૧૮૧૧મામ્ કચ્છ અને ઉત્ત્ર ગુજરાતના ભાગોમાં તીડનો  હમલો  થયો અને ૧૮૧૨માં દુકાળ પડ્યો.  તેની પછીના વર્ષે કચ્છમાં મહામારી (રોગચાળો) ફેલાયો. છેવટે ૫ ઓક્ટોબર ૧૮૧૩ના દિવસે ફતેહ મોહમ્મદ મૃત્યુ પામ્યા અને તે પછે તુરંત  ૩૦ ઓક્ટોબર ૧૮૧૩ના દિવસે રાયધણ (તૃતીય) પણ મૃત્યુ પામ્યા.[૨૮]

ફતેહ મોહમ્મદનું મૃત્યુ થતાં તેના બે પુત્રો  ઇબ્રાહિમ મિંયા અને હુસેન મિયાંએ બાર ભાયાતની જમાતમાં સ્થાઅ મેળવ્યું. તે પરિષદની દોરવણી  તેના પિતાના સલાહકાર જગજીવન મહેતા નામના નાગર બ્રાહ્મણ કરતા હતા. રાવ રાયધણના મૃત્યુને કારને વધારે જટીલતા આવી.[૨૯][૩૦]

૧૩મી જાન્યુઆરી ૧૮૧૪ના દિવસે બાર ભાયાતની જમાતની સિફારસ અનુસાર માનસિંહજીને મહારાજાધિરાજ મિર્ઝા મહારાઓ ભારમલજી (દ્વીતીય)ના નામે સત્તાધીશ બનાવવામાં આવ્યા. અરબી સમુદ્રમઆંની ચાંચિયાગીરી અને વાગળ પ્રાંતમાં બહાવટીયાના ત્રાસનો અંત આણવાના બદલામાં અંગ્રેજોની અમુક માંગણીઓ જણાવવા બ્રિટિશ સરકારના એજન્ટ કેપ્ટન મૅકમર્ડો ૧૮૧૪માં મોરબીથી અક્ચ્છ ગયો[૩૧] રાવ ભારમલે (દ્વીતીય) એ ૧૮૧૫મઆં રાજ્ય વ્યવસ્થા પોતાના હાથમં લીધી અને અંજાર, ભચાઉ,ભાદરગઢ અને કંથકોટની જાગીર સાથે હુસેન મિંયાએ નિવૃત્તિ લીધી.[૩૨]

અમુક જાડેજા સરદારોની મદદ વડે ૨૫ માર્ચ ૧૮૧૯ના દિવસે બ્રિટિશ સેનાએ ભુજ પર ચઢાઈ કરી અને રાવ ભારમલ દ્વીરીયને પદભ્રષ્ટ કર્યો.[૩૩]

સંદર્ભ

  1. Kaushik, Himanshu (24 January 2016). "Dinosaur limb fossil found in Kutch". The Times of India. મેળવેલ 24 January 2016. CS1 maint: discouraged parameter (link)
  2. McIntosh, Jane R. (2008). The Ancient Indus Valley : New Perspectives. Santa Barbara, Calif.: ABC-CLIO. પૃષ્ઠ ix. ISBN 9781576079072.
  3. ૩.૦ ૩.૧ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 129.
  4. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 130.
  5. ૫.૦ ૫.૧ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 131.
  6. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 131-132.
  7. Kutch by India. Superintendent of Census Operations, Gujarat. Director, Government Print. and Stationery, Gujarat State. 1964. પૃષ્ઠ 53. Vagham Chavdagadh or Patgadh, (Taluka Lakhpat) At this place are the ruins of the old city of Vagham Chavda who is said to have been killed in the thirteenth century by his nephews, Mod and Manai
  8. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 132.
  9. ૯.૦ ૯.૧ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 133.
  10. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 133-134.
  11. Kutch rulers
  12. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 135.
  13. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 135-136.
  14. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 136.
  15. ૧૫.૦ ૧૫.૧ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 137.
  16. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 137-138.
  17. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 138.
  18. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 138-140.
  19. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 141-142.
  20. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 142.
  21. ૨૧.૦ ૨૧.૧ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 143.
  22. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 149.
  23. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 150.
  24. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 151.
  25. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 151-152.
  26. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 152-153.
  27. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 154.
  28. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 155.
  29. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 155-156.
  30. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 156.
  31. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 157.
  32. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 158.
  33. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 162.