ગીતા પ્રેસ
Status | સક્રિય |
---|---|
Founded | ૧૯૨૩ |
Founder | જય દયાલ ગોયદંકા |
Country of origin | ભારત |
Headquarters location | ગોરખપુર, ઉત્તર પ્રદેશ |
Distribution | વિશ્વભરમાં |
Publication types | હિંદુ ધાર્મિક પુસ્તકો,
કલ્યાણ માસિક (હિન્દી માં), કલ્યાણ-કલ્પતરૂ (અંગ્રેજી માં) |
Nonfiction topics | હિન્દુત્વ, સનાતન ધર્મ |
Number of employees | ૩૫૦ |
Official website | www |
ગીતા પ્રેસ એ હિંદુ ધાર્મિક ગ્રંથોની વિશ્વની સૌથી મોટી પ્રકાશક છે.[૧] તે ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના ગોરખપુર શહેરમાં આવેલી છે. આ પ્રેસની સ્થાપના જય દયાલ ગોયદંકા દ્વારા ૧૯૨૩માં સનાતન ધર્મના સિદ્ધાંતોના પ્રોત્સાહનના હેતુથી કરવામાં આવી હતી. હનુમાન પ્રસાદ પોદ્દાર એ તેમની પ્રખ્યાત કલ્યાણ મેગેઝિનના સ્થાપક અને તેના આજીવન સંપાદક હતા.[૨] તેમણે ૧૯૨૭માં પ્રકાશિત કરવાનું શરૂ કર્યું, અને તેની ૧,૬૦૦ નકલો ફરી રહી છે અને અત્યારે તેની છપાઈ હુકમ (૨૦૧૨માં) ૨.૫ લાખ સુધી પહોંચી ગઈ હતી. ગીતા પ્રેસ તેની ગ્રંથાગારમાં ૩૫૦૦ હસ્તલિપિઓ સહિત ગીતાના ૧૦૦ ભાષાંતરો ઘરાવે છે.[૩]
ગીતા ઉપદેશક જય દયાલ ગોયદંકાએ ૨૯ એપ્રિલ, ૧૯૨૩ ના રોજ સંસ્થા નોંધણી અધિનિયમ, ૧૮૬૦ હેઠળ ગોવિન્દ ભવન કાર્યાલયના એક એકમ તરીકે ગીતા પ્રેસની સ્થાપના કરવામાં આવી (હાલમાં પશ્ચિમ બંગાળ સંસ્થા અધિનિયમ,૧૯૬૦ દ્વારા સંચાલિત કરવામાં આવે છે). પાંચ મહિના પછી ₹ ૬૦૦ થી તેની પ્રથમ પ્રિન્ટીંગ મશીન હસ્તગત કરી. તેની સ્થાપના બાદ, ગીતા પ્રેસે શ્રીમદ્ ભગવદ્ ગીતા(વિવિધ આવૃત્તિઓમાં)ની લગભગ ૪૧૦ લાખ નકલો અને શ્રીરામચરિતમાનસની ૭૦ લાખ નકલો સબસિડીવાળા ભાવે પ્રકાશિત કરવામાં આવી.[૩]
તેને વેતનના મુદ્દે ડિસેમ્બર ૨૦૧૪માં અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી,[૪] પરંતુ થોડા દિવસો પછી ફરી કામ શરૂ થઇ ગયું. [૫]
પ્રકાશન
[ફેરફાર કરો]સામયિકો
[ફેરફાર કરો]- કલ્યાણ માસિક (હિન્દી માં) એ માસિક સામયિક છે જે ૧૯૨૭થી પ્રકાશિત કરવામાં છે. તે ઉદ્ધાર કરનારા વિચાર અને સારા કાર્યોના પ્રોત્સાહન માટે વિવિધ ધાર્મિક વિષયો પર સમર્પિત લેખો ધરાવે છે. ભારતીય સંતો અને વિદ્વાનો દ્વારા લખાયલા સામયિક નિયમિત રીતે પ્રકાશિત કરવામાં આવે છે.
- કલ્યાણ-કલ્પતરૂ (અંગ્રેજી માં) પણ માસિક સામાયિક છે અને જે ૧૯૩૪થી પ્રકાશિત કરવામાં આવે છે. તેના લેખો કલ્યાણ સામયિક જેમ સમાન છે.
આ બન્નેમાંથી કોઇ પણ મેગેઝીન જાહેરાતો ચલાવતી નથી.
ધર્મોના ગ્રંથો
[ફેરફાર કરો]તેમની પાસે એક નાની શ્રીમદ્ ભગવદ્ ગીતા છે જે ખૂબ જ લોકપ્રિય છે અને જેની કિંમત ₹ ૪/- છે.
આ ગ્રંથો સંસ્કૃત, હિન્દી, મરાઠી, અંગ્રેજી, કન્નડા, તમિલ, તેલુગુ, ગુજરાતી, બંગાળી, ઉડિયા અને ભારતના અન્ય ભાષાઓમાં પ્રકાશિત થાય છે.
- શ્રીમદ્ ભગવદ્ ગીતા (વિવિધ બંધારણો)
- મહાભારત
- તુલસીદાસ રચિત શ્રીરામચરિતમાનસ (વિવિધ બંધારણો), તેલુગુ આવૃત્તિ (૨૦૦૨)[૬]
- તુલસીદાસ દ્વારા અન્ય કાર્યો
- વાલ્મીકિ રામાયણ (વિવિધ બંધારણો)
- શાસ્ત્ર (પુરાણો, ઉપનિષદો અને અન્ય)
- સૂરદાસના કાર્યો
અન્ય પ્રકાશનો
[ફેરફાર કરો]- ભક્ત-ગાથાઓ અને ભજનો
- બાળકોને ધ્યાનમાં રાખીને નાના પુસ્તકો
ગીતા પ્રેસ કલા ગેલેરી (લીલા ચિત્રા મંદિર)
[ફેરફાર કરો]આ કળા ગેલેરીમાં ભૂતકાળના અને હાલના પ્રસિદ્ધ કલાકારો દ્વારા શ્રીરામ અને શ્રીકૃષ્ણએ ભજવેલી લીલાઓ (પરાક્રમો) ની ૬૮૪ ચિત્રકારી દર્શાવવામાં આવી છે. અન્ય ચિત્રો, શ્રીકૃષ્ણ લીલા ના મેવારી શૈલીના ચિત્રો પણ પ્રદર્શનમાં છે. દિવાલો પર શ્રીમદ્ ભગવદ્ ગીતાના બધા જ ૭૦૦ શ્લોકો આરસપહાણની તકતીઓ પર દર્શાવવામાં આવ્યા છે.
સંબંધિત સંગઠનો
[ફેરફાર કરો]ગીતા પ્રેસ એ ગોવિન્દ ભવન કાર્યાલયનું એક એકમ છે. અન્ય સંલગ્ન સંસ્થાઓમાં છે:
- ગીતા ભવન, મુનિ કી રેતી, ઋષિકેશ.
- ૠષિકુળ-બ્રહ્મચર્ય આશ્રમ (વૈદિક શાળા), ચુરુ, રાજસ્થાન.
- આયુર્વેદ સંસ્થાન (આયુર્વેદિક દવાઓ નિર્માતા), ઋષિકેશ.
- ગીતા પ્રેસ સેવા દળ (કુદરતી આપત્તિ રાહત સંસ્થા).
- હસ્તનિર્મિત વસ્ત્ર વિભાગ (હાથસાળ નિર્મિત કપડાં નિર્માતા).
- ભારતીય ગ્રામોધ્યોગ વસ્ત્ર ભંડાર (મુંબઇ માં ગીતા પ્રેસની પ્રથમ છૂટક વેપારી).[૭]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Encyclopedia Britannica.
- ↑ "Hanuman Prasad Poddar". મૂળ માંથી 2010-02-11 પર સંગ્રહિત. મેળવેલ 2015-09-07.
- ↑ ૩.૦ ૩.૧ Holy word India Today, December 20, 2007 .
- ↑ Historic Geeta Press shuts down indefinitely
- ↑ Work resumes at Gita Press
- ↑ Thulasidas Ramayana સંગ્રહિત ૨૦૦૮-૧૨-૧૨ ના રોજ વેબેક મશિન The Hindu, May 21, 2002.
- ↑ Gita Press
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ગીતા પ્રેસ, ગોરખપુર, સત્તાવાર વેબસાઇટ
- ગીતા પ્રેસ ઓનલાઇન સ્ટોર સંગ્રહિત ૨૦૧૫-૦૯-૧૨ ના રોજ વેબેક મશિન