લખાણ પર જાઓ

જૈન તત્વજ્ઞાન

વિકિપીડિયામાંથી

જૈન તત્વજ્ઞાનજૈન ધર્મમાં જોવા મળતી પ્રાચીન ભારતીય દાર્શનિક પ્રણાલી છે. જૈન ફિલસૂફીની મુખ્ય વિશેષતાઓમાંની એક તેનું દ્વૈતવાદી અધ્યાત્મશાસ્ત્ર છે, જે અસ્તિત્વની બે અલગ-અલગ શ્રેણીઓ ધરાવે છે, જીવંત, સભાન અથવા સંવેદનશીલ અસ્તિત્વ (જીવ તત્ત્વ) અને નિર્જીવ અથવા ભૌતિક (અજીવ તત્ત્વ ). []

જૈન ગ્રંથો જ્ઞાનશાસ્ત્ર, અધ્યાત્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, બ્રહ્માંડ વિજ્ઞાન અને મુક્તિશાસ્ત્ર જેવા અસંખ્ય દાર્શનિક વિષયોની ચર્ચા કરે છે. જૈન વિચાર મુખ્યત્વે જીવંત પ્રાણીઓના સ્વભાવને સમજવા પ્રયત્ન કરે છે આ સાથે તે કેવી રીતે જીવો કર્મ (જેને સૂક્ષ્મ ભૌતિક કણો તરીકે જોવામાં આવે છે) દ્વારા બંધાયેલા છે અને કેવી રીતે જીવંત પ્રાણીઓ પુનર્જન્મના ચક્રમાંથી મુક્ત થઈ મોક્ષ પામી શકે છે તેનું વિશ્લેષણ કરે છે. આ સાથે આદિ કે અંત ન ધરાવતા એવા વર્તુળાકાર અનંત બ્રહ્માંડ અને સૃષ્ટિ રચનારા કોઈ દેવના અસ્તિત્વનો ઇનકાર કરતી જૈન માન્યતા નોંધનીય છે.

જૈન દૃષ્ટિકોણથી અનુસાર જૈન તત્વજ્ઞાન શાશ્વત છે અને તે મહાન પ્રબુદ્ધ તીર્થંકરો દ્વારા અનંત ભૂતકાળથી અસંખ્ય વખત તે શીખવવામાં આવ્યું છે. [] [] ઈતિહાસકારો જૈન વિચારના વિકાસને પ્રાચીન ભારતની કેટલીક મુખ્ય વ્યક્તિઓ, મુખ્યત્વે મહાવીર (ઈ.સ. પૂર્વે ૫મી સદી, બુદ્ધના સમકાલીન) અને કદાચ પાર્શ્વનાથ (ઈ.સ. પૂર્વે ૮મી કે ૭મી સદી ઈ.સ. આ વિવાદિત છે)થી જોડે છે. []

પૌલ ડુંડાસના જણાવ્યા મુજબ, જૈન દર્શન તેના લાંબા ઇતિહાસ દરમિયાન પ્રમાણમાં સ્થિર રહ્યું છે અને તેમાં કોઈ મોટું આમૂલ સૈદ્ધાંતિક પરિવર્તન થયું નથી. આ મુખ્યત્વે ઉમાવતીના તત્ત્વાર્થસૂત્રના પ્રભાવને કારણે છે, જે તમામ જૈનોમાં કેન્દ્રિય અધિકૃત દાર્શનિક ગ્રંથ તરીકે રહ્યો છે. []

આચાર્ય પૂજ્યપાદની સર્વાર્થસિદ્ધિ અનુસાર, જીવ ( જીવ ) માટે અંતિમ કલ્યાણ એ જન્મ મરણ અને પુનર્જન્મ ( સંસાર )ના ચક્રમાંથી મુક્તિ છે. [] મુક્તિની પ્રાપ્તિ સર્વજ્ઞતા સાથે સંકળાયેલી છે, અને એવું માનવામાં આવે છે કે મહાવીર જેવા ભૂતકાળના જૈન મુનિઓએ આવી સર્વજ્ઞતા પ્રાપ્ત કરી છે. []

તત્વાર્થસૂત્ર મુજબ, મુક્તિ પ્રાપ્ત કરવાના સાધન ત્રણ છે (તેને ત્રિરત્ન તરીકે ઓળખાય છે):

સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચરિત્ર (ત્રણે સાથે) મુક્તિનો માર્ગ બને છે.

— તત્વાર્થ સૂત્ર (1–1)[]
  1. ૧.૦ ૧.૧ Jain, S.A. (1992).
  2. Jansma & Jain (2006).
  3. Zimmer (1953).
  4. ૪.૦ ૪.૧ ૪.૨ Dundas (2002).
  5. Jain, Vijay K. (2011), p. 2.

સર્વાર્થસિદ્ધિ અનુસાર, []

  • સમ્યક દર્શન ( સમ્યક દ્રષ્ટિ ) ને તત્વો (પદાર્થો, વાસ્તવિકતાઓ) ને સાચા જ્ઞાનના આધારે જોવાની કે ઓળખવાની પ્રણાલી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સમ્યક જ્ઞાન દ્વારા સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે.
  • સમ્યક જ્ઞાન (યોગ્ય જ્ઞાન) ની વ્યાખ્યા "તત્વોને (દા. ત. જેવા તત્ત્વ )ને તેઓ ખરેખર જેવા છે છે તેમ તેમણે જાણવા."

જૈનો માને છે કે સંવેદનશીલ માણસો બધી વસ્તુઓનું સંપૂર્ણ જ્ઞાન (સર્વજ્ઞતા) પ્રાપ્ત કરી શકે છે. જેમની પાસે આવું જ્ઞાન છે તેઓ કેવળી કે કેવળજ્ઞાની કહેવાય છે. આ એવા આત્માઓ છે જેઓ બધી વસ્તુઓથી વિરક્ત થઈ ગયા છે, અને તેથી તેમના આત્માના જ્ઞાનને કોઈ પણ વસ્તુ દ્વારા અવરોધિત કરવામાં ન આવતાં હોવાથી તે બધી વસ્તુઓને સીધી રીતે સમજવામાં સક્ષમ છે. [] મોટાભાગના જીવો માટે, તેમના આત્માની સર્વજ્ઞતા તેમના આત્મામાં અટવાયેલા કર્મિક કણો દ્વારા અવરોધિત હોય છે, જેમ જાડા વાદળ સૂર્યના પ્રકાશને અવરોધે છે તેમ. [] નાના જીવો માટે સર્વજ્ઞ જ્ઞાનનો એકમાત્ર સ્રોત કેવળીઓના ઉપદેશો છે. હાલના સમયમાં કોઈ જીવંત કેવળી ન હોવાથી, જૈન ગ્રંથો આવા જ્ઞાનનો એકમાત્ર સ્રોત છે અને તેથી જૈન દર્શનમાં તેમને સર્વોચ્ચ સત્તા તરીકે જોવામાં આવે છે. [] આ કારણે, જૈન તત્વજ્ઞાન શાસ્ત્રોમાં આપેલા સિદ્ધાંતોને સંપૂર્ણ સત્ય માને છે અને શાસ્ત્રોની ભૂમિકા મુખ્યત્વે તત્વજ્ઞાનના સિદ્ધાંતોનનો સારાંશ, સમજાવવા અને પૂરક બનાવવાની છે. []

સત-તત્ત્વ સ્વરૂપની મીમાંસા

[ફેરફાર કરો]
  1. Jain, S.A. (1992).
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ von Glasenapp (1999).