તીર્થ પટ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પ્રિન્સ ઓફ વેલ્સ સંગ્રહાલય, મુંબઈમાં રહેલ તીર્થ પટ
જૈનત્વ
Jain Prateek Chihna.svg
આ લેખ જૈનત્વ શૃંખલાનો ભાગ છે
પ્રાર્થના અને સંકલ્પ (પ્રતિજ્ઞાઓ)
નવકાર મંત્ર · અહિંસા · બ્રહ્મચર્ય · સત્ય · નિર્વાણ · અસ્તેય · અપરિગ્રહ · અનેકાંતવાદ · પરસ્પરોપગ્રહો જીવાનામ્ · અણુવ્રત · ગુણવ્રત · શિક્ષાવ્રત · અતિચાર ·
મૂળ પરિકલ્પના
કેવળ જ્ઞાન · જૈન જ્યોતિષ · સંસાર · કર્મ · ધર્મ · મોક્ષ · ગુણસ્થાન · નવતત્વ  · સામાયિક · પ્રતિક્રમણ · આવશ્યક સૂત્ર ·
મુખ્ય વ્યક્તિ વિશેષ
૨૪ તીર્થંકર · ઋષભ દેવ · મહાવીર · આચાર્ય  · ગણધર · સિદ્ધસેન દિવાકર · હરિભદ્ર
જૈનત્વનો ક્ષેત્ર વ્યાપ
ભારત · પશ્ચિમ · અમેરિકા
પંથ
શ્વેતાંબર · દિગંબર · તેરાપંથ · સ્થાનકવાસી · વીસપંથ · મૂર્તિપૂજક
ગ્રંથ
કલ્પસૂત્ર · આગમ · તત્વાર્થ સૂત્ર · સન્મતિ પ્રાકરણ
અન્ય
તહેવાર
પર્યુષણ · દિવાળી

જૈનત્વ Portal

તીર્થ પટ (હિંદી तीर्थ पट) એ ધાર્મિક નકશો છે. શ્વેતાંબર જૈન પંથમાં તીર્થસ્થાનો દર્શાવવા માટે તેનો ઉપયોગ થાય છે. તીર્થ પટએ સામાન્ય નકશાથી અલગ હોય છે અને પ્રમાણમાપ પ્રમાણે હોતો નથી. તીર્થ પટ એ અંતર,ઊંચાઇ અને દિશા દર્શાવતો નથી અને માત્ર જૈન તીર્થ સ્થાનો દર્શાવે છે. જૈન ધર્મમાં એવું માનવામાં આવે છે કે માત્ર તીર્થ પટના દર્શન કરવાથી યાત્રા જેટલું પુણ્ય મળી જાય છે.[૧][૨]

માન્યતા[ફેરફાર કરો]

શ્વેતાંબર જૈનોમાં પાંચ સ્થળો યાત્રા માટે મહત્વના છે. આ સ્થળોમાં ગુજરાતમાં શેત્રુંજય અને ગિરનાર, રાજસ્થાનમાં માઉન્ટ આબુ, બિહારમાં સમ્મેત શિખર અને હિમાલયમાં અષ્ટપદનો સમાવેશ થાય છે. જે લોકો યાત્રાએ જઇ શકે તેમ ન હોય તેઓ તીર્થ પટ પર દર્શાવેલ સ્થળોના દર્શન કરીને યાત્રા જેટલું પુણ્ય મેળવી શકે છે. દર વર્ષે (ઓક્ટોબર-નવેમ્બરમાં) જૈન દેરાસરોમાં અથવા નક્કી કરેલ સ્થળોએ તીર્થ પટ દર્શન માટે મૂકવામાં આવે છે.[૧]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Mental pilgrimages". ધ ટ્રિબ્ટુન (ચંદીગઢ). Retrieved નવેમ્બર ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)
  2. "Map of Jain sacred site Shatrunjaya". નેશનલ ગેલેરી ઓફ ઓસ્ટ્રેલિયા. Retrieved નવેમ્બર ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)