સભ્યની ચર્ચા:Dsvyas/Archive 9

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
વર્ષ ૨૦૧૫ દરમ્યાન થયેલો સંદેશાવ્યવહાર

આગામી કાર્યક્રમ (નાનકડો)[ફેરફાર કરો]

ધવલભાઇ, નમસ્કાર. પ્રથમ તો 'કરો કંકુના' શબ્દોથી ઉત્સાહ વધારવા બદલ આભાર. બીજું કે, કદાચ.....તા-૮થી૧૦ ફેબ્રુઆરી.ના ભાવનગર ખાતે બાળકોને માટે એક શિક્ષણ વિષયક શિબિર યોજાવાની છે તેમાં આપણે વિકિપીડિયા/સ્રોત વિશે પ્રચાર પ્રસાર માટે એક પ્રદર્શન (દૃશ્ય શ્રાવ્ય માધ્યમ અને પ્રવચન/સમજણ પ્રકારે) રાખી શકીએ તેવી આશા છે. સાયન્સ મ્યુઝીયમ વાળા ભાવેશભાઇનો સહકાર મળશે. વ્યોમજી કદાચ ત્યાં સાથે આવશે. ત્રણ દિવસનો કાર્યક્રમ થશે. અમારી બે-ત્રણ સભ્યોની રહેવા જમવાની વ્યવસ્થા ભાવેશભાઇ અને આયોજનકર્તાઓ દ્વારા ગોઠવાઈ જશે. (વિકિ પ્રત્યે સન્માનસહ, નિઃશુલ્ક જ સ્તો !) આવવા જવાનો ખર્ચ જાતે ભોગવીશું. ટૂંકમાં કશો ખર્ચ કરવાનો પ્રશ્ન નથી. આ માત્ર જાણ માટે. ભાવનગર આસપાસના આપણા વિકિમિત્રો પોતાની અનુકૂળતા પ્રમાણે પૂર્ણ કે અંશતઃ સહયોગ આપવા પધારી શકે તો ઉત્તમ કામ થશે. બે-એક દિવસમાં કાર્યક્રમની રૂપરેખા અને સમય વિશે, તથા આપણી ભાગીદારી વિશે, પાકો નિર્ણય થઈ જશે એટલે સૌને ચોક્કસપણે જણાવી અને સ્વયંસેવક સભ્યો માટે ટહેલ નાખીશ. તથા તેમાં આપણે શું શું પ્રવૃત્તિઓ કરી શકીએ એ માટેનાં સૂચનો પણ લઈશું. હાલ આપની અને સૌ સભ્યોની સહમતિ અને આશીર્વાદની અપેક્ષાસહ જાણ માટે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૪૫, ૪ જાન્યુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]

અતિ ઉત્તમ અશોકભાઈ! મને એક વાંધો છે જે સ્પષ્ટપણે અહિં જાહેર કરું છું. આવા કોઈપણ કાર્યક્રમમાં તમે અને વ્યોમભાઈ જેવા આપણા અન્ય સાથીઓ પોતાના ઘરબાર અને વ્યવસાયમાંથી રજા લઈને પોતાનો સમય આપો છો તે આપના તરફથી થતું આર્થિક યોગદાન જ ગણાય. આ ઉપરાંત પણ જો તમે લોકો સ્વખર્ચે મુસાફરી કરવાના હોવ તો તે મને અયોગ્ય લાગે છે. આપણે સહુએ કોઈક રસ્તો શોધવો જોઈએ અને આવો ખર્ચ કાર્યક્રમમાં પોતાનો સમય આપનારા સભ્યોના ખિસ્સામાંથી ન જાય તેમ કરવું જોઈએ. ભારતમાં રહેલા સંગઠનો જેવાકે WMIN કે CIS-A2K આપણને આવા ખર્ચને પહોંચી વળવામાં મદદરૂપ થઈ શકે છે.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૪૪, ૫ જાન્યુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]
  • કાર્યક્રમ વિશે વધુ વિગતો :

કાર્યક્રમમાં આપણી ઉપસ્થિતિ તા: ૮ અને ૯ ફેબ્રુઆરી, બે દિવસ રહેશે. સમય : સવારે ૯-૦૦ થી સાંજે ૪-૦૦ સુધીનો છે. સ્થળ : શિશુવિહાર, કૃષ્ણ નગર પાસે, ભાવનગર. આયોજક : સદ્‌ભાવના ફોરમ, વિશ્વગ્રામ (તુલા-સંજય) (ઓળખ માટે થોડી લિંક્સ : , . કાર્યક્રમનું નામ : બાળમેળો - જેમાં સમગ્ર ગુજરાતમાંથી ૨૦૦ બાળકો આવશે જે સ્થાનિક ૨૦૦ બાળકો સાથે (એમના ઘર-પરિવાર સાથે) રહેશે. કાર્યક્રમમાં મોરારીબાપુ (એકાદ સત્ર પુરતા) અને વર્ષા દાસ (નેશનલ બૂક ટ્રસ્ટના ડાયરેક્ટર, ગાંધી સ્મૃતિના પૂર્વ ડાયરેક્ટર) (ચલચિત્ર અભિનેત્રી નંદિતા દાસનાં માતા) ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ અંતર્ગત બાલકોને વિવિધ પ્રવૃતિઓ સાથ આશરે ૪૦ જેટલા માહિતી અને શૈક્ષણિક વિષયોના સ્ટોલ બનશે. જેમાં એક પર આપણે ગોઠવણી કરીશું. આપણી ગોઠવણી બાબતે નીચે જણાવું છું.

    • વિકિસ્રોત પરના ગાંધી સાહિત્ય અને અન્ય સાહિત્ય વિશે કમ્પ્યુટર અને (શક્ય બનશે તો, જૂનાગઢ ગાધી પ્રદર્શનમાં ગોઠવ્યું હતું તેમ) પ્રોજેક્ટર દ્વારા દર્શકોને સમજણ અને માહીતિઓ.
    • વિકિપીડિયા અને સ્રોત વિશે (જે આપણે સ્રોતની વર્ષગાંઠ નિમિત્તે બનાવેલો તે) સ્લાઈડ શૉ અને અન્ય માહીતિઓ.
    • ધવલભાઈની (વિકિ મિડિયા દ્વારા બનાવાયેલી અને ઓનલાઈન છે તે) વિકિ વિશે સમજણ આપતી વિડિયો ક્લિપનું દર્શન.
    • આપણે જ્ઞાન વિષયક બાબત સાથે સંકળાયેલા હોવાથી, વિશ્વના ૧૯૨ દેશોના રાષ્ટ્ર ધ્વજનું પ્રદર્શન (જે મારી પાસે ઉપલબ્ધ છે). આ દરેક ધ્વજ વિશે આપણે ગુજરાતી વિકિપીડિયા પર એક પ્રાથમિક લેખ બનાવવાનું ચાલુ કરીએ તો સંભવતઃ આપણે દરેક ધ્વજ સાથે વિકિના એ માહિતીપ્રદ લેખને જોડી શકીએ અને એ માહીતિ દર્શકોને પહોંચાડી શકીએ. (ઉદા: ભારતનો રાષ્ટ્રધ્વજ) આપ સૌ મિત્રો આમાં મદદ કરે તેવી વિનંતી. (અંગ્રેજી વિકિના લેખ રાષ્ટ્ર ધ્વજોની યાદી પર આધારીત)
    • આ ઉપરાંત કોઈ સૂચન હોય તો જણાવશોજી. ભાવનગર આસપાસના વિકિમિત્રો ઉપરોક્ત સમય-સ્થળે પોતાની અનુકૂળતા પ્રમાણે આવી અને સેવા આપી શકે તો ઉત્તમ. ભટ્ટભાઈ તો અમને સહકાર આપવાના છે જ. તેઓનું આ વતન હોય તેઓ બહુ ઉપયોગી થશે. વધુ જણાવતો રહીશ. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૫૬, ૧૨ જાન્યુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]
ભરચક કાર્યક્રમ છે, અને આખું આયોજન ઉમદા છે. અશોકભાઈ જો કાર્યક્રમ દરમ્યાન કોઈક રીતે આપ ત્રણે (આપ, વ્યોમભાઈ અને ભટ્ટભાઈ) મોરારીબાપુને વ્યક્તિગત રીતે (વિકિપીડિયા અને વિકિસ્રોતના પ્રતિનિધિ તરીકે) મળી શકો તો ઉત્તમ રહેશે. તેઓને સાહિત્યમાં ઘણો રસ છે અને સાહિત્યકારોને મદદ કરતા આવ્યા છે. આપણે ફક્ત આપણા કાર્યથી તેમને માહિતગાર કરવાના છે, વિકિસ્રોત પરનું મફત સાહિત્ય અને વિકિપીડિયા પરનો મફત જ્ઞાનકોશ જો તેઓના ગળે ઉતરી જાય તો સમજી લો આપણો પ્રચાર-પ્રસાર એમના સ્વમુખે થવા માડશે. તમે સુચવ્યું તેમ રાષ્ટ્રધ્વજો પરના લેખો બનાવવા માંડીએ, જો કરવું હોય તો એક પરિયોજના તરીકે લઈને એના પર કામ કરવાનું શરૂ કરીએ, અને સાથે સાથે મોરારીબાપુ વિષેનો લેખ જરા વિસ્તૃત કરીએ તો કાર્યક્રમ દરમ્યાન લાભદાયી થઈ રહે.
વધુમાં આપ ત્રણેને અને સાથે સાથે સતિષભાઈ CIS-A2K દ્વારા બેંગલોરમાં યોજાઈ રહેલા Train the Trainer વર્કશોપમાં ભાગ લો એવો હું આગ્રહ રાખું છું. તમે લોકો સતત પ્રચાર-પ્રસારના કાર્યક્રમો કરતા રહો છો, એ વર્કશોપ આપને અને આપના કારણે અન્યોને લાભદાયી રહેશે. કૃપા કરી વિચારી જુઓ.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૫૭, ૧૫ જાન્યુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]
સુંદર વિચાર...વધુ માટે ટૂંક સમયમાં આપનો સંપર્ક કરૂં છું. (રાષ્ટ્રધ્વજોના લેખનું માળખું ગોઠવી લઉં એટલે આગળ માટે જણાવું.) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૨૮, ૧૬ જાન્યુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]

બોટ વિનંતી (કુંકાવાવ)[ફેરફાર કરો]

ધવલભાઈ, કુંકાવાવ તાલુકાના લગભગ દરેક ગામના ઈન્ફોબોક્ષમાં શરતચૂકથી નીચે પ્રમાણે વિગત ખોટી છે. બોટ દ્વારા સુધારવા વિનંતી. પ્રથમ લીટીને બદલે બીજી લીટી કરવી.

  • તાલુકા નામ :

| taluk_names = અમરેલી (ખોટું)
| taluk_names = કુંકાવાવ (સાચું)

  • તાલુકાના અક્ષાંશ (જેથી સુધારણા વેળા ગામ નજીકમાં મળી આવે)

| latd = 21.602871 |latm = |lats =
| longd= 71.21817 |longm= |longs=
(ખોટા, અમરેલીના છે)

| latd = 21.632365
| longd= 70.980946 (સાચા, કુંકાવાવના)

આગોતરો આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૩૪, ૧૧ જાન્યુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું, ધ્યાન દોરવા બદલ આભાર!--ધવલચર્ચા/યોગદાન ૨૨:૧૭, ૧૧ જાન્યુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]

સાઉધમ્પ્ટન ફૂટબોલ ક્લબ[ફેરફાર કરો]

નમસ્તે ધવલ સુધન્વા વ્યાસ જી, હું ગુજરાતી ભાષા અને લેખન વાત કરતા નથી. તેથી, હું હિન્દી સંદેશમાં લખું છું. હા, હું થોડો સમજે છે. आपने સાઉધમ્પ્ટન ફૂટબોલ ક્લબ सहित ऐसे ही विभिन्न पृष्ठों को हटाने के लिए नामांकित किया है। इसका कारण आपने निम्न दिया है: લાંબા સમય પહેલા નિર્ધારિત નીતિ મૂજબ સબસ્ટબો ને સ્થાન નથી. इसका जो अर्थ मुझे समझ आ रहा है वह निम्न प्रकार है: लम्बे (बहुत) समय पहले निर्धारित नीति के अनुसार आधार (sub-stub) पृष्ठ नहीं बनाएं जाएँ। क्या आप मुझे उस पृष्ठ की कड़ी दे सकते हैं अथवा मुझे इसका कारण बता सकते हैं?☆★સંજીવ કુમાર (✉✉) ૧૨:૧૩, ૧૪ જાન્યુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]

Dear संजीव कुमार sir, વિગતો માટે જુઓ, Please See : Portal:સબસ્ટબ કાર્યકારિણી And discussion page of this portal also.
thanks.☆★સંજીવ કુમાર (✉✉) ૨૦:૪૩, ૨૩ જાન્યુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]

રાષ્ટ્રધ્વજોના લેખ[ફેરફાર કરો]

ધવલભાઈ, ઉપરોક્ત વિષયના હાલ નમૂનાના લેખ પ્રમાણેના સ્ટબ પ્રકારના લેખ બનાવાય જાય તો ઉત્તમ કામ થશે. મેં એ માટે જરૂરી ઢાંચા અને લેખનું એક માળખું તૈયાર કરી લીધું છે. નમૂનારૂપે આપ સાર્વભૌમ દેશોના રાષ્ટ્રધ્વજોની ચિત્રગેલેરી પાનાનાં A વિભાગના લેખો ચકાસી જશોજી (અફઘાનિસ્તાનનો રાષ્ટ્રધ્વજ, આલ્બેનિયાનો રાષ્ટ્રધ્વજ, આર્જેન્ટીનાનો રાષ્ટ્રધ્વજ વગેરે). આપને અને અન્ય મિત્રોને સમય મળે તો આ પ્રકારે બને એટલા લેખ બનાવી મદદ કરશોજી. સાર્વભૌમ દેશોના રાષ્ટ્રધ્વજોની ચિત્રગેલેરી પાના પર ધ્વજના ચિત્રની નીચે "નો રાષ્ટ્રધ્વજ" લખેલી લાલ કડી પર ક્લિક કરતા જે તે દેશના રાષ્ટ્રધ્વજના લેખનું મથાળું બની જશે. શ્રેણી D સુધીના લેખ માટેની લિંક્સ તૈયાર છે. અન્ય એકાદ દિવસમાં કરી લઈશ. વિગતો અંગ્રેજી લેખ Gallery of sovereign state flags પરથી લેવાની છે. આપનો અને મદદમાં જોડાનાર સૌ સભ્યોનો આગોતરો આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૫૭, ૧૭ જાન્યુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]

deletion user page[ફેરફાર કરો]

Can you please delete my user page? I want to access global user page instead, so please delete it.☆★સંજીવ કુમાર (✉✉) ૧૫:૦૬, ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૧૯:૧૪, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]

ધવલભાઈ, એક અજ્ઞાત મિત્રએ આ લેખની શરૂઆત કરી અને મને આળસમાંથી બહાર કાઢી કામ કરવા મજબૂર કર્યો છે અને માટે મેં આ ફેરફાર આદર્યો છે. તો હવે બોટ ચલાવીને [[શ્રેણી:ટંકારા તાલુકો]], [[શ્રેણી:મોરબી તાલુકો]], [[શ્રેણી:માળિયા (મિયાણા) તાલુકો]], [[શ્રેણી:વાંકાનેર તાલુકો]] ના દરેક લેખમાં રાજકોટ જિલ્લોના સ્થાને મોરબી જિલ્લો અને ૧૪ (ચૌદ) ના સ્થાને ૫ (પાંચ) કરી શકાય તો અને [[શ્રેણી:હળવદ તાલુકો]]ના દરેક પૃષ્ઠમાં સુરેન્દ્રનગર જિલ્લોના સ્થાને મોરબી જિલ્લો અને ૧૦ (દસ)ના સ્થાને ૫ (પાંચ) કરી શકાય તો શ્રેષ્ઠ રહેશે અને જો કોઈ ગામના લેખમાં શ્રેણી:રાજકોટ જિલ્લો હોય તો હટાવીને શ્રેણી:મોરબી જિલ્લો કરી દેવું. શું આ શક્ય બનશે? બાદમાં રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના લેખોમાં પણ ફેરફાર કરવો પડશે પણ તે આ થાય પછી કરીશું અને તબક્કાવાર અન્ય નવા જિલ્લાના લેખ પણ બનાવવા પડશે.--Vyom25 (talk) ૧૭:૪૦, ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]

ચોક્કસ શક્ય બનશે વ્યોમભાઈ. સપ્તાહાંતમાં આ કામ હાથ પર લઈશ.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૭, ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]
વ્યોમભાઈ,  કામ થઈ ગયું.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૫૧, ૨ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]
વાહ, હવે સમય મળ્યે બીજા જિલ્લાને વળગીશ.--Vyom25 (talk) ૦૯:૩૮, ૨ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]
સુંદર કાર્ય, વ્યોમભઆઈ અને ધવલભાઈ. --Sushant savla (talk) ૨૨:૦૨, ૨ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]

પ્રકાશનાધિકાર[ફેરફાર કરો]

ચિત્ર:ચિત્ર:Chaitanya mahaprabhu.jpg ચડાવવા બદલ આભાર. આ ચિત્રની પ્રકાશનાધિકાર સ્થિતિ સ્પષ્ટ નથી, આથી કદાચ આ ચિત્રને દૂર કરવામાં આવે. કૃપા કરી આ ચિત્રના સ્રોત વિષેની અને પ્રકાશનાધિકારની માહિતી ચિત્રનાં પાનાં પર લખો. અન્યથા દિવસ ૧૦ પછી આ ચિત્રને હટાવી દેવામાં આવી શકે છે.

* ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે આ ચિત્ર કૉમન્સ પર ચડાવો. જેથી કરીને તેની યોગ્ય ચકાસણી થઈ શકે અને અન્ય વિકિપ્રકલ્પો પર પણ વપરાશમાં આવી શકે. આભાર.

EoRdE6 (talk) ૨૦:૫૪, ૨૦ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]

{{subst:image permission|1=ચિત્ર:Chaitanya mahaprabhu.jpg}} EoRdE6 (talk) ૨૦:૫૪, ૨૦ માર્ચ ૨૦૧૫ (IST) {{subst:image license|1=ચિત્ર:Chaitanya mahaprabhu.jpg}} EoRdE6 (talk) ૨૦:૫૪, ૨૦ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]

ધ્યાન દોરવા બદલ આભાર. કદાચ મારા વિકિપીડિયા પર યોગદાન કરવાના શરૂઆતના દિવસોમાં અપલોડ કરેલું ચિત્ર. ધ્યાન બહાર ગયેલું. હવે દૂર કર્યું છે.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૨૬, ૨૩ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]

મિત્રોની યાદ[ફેરફાર કરો]

જય માતાજી ધવલભાઈ, કેમ છો ? ઘણા દિવસ પછી આજે તમારી સાથે વિકિપીડિયા મારફત મળી રહ્યો છુ. ગયા મહિને તમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી નથી શક્યો એટલે આજે તમને શુભેચ્છા આપુ છુ. તમારા પરિવારને પણ યાદ અપાવજો... જે જુનાગઢ મળ્યા હતા આપણે બધા. નવીન માં શુ ચાલે છે તે જણાવશો...--જીતેન્દ્રસિંહ (talk) ૧૪:૫૩, ૨૪ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]

આનંદ થઈ ગયો બાપુ તમારો સંદેશો વાંચીને. અને શુભેચ્છાઓ માટે આભાર. ઘરે બધા મજામાં છે, તમારે ઘેર બધા કેમ છે? ધંધાપાણી તેજીમાં હશે તેમ માની લઉં છું.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૫૨, ૨૪ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]
ઘરે તો બધા કુશળ છે. પણ ધંધા થોડા નબળા છે. એટલે ગોડાઉન બંધ કરી દીધુ છે. અને હાલ ફક્ત ઓફીસેથી લોખંડનાં ભંગારનો વેપાર ચાલુ કર્યો છે. પણ ભગવાની દયાથી બધુ ગોઠવાઈ જશે... અમદાવાદમાં કદાચ વિકિપીડિયાનો કાંઈક કાર્યક્રમ ગોઠવાશે તો હું ને અશોકભાઈ જવાની તૈયારી કરીશુ...:-)--જીતેન્દ્રસિંહ (talk) ૧૫:૪૮, ૨૭ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]

Vote for Indian People[ફેરફાર કરો]

I got involved in an edit war with Bangladeshis in the picture collage of Bengali people in English Wikipedia . After that voting started to reach a consensus . Till now most voters are Bangladeshis .please vote here https://en.wikipedia.org/wiki/Talk:Bengali_people#List_of_People

Subhash Chandra Bose , Mani Lal Bhaumik , Chaitanya Mahaprabhu , Gobar Guha , Meghnad Saha , Rash Behari Bose , Jagadish Chandra bose , Satyendra Nath Bose , Swami Vivekananda , Satyajit Ray , Sharadindu Bandyopadhyay needs few more votes . The names are not in Gujarati WP , so they are appearing red. The voting may close after two three days. thanks CosmicEmperor (talk) ૧૦:૪૭, ૬ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]

શ્રેબ્રેનિકા જેપ આ વિજય[ફેરફાર કરો]

Hi! July 11, 2015 will be the 20th anniversary of the fall of Srebrenica, but your Wikipedia does not have an article on this topic yet. Please help translate my text Fall of Srebrenica and Žepa and write a honest article about Srebrenica! 20 anniversarier (talk) ૧૦:૨૦, ૧૯ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]

Translating the interface in your language, we need your help[ફેરફાર કરો]

Hello Dsvyas, thanks for working on this wiki in your language. We updated the list of priority translations and I write you to let you know. The language used by this wiki (or by you in your preferences) needs about 100 translations or less in the priority list. You're almost done!
To add or change translations for all wikis, please use translatewiki.net, the MediaWiki localisation project.

Please register on translatewiki.net if you didn't yet and then help complete priority translations (make sure to select your language in the language selector). With a couple hours' work or less, you can make sure that nearly all visitors see the wiki interface fully translated. Nemo ૧૯:૩૬, ૨૬ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયુંDone!--ધવલચર્ચા/યોગદાન ૦૨:૩૪, ૨૭ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
ધવલભાઈ હું ત્યાં પહોંચ્યો તે પહેલાં જ તમે કામ પતાવી નાખ્યું માટે ખૂબ ખૂબ અભાર. મારે એક વિનંતી કરવાની હતી કે જ્યારે Revdelનો ઉપયોગ કરાય છે ત્યારે આવતા ફેરફારના સારાંશમાં તદ્દન ખોટું ભાષાંતર દેખાય છે. આપણે અહીં તે ફિચર નથી વપરાતું પરંતુ વિકિડેટા પર અને મેટા તથા કોમન્સ જેવા પ્રકલ્પોમાં તે બહોળા પ્રમાણમાં વપરાતું હોય છે તો તે સુધારવા માટે યોગ્ય પગલાં લેશો. મેં કોશિષ કરી પણ સફળતા નથી મળી. તમે ઈચ્છો તો હું તમને તેની કડી આપી શકું છું.--Vyom25 (talk) ૧૪:૪૮, ૨૭ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
વ્યોમભાઈ, ક્યાંક તો હું સમયસર પહોંચ્યો એનો આનંદ છે. દૃષ્યતા બદલોની વાત કરી રહ્યા છો? જો બીજું કાંઈ હોય તો કડી આપી શકો તો હું તરત જ જોઈ લઈશ.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૫૯, ૨૮ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
તે અને
  1. translatewiki:MediaWiki:Logentry-delete-revision-legacy/gu
  2. translatewiki:MediaWiki:Revdelete-content-hid/gu
  3. translatewiki:MediaWiki:Revdelete-summary-hid/gu--Vyom25 (talk) ૧૭:૪૯, ૨૮ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]
છેલ્લા બેનું ભાષાંતર તો બરોબર જ લાગ્યું એટલે છંછેડ્યા નથી. પહેલાનું ભાષાંતર જરા આડાઅવળા ક્રમમાં હતું એને સુધાર્યું છે. વિકિડેટામાં હવે કેવું દેખાય છે એ જોઈને જણાવશો. એને સંલગ્ન બીજો પણ એક સંદેશો છે જે શોધીને તેનું પણ ભાષાંતર મઠારવું છે. --ધવલચર્ચા/યોગદાન ૨૦:૧૧, ૧ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]
આ ફેરફાર જુઓ અડધો સંદેશ બરાબર લાગે છે પરંતુ આગળનો ભાગ હજુ બરાબર નથી દેખાતો. તમારે સભ્યપાનાં પર ત્યાં ગુજરાતી બાબેલ કદાચ ઉમેરવું પડશે ગુજરાતીમાં જોવા માટે અથવા ભાષા ગુજરાતી કરવી પડશે સભ્યનામની બાજુની કડી પર ફેરફાર કરીને, મને ચોક્કસ ખબર નથી.--Vyom25 (talk) ૦૦:૩૮, ૨ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]
હું જરાક અદકપાંસળો થાઉં ! વ્યોમભાઈ કહે છે એની લિંક્સ નીચે છે. કૃપયા સુધારો કરશો.
  1. translatewiki:MediaWiki:Logentry-suppress-revision/gu
  2. translatewiki:MediaWiki:Logentry-delete-revision/gu આભાર. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૫૨, ૨ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]
આભાર સમ્રાટ! હવે  કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૧૮:૫૮, ૨ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]
આભાર, પ્રબંધકોએ ટીમવર્કથી સમસ્યા દૂર કરી.--Vyom25 (talk) ૧૫:૧૪, ૩ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]

બૉટ વિનંતી (શ્રેણીઓ)[ફેરફાર કરો]

પ્રથમ ઉલ્લેખીત શ્રેણી બીજીમાં ભેળવી, પ્રથમને ખાલી થયે ડિલિટ કરવી. (અહીં જરૂર પ્રમાણે ઉમેરો થતો રહેશે).-અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન)

 કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૦૫:૦૯, ૨૬ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]

બૉટ વિનંતી (ડબલ કો-ઓર્ડ્સ)[ફેરફાર કરો]

ધવલભાઈ, કેટલાંક લેખમાં બે વખત અક્ષાંશ-રેખાંશ હોય એરર દર્શાવે છે. વિગત નીચે પ્રમાણે છે. મોટાભાગના લેખ અમીરગઢ તાલુકાનાં ગામોના છે, થોડાક અન્ય છે. બૉટ દ્વારા થઈ શકે એટલા કરશોજી. અન્ય મેન્યુઅલ સુધારીશું. દેશના લેખોમાં કોર્ડ્સ ગુજરાતીમા હોય ઢાંચામાં એરર દર્શાવે છે, એ તો મેન્યુઅલ જ સુધારાશે.

 કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૦૩:૫૯, ૨૯ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]

સંદર્ભ વિશે....[ફેરફાર કરો]

ધવલભાઈ, આપ જે પ્રમાણે સંદર્ભ આપો છો (<ref>{{cite web |url=http://w..વગેરે </ref>) એ પ્રમાણે સંદર્ભ આપી શકાય એવો કોઈ ટૂંકો રસ્તો (સગવડ) છે ? હું જૂની રીતે (<ref>વચ્ચે વેબ એડ્ડ્રેસ માત્ર</ref>) સંદર્ભ લખું છું પણ આધુનિક રીત તમે લખો છો તે છે, મને મારગ બતાવો ! આગોતરો આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૪૪, ૧૯ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]

અશોકભાઈ, હું સામાન્ય રીતે {{Cite web}}માંથી માળખું કોપી કરી લઉં છું અને પછી તેમાં ખાલી જગ્યાઓ ભરતો જાઉં છું. ઓછામાં ઓછા આટલા પરિબળો વાપરવાના હોય છે - {{cite web |url= |title= |author= |date= |work= |publisher= |accessdate=૧૧ જૂન ૨૦૧૫}} (મરજિયાત પરિમાણો |archiveurl = |archivedate = ). હું વ્યક્તિગત રીતે જે-તે વેબસાઇટને આર્કાઇવ કરવાનું પસંદ કરું છું, ખાસ કરીને છાપાઓની વેબસાઇટો કેમકે મેં જોયું છે કે સમયાંતરે તેમની કડીઓ બદલાતી હોય છે કે પછી એ કન્ટેન્ટ જ ગાયબ થઈ જતું હોય છે, એવા સંજોગોમાં ભવિષ્યમાં કોઈ એ સંદર્ભ પરની મૂળ માહિતી ન પણ મેળવી શકે. આર્કાઇવ કરવા માટે વેબ.આર્કાઇવ.ઓર્ગ પર જઈને આપણી પાસે હોય તે (સંદર્ભનું) યુ.આર.એલ. Save Page Now હેઠળના ખાનામાં મૂકીને Save Page બટન પર ક્લિક કરતા થોડા સમય બાદ આપને આર્કાઇવ યુ.આર.એલ. મળી રહેશે, એને આપણા cite web ઢાંચાના માળખામાં ઉમેરી દઈએ એટલે કામ થયું. આ તો થયો એ રસ્તો જે હું સામાન્યત: વાપરતો હોઉં છું. ઘણા સમય પહેલા ProveIt નામનું એક Gadget અહિં સક્રિય હતું (કેવી રીતે કામ કરે છે તે અહિં જોઈ શકો છો), જે સરળતાથી સંદર્ભ ઉમેરવામાં મદદરૂપ થતું હતું. કોઈક કારણે એ હવે કામ નથી કરતું. તમારા આ સંદેશાએ મને એ ગેજેટ ફરી પાછું આપણે અહિં કામ કરતું કરવા માટે પ્રેરે છે. હું પ્રયત્ન કરી જોઉં છું, જોઈએ સફળતા મળે છે કે...--ધવલચર્ચા/યોગદાન ૦૪:૨૭, ૨૦ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]
લ્યો, આ ProveIt ગેજેટ સક્રિય કરી દીધું છે. તમારી પસંદગીમાં જઈને તેને સક્રિય કરી દેશો તો કામ કરતું થઈ જશે.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૧૦, ૨૦ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]
પસંદમાં જઈ સક્રિય તો કર્યું...દેખાયું નહિ ! જો કે પછી ધ્યાને આવ્યું કે અગાઉ મારા vector.js પર પણ આ ગેજેટ મુક્યું હતું અને કેટલોક સમય વાપર્યું પણ હતું, પછી આપોઆપ કામ કરતું બંધ થઈ ગયું હશે ! હવે એ જાવા સ્ક્રિપ્ટ પણ ડિલિટ કરી અને સીધું ગેજેટ્સમાંથી સક્રિય કર્યું તો પણ એ દેખાતું નથી :-( કોઈ માર્ગદર્શન ? --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૨૦, ૨૦ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]
મારે પણ એ દિવસે એકાદ બ્રાઉઝરમાં ચાલ્યું હતું, આજે ટ્રાય કર્યો તો ક્રોમ, આઈ.ઈ. કે ફાયરફોક્સ એકેયમાં નથી ચાલતું. શક્ય છે કે કદાચ httpsને કારણે એમ થતું હોય. હું આ ગેજેટ બનાવનારને સંપર્ક કરી જોઉં છું, જોઈએ કાંઈ નિરાકરણ આવે છે કે કેમ.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૨૩, ૨૧ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]
હાલમાં કામચલાઉ મદદ થઈ રહે તે હેતુથી મેં એડિટબોક્સ ટૂલ્સમાં સંદર્ભનો આ ઢાંચો ઉમેર્યો છે. સહિ, કડી, વગેરે જ્યાં દર્શાવેલી છે ત્યાં ટૂલબારમાં છેલ્લો ઓપ્શન મદદ છે તેની હેઠળ સંદર્ભોમાં હવે આ પ્રણાલીનું ચોકઠું છે, જે આપણે જ્યારે જરૂર પડે ત્યારે જે તે લેખમાં ઉમેરી શકીશું.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૨૬, ૨૯ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]
ધન્યવાદ ! કામચાલાઉ તો ઠીક, કાયમી પણ ચાલે એવી વ્યવસ્થા કરી દીધી ! આ સારી સગવડ થઈ ગઈ. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૩૮, ૨૯ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]
Gadget proveit ને કામ કરતું કરી દીધું છે. (એક ભાઠો માર્યો એટલે માંડ્યું કામ કરવા ! ) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૫૭, ૪ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર]
ધન્ય છો આપ....!--ધવલચર્ચા/યોગદાન ૦૨:૫૯, ૬ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર]

આ ચર્ચા જુઓ[ફેરફાર કરો]

ધવલભાઈ, કૃપયા સભ્યની ચર્ચા:નોમુરા પ્રભાકર સોનું‎ જુઓ અને એ સભ્યપાનું ચકાસી, વિકિપીડિયાની નીતિ પ્રમાણે એ રાખવા/હટાવવા/સુધારવા યોગ્ય છે કે નહિ તે નિર્ણય લેવામાં મદદ કરો. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૪૪, ૨૭ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]


ધન્યવાદ--નોમુરા પ્રભાકર સોનું (ચર્ચા) ૧૮:૫૬, ૯ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર]


I am sorry sir. youer thinking and in notice telling words 100% right, But gujarathi

language is world wide  language i know. In this  language i am larnig sudent.

mothertung telugu . KartikMistry sir sorry.

              In    gujarathi  language  i am a painfull gest my a/c cloose in gujarathi  language. A/c  banned is right step please do it.

જ્ઞાનજૂથ[ફેરફાર કરો]

મુખપૃષ્ઠ/જ્ઞાનજૂથ માં એક મહત્વનો વિષય શ્રેણી:કોમ્પ્યુટર ઉમેરવા વિનંતી છે. આભાર સહ--સતિષચંદ્ર (ચર્ચા) ૦૨:૪૦, ૨૩ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું. સતિષભાઈ, મહત્વની વિગત પ્રત્યે ધ્યાન દોરવા બદલ આભાર.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૩૭, ૨૩ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર]

લુઆના ભુઆ[ફેરફાર કરો]

ધવલભાઇ, અમુક લેખો ‍દા.ત. કૃષ્ણમાં, Lua error in package.lua at line 80: module 'Module:No globals' not found. આવી ક્ષતિ જણાય છે. કોઇ મોડ્યુલનો પ્રોબ્લેમ છે? જણાવવા વિનંતી. --KartikMistry (ચર્ચા) ૧૭:૦૫, ૧૦ ઓગસ્ટ ૨૦૧૫ (IST)[ઉત્તર]

હા કાર્તિકભાઈ, મેં ગયા અઠવાડીયે અન્ય કોઈક પાના પર એ નોંધ્યું હતું, અને અખતરા કરવાનું શરૂ પણ કર્યું, પરંતુ કોઈ સફળતા મળી નહોતી. હું હજી ૨-૩ દિવસ બહાર છું, શનિ-રવીમાં ઘરે પહોંચીને જોઈશ અને જણાવીશ.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૧૭, ૧૩ ઓગસ્ટ ૨૦૧૫ (IST)[ઉત્તર]
{{subst:cdw|શ્રેણી:જૈનત્વ}} Nizil Shah (ચર્ચા) ૦૧:૦૭, ૨૫ ઓગસ્ટ ૨૦૧૫ (IST)[ઉત્તર]
હવે આ ભુઆ ધુણતા બંધ થઈ ગયા છે. લુઆની એરર દેખાતી નથી. જો ફરી ધ્યાને ચડે તો જણાવશો.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૫૧, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

@Dhavalbhai, કૃષ્ણકાન્ત ઓચ્છવલાલ કડકિયા aa pana no itihas joi jasho. Koi agyat sadasye aapna viruddh lakhyu hatu.-49.15.6.217 ૨૦:૫૭, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

હા ભાઈ, મેં વાંચ્યું હતુ, પરંતુ મારા વિરુદ્ધ લખેલું હું જ હટાવું એ તો યોગ્ય ન ગણાય ને? વળી પાછા મારા ઉપર લાગેલા એ આરોપોનું લિસ્ટ ક્યાંક લાંબું થઈ જાય તો? એટલે રહેવા દીધું હતું. જો કે કોઈક રીતે હું એને સભ્યનું પાનું સમજ્યો હતો એટલે નજરઅંદાજ કર્યું હતું. આપનો આભાર એ તરફ ધ્યાન આપવા અને દોરવા બદલ અને આભાર કાર્તિકભાઈનો કે તેમણે એ વણમાંગી સલાહ ત્યાંથી દૂર કરી.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૦૫, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
Mei j e ferfar pachho valyo hato. Aavu to chalya rakhe. Wiki ma aapna yogdan thi badha vakef chhe j.- yogesh kavishwar-49.15.6.217 ૨૧:૧૦, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
આભાર યોગેશભાઈ. એ જ, આવું તો ચાલ્યા કરે. હું પહેલા લોકો સાથે ઝઘડવા મંડી પડતો હતો, પણ હવે તો આદત પડી ગઈ છે આવું બધું સાંભળવાની એટલે અવગણીને આગળ ચાલતા રહીએ છીએ. પણ આ બહાને આપની સાથે ફરી એક વખત વાર્તાલાપ થયો એ વાતનો આનંદ છે અને એ માટે મારે એ યોગદાનકર્તાનો આભાર પણ માનવો જોઈએ. જો કે એમણે મારી અમુક જોડણીની ભૂલો કાઢી હતી તે એકદમ સાચી હતી, અમુક તેઓ ચુકી ગયા હતા તે મારા ધ્યાને અત્યારે ચડી અને સુધારી દીધી, એ માટે એમનો આભાર માન્યા સિવાર રહી જ ન શકું.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૨૧, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

You are great dhavalbhau :)) mane pn mali ne aanand thayo. Temni jodni sachi hoy to pn valan ane vartan ayogy j hatu. Aapna saujanypurn vyavhar thi temne potani bhool samjay aneane teo wiki sathe joday to bhavishy ma bhasha sudhar mate saru hakaratmak yogdan aapi shake te kharu. Aap mane bhulya nathi e mate aabhar :) - yogesh101.56.106.28 ૨૧:૫૬, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

આવતા વેંત જ ફરીયાદ (કે ફરી યાદ !!!)[ફેરફાર કરો]

ધવલજી, નમસ્કાર (સાથે સૌ વિકિમિત્રોને પણ આપના માધ્યમે નમસ્કાર). ફરી આપણાં ગેજેટ્સ ધાંધીયા કરે છે...ત્યાં મિડિયાવિકિમાં સોફ્ટવેરના લેવલે કશા બેઝિક ફેરફારો થયા હોય અને એ કારણે અહીં આને આંચકીઓ આવી હોય એવું લાગે છે. હું સરખું કરવા પ્રયાસ કરું છું...આપ (અને સૌ જાણકાર સભ્યશ્રીઓ) જરૂરી માર્ગદર્શન કરશોજી. મારે કરવાનું કોઈ ચોક્કસ કામ હોય તો પણ જણાવશો. (હમણાં ઘેરહાજર હતો એટલે વર્તમાનથી નાવાકેફ છું !) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૩૭, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

ફરી યાદ કરવા બદલ આભાર અશોકભાઈ! હા, ગેજેટ્સ ફરી પાછા ગેરહાજર છે. હું તપાસ કરી રહ્યો છું. સાથે ઢાંચાઓમાં પણ લુઆના ભુવા ધુણે છે એના પર પણ કામ ચાલુ છે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૦૭, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
હા. ગેજેટ્સમાં ફેરફારો થયા છે, પણ ગુજરાતી વિકિમાં તેમાંથી કયા ગેજેટ્સ વપરાય છે તેની યાદી મળી નથી. જુઓ: https://lists.wikimedia.org/pipermail/wikitech-ambassadors/2015-August/001225.html આ સિવાય બીજો કોઇ ઇસ્યુ હોય તો જણાવવા વિનંતી! --KartikMistry (ચર્ચા) ૧૪:૩૯, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
અહિં આપણે ત્યાં છે એ બધા જ ગેજેટ્સનું લિસ્ટ જોઈ શકો છો. જો કે એમાંનું એકેય ગેજેટ એ યાદિમાં નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૧૮, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
મેં gadget-Navigation_popupsનો કોડ તો મારા વેક્ટર પાના પર નાખ્યો એટલે અંગત રીતે એ મારે ચાલતું થયું...જો કે ’Gadget-ProveIt’ તો એમ પણ નથી ચાલતું. અહીં વાંધામાં પડેલાં ગેજેટ્સ Gadget is not loaded. Please migrate to ResourceLoader એવો સંદેશો દર્શાવે છે, જેમાંથી હવે ’Gadget-ProveIt’ નીકળી ગયું જણાય છે છતાં જો કે ચાલતું તો નથી જ. કશોક લોચો તો છે જ. શોધો...!!! હું પણ ઘુંકાવીશ...બાકી છેલ્લે આપણાં બુદ્ધિશાળી મિત્રો તો છે જ !--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૦૧, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

ડિલિટ કેમ નથી થતું ?![ફેરફાર કરો]

ધવલભાઈ, ફરી યાદ !! આજે રોજીંદા ક્રમ મુજબ જે બે-ત્રણ ડિલિશન કરવાનાં છે તે નથી થતા. ઉદા: દેતડ (તા. સાવરકુંડલા) ડિલિટ કરવાનું છે પણ ’ડિલિટ પેજ’ કમાન્ડ આપતાં જ "ખાસ પાનું" "ખરાબ નામ" ખુલે છે જેમાં "The requested page title contains invalid characters: "%28". મુખપૃષ્ઠ પર પાછા જાઓ." એવો સંદેશો આવે છે અને ડિલિશન પૂર્ણ થતું નથી. ચકાસણી કરવા વિનંતી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૧૨, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

ભાઈ મે તો ડિલિટ કર્યા અને થયા પણ. આ પાનું પણ હું હટાવી શક્યો છું. તમે જુદું બ્રાઉઝર વાપરીને જોયું?--ધવલચર્ચા/યોગદાન ૨૨:૧૮, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
જો કે હું વર્ષોથી આ બ્રાઉઝર (ફાયરફોક્ષ) જ વાપરું છું...કાલ સુધી તો ડિલિટ થતું હતું જ...છતાં ફરી સિસ્ટમ રિસ્ટાર્ટ કરી કે બ્રાઉઝર બદલી અખતરો કરી જોઈશ. નહીં પતે તો ’ફરી યાદ’ કરીશ ! (ભેગાભેગ અન્ય એક લેખ ઝડજુલા (તા. સાવરકુંડલા) પણ ડિલિટ કરી કાઢશોજી) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૩૧, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
ઝડજુલા (તા. સાવરકુંડલા) ખરેખર ડિલિટ કરવું છે? સતિષભાઈએ છેક ૨૦૧૧માં બનાવેલું એટલે ચોક્કસ અંગ્રેજી સેન્સસમાંથી નામ લઈને બનાવ્યું હશે. એનો અર્થ એવો નથી કે યોગેશભાઈએ આપેલા નામ ઝડકલા (તા. સાવરકુંડલા)માં શંકા છે, પણ બને કે જુલા અને કલા એ બન્ને નામો હોય? બીજા બધા ગામોમાંતો કાના-માત્રનો કે દેખીતા અક્ષરો કે જે અંગ્રેજીમાં સ્પષ્ટ ન હોય તેમનો જ ફરક પડતો હોય છે, પણ અહિં તો ફરક મોટો છે. બાકી તમ આજ્ઞા શિરોમાન્ય.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૩૫, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
ડીલીટ ૯૦ દીવસ પછી જ કરવાનું એેવો કંઇક નિયમ આવ્યો છે ને ...--એ. આર. ભટ્ટ ૦૯:૫૩, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
@ભટ્ટજી....ગઈ કાલે એ નિયમ પાછો ખેંચાયો !!! :-) --- @ધવલભાઈ, મેં ચકાસણી કરી લીધી છે, સંભવે કે જે તે સમયે પંચાયતની વેબ પર સ્પેલિંગ ખોટો હોય કે એવા કોઈ કારણે ભુલ થઈ હોય. પણ હાલ પંચાયતની સાઈટ પર અંગ્રેજીમાં પણ 62.Zadkala (જુઓ:સાવરકુંડલા તાલુકા વેબ) એવું નામ જ છે. અન્ય સ્રોતો મારફત પણ ખાત્રી કરી છે. એટલે આપણે એ ડિલિટ કરી શકીએ. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૨૫, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૧૬:૦૬, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
ધવલભાઇ, મારી પાસે સત્તાવાર અેકદમ સાચા નામની યાદી છે.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૭:૨૬, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
યોગેશભાઈ, સવાલ જ નથી ઊભો થતો કે તમે કોઈ ગામનું નામ ખોટું લખો, આ તો બે નામોમાં અંતર જરા વધુ હતુ એટલે બન્ને રાખવાનું વિચારતો હતો, પણ અશોકભાઈના આદેશાનુસાર હવે ખોટા નામનો લેખ દૂર કરી દીધો છે. તમે જેમ જેમ નામો સુધારતા જાવ છો તેમ તેમ હું ડિલિટ કરતો જઉં છું. જો દરેક લેખની અંદર જઈને ગામના નામો ત્રણેય જગ્યાએ સુધારવાનું કામ કડાકુટભર્યું લાગતું હોય તો તમે ફક્ત ખોટા નામ અને સાચા નામની યાદિ બનાવીને મને આપો અને હું એક ઝાટકે બધા લેખોમાં એ સુધારા કરી દઈશ. પણ જો તમે હાલમાં જે પ્રમાણે કરી રહ્યા છો તે અનુકૂળ આવતું હોય તો તમતમારે ચાલુ રાખો.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૨૦, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

new msg lakhta aakho vibhag dlt thay chhe.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૧:૨૯, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

ખબર નથી પડતી કે આવું બધું કેમ થઈ રહ્યું છે. જો તકલીફ ચાલુ રહે તો જણાવજો, તપાસ કરી જોઈશું. જો કે મારે એવું નથી થતું.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૦૫, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

વણમાગી સલાહ[ફેરફાર કરો]

શ્રીમાન ધવલભાઈ, તમે પરિચયમાં લખો છે કે તમારી ગુજરાતી લેખનની ભાષા સારી નથી. એવું ન કહ્યું હોત તોપણ તમારા લખાણમાં એ દેખાઈ આવે છે; દા.ત. ‘ધરતી’ આમ લખાય .’ધરતિ’-આ ખોટું છે.તમે ‘મારુ’ એમ લખે છે. એટલે શું? પ્રીતમ ? પતિ? ‘મારું’- આમ લખાય. ’હું’ ની છઠ્ઠી વિ.નું એક વચન છે. તમે ‘પ્રધ્યાપિકા‘ એમ લખો છો જે ખોટું છે. ‘પ્રાધ્યાપિકા’ જોઈએ.આવી વ્યક્તિએ સાહિત્ય વિષયક વિકિપીડિયાના પાના પર ચર્ચાપત્ર કે મંતવ્યો ના લખવા જોઈએ કે ચર્ચા/યોગદાન માં સંલગ્ન ના થવું જોઈએ.બીજું, તમે M.Sc. થયા છો પણ સાહિત્યની જાણકારીનો પ્રાથમિક વિકાસ પણ તમારામાં થયો નથી. માત્ર અનુસ્નાતક હોઈ થોડું લખતા વાંચતા આવડે છે. તેથી સંશોધન ગ્રંથો લખનારના પરિચય પાના માટે તમારે મંતવ્ય કે ચર્ચા/યોગદાન માં સંલગ્ન થવું પ્રામાણિક ના ગણાય. તમને વણમાગી સલાહ આપવાની કે સાહિત્ય સાથે પીએચ.ડી.થઈ જાવ. કેમકે આજે તમારું મંતવ્ય પ્રામાણિક ગણાતું નથી. પણ પછી એ પ્રામાણિક ગણાશે અને તમારું લખાણ કેળવાયેલું એવું ગણાશે તથા વિકિપીડિયાના પાના અપવિત્ર, મલિનતાવાળા, અમંગલ કે ખરાબ થતાં બચી જશે અને તમારું આ પ્રદાન બહુ જ મોટું યોગદાન ગણાશે એને લીધે આ યોગ-શુદ્ધિ તમને યોગ-સિદ્ધિ તરફ લઈ જશે. હું ઇચ્છું કે તમે એમાં સફળતા પ્રાપ્ત કરો કારણ કે એ વગરનું યોગદાન હાડકા વગરના માંસના લોચા જેવું હોય છે.--કડકિયા કૃષ્ણકાંત (ચર્ચા) ૧૯:૩૯, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

મા. કૃષ્ણકાંતભાઈ, મારા લખાણમાં રહી ગયેલી ભૂલો પ્રત્યે ધ્યાન દોરવા બદલ આભાર. આપે ધ્યાન દોરેલી અને આપના પણ ધ્યાને ન ચડેલી ભૂલો મેં સુધારી લીધી છે. મારે "સાહિત્ય વિષયક વિકિપીડિયાના પાના પર ચર્ચાપત્ર કે મંતવ્યો ના લખવા જોઈએ કે ચર્ચા/યોગદાન માં સંલગ્ન ના થવું જોઈએ" એવી આપની સલાહ હું માની શકું તેમ નથી, ક્ષમા કરશો. તમે અનુભવી છો એટલે તમને જાન હશે જ, પણ કદાચ ધ્યાન બહાર ગયું હોય તો હું તમને જણાવી દઉં કે સાહિત્યને અને જોડણીને હંમેશા લેવાદેવા હોય જ એવું જરૂરી નથી. સાહિત્યજગતમાં પ્રકાશન પહેલા પ્રુફરીડર પાસેથી લખાન પસાર થાય છે, આ પ્રુફરીડર સાહિત્યકાર હોતા નથી, અને સાહિત્યકાર પ્રુફરીડર બનતા નથી. જોડણીની અને વ્યાકરણની ભૂલો સુધારવાનું કામ પ્રુફરીડરનું છે, સાહિત્યકારનું નહિ. જો કે હું કોઈ સાહિત્યકાર નથી, અને નથી તો વ્યાવસાયિક હું પ્રુફરીડર, માટે મારી જોડણી અને વ્યાકરણમાં ભૂલ રહી જાય એ શક્ય છે. મેં પી.એચ.ડી. ભાષામાંથી કે સાહિત્યના વિષય સાથે કર્યું નથી, માટે તમારી એ અપેક્ષા અસ્થાને છે કે મારામાં સાહિત્યની જાણકારીનો પ્રાથમિક વિકાસ થયો જ હોવો જોઈએ. મુરબ્બીશ્રી, હું તમને વ્યક્તિગત રીતે વિવેચન પૂરું પાડતો ન હતો, કે ન તો મેં તમે જેમ મારી જોડણી અને વ્યાકરણની ભૂલો કાઢી છે તેમ તમારા લખાણની ક્ષુલ્લક ભૂલો શોધવા આવ્યો હતો. તમે સંશોધક છો તો કદાચ તમે સંશોધનપત્રો પણ લખ્યા જ હશે જે વિવિધ જર્નલ્સમાં પ્રગટ થાય છે. જો એમ કર્યું હોય તો તમે નોંધ્યું હશે કે દરેક જર્નલની કે માધ્યમની એક શૈલિ હોય છે, અને લખનારે તે શૈલિને અનુસરવી પડે છે (અમારા સાયન્સના ક્ષેત્રમાં તો એવું હોય છે). સમાચાર પત્રમાં જ્યારે સમાચાર લખાય ત્યારે એની લખાણશૈલિ અલગ હોય છે જ્યારે વાર્તા લખાતી હોય ત્યારે એની શૈલિ જૂદી પડે છે. કવિતામાં ટૂંકમાં ઘણું કહેવાનું હોય છે અને નવલકથાઓમાં એથી ઉલટું ટૂંકી વાત લંબાવીને કરવાની હોય છે. Dictionaryમાં શબ્દનો અર્થ ટૂંકમાં અપાય છે, જ્યારે thesaurusમાં શબ્દનો ફક્ત સમાનાર્થી શબ્દ જ આપવાનો હોય છે. આમ જે તે લખાનના માધ્યમની મર્યાદામાં રહેવું જ પડે છે, મેં તમારું ધ્યાન ફક્ત વિકિપીડિયા જે જે એક જ્ઞાનકોશ છે, તેની સીમાઓ અને નીતિ પ્રત્યે જ દોર્યું હતું, જે આપને ના ગમ્યું. પણ એ પ્રબંધક તરીકે મારી ફરજ છે. મારે મારું મંતવ્ય પ્રમાણિક ગણાવવા માટે સાહિત્ય સાથે પી.એચ.ડી. થવાની જરૂર નથી, કેમકે હું સાહિત્યના ક્ષેત્રમાં મારા મંતવ્યો આપવા જતો નથી, જો કે ભાગ્યે જ કોઈએ એવા સાહિત્ય વિવેચકો હશે જેણે પી.એચ.ડી. કર્યું હોય, તો આપની આ વણમાગી સલાહ પણ મને તો યોગ્ય લાગતી નથી. અનુભવ એ ભણતર કરતા મોટો છે. સાહિત્યમાં પી.એચ.ડી. કરનાર બધા સાહિત્યકારો બનતા નથી, અને એ જ રીતે બધા સાહિત્યકારોએ સાહિત્યમાં પી.એચ.ડી. કર્યું હોતું નથી, તો સમજાતું નથી કે આપના આ લંબાણપૂર્વકના સંદેશાનો ઉદ્દેશ શું? મારા લખાણથી વિકિપીડિયાના પાના અપવિત્ર, મલિનતાવાળા, અમંગલ કે ખરાબ થતાં નથી તેની હું તમને બાંહેધરી આપું છું.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૨૩, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
ધવલભાઇ, તમારું યોગદાન એકદમ પવિત્ર, અમલિન અને મંગળ છે જ. કોઇ અજાણ્યા ક્ષેત્રમાં પીએચ.ડી. કરેલો સાહિત્યકાર(? મેં તો પહેલી વાર અહીં લેખ પરથી નામ સાંભળ્યું છે!!) અહીં આવી આપને ધમકી આપી જાય એ અમારા જેવાં સભ્યોથી સહન થશે નહી. આવાં સભ્યો પર પ્રતિબંધ મૂકવાનું સૂચન કરું છું. --KartikMistry (ચર્ચા) ૧૭:૩૨, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
હું પણ અે સૂચનને ફરી દોહરાવું છું, કારણ...
  • વારંવાર વિકિ.ના નીતિનિયમોનું ઉલ્લ઼ઘન.
  • લેખોમાં વ્યકતિગત રીતે ઉતારી પાડતા લખાણો મૂકી ભાંગફોડ.
  • પ્રબંધક સાથે ખરાબ વર્તન અને અપમાનિત કરવાનો પ્રયાસ.
  • સભ્યપાનાનો વ્યક્તિગત પ્રચાર માટે ઉપયોગ.

અેમને સમજાવવાનો પ્રયાસ કરવા છતાં તે વિકિના નીતિનિયમો સમજવામાં અસમર્થ હોય તેમ લાગે છે. ફરી વ્યક્તિગત સલાહ અાપવાનો પ્રયાસ કર્યો છે. તેમણે વિકિ.માં કશું જ યોગદાન અાપ્યું નથી, ઉલટું બીજા સભ્યોનો કકિંમતી સમય બરબાદ કરી રહ્યાં છે. બહુમતના નિર્ણયનું પ્રબંધકશ્રી પાલન કરે તેવી વિનંતી .--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૦:૫૩, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

કાર્તિકભાઈ અને યોગેશભાઈ, આપ બંનેની લાગણીઓ મને ગદ્‌ગદ્ કરી દે છે. મારા માટે આનંદની વાત છે કે તમે આવું વિચારો છો. ભાઈ, મારું એકલાનું નહિ, તમારું સૌનું યોગદાન ઉત્તમોત્તમ છે. તમે લોકો છો તો હું છું, મને અહિં કામ કરવાની પ્રેરણા તમારી પાસેથી જ મળે છે. વખતોવખત ગાયબ થયા પછી પણ પાછા આવવાનું મન તમે લોકોએ વરસાવેલા આ પ્રેમને કારને જ થાય છે.
હવે વાત કરીએ આ મુરબ્બી કૃષ્ણકાંતભાઈની, તો એમાં એમનો વાંક નથી. ભાઈ, જેમ મિલિટરીમાં જવું અને શિસ્તમાં રહેવું એ હરકોઈને માફક નથી આવતું, અહિં પણ લોકો જૂદી અપેક્ષાઓ લઈને આવે અને જ્યારે તે ન સંતોષાય ત્યારે માનવસહજ સ્વભાવમાં આમ આક્ષેપબાજી કે દલિલો થઈ જતી હોય છે. આપણે વિકિપીડિયામાં એવો પરિવાર બનાવ્યો છે કે જ્યાં સહુકોઈને સ્થાન છે, આશ્રય છે. આપણી ભાષાની સેવા કરવા અને તેનું સંવર્ધન કરવાના ઇરાદેથી આવતી દરેક વ્યક્તિને આપણે સાથે લઈને ચાલીશું. આપણા આ વડિલ પણ આપણી સાથે સહમત થશે અને જોડાશે. જો આપણને જાણ થશે કે તેમની પ્રવૃત્તિઓ વિકિની નીતિ વિરુદ્ધ ચાલુ જ રહે છે તો અવશ્ય એમના પર પ્રતિબંધ મૂકીશું, પણ હાલમાં તો પ્રેમથી કામ થતું હોય તો આપણા અને એમના બધાના ફાયદામાં જ છે. હું તેમના ચર્ચાના પાને પણ તેમને જણાવી દઈશ.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૫૦, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
હું પણ સહપ્રબંધક લેખે, પ્રબંધકોને મોરલ સપોર્ટ કરનાર, સભ્યશ્રીઓનો આભાર માનું છું. ધવલજીને હું પણ ટેકો જાહેર કરું છું અને એ જે નિર્ણય લેશે તેને હું સહપ્રબંધક લેખે માન્ય ગણીશ. આપણે કોઈપણ માન.સભ્યશ્રીનો અનાદર નથી કરતા, સાથે જ્ઞાનકોશને માટે ઘડાયેલી વાજબી નીતિઓમાં અકારણ બાંધછોડ પણ નથી કરતા. આ કારણે પ્રબંધકોને અગાઉ પણ ઘણી વખત, ઘણાં અંગત મિત્રો સાથે પણ, મતભેદ થયાનો ઇતિહાસ છે. અને લગભગ લગભગ સૌ મિત્રોએ સાચી બાબત સમજાયા પછી મોટું મન રાખી, બમણાં ઉત્સાહથી, જ્ઞાનકોશને લાયક કાર્યોમાં પોતાનું અમુલ્ય યોગદાન આપ્યાના ઇતિહાસો પણ છે જ. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૧૭, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

બૉટ વિનંતી[ફેરફાર કરો]

અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદને બાદ કરતાં તમામ તાલુકાઓમાં વ્યવસાયમાં માછીમારી દૂર કરવા વિનંતી. અહીં સમુદ્ર નથી.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૫:૧૬, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

થઈ જશે.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૨૫, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૦૫:૫૯, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

અાભાર ધવલભાઈ .--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૮:૦૮, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

આપે જે કર્યું એ યોગ્ય જ હશે, પણ માછીમારી ફક્ત સમુદ્રકાઠે જ થાય એ માન્યતા જરા વાસ્તવિકતાથી દુર હોય એવું લાગે છે. મોટું સરોવર કે મોટી નદી હોય ત્યાં પણ માછીમારો હોઇ શકે છે. ઉદાહરણ તરીકે આખા નળકાઠાનાં બઘા જ ગામના પઢાર પ્રકારના લોકો એકસમયે માછીમારી પર નભતા હતા. નળકાઠાના કોઇ પણ ગામ પાસે સમુદ્ર ન હોવા છતા. આભાર --એ. આર. ભટ્ટ ૧૩:૨૯, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
હા. પણ આ વિસ્તારમા એવું નથી. આખા જિલ્લામા એવું કોઇ જળાશય નથી. અહીં માછીમારી થતી નથી. રાજુલા-જાફરાબાદના પણ તમામ ગામોમા માછીમારી થતી નથી, દરીયાકાંઠાના ગામોમાં જ થાય છે જે ગામ આઇડેન્ટીફાઇ કરવા પડે. હું આ જિલ્લાનો જ છું અને પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાથી સુપરિચિત છું.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૩:૪૩, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
  1. ઝાંઝરીયા જુના (તા. બગસરા)-- જૂના ઝાંઝરીયા (તા. બગસરા)
  2. ઝાંઝરીયા નવા (તા. બગસરા)--નવા ઝાંઝરીયા (તા. બગસરા)
  3. મુંજીયાસર મોટા (તા. બગસરા)--મોટા મુંજીયાસર (તા. બગસરા)
  4. મુંજીયાસર નાના (તા. બગસરા)--નાના મુંજીયાસર (તા. બગસરા)
  5. વાઘણીયા જુના (તા. બગસરા)--જૂના વાઘણીયા (તા. બગસરા)
  6. વાઘણીયા નવા (તા. બગસરા)--નવા વાઘણીયા (તા. બગસરા)
  • (અહીંની ચર્ચા, ગામના નામની આગળ કે પાછળ પૂર્વગ-પ્રત્યય લગાડવા બાબત, નીતિ નિર્ધારણ કાર્ય પ્રકારની હોય, નીતિ નિર્ધારણ પાને ફેરવી છે. કૃપયા ત્યાં ચર્ચા આગળ ધપાવવી - પ્રબંધકો વતી, (અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન)
    • ઉત્તમ નિર્ણય, સમ્રાટ. ખુબ ખુબ આભાર. --એ. આર. ભટ્ટ ૧૨:૦૪, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)

જાફરાબાદ[ફેરફાર કરો]

  1. બણાલા (તા. જાફરાબાદ)--બલાણા (તા. જાફરાબાદ)
  2. બલાનીવાવ (તા. જાફરાબાદ)--બાલાનીવાવ (તા. જાફરાબાદ)
  3. ચીત્રાસર (તા. જાફરાબાદ)--ચિત્રાસર (તા. જાફરાબાદ)
  4. હેમળ (તા. જાફરાબાદ)--હેમાળ (તા. જાફરાબાદ)
  5. જીકાદ્રી જુની (તા. જાફરાબાદ)--જૂની જીકાદ્રી (તા. જાફરાબાદ)
  6. જીકાદ્રી નવી (તા. જાફરાબાદ)--નવી જીકાદ્રી (તા. જાફરાબાદ)
  7. પાટીમાણસા નાના (તા. જાફરાબાદ)--નાના પાટીમાણસા (તા. જાફરાબાદ)
  8. સાકરીયા મોટા (તા. જાફરાબાદ)--મોટા સાકરીયા (તા. જાફરાબાદ)
  9. સાકરીયા નાના (તા. જાફરાબાદ)--નાના સાકરીયા (તા. જાફરાબાદ)
  10. શીયાલબેટ (તા. જાફરાબાદ)--શીયાળબેટ (તા. જાફરાબાદ)
  11. પીછાડી (તા. જાફરાબાદ)--પીછડી (તા. જાફરાબાદ)
  1. અનીડા (તા. ખાંભા)--અનિડા (તા. ખાંભા)
  2. બાળરપુર (તા. ખાંભા)--This Village is not found ! Delete this Article
  3. બારમન મોટા (તા. ખાંભા)--મોટા બારમણ (તા. ખાંભા)
  4. બારમન નાના (તા. ખાંભા)--નાના બારમણ (તા. ખાંભા)
  5. દાટીયાળી (તા. ખાંભા)--દાઢીયાળી (તા. ખાંભા)
  6. દડલી (તા. ખાંભા)--દલડી (તા. ખાંભા)
  7. ધારી નાની (તા. ખાંભા)--નાની ધારી (તા. ખાંભા)
  8. જુના મલકનેસ (તા. ખાંભા)--જૂના માલકનેસ (તા. ખાંભા)
  9. સાલવા (તા. ખાંભા)--સાળવા (તા. ખાંભા)
  10. સમઢીયાળા મોટા (તા. ખાંભા)--મોટા સમઢીયાળા (તા. ખાંભા)
  11. સમઢીયાળા નં.-૨ (તા. ખાંભા)--નાના સમઢીયાળા (તા. ખાંભા)
  12. સરકડીયા (તા. ખાંભા)--સરાકડીયા (તા. ખાંભા) લેખ ઉપસ્થિત છે માટે સરકડીયા પાનું ડિલિટ કરવું
  13. ઉમારીયા (તા. ખાંભા)--ઉમરીયા (તા. ખાંભા)

કુંકાવાવ[ફેરફાર કરો]

  1. બાદનપુર જુના (તા. કુંકાવાવ)--જૂના બાદલપુર (તા. કુંકાવાવ)
  2. બાદનપુર નવા (તા. કુંકાવાવ)--નવા બાદલપુર (તા. કુંકાવાવ)
  3. બાંટવા દેવલી (તા. કુંકાવાવ)--બાંટવા દેવળી (તા. કુંકાવાવ)
  4. બરવાલા બાવલ (તા. કુંકાવાવ)--બાવળ બરવાળા (તા. કુંકાવાવ)
  5. બરવાલા બાવીશી (તા. કુંકાવાવ)--બરવાળા બાવીશી (તા. કુંકાવાવ)
  6. ભુખલી માંથળી (તા. કુંકાવાવ)--ભુખલી સાથળી (તા. કુંકાવાવ)
  7. ખીજડીયા હનુમાન (તા. કુંકાવાવ)--હનુમાન ખીજડીયા (તા. કુંકાવાવ)
  8. ખીજડીયા ખાન (તા. કુંકાવાવ)--ખાન ખીજડીયા (તા. કુંકાવાવ)
  9. કુંકાવાવ મોટી--મોટી કુંકાવાવ
  10. કુંકાવાવ નાની (તા. કુંકાવાવ)--નાની કુંકાવાવ (તા. કુંકાવાવ)
  11. લુણી ધાર (તા. કુંકાવાવ)--લુણીધાર (તા. કુંકાવાવ)
  12. માયા પાદર (તા. કુંકાવાવ)--માયાપાદર (તા. કુંકાવાવ)
  13. પીપળીયા ધુંધીયા (તા. કુંકાવાવ)--ઢુંઢીયા પીપળીયા (તા. કુંકાવાવ)
  14. સુર્ય પ્રતાપગઢ (તા. કુંકાવાવ)--સૂર્ય પ્રતાપગઢ (તા. કુંકાવાવ)
  15. તરધરી (તા. કુંકાવાવ)--તરઘરી (તા. કુંકાવાવ)
  16. ઉજળા મોટા (તા. કુંકાવાવ)--મોટા ઉજળા (તા. કુંકાવાવ)
  17. ઉજળા નાના (તા. કુંકાવાવ)--નાના ઉજળા (તા. કુંકાવાવ)
  1. ભટવદર (તા. લાઠી)--ભટ્ટવદર (તા. લાઠી)
  2. ભુરાખીયા (તા. લાઠી)--ભુરખીયા (તા. લાઠી)
  3. દેરડી-જાનબાઇ (તા. લાઠી)--જાનબાઇ દેરડી (તા. લાઠી)
  4. દુધાલા બાઇ (તા. લાઠી)--દુધાળા બાઇ (તા. લાઠી)
  5. મતિરાળા (તા. લાઠી)--મતીરાળા (તા. લાઠી)

લીલીયા[ફેરફાર કરો]

  1. કણકોટ મોટા (તા. લીલીયા)--મોટા કણકોટ (તા. લીલીયા)
  2. કણકોટ નાના (તા. લીલીયા)--નાના કણકોટ (તા. લીલીયા)
  3. લીલીયા નાના (તા. લીલીયા)--નાના લીલીયા (તા. લીલીયા)
  4. પુતલીયા (તા. લીલીયા)--પુતળીયા (તા. લીલીયા)
  5. રાજકોટ નાના (તા. લીલીયા)--નાના રાજકોટ (તા. લીલીયા)
  6. સાજણટીંબા (તા. લીલીયા)--સાંજણટીંબા (તા. લીલીયા)
  7. સૈઢાવદર (તા. લીલીયા)--શેઢાવદર (તા. લીલીયા)

રાજુલા[ફેરફાર કરો]

  1. અગરીયા ઘુડિયા (તા. રાજુલા)--ઘુળીયા આગરીયા (તા. રાજુલા)
  2. અગરીયા મોટા (તા. રાજુલા)--મોટા આગરીયા (તા. રાજુલા)
  3. અગરીયા નાના (તા. રાજુલા)--મોટા આગરીયા (તા. રાજુલા)
  4. બાબૅટાણા (તા. રાજુલા)--બર્બટાણા (તા. રાજુલા)
  5. છાપ્રી (તા. રાજુલા)--છાપરી (તા. રાજુલા)
  6. રીંગણીયાળા મોટો (તા. રાજુલા)--મોટા રીંગણીયાળા (તા. રાજુલા)
  7. રીંગણીયાળા નાના (તા. રાજુલા)-નાના રીંગણીયાળા (તા. રાજુલા)
  8. હિંડોરાણા (તા. રાજુલા)--હિંડોરણા (તા. રાજુલા)
  9. હીન્દોરણા (તા. રાજુલા)-- ઉપરના નામનો લેખ ઉપસ્થિત માટે આ લેખ ડીલીટ કરવો
  10. કાઠીવદર (તા. રાજુલા)--કથીવદર (તા. રાજુલા)
  11. ખેરાળી મોટી (તા. રાજુલા)--મોટી ખેરાળી (તા. રાજુલા)
  12. સજણાવાવ (તા. રાજુલા)--સાંજણાવાવ (તા. રાજુલા)
  13. ઉછૈયા (તા. રાજુલા)--ઉચૈયા (તા. રાજુલા)
  14. ખેરાળી નાની (તા. રાજુલા)--નાની ખેરાળી (તા. રાજુલા)
  15. કુંડાલીયાળા (તા. રાજુલા)--કુંડલીયાળા (તા. રાજુલા)
  16. માંકરડી નવી (તા. રાજુલા)--નવી માંકરડી (તા. રાજુલા)
  17. માંકરડી જુની (તા. રાજુલા)--જૂની માંકરડી (તા. રાજુલા)
  18. મંસુદ્રા નાના (તા. રાજુલા)--નાના મસુદડા (તા. રાજુલા)
  19. મંસુદ્રા મોટા (તા. રાજુલા)--મોટા મસુદડા (તા. રાજુલા)
  20. મોભીયાણા મોટા (તા. રાજુલા)--મોટા મોભીયાણા (તા. રાજુલા)
  21. મોભીયાણા મોટા (તા. રાજુલા)--નાના મોભીયાણા (તા. રાજુલા)
ધવલભાઇ, અમરેલી જિલ્લાના ગામના નામની યાદી બૉટથી સુધારવા વિનંતી.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૩:૩૨, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

દૂર કરવાના લેખો...[ફેરફાર કરો]

ધવલભાઇ, https://tools.wmflabs.org/wikidata-todo/duplicity.php?wiki=guwiki&mode=list જોવા વિનંતી. એમાંથી વિકિડેટા વગરનાં જે લેખોની દૂર કરવાની વિનંતી કરેલ છે તે દૂર કરી શકાય તેમ છે. અમુક ખૂટતા લેખોની વિકિડેટા વસ્તુ બનાવી લઇશ. આભાર! --KartikMistry (ચર્ચા) ૧૮:૫૯, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]