લખાણ પર જાઓ

અમદાવાદ સીટી (પશ્ચિમ) તાલુકો

વિકિપીડિયામાંથી
અમદાવાદ સીટી (પશ્ચિમ) તાલુકો

અમદાવાદ શહેર (પશ્ચિમ) તાલુકો
તાલુકો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોઅમદાવાદ
સ્થાપનામાર્ચ ૨૦૧૨
મુખ્ય મથકઅમદાવાદ
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

અમદાવાદ સીટી (પશ્ચિમ) તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાનો તાલુકો છે. અમદાવાદ આ તાલુકાનું મુખ્ય મથક છે.

ઈતિહાસ

[ફેરફાર કરો]

૧૯-૨૦ માર્ચ ૨૦૧૨ની આસપાસ થયેલા વિભાજનમાં અમદાવાદ સીટી તાલુકો અમદાવાદ સીટી (પૂર્વ) અને અમદાવાદ સીટી (પશ્ચિમ) એમ બે ભાગોમાં વિભાજીત કરવામાં આવ્યો હતો.[][] તાલુકાના ઘણા ગામોનો સમાવેશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ થઈ ગયો હતો. નવા બનેલા બંને તાલુકાઓનું વડુંમથક અમદાવાદ છે. તાલુકાનું વિભાજન કરતી વેળા સાબરમતી નદીને ભેદરેખા તરીકે લેવામાં આવી છે. એટલે કે, સાબરમતીને આ બંને તાલુકાઓ વચ્ચેની સીમા ગણીને તેની પૂર્વના વિસ્તારોનો અમદાવાદ સીટી (પૂર્વ) તાલુકામાં અને નદીની પશ્ચિમે આવેલા ભાગને અમદાવાદ સીટી (પશ્ચિમ) તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો.[]

અમદાવાદ સીટી (પશ્ચિમ) તાલુકાના ગામ

[ફેરફાર કરો]

અમદાવાદ સીટી તાલુકો મહદંશે અમદાવાદ શહેરની રાંગના વિસ્તારોનો બનેલો છે, એટલે આ તાલુકામાં સમાવિષ્ટ થયેલા મોટા ભાગના ગામો અમદાવાદના વિસ્તાર તરીકે જાણીતા છે.[]

અમદાવાદ શહેર (પશ્ચિમ) તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ "અમદાવાદ સિટી તાલુકાનું વિભાજન કરવાનો નિર્ણય". અમદાવાદ: ગુજરાત સમાચાર. ૨૦ માર્ચ ૨૦૧૨. મૂળ સંગ્રહિત માંથી 2015-12-17 પર સંગ્રહિત. મેળવેલ ૭ મે ૨૦૧૨.
  2. VTV - AHMEDABAD CITY TALUKA DIVISION FOR ADMINISTRATIVE CONVENIENCE - AHMEDABAD [નવા અસ્તિત્વમાં આવેલા અમદાવાદ સિટી પૂર્વ કચેરીનું આજે મહેસુલમંત્રીએ ઉદ્દઘાટન કર્યું.] (દૃશ્ય-શ્રાવ્ય). VTV (વીટીવી-ગુજરાતી ગૌરવ). ૨૭ એપ્રિલ ૨૦૧૨. LM2OuY65T2A. મૂળ સંગ્રહિત માંથી 2015-12-17 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ ડિસેમ્બર ૨૦૧૫.