લખાણ પર જાઓ

એમ. વિશ્વેશ્વરૈયા

વિકિપીડિયામાંથી
(એમ. વિશ્વેસવરૈયા થી અહીં વાળેલું)
સર

એમ. વિશ્વેશ્વરૈયા
મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા
ಮೋಕ್ಷಗುಂಡಂ ವಿಶ್ವೇಶ್ವರಯ್ಯ
સર એમ. વિશ્વેસરૈયા
મૈસૂર રાજ્યના ૧૯મા દિવાન
પદ પર
૧૯૧૨ – ૧૯૧૮
રાજાકૃષ્ણરાજ વાડિયાર ચતુર્થ
પુરોગામીટી. આનંદ રાવ
અનુગામીએમ. કાંતારાજ
અંગત વિગતો
જન્મ(1860-09-15)15 September 1860
મુદેનેહલાદી, ચિક્કબલ્લાપુરા, મૈસુર રાજ્ય (વર્તમાન કર્ણાટક, ભારત)
મૃત્યુ12 April 1962(1962-04-12) (ઉંમર 101)
બેંગ્લોર, કર્ણાટક, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
માતૃ શિક્ષણસંસ્થા
  • સેન્ટ્રલ કોલેજ, બેંગ્લોર
  • એંજીનીયરિંગ કોલેજ, પુણે
  • મદ્રાસ વિશ્વવિદ્યાલય
  • મુંબઈ વિશ્વવિદ્યાલય
ક્ષેત્રઇજનેર અને રાજનેતા
પુરસ્કારોભારત રત્ન (૧૯૫૫)

સર મોક્ષગુંડમ્‌ વિશ્વેશ્વરૈયા (૧૫ સપ્ટેમ્બર ૧૮૬૦ – ૧૪ એપ્રિલ ૧૯૬૨) એ ભારતીય ઇજનેર, રાજનેતા અને મૈસૂરના ૧૯મા દિવાન (૧૯૧૨ – ૧૯૧૯) હતા. લોકકલ્યાણના કાર્યોમાં તેમના યોગદાન બદલ જ્યોર્જ પંચમ દ્વારા તેમને બ્રિટીશ ભારતીય સામ્રાજ્યના નાઈટ કમાન્ડરની ઉપાધિ આપવામાં આવી હતી. તેમણે એશિયાની શ્રેષ્ઠ અને ત્રીજી સૌથી જૂની એન્જિનિયરિંગ કોલેજ ઇજનેરી મહાવિદ્યાલય, પુણેમાંથી ઇજનેરની પદવી મેળવી હતી. તેમને ૧૯૫૫માં ભારતનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન એનાયત થયું હતું. તેમનો જન્મદિવસ, ૧૫ સપ્ટેમ્બર, તેમની સ્મૃતિમાં ભારત, શ્રીલંકા અને ટાન્ઝાનિયામાં ‘એન્જિનિયર્સ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ મૈસૂર શહેરના ઉત્તર-પશ્ચિમ ઉપનગરમાં કૃષ્ણા રાજસાગર બંધના મુખ્ય ઇજનેર હતા અને હૈદરાબાદ શહેર માટે પૂર સંરક્ષણ પ્રણાલીના મુખ્ય ઇજનેરોમાંના એક તરીકે પણ સેવા આપી હતી.

જન્મ અને શિક્ષણ

[ફેરફાર કરો]

વિશ્વેશ્વરૈયાનો જન્મ હાલના કર્ણાટક રાજ્યનાં મુદેનહલ્લાદી ગામમાં એક તેલુગુ બ્રાહ્મણ કુટુમ્બમાં થયો હતો. સર વિશ્વેશ્વરૈયાએ તેમનું પ્રાથમીક શિક્ષણ બેંગલુરુમાં (તત્કાલીન બેંગલોર) લીધુ હતુ ત્યારબાદ મદ્રાસ વિશ્વવિદ્યાલયમાંથી વિજ્ઞાનના વિષયમાં સ્નાતકની પદવી મેળવી હતી. સ્નાતકની પદવી બાદ તેઓ તત્કાલીન 'બોમ્બે યુનીવર્સીટી' સંચાલીત પૂણેની ઇજનેરી કોલેજમાંથી સિવિલ ઇજનેરીની પદવી હાંસલ કરી હતી.

ઇજનેરી કારકિર્દી

[ફેરફાર કરો]

વિશ્વેશ્વરૈયા સિવિલ ઇજનેરીની પદવી લઈને તેઓ મુંબઈ રાજ્યના જાહેર બાંધકામ ખાતામાં જોડાયા હતાં અને ત્યારબાદ ભારતીય સિંચાઈ આયોગમાં જોડાયા હતાં. તેંમના માર્ગદર્શન હેઠળ દખ્ખણનાં ઉચ્ચપ્રદેશમાં વિવિધ સિંચાઈ યોજનાઓ અમલમાં મુકી હતી. વિશ્વેશ્વરૈયા દ્વારા નિર્મીત સ્વંયસંચાલીત 'વોટર ફ્લડગેટ'ની રચના પુણે નજીક આવેલા ખડકવાસલા ખાતે કરવામાં આવી હતી. જેનો પછીથી ઉપયોગ ગ્વાલીયર અને કૃષ્ણરાજસાગર બંધના નિર્માણમાં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓએ એડન ( યેમન) શહેરમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાનાં નિર્માણમાં તેમનું યોગદાન આપ્યુ હતું. આ ઉપરાંત હૈદરાબાદ શહેરની પૂર નિયંત્રણ યોજના અને વિશાખાપટ્ટનમ બંદરને ઘસારાથી થતું નુકશાન રોકવાની પ્રણાલીને બનાવવામાં ફાળો આપ્યો હતો. તેમનાં મૈસૂર રાજ્યના દિવાનપણા હેઠળ મૈસુર રાજ્યના ઔદ્યોગિકરણ માટે મૈસૂર સોપ ફેક્ટરી, પેરાસીટોઈડ લેબ, મૈસૂર આયર્ન અને સ્ટીલ વર્ક્સ, જયચંદ્રમહારાજેન્દ્ર પોલિટેકનીક, બેંગલોર કૃષિ વિદ્યાલય, વિશ્વેશ્વરૈયા ઇજનેરી મહાવિદ્યાલય અને સ્ટેટ બેંક ઓફ મૈસૂરની સ્થાપનામાં ભાગ ભજવ્યો હતો.

મૈસૂર રાજ્યના દિવાન

[ફેરફાર કરો]

૧૯૦૮ની સાલમાં તેઓએ સરકારી નોકરીમાંથી નિવ્રુત્તી લીધી હતી. શરુઆતમાં તેઓ હૈદરાબાદ રાજ્યમાં અને પછીથી મૈસૂર રાજ્યમાં મુખ્ય ઇજનેર તરીકે જોડાયા હતાં. ૧૯૧૨ની સાલમાં તેઓ મૈસૂર રાજયના દિવાનપદે નિમાયા હતાં. તે સમયગાળા દરમ્યાન મૈસૂર રાજ્યમાં અનેક રેલ્વે લાઈન નાંખવામાં આવી હતી. ૧૯૧૯ની સાલમાં તેઓએ દિવાન તરીકે નિવૃત્ત થયા હતાં.

અવોર્ડ અને સન્માનો

[ફેરફાર કરો]
  • ૧૯૧૧- તત્કાલીન બ્રિટીશ સરકાર દ્વારા 'ઓર્ડર ઓફ એમ્પાયર'નો ખિતાબ આપવામાં આવ્યો હતો.
  • ૧૯૧૫- તત્કાલીન બ્રિટીશ સરકાર દ્વારા 'નાઈટહુડ'નો ખિતાબ આપવામાં આવ્યો હતો.
  • ૧૯૫૫- ભારત સરકાર દ્વારા 'ભારત રત્ન'નો ખિતાબ આપવામાં આવ્યો હતો.
  • ૧૯૨૩ માં ભારતની વિજ્ઞાન કોંગ્રેસના પ્રમુખ નિમાયા હતાં.
  • લંડનની સિવિલ એન્જીન્યરીંગ ઇન્સ્ટીટુટ દ્વારા અને ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ દ્વારા માનદ સભ્યથી નિમણૂંક થઈ હતી.
  • ૮ જેટલા વિશ્વવિદ્યાલયો દ્વારા 'ડોક્ટર ઓફ્ સાયન્સ' અને 'ડોકટર ઓફ લિટરેચર'ની પદવીઓ મળી હતી.
  • તેમની યાદગીરીમાં કર્ણાટક રાજ્યની ટેકનોલોજી યુનિવર્સીટી, ઇજનેરી કોલેજ અને બેંગ્લોરનુ સંગ્રહાલય અને નાગપુરની ઇજનેરી કોલેજના નામો રાખવામાં આવ્યા છે.
  • દિલ્હી - પિંક લાઈન (વિશ્વેશ્વરૈયા સ્ટેશન- મોતી બાગ) અને બેંગલુરુની-પર્પલ લાઇન (વિશ્વેશ્વરૈયા સ્ટેશન- સેન્ટ્રલ કોલેજ મે ટ્રો રેલ્વે લાઇનના સ્ટેશનોના નામ તેમની યાદગીરીમાં રાખવામાં આવેલ છે.

સંદર્ભ

[ફેરફાર કરો]