લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:Ashok modhvadia/Archive 2

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

Happy New Year 2009[ફેરફાર કરો]

શ્રી અશોકભાઈ, જય માતાજી, સીતારામ.

તમને અને તમારા પરિવારને Happy New Year 2009. ઈ.સ.નું નવુ વર્ષ મંગલમય બને તેવી શુભકામના. તેમજ ગુજરાતી વિકિપીડિયામાં દરેક ક્ષેત્રનાં લેખ લખીને યોગદાન આપવા બદલ વિકિપીડિયા વતી આપનો આભાર, કાયમ માટે આવુ કરતા રહો તેવી ઈચ્છા. આભાર...--જીતેન્દ્રસિંહ ૦૫:૨૨, ૧ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)

અશોકભાઈ, આપને અને આપના પરિવાર તથા સૌ પ્રિય જનોને મારા અને મારા પરિવાર ઉપરાંત સમગ્ર ગુજરાતી વિકિપીડિયા પરિવાર તરફથી પણ અંગ્રેજી નવા વર્ષની શુભેચ્છા. Happy New Year 2009! આપના યોગદાનનો ધોધ અવિરત વરસતો રહે તે જ કામના.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૨૮, ૨ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)


ભાઈ શ્રી અશોકભાઇ!

તમને અને તમારા પરિવારને પણ ૨૦૦૯નું વર્ષ સોનેરી બને તેવી શુભકામના અને વેકેશનમા હોવાથી શુભેચ્છા બહું મોડી પાઠવી શક્યો તે બદલ ક્ષમા પ્રાથુ છું.... સીતારામ --મહર્ષિ --Maharshi675 ૧૫:૨૮, ૨૦ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)

ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા[ફેરફાર કરો]

શ્રી અશોકભાઈ, જય માતાજી, સીતારામ. તમારે આંગણે તો રૂડો અવસર છે કારણકે કાલે સવારે ૭ વાગ્યે એટલે કે તા.૦૪.૦૧.૨૦૦૯ ને રવિવારે ગીરનાર આરોહણ સ્પર્ધા છે. તમે ત્યા જવાનો રવિવારનો પ્રોગ્રામ બનાવ્યો છે કે નહી ? કદાચ હું પણ મિત્રો સાથે જુનાગઢ આવુ તો ના નહી, કારણકે યુવાધન કોઈપણ ઉંચાઈને આંબવા માટે જે ખમીર દેખાડે તે ખરેખર જોવાલાયક અને પ્રેરણાદાયક હોય છે. જે જોવું એક જીવનનો લ્હાવો છે. આવીશ તો તમને મળીશ. પણ તમારો કોન્ટેક નં નથી શુ કરવુ ? કાંઈક કરો ભાઈ, આભાર...--જીતેન્દ્રસિંહ ૧૦:૦૧, ૩ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)

ચિત્રો વિષયક અભિપ્રાય[ફેરફાર કરો]

અશોકભાઈ, તમે તકલિફ નથી આપી, કામ ચિંધ્યું છે, અને નવરા બેઠેલા માણસને કામ ચિંધો તો એમાં કંઈ પુછવાનું થોડું હોય કે એનાથી એને તકલીફ તો નથી પડી ને? અરે ભાઈ, આવા પ્રષ્નો અને કામ રોજ કેમ નથી સોંપતા? હા તો, મુદ્દાની વાત પર આવીએ, પ્રથમ દ્રષ્ટિએ તો એ શક્ય નથી લાગતું કેમકે, ગુગલમેપ અને વિકિમેપિયા બન્ને કોપીરાઈટેડ છે. ખરેખરતો બંને નો સ્ત્રોત એક જ છે, વિકિમેપિયા ગુગલમેપ પર જ આધારિત છે, એટલે ગુગલની પોલીસી તે વિકિમેપિયાની નીતિ. એમ છત્તાં થોડો સમય આપો, પાકિ ખાતરી કરીને તમને જણાવું છું. અને હા, મને ભુક્લી જવાની આદત છે (હવે ઉંમર થઈ ગઈ ને) તો જો ૨-૪ દિવસમાં હું કોઈ સમાચાર ના લાવું, તો બેધડક પણે મને યાદ કરાવજો.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૬, ૬ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)

માફ કરજો, જો હું ભુલી ગયો. જોકે સાઅવ્ એવું પણ નથી કે ભુલી ગયો, હું વચ્ચે તપાસ કરતો અહ્તો અને મને કંઇક આશાનું કિરણ દેખાયું પણ છે, ગુગલઅર્થ કે વિકિમેપિયાને બદલે નાસાની વેબસાઇટ પરથી લેવામાં આવે તો વાંધો નથી, કેમકે નાસાનાં ઘણા બધા નક્શાઓ પ્રકાશનાધિકારથ્ઈ મુક્ત હોય છે, પરંતુ, તે ચોક્કસ વેબસાઇટ ને વધુ માહિતિ હું હજુ એકઠી કરી રહ્યો છું, કામ જરા ધીમુ પડી ગયું છે, પણ ૨-૪ દિવસમાં ચોક્કસ ઉકેલ લાવી દઈશ. અને હા, બરાક ઓબામાનો શપથ સમારોહ જોયો, તમે સાચું કહો છો, વધુ ઝાકઝમાળ હતી, પણ કદાચ તે અમેરિકાની પરંપરા છે, લોકોએ પ્રથમ વખત અશ્વેત પ્રમુખ જોયો છે એટલે લોકો વધુ ઉત્સાહિત છે, તેણે સત્તા પર આવતાં વેંત 'ગુએંટેનામો બે'માં ચાલતા ટ્રાયલો તો સ્થગિત કરી દીધા છે, તે જોતા લાગે છે કે ગાજેલા વાદળો વરસશે, પણ આગળ જે થાય તેના ઉઅપર ખબર પડે, આપણે ઝ જોવી જ રહી. અમેરિકાતો આમે ઘણુ લીબરલ છે, એટલે ત્યાં કાળો કે અશ્વેત પ્રમુખ બને તે કાંઈ અજુગતી વાત નથી લાગતી, ખરેખરતો અહિં અમારા દેશમાં (યુ.કે.)માં જો કોઇ અશ્વેત વ્યક્તિ વડા પ્રધાન કે ઇવન પોલીસમાં સર્વોચ્ચ હોદ્દા ઉપર આવે તો નવાઈ લાગે. આ દેશમાં સૌ જાણે છે કે તેઓ સૌથી મોટા જાતિવાદી અને રંગભેદવાળા છે, છતાં અમેરિકાનાં વખાણ મોં ભરીને કરે છે, પણ મનોમન ખુશ છે કે તે અમેરિકામાં બન્યું છે અહીં નહી, કેમકે અહીં આવું કોઈ કાળે શક્ય નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૨૫, ૨૨ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)
અશોકભાઈ, આપના આ પ્રશ્નનું આંશિક નિરાકરણ લાવ્યો છું, આપ ભૌગોલિક નક્શા વિગેરે મેળવવા માટે ઓપનસ્ટ્રીટ મેપ અને નાસા વર્લ્ડ વિંડ (NASA World Wind)નો સહરો લઈ શકો છે. નાસાની મોટાભાગની તસવીરો પ્રકાશનાધિકારથી મુક્ત હોય છે અને આ તેનું એક સોફ્ટવેર લાગે છે, જે ડાઉનલોડ કરવાનું છે, મેં હજુ તેનો ટ્રાય નથી કર્યો, પણ લાગે છે કે ગુગલમેપની લાઇન પર ડેવલપ કરેલું હશે જે ઓપનસોર્સ સોફ્ટવેર છે, હવે ખાલી જોવાનું એ કે ભારતનાં પુરતા નક્શાઓ તેમાથી મળી રહે છે કે કેમ. આ ઉપરાંત એક અન્ય સ્ત્રોત મારા ધ્યાનમાં એક વખત આવ્યો હતો જે નાસાની જ કોઈક અન્ય વેબસાઈટ હતી (નાસાની ૩૦૦ કરતા વધુ વેબસાઇટો છે) જેમાં ઘણા સારી ગુણવત્તા વાળા નક્શાઓ હતા, હું તે શોધે રાખું છું પણ મળતી નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૫૬, ૧૦ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)

અશોક ભાઈ નમસ્કાર[ફેરફાર કરો]

આશોકજી કેમ છો. ઘણા દિવસથી આપ સાથે વાત નથી થઈ. ક્યાં ગાયબ થઈ ગયાં? મારો ઓફ્ લાઈન રહી ને અનુવાદનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. માઈક્રો સોફ્ટ્ની ઇન્ડિક સ્કીપ્ટની સપોર્ટની સાઈટ ભાષા યુને કોડ પર પૂર્ણ માહીતી આપી છે. regional setting જઈ ને ગુજરાતી એનેબલ કરવી અને આ સાઈટ પર આપેલ ફોનેટિક ટાઈપિંગ માટૅ એક્ ઝિપ ફાઇલ આપી છે તે ઇન્સ્ટોલ કરો એટલે કામ થઈ ગયું. રબને બનાદી જોડી જોયું? તમને સંગીતનો શોખ છે એટલે પુછું છુ' હૉલે હૉલે 'ગીત કેવું લાગ્યું? મને તો તેના શબ્દો બહુ જ ગમ્યા? --Sushant savla ૦૪:૨૪, ૨૦ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)

જુનાગઢ તાલુકાનાં ગામો[ફેરફાર કરો]

અશોકભાઈ, આપે જે ઝીણવટભરી નજરે નિરિક્ષણ કર્યું તે બદલ આભાર, અનેેક વાત ધ્યાન રાખજો કે વિકિમાં સઘળુ યોગદાન સહિયારૂં હોય છે, માટે કોઈએ પણ (અને હા, કોઈએ પણ માં મારો અને અન્ય પ્રબંધકોનો પણ સમાવેશ થઈ જાય છે) કરેલો ફેરફાર જો આપને સત્યાર્થતાથી અળગો લાગતો હોય કે લેખની સાથે સુસંગત ના લાગતો હોય તો આપ તેને બેધડક પણે દૂર કરી શકો છો, યોગદાન કરનારની રાહ જોવાની જરૂર નથી. જેમકે આ મામલામાં જો આપને ખાતરી હોય કે પ્રકાશભાઈએ ઉમેરેલા ગામો જુનાગઢ નહી પણ અન્ય તાલુકાનાં ગામો છે, તો તેમની રાહ જોયા વગર લેખમાંથી તેમને દૂર કરી દો.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૪૬, ૨૪ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)

સીતારામ....જય માતાજી[ફેરફાર કરો]

એ રામ રામ...રામ રામ અશોકભાઈ તમને, ધવલભાઈને, મહર્ષિભાઈને અને વિકિપીડિયાનાં ડાયરાનાં સૌવ મિત્રોને જીતેન્દ્રસિંહનાં જાજા કરીને રામ રામ...રામ રામ. હમણાતો વિકિમાં યોગદાન કરવાનું કાંઈ મન જ થતુ ન હતું અને એક કહેવત પણ છેને કે મન હોય તો માળવે જવાય. પણ આજે ત્રણ ચાર દિવસ પહેલાનો તમારો SMS જોવામાં આવ્યો એટલે પહેલા તમને યાદ કર્યા. બાકી તો બધુ બરાબર છે ને ભાઈ ? થોડા દિવસ પહેલા તમે અને ધવલભાઈ કાંઈક ગણેશની પાછળ પડી ગયા હતા. જેમાં મે તો ચર્ચામાં ભાગ લેવાનુ જ માંડી વાળ્યુ હતુ. જો કે તમારી બન્નેની ચર્ચા યોગ્ય દિશામાં જ હતી એટલે કાંઈ બોલવાનો સવાલ જ ન હતો અને આમ પણ અમારા સમાજનાં વડીલો ચર્ચા કરતા હોય ત્યારે અમે કાંઈ બોલતા નથી, જેથી મે ન ઝંપ્લાવ્યું અને તે વિષે તમે પણ સરસ સમજણ આપી હતી. મારા ખ્યાલ મુજબ અત્યારનાં સમયમાં ધ્રુમકેતુનું પુજન કરવાથી કદાચ વધારે ફળ મળતુ હશે. આમ પણ માણસનો સ્વભાવ જ એવો છેને કે કર્મની સાથે જ ફળ મળે તો મજા આવે. વાત એ કરવાની કે આપણે તો ગીતાનાં ઉપદેશ પ્રમાણે કર્મ કર્યા રાખવાનુ ફળની આશા ન રાખવાની, તે યોગ્ય સમયે આપણને મળશે જ. આપણે તો વિકિપીડિયામાં દરેક ક્ષેત્રનાં સરસ લેખો લખીને ખેતી કરવાની છે જેમાં તમારા જેવા મિત્રો બીજ(લેખ) વાવશે, મહર્ષિભાઈ જેવા મિત્રો તેમાં પાણી(વધારે માહિતી)નું સિંચન કરશે, સુશાંતભાઈ જેવા મિત્રો તેમાં યોગ્ય પોષણ મળી રહે તે માટે ખાતર(ગુજરાતીમાં ભાષાંતર કરીને) નાખશે અને ધવલભાઈ જેવા પ્રંબંધક મિત્રો પાક(લેખ)માં થતુ નિંદામણ (નકામુ લખાણ અને ખોટી માહિતી) યોગ્ય સમયે દુર કરીને સારામાં સારો(સત્ય માહિતી) અને વધુમાં વધુ(માહિતી) પાક થાય તેવુ કરશે. મારા જેવા મિત્રો કાંઈક ટાપો ટોયો કરવો હશે તો કરશે. આમ આપણે બધા ભેગા મળીને આવી ખેતી કરવાની છે જેથી આપણી પાછળની પેઢીને યોગ્ય અને સાચી માહિતી મળશે તે આપણી આ ખેતીનુ ફળ હશે. આમ પણ હવે પછીનાં સમયમાં લોકો પુસ્તકોનાં વાંચન કરતા કોમ્પુટરમાં નેટ ઉપર વધારે માહિતી મેળવશે. જેથી તેઓ સાચી માહિતી મેળવીને સાચી દિશામાં જાય અને યોગ્ય જીવન ઘડતર થાય. અત્યારે પણ અમુક યુવાવર્ગ વેબ ઉપર અસ્લીલ દ્રશ્યો અને વિડીયો કલીપમાં જ પડ્યા રહે છે. જે ભારતીય સંસ્કૃતિની વિરૂધ્ધ છે. જો આવુ થઈ શકે તો આ પણ સંસ્કૃતિનું જતન જ છે. આ ચર્ચા તમારી સાથેની જ નથી પણ આપણા બધા વિકિમિત્રો વચ્ચેની જ છે તેવુ બધા માનજો. આપણે ભેગામળીને એક ભજન સાંભળીએ જી રે વીરા ઘાટ રે લુહારી તમે હરિજન ઘડજો. આપણે લીરબાઈ આઈ રચિત ભજન સાંભળ્યુ અને હવે રામજીમંદીરે આરતીનું ટાણુ થાતુ આવે છે અને છુટા પડીયે એ પહેલા સૌવ ડાયરાને રામ રામ કરીયે. એ રામ રામ...રામ રામ...--જીતેન્દ્રસિંહ ૦૪:૫૫, ૨૫ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)

તમારૂ તો કામ... ભાઈ ભાઈ[ફેરફાર કરો]

જય માતાજી...સીતારામ...ભાઈ, હમણા હમણા તો તમે કાંઈક વધારે મોજમાં લાગો છો ભાઈ ? તમારા લેખની વાત જ શુ કરવી. તમે મારા વિષે માં જે બ્લોગ, મિત્રમંડળ અને મહેર નાં જે ફોટોગ્રાફ મુકયા છે જે ખુબજ સરસ છે. તેમજ તમારા તથા નાના ટાબરીયાનાં ફોટાઓ પણ સરસ છે. ખરેખર તો મારા ખ્યાલ મુજબ આપણે બધાયે આપણા ફોટાઓ મારા વિષે માં મુકવા જોઈએ કે નહી ? કારણકે ફોટો જોઈએ ને તો ખુલીને લખવાની મજા આવે. અને આવા બ્લોગ બનાવવાનું કાંઈક અમને પણ શીખવો ને. બાકી આજકાલ શું ચાલે છે ? આભાર...સીતારામ...--જીતેન્દ્રસિંહ ૧૩:૨૨, ૨૯ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)

આશોક ભાઈ That was very sweet of you to have send mee the lyrics o the song. મને તો તે આખું ગીત મોઢે છે. તેમ છતાં આભાર. --sush ૦૪:૧૩, ૩૧ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)

અશોકભાઈ, મને તો નથી લાગતં કે કોઈ વાંધો હોય, મેં જોવાનો પણ પ્રયત્ન કર્યો પણ મને ક્યાંય કશું દેખાયું નહી કે જેના કારણે આવો વાંધો આવો સંદેશો જોવા મળતો હોય, થોડો વખત જુઓ, તેને કારણે કોઇ તકલિફ પડે તો આપણે નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૦૭, ૨ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)

અશોકભાઇ, કહે છે ને કે વિશ્વનાં મોટા ભાગનાં સંશોધનો અકસ્માતે જ થયા છે, તે રીતે આપની આ એરરનાં નિરાકરણનું સંશોધન પણ અકસ્માતે જ થયું. આજે કોઈકે નોબેલ પારિતોષિક વડે સ્ન્માનિત મહિલાઓનાં પાના પર ફેરફાર કર્યો, તે જોવા હું ત્યાં ગયો અને જેયું કે ત્યાં નીચે કોઇક એરર મેસેજ હતો, સ્વાભાવિક રીતે જ કેમકે તે પાના પણ ઘણા સંદર્ભો છે મને ખ્યાલ આવ્યો કે તકલિફ શું છે, અને તેનું નિરાકરણ આવી ગયું. જ્યારે મેં ત્યાં સંદર્ભ સૂચિ તૈયાર કરી ત્યારે મને યાદ આવ્યું કે તમારા ચર્ચાનાં પાના પર પણ કોઈક એરર હતી, અને અહિં આવીને જોયું તો તે જ એરર હતી. Error હોવાનું કારણ એક સદેશામાં રફરન્સ ટૅગ હતો, જે ખરેખર હોવો નહોતો જોઈતો, મેં તે દૂર કરી દીધો છે અને તેની સાથે સાથે પેલો Error message પણ દૂર થઈ ગયો છે.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૪૦, ૯ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)
તમારા લોકોનો પ્રેમ ભાવ આમ સદાય વરસાવતા રહેશો. અને હા, પેલો સંદેશ સતિષભાઈનો છે, ઘણા સમયે તેઓ પાછા ફર્યા છે, કદાચ તમે તેમનાથી પરિચિત હશો, વિકિપીડિયાને એક હજાર લેખોનો આંક વટાવી આપવામાં તેમનો ખુબ મોટો ફાળો છે.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૨૮, ૯ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)

ચીનની દિવાલ[ફેરફાર કરો]

શું તમે આ લેખ શરુ કર્યો છે? ખરેખર સરસ. આ સાથે વિશ્વની દરેક અજાયબીને આવરી લેવાય તો કેમ? વિચારી જુઓ, જો યોગ્ય લાગે તો જણાવજો. ક્યાંય પણનુવાદ કરવાની જરુર લાગે તો જણાવજો. અત્યારે તો હું સૌ મહાભારતના પાત્રોને અનુવાદની શ્રેણીમાંથી આટોપવાનં કામ કરું છું. --sushant ૧૪:૦૦, ૧૨ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)

આભાર અશોકભાઈ, ઉપરોક્ત ઢાંચો બનાવવા બદલ. અને હા, મજાકનો દોર આગળ ચલાવ્યો હતો, માઠુ ના લગાડશો, એવું કાંઇ જરૂરી થોડું છે કે લોકોને થાપ ખવડાવવા માટે પહેલી એપ્રિલની રાહ જ જોવી પડે? હું ભલે સોગંદનામુ લખી આપું કે "હું આજ પછી ક્યારેય મઝાક નહી કરૂં" તમારે એમ જ સમજવું કે તે સોગંદનામુ પોતે જ એક મજાક છે કેમકે ગુજરાતીમાં આપને મજાક શબ્દ વાપરીએ છીએ અને મેં મઝાક શબ્દ વાપર્યો છે.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૧૩, ૧૭ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)

મેં જોયા તમારા બનાવેલા ઢાંચાઓ, ફરી એક વખત આભાર. તમે કોઈ કામ કરો અને તેમા કોઈ કચાશ રહી જાય તેવું બન્યું છે ક્યારેય? એકદમ પરફેક્ટ છે બધા ઢાંચા, અંગ્રેજીમાં ઘણા ઢાંચાઓનો ઉપયુઓગ થતો હોય છે જે આપણી પાસે અહિં હોતા નથી કે આપણે બનાવતા નથી, એકજ તકલીફ છે આ અંગ્રેજીનાં ઢાંચાઓની, કે તે ખૂબ જ જટીલ હોય છે, એક ઢાંચો બનાવવા માટે બીજા સાત (કે ઘણીવાર સત્તર) ઢાંચા બનવવા પડે છે, અને તે પછી પણ ઘણી વખતતો કામ અધુરૂ જ રહી જતું હોય છે, માટે જ્યારે મને એમ જણાય કે અંગ્રેજીનાં કોઈક ઢાંચામાં ૩-૪ કરતા વધુ પેટાઢાંચા બનેલા છે ત્યારે હું તેમને અહિં લાવવાનું ટાળું છું અને તેને બદલે કોઇક વૈકલ્પિક માર્ગ અપનાવું છું. મેં તમે નોબેલ પારિતોષિક વડે સન્માનીત મહિલાઓ‎માં કરેલાં સુધારા પણ જોયા, હવે લેખનાં બધાજ સંદર્ભો સ્પ્ષ્ટ દેખાઇ આવે છે, મને ઘણી વખત તમારી ઇર્ષા આવે છે. મેં આ જ કામ ઢાંચા વગર કરવા માટે બાયપાસ માર્ગ શોધ્યો હતો (જુઓ લેખનો સંદર્ભ ૩૫), પરંતુ તે થોડો લાંબો માર્ગ છે, તમે બનાવેલા ઢાંચાથી કામ સરળ થઇ જશે.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૩૬, ૧૭ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)

અશોક્ભાઈ, આપનો ઘણો ઘણો આભાર, પરંતુ મને એમ જણાવશો કે આપને કેવી રીતે ખબર પડી કે મારી વર્ષગાંઠ છે આજે? આમ તો જોકે મે મારી વર્ષગાંઠ ગયા અઠવાડીએ ઉજવી દીધી છે, પરંતુ આજે ફરીથી ઉજવવાનો મોકો મળે છે. ગુજરાતી પચાંગ પ્રમાણે ગયા શુક્રવારે હતી અને અંગ્રેજી પ્રમાણે આજે, તો વર્ષમાં બે વાર વરસગાંઠ ઉજવી લઉ છું. ફરી એક વખત આભાર, અને હા મારા પ્રશ્નનો જવાબ આપવાનુ ના ભુલતા.....ધવલચર્ચા/યોગદાન ૦૦:૦૬, ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)

માઠું લગાડવાનું ?[ફેરફાર કરો]

ભાઇ શ્રીઅશોકભાઇ!

માફ કરશો, જવાબ લખવામાં સમય લાગ્યો. જાનવાળી વાત ભૂલશો નહીં! આમ તો હજુ થોડી વાર છે પરંતુ જાન નિકળશે તો ખરી વહેલી મોડીં. જાનની બસતો તૈયાર છે પણ ક્યાં ઊભી રાખવી તે ખબર પડે તેટલી વાર છે :-)

કહેવાનું એટલું હતું કે ક્ષણે-ક્ષણે સામે આવતા વિકલ્પોમાં ત્યાજ્ય અને ગ્રાહ્ય એમ બે પ્રકાર પાડી શકાય. આશા રાખિયે કે તર્કરૂપી વલોણા માંથી જ્યારે ફળ પ્રાપ્ત થાય ત્યારે આપણે માખણ ઓળખી શકીયે અને છાશ પડતી મુકવાની હિંમત કેળવી શકીયે. સ્નેહભીના સીતારામ... મહર્ષિ --Maharshi675 ૧૫:૪૧, ૩ માર્ચ ૨૦૦૯ (UTC)

સીતારામ[ફેરફાર કરો]

શ્રી અશોકભાઈ...કેમ છો ? મારૂ તો કાંઈ સરનામુ જ ન હતુ કારણકે એક બાજુ લગ્નની સીઝન હતી, જેમાં અમારા ગામડે મારા કાકાની દીકરીનાં લગ્નમાં રોકાયેલ જેથી થોડી જવાબદારી હતી અને વધુ આનંદ અને બાકી તો મારી તો તમને ખબર જ છે. કે સંતો નુ સાનિધ્ય શોધતો હોવ એટલે કયાંથી કયાં નીકળી તેનુ કાંઈ નક્કી નહી. બીજુકે આ શિવરાત્રી એ તો હું શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધારમાં લઘુરૂદ્રયાગ યજ્ઞ હતો જેથી બે દિવસ ત્યાં સેવામાં રોકાણો હતો એટલે તમારા મહોલ્લામાં ન આવી શક્યો. પણ ૧૦ કે ૧૨ દિવસમાં એટલે કે ધુળેટીના દિવસે ત્યા જુનાગઢમાં આવવાનો છુ. ત્યા ઉપરકોટની પાછળની બાજુએ આવેલ પ્યારેબાબાની ગુફાની બાજુમાં પ્યારેરામજીબાપુનો ૫૦૦ વર્ષ જુનો આશ્રમ આવેલો છે. ત્યા લક્ષ્મીનારાયણનું નાનું મંદીર પણ આવેલુ છે. ત્યા બાળકોને બટુકભોજન કરાવવા આવવાનો છુ તો ત્યારે રૂબરૂ મળીશુ. આમ પણ તમારે દુકાને ધુળેટીની રજા જ હશે.

બાકી ખાસ આજે પ્રગટવાનુ કારણતો આ મા..ચો.નો લેખ કાઢવો જરૂરી હતો એટલે. તમેજ વિચાર કરો કે આપણા જ છોકરા કે છોકરી આ જ વિકિ ઉપર આજ લેખ વાંચે તો શું પરિસ્થિતિ થાય ? માટે મહર્ષિભાઈની સાથે સહમતી દર્શાવી. બાકી તો તમો અને આપણા ધવલભાઈને કાંઈ કહેવાય ? તમે અને મહર્ષિભાઈએ મારા વિશેપાનામાં ઘણી રસપ્રદ માહીતી આપી છે. હવે મારે પણ કાંઈક કરવુ પડશે. બાકી ભુલચુક માફ કરશો. આભાર સહ.....

સીતારામ...જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૧૧:૩૧, ૪ માર્ચ ૨૦૦૯ (UTC)

....... વિષયક[ફેરફાર કરો]

અશોક્ભાઈ, લેખને દૂર કરવામાં આવ્યો છે અને મેં કેટલિક સ્પષ્ટતાઓ પણ કરી છે, આશા છે કે આપ સહુ મને માફ કરશો. સંદર્ભનાં ઢાંચામાં તમે કરેલો ફેરફાર એકદમ યોગ્ય છે, તમે તો મારૂ અડધુ કામ કરી દો છો ભાઈ, તે ખોટુ કેવી રીતે હોઇ શકે.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૪૫, ૪ માર્ચ ૨૦૦૯ (UTC)

વિકિસોર્સમાં ગુજરાતી[ફેરફાર કરો]

અશોકભાઈ, વિકિસોર્સમાં ગુજરાતીમાં નથી લખાતું તે મને પણ ખુંચે છે, એક બે દિવસનો સમય આપો તેનું નિરાકરણ તાત્કાલિક લાવી દઇશું. ગયુ આખું અઠવાડિયું કામમાં ખુબ વ્યસ્ત હતો તેથી અહિં પણ પૂરતુ ધ્યાન નથી આપી શકાયું, આજથી એમ લાગે છે કે થોડું કામ હળવું થઈ રહ્યું છે, મોડામાં મોડો સોમવારે તમારી સમક્ષ કંઇક નિરાકરણ લઈને ઉપસ્થિત થઇશ.

અશોકભાઈ, મેં વિકિસ્ત્રોતમાં ગુજરાતી સબડોમેઇન બનાવવા માટેની રિક્વેસ્ટ ક્રિએટ કરી છે. આપનું અને અન્ય થોડા મિત્રો કે જેઓ અહિં નિયમિત પણે યોગદાન કરી રહ્યાં છે તેઓનું નામ ત્યાં મેં સંપાદકીય વૃંદ (eiditing community)માં વગર પુછ્યે ઉમેરી દીધુ છે. આપને બસ એક જ વિનંતિ કે આપ અહિં તેના ચર્ચાના પાના પર જઈને આપનો મત આપી દેશો. બાકીની રેક્વેસ્ટો જોતા એમ લાગે છે કે આ કામ થતાં થોડો સમય લાગશે, પણ પેલું કહે છે ને કે "પડે પડે પાકે" તે ન્યાયે આપણે હવે રાહ જોઇએ, પણ કાર્ય ઝડપથી થાય તે માટે શક્ય તેટલા વધુ મતો ત્યાં પડવા જોઇએ. ચાલો સહુ ભેગા મળીને સહિયારો પ્રયત્ન કરીએ.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૦૬, ૬ માર્ચ ૨૦૦૯ (UTC)

ક્ષત્રિય[ફેરફાર કરો]

શ્રી અશોકભાઈ, સીતારામ...જય માતાજી... હજુતો મેસેજ લખ્યો કે તરતજ તમે તેનો અમલ કરી દીધો એ વાતથી ઘણો આનંદ થયો. એવુ લાગ્યુકે મિત્રો વચ્ચેની ભાવના તો પ્રબળ છે જ. તમને લોકોને તકલીફ આપી અને કામ પણ શરૂ કર્યુ તે બદલ તમારો આભાર. મને અફસોસ એ વાતનો છે કે ક્ષત્રિયનો લેખ લખવો તમને કદાચ વધારે યોગ્ય ન પણ લાગે કારણકે તમે તો ક્રાંતિકારી વિચારો ધરાવો છો. અને એવુ વિચારો કે એ બધુ તો પહેલાનાં સમયમાં હતુ પણ હવે એનું કોઈ મહત્વ નથી રહ્યુ. પરંતુ આપણી કોઈપણ પરંપરાને ભુલવી ન જોઈએ એવુ હું માનુ છુ કારણકે આપણે ક્ષત્રિય છીએ તેનુ ગર્વ છે અને મારી રહેણી કહેણી પણ તેવી જ છે. બાકી તો સમાજમાં લોકો નાગા નાચે તો આપણે થોડુ નચાય છે ? મારી પાસે તો રજવાડાનો ઘણો ઈતિહાસ છે જે જાણીને ખરેખર આજનાં રાજકારણીઓ શરમ અનુભવે. કારણકે રાજાની શુ ફરજ, શુ જવાબદારી, શુ મર્યાદા હોય તે આજનાં સંસદમાં બિરાજતા સંસદશ્રી એ સમજવી જોઈએ. આ બધી ચર્ચા આપણે કરીએ છીએ બાકી તેનો અમલ શકય પણ નથી (આજના સમય પ્રમાણે). કારણકે આજે બધાને (અમુક વ્યક્તિને બાદ કરતા) સસ્તુ જીવન જ જોઈએ છે. છતા પણ આપણા ધર્મગ્રંથો નો સહારો આપણે ખુબજ રાહત આપે છે. સારૂ ચાલો તો પછી મળતા રહેજો. પણ પેલો ક્ષત્રિયનો લેખ તો પુરો કરજો જ (ઓર્ડર નથી પણ અરજ છે) લોહી જ એવુ છેને એટલે આવા શબ્દ બોલાય જાય છે માટે માફ કરજો. હેડા હેડા માનવીયુ એવી હેડી હેડી વાતડીયુ. ..સીતારામ...જય માતાજી... --જીતેન્દ્રસિંહ ૦૪:૦૭, ૬ માર્ચ ૨૦૦૯ (UTC)

અશોકભાઈ, આપને પણ હોળીની ઘણી ઘણી વધાઈઓ! હા, મેં લગભગ હોળી ઉપરજ તે લેખ શરૂ કર્યો હતો, તમે ઘણો સુંદર બનાવી દીધો છે લેખને, આભાર. હું પ્રયત્ન કરતો રહું છુ કે વાર તહેવારે જે તે વિષય પર લેખ લખવાની શરૂઆત કરુ, એ બહાને મારૂં કાંઇક યોગદાન થતું રહેને ભાઇ, નહિતર લોકો કહે કે મોટા પ્રબંધક થઈને બેઠા છે અને લોકોના લખેલા લેખમાં અવળચંડાઇ કરતા રહે છે, પણ પોતે કાંઇક લખે તો ખબર પડે. પણ આરંભે શૂરા, એમ શરુ કરીને પછી હું પાછો પાણીમાં બેસી જઉ છું, તમારા જેવા મિત્રો આ લેખોને મઠારે ત્યારે તે ખરેખર દીપી ઉઠે છે. ચાલો ત્યારે હોળીનાં લાડુ ખાજો બરાબર, અમે અમદાવાદીઓ હોળીને દિવસે આખો દિવસ, ધાણી, મમરા અને ચણા ખાઈને ઉપવાસ કરીએ અને સાંજે લાડવા તથા ધુળેટીને દિવસે શ્રીખંડ ખાઇને તહેવારો ઉજવીએ છીએ, તમારે કાઢીયાવાડમાં શું રિવાજ છે?--ધવલચર્ચા/યોગદાન ૧૩:૪૯, ૧૦ માર્ચ ૨૦૦૯ (UTC)

ઝર્રા નવાઝી કે લિયે શુક્રીયા[ફેરફાર કરો]

તો આપ મારા કરેલ ફેરેફાર પર નજર રાખો છો. મને ખરેખર લાગ્યું ન હતું કે કોઈ મારા અનુવાદિત લેખને જોએ પણ છ્હે કે કેમ? આપ ના પ્રોત્સાહન માટે આભાર. ખરે ખર્ તો માર્ચ હોવાથી ઓછો સમય મળે છે. પણ પ્રયત્ન છાલુ છે. વચમાં દોસ્તાના ફીલ્મનું ગીત સંભળ્યુ. "જાને ક્યોં દીલ જાન્તા હૈ તુ હૈ તો આઈ વીલ બી ઓલ્ રાઈટ" ભલે આ ગીત અગ્રેજી અને હીંદી શબ્દોનુ મિશ્રણ છે પણ શબ્દોનો મેળ ખુબ સુંદર છે. શક્ય બને એક વખત ધ્યાનથી સાંભળી જો જો. --sushant ૦૪:૧૯, ૧૩ માર્ચ ૨૦૦૯ (UTC)

અશોકભાઈ, સહુનો આભાર માન્યો પણ તમારો તો આભાર માનવાનું જ રહી ગયું હતું, તમારા મત માટે. ખરેખરતો એ આખાય અધ્યાયની શરાતનઅ પ્રેરણાસ્ત્રોત તમે જ છો. જો તમે પાછળ ના પડ્યા હોત તો કદાચ હજુ તે પ્રકરણ શરૂ થયું ના હોત. મેં હમણા જ સતિષભાઇને લખ્યું છે કે આપણી અરજીને Verified as eligible એટલેકે વ્યાજબી ગણીને તેના પર કામ તો શરૂ કરી દેવામાં આવ્યું છે, તેના વિશ્લેષણનું કાર્ય પણ આરંભી દેવામાં આવ્યું છે. બને તેટલું જલ્દી આપણુ કામ થાઇ જાય તે માટે હવે પ્રયત્નો કરતો રહીશ, પણ ત્યાં સુધીમાં ત્યાં પણ યોગદાન કરતા રહેજો.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૪૩, ૧૩ માર્ચ ૨૦૦૯ (UTC)

ફરી વખાણ[ફેરફાર કરો]

આપે આપેલ પ્રવચન પણ સ આંખો પર. ખરેખર, આપે કહેલી વાત મને ગમી. તે તો સાવ સાચી વાત કે ભલે કોઈ જુએ કે ન જુએ પણ અપને કઈંક સારું કર્યાનો સંતોષ અનન્ય હોય છે. સામાન્ય જીવનની આવી નાનું તત્વ જ્ઞાન આપણે સૌ જાણીએ છીએ, પણ ક્યારેક ભૂલી જઈએ, આવી વાતો યાદ દેવડાવે એવા પણ મિત્રની જરૂર હોય છે, અંગ્રેજીમાં કેહે છે તેમ ફ્રેંડ,ફીલોસોફર એન્ડ ગાઈડ. અમારા હૃદયમાં એ પોસ્ટ ખાલી છે, અને આપને માનદ્ આમંત્રણ છે. સુશાંત --122.174.74.162 ૦૩:૫૭, ૧૪ માર્ચ ૨૦૦૯ (UTC)

અશોકભાઇ, આપનો ખૂબ ખૂબ આભાર. આ લેખની સંખ્યા વધારવામાં મારો ફાળો ખરો, પણ આ લેખોને સમૃધ્ધ કરનારા આપ સૌ મિત્રોનો સાથ મળવાથી ગુજરાતી વિકિ ગૌરવશાળી બન્યું છે. આથી નિયમિત મુલાકાત કરતા આપ સહુ મિત્રો તેમ જ ધવલભાઇ પણ આ ગૌરવના અધિકારી છો એવું મારું માનવું છે. વધુમાં આપની બાળગીત વિશેની વાત પર હું ચોક્કસ આગળ વધીશ. બસ ત્યારે આવજો.--સતિષચંદ્ર ૧૩:૫૭, ૧૫ માર્ચ ૨૦૦૯ (UTC)

અશોકભાઇ, નમસ્કાર. ઢાંચો બનાવી તમે મહત્વના દિવસોની શ્રેણીના લેખોને ચાર ચાંદ લગાવી આપ્યા છે. તમારો ખૂબ ખૂબ આભાર.--સતિષચંદ્ર ૦૪:૩૩, ૧૯ માર્ચ ૨૦૦૯ (UTC)
અશોકભાઈ, મને ઘણી વખત શરમ આવે છે કે હું કેમ પ્રબંધક બની બેઠો છું, પ્રબંધક તો તમારે હોવુ જોઈતું હતું, આવા (ઢાંચો:માસ) સુંદર ઢાંચાઓ અને ઇન્ફોબોક્સો (બાયોગ્રાફી) બનાવીને તમે તો લેખોને ચાર ચાંદ લગાવી દો છો, તથા તેને કારણે અન્ય મિત્રોનું કામ ઘણુ સરળ થઈ જાય છે. આપને કહેવા માટે 'આભાર' શબ્દ ખુબ વામણો છે.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૩૭, ૧૯ માર્ચ ૨૦૦૯ (UTC)
અશોકભાઈ, જય માતાજી...સીતારામ. આપણા ધવલભાઈની સાથે હું બીલકુલ સહમત છું. કારણકે તમને બપોરે ફકત ૨ કલાકનો જ સમય હોય છે છતા પણ તમે કેટલી બધી સુંદર માહીતીઓ ઉમેરતા રહો છો. આપે જે માસ:ઢાંચો બનાવ્યો તે ખુબજ સરસ છે. આ બધા વખાણ તમને ચણાનાં ઝાડ ઉપર ચડાવવા માટે નથી કરતા, પણ અત્યારે તમે,ધવલભાઈ,સુશાંતભાઈ,મહર્ષિભાઈ અને સતિષચંદ્રની તો વાત જ શું કરવી ભાઈ, વિકિની ખુબજ માવજત કરી રહ્યા છો. જે ખરેખર અભિનંદન ને પાત્ર છે. માટે બધાને અહીથીજ અભિનંદન આપુ છુ. ચાલો તો સીતારામ...--જીતેન્દ્રસિંહ ૧૪:૦૪, ૧૯ માર્ચ ૨૦૦૯ (UTC)

ઍફીલ ટાવર[ફેરફાર કરો]

અશોકજી, આ ગ્રે બ્રેકેટ પર મે સવારે રીસર્ચ કરતા કરતા તે શોધી કાઢ્યું હતું અને તે બોક્સ આજે સવારે હટાવી દીધા હતાં.તમે મારી તકલીફ દૂર કરવા આટલી મહેનત કરી તે હૃદયને સ્પર્ષી ગયું. ક્ષિતીજ પર એક નવા એડમીનીસ્ટ્રેટરનો ઉદય થતો મને દેખાય છે. જો તમે તે પોસ્ટ માટે ઊભા રહ્યાં તો મારો ૧૦૦ % મત તમારે માટે! --sushant ૧૨:૦૧, ૨૮ માર્ચ ૨૦૦૯ (UTC)

ક્ષત્રિય લેખ[ફેરફાર કરો]

અશોકભાઇ, નમસ્કાર. ક્ષત્રિય લેખ ખૂબ જ સરસ રીતે અનુવાદ(ભાવાનુવાદ) થયો છે, તે બદલ ધન્યવાદ. વધુમાં તમે વર્ષના દિવસોને રોજેરોજ ન્યાય આપો છો તે મને ખૂબ જ ગમ્યું છે. બસ ત્યારે રજા લંઉ છું.--સતિષચંદ્ર ૨૧:૦૭, ૨૯ માર્ચ ૨૦૦૯ (UTC)

શ્રી અશોકભાઈ, જય માતાજી...સીતારામ...ક્ષત્રિય લેખનુ અનુવાદ તમે ખુબજ સરસ કર્યુ છે. ખાસતો હું તમારો આભારી છું કારણકે કોઈ વ્યક્તિ પાસે પારસમણી હોઈ પણ તેનો ઉપયોગ શું થાય તે ખ્યાલ જ ન હોય તો તેનું મુલ્ય કાંઈ નથી. આમ ક્ષત્રિય વિષે ઈંગ્લીશમાં લેખ હતો પણ ઈંગ્લીશમાં ટપ્પા પડવાતો જોઈએને ભાઈ ? માટે હું ખાસતો ફરી એકવાર તમારો આભાર માનું છું કે આ અનુવાદ કરીને મને પણ ઘણીબધી માહિતી આ લેખમાંથી મળી છે. ખુબજ સરસ છે. પણ મને લાગે છેકે હવે હું જ તમને કામ સોપુ તેનાં કરતા હવે મારો વારો. જેથી મને મારા લગતુ કાંઈક કામ વિના સંકોચે સોપો તેવી વિનંતી, અરજ છે. બાકી તો બધાજ મિત્રો નો વિકિ ને સારો સહકાર મળી રહ્યો છે. તેમાં પણ આપણા સતિષચંદ્રજી તો પુરબહારમાં ખીલેલા છે. અને તે તેવા જ ખીલેલા રહે તેવું કરજો. મારો એક વાંધો એ છે કે મજાકની વાત કરવી હોય ત્યારે તમે જે નિશાનીઓ દર્શાવો છો તે શેની છે તે ખ્યાલ નથી આવતો. બાકી તમે જેમ સતિષચંદ્રજીને કહ્યુ તેમ ગુરૂ કરતા શિષ્ય બનવુ સારૂ, વક્તા કરતા શ્રોતા બનવુ સારૂ તેવીજ રીતે આપણા પ્રબંધકશ્રી ધવલભાઈને આ કાર્યમાં મદદરૂપ થવુ સારૂ (મારી દ્રષ્ટીએ). બાકી તો તમારૂ માર્ગદર્શન ખુબજ ખીલી રહ્યુ છે. બધાજ મિત્રોને જય માતાજી...સીતારામ...હરે કૃષ્ણ...--જીતેન્દ્રસિંહ ૦૩:૪૪, ૩૦ માર્ચ ૨૦૦૯ (UTC)

નવો ઢાંચો[ફેરફાર કરો]

અશોકભાઇ, નમસ્કાર. તિથીઓ વિશે સુંદર ઢાંયો તૈયાર કરી આપવા બદલ ધન્યવાદ. મારી પાસે કોઇ યુનિવર્સિટી હોત તો આપને ઢાંચા:વિશેષજ્ઞ તરીકેની ડોક્ટરેટની પદવી ચોક્કસ એનાયત કરી હોત :-). જો કોઇ પંચાંગ, કેલેન્ડર, પુસ્તકમાંથી તિથીઓ પ્રમાણે કોઇ સંદર્ભ મળે તો હું સહયોગ આપીશ. બસ ત્યારે, બાલગોપાલોની પરીક્ષાઓનું ટાણું છે, સાચવી લેશો. --સતિષચંદ્ર ૦૨:૦૫, ૪ એપ્રિલ ૨૦૦૯ (UTC)

શ્રી અશોકભાઈ, જય માતાજી - સીતારામ... વાહ..વાહ..તમારૂ કામ અત્યારે તો એવુ ચાલે છે કે તમારો આભાર રોજેરોજ માનવો પડે. રામનવમીનાં દિવસે અડધો દિવસ મળ્યો તો પણ વિકિની સેવામાં લાગી ગયા જે એક વિકિ પ્રત્યેનાં પ્રેમનું પ્રતિક ગણાવી શકાય. જેમ સતિષચંદ્રજી એ કહ્યુ તેમ તમને કાંઈક ડોકટરેટની પદવી મળે તેવુ કરવુ પડશે અમારે. તો તિથીઓ વિષે સુંદર ઢાંચો તૈયાર કરવા બદલ ખુબખુબ આભાર...--જીતેન્દ્રસિંહ ૦૪:૩૦, ૪ એપ્રિલ ૨૦૦૯ (UTC)
  • પ્રોત્સાહિત કરવા બદલ આપ સૌનો હાર્દિક આભાર. --અશોક મોઢવાડીયા ૦૬:૫૧, ૫ એપ્રિલ ૨૦૦૯ (UTC)
અશોકભાઈ, તમે કશું કામ કરો અને એમા મારે કશું જોવા જેવું હોય તેવું ક્યારેય બન્યું છે? તમે ખરેખર ખુબજ સુંદર બનાવ્યા છે બન્ને ઢાંચાઓ. ભગવદ્ ગીતાનો ઢાંચો તો ખુબ સુંદર છે જ, પરંતુ તેના કરતા વધુ સુંદર છે તમારૂ કાર્ય, વિકિસોર્સમાં ભગવદ્ ગીતા લખવાનું, મારું તે સ્વપ્ન હતું, કે નવરાશની પળોમાં ગીતા લખવી. તમે મારૂ સ્વપ્ન વગર મહેનતે ફળીભૂત કરી આપ્યું. એક સુચન, કે તેમાં દરેક શ્લોકના અંતે અધ્યાયનો નંબર ન લખતા ફક્ત શ્લોકનો જ નંબર લખીએ તો તે વધુ ઉચિત રહેશે, કેમકે તે જ પ્રચલિત રીત છે. આ ઉપરાંત તિથીનાં ઢાંચામાં મેં જરાક દોઢ ડહાપણ કરવાનું વિચાર્યું અને અહીં એક પ્રયોગ કર્યો છે, સમય મળ્યે જોઇ જશો, આપણે સહિયારી રીતે તેને વધુ સારો બનાવી શકીશું.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૩૪, ૭ એપ્રિલ ૨૦૦૯ (UTC)

શ્રી અશોકભાઈ, જય માતાજી...સીતારામ...

શ્રી ઉપવાસીબાપુની પુણ્યતિથીએ મારામિત્રો સાથે દાણીધાર ગયો હતો અને તમોને યાદ પણ કર્યા હતા. અને આજે તમોએ બાપુની તિથી વિષે લખવાનુ અધુરૂ કામ પુર્ણકરવા ધ્યાન દોર્યુ તે બદલ આભાર અને તેમાં સંવત લખવાની રહી ગઈ હતી તેના તરફ ધ્યાન દોરવા બદલ ફરી એકવાર આભાર...બસ આવુ કહેતા રહેશો તો જ મને મજા આવશે મને કદી ખોટુ લાગશે નહી:-) આભાર...--જીતેન્દ્રસિંહ ૧૧:૨૯, ૬ એપ્રિલ ૨૦૦૯ (UTC)

ભાષાંતર[ફેરફાર કરો]

અશોક ભાઈ આપ સોર્સ પર ગીતાજીનું અનુવાદ કરો છો તે ઘણી સારી વાત છે. આપને ધન્યવાદ. મારું કાર્ય વીકી પર ચાલુ રાખીશ. --sushant ૦૪:૫૪, ૮ એપ્રિલ ૨૦૦૯ (UTC)

અમારે સ્વામિનારાયન્ મન્દિર્ મા મનિયારો રાસ્ કર્વાનો છે. મારિ પાસે એના માતે કોઇ કેસેટ નથિ.તમે મને મદદ્ કર્સો.?

ઢાંચો!!!!=[ફેરફાર કરો]

ધવલ અને આશોકજી, આ ઢાંચો મારા માથા નો દુખાવો થઈ ગયો છે. મારા ઍફીલ ટાવરના ભાષાંતરમાં શરૂઆતમાં એક ઢાંચો infobox skyscraper દેખાય છે.એડીટ મોડમાં અને અંગ્રેજીના મૂળ લેખમાં એક બોક્સ દેખાય છે. તેને ગુજરાતીમાં કેમ જોઈ શકાતો નથી? આ ઢાંચો કેમ બનાવાય અને શું છે? મને માહીતી આપશો. --sushant ૦૭:૦૭, ૧૬ એપ્રિલ ૨૦૦૯ (UTC)

અશોકજી, આપની ઢાંચા, વિષયક માહીતી બદ્દલ ઘણો ઘણો આભાર. આ માહીતી ઘણી ઉપયોગી બની અને ઢાંચો એ શું છે તે મને ખબર પડી અને તેની ઉપર કેમ કામ કરવું તે પણ જણાયું. ઍફીલ ટાવરમાં મેં તેની પર પ્રયોગ પણ કર્યો અને તે સફળ રહ્યો. આગળ શું આપને વધુ તકલીફ આપી શકું કે? જો વાંધો ના હોય તો મરું જ્ઞાન વધારરબા આપ હવે મને એક વાત સમજાવશો? આ શ્રેણીઓ કેમ બનાવવી અને લેખમાં જે વિકી સોર્સ જેવી લીન્ક કેવીરીતે ઉમેરવી? --sushant ૦૪:૫૪, ૧૭ એપ્રિલ ૨૦૦૯ (UTC)

આશોકજી, ખરું પૂછો તો મને સુદ્ધાં ખબર નથી કે મને કયા ટાવર બદ્દલ ધન્યવાદ મળ્યાં. મેં એક તો ઍફીલ ટાવર અને બીજો પીઝાનો ઢળતો મિનારો આ બે ટાવર પર કામ કર્યું છે.જેને વિશે હોય તેને વિશે આંબા મળ્યા પછી તે શા માટે મળ્યા ત કોણ પૂછે, તેને તો ઝટપટ ખાઈ જવાના અને બીજા આંબા મળે તેવા પ્રયત્નોચાલુ રાખવાના. --sushant ૦૪:૦૪, ૨૫ એપ્રિલ ૨૦૦૯ (UTC)

તમારી ખોટ સાલતી હતી[ફેરફાર કરો]

અશોકભાઈ, તમારી ખોટ અમને ખુબ સાલતી હતી. તમે તો યાર રજાઓમાં "પરિવાર" સાથે ફરી આવ્યા, પણ જો,ખરેખર પરિવાર સહિત ગયા હતા તે વાત હું માનવા તૈયાર નથી. કેમકે, અમને તો લઈ નહોતા ગયા, અને શું અમે બધા મિત્રો તમારા પરિવારમાં નથી? આ વિકિપરિવારા એક પરિવાર જ તો છે. ચાલો મજાક બાજુએ મુકીને, માફી માંગુ છું, કે છેલા બે દિવસના લેખો બનાવી નથી શક્યો, છતાં તમે મહાનતામાં મારો આભાર માન્યો, જેને માટે હું ખરેખર લાયક નથી. પરંતુ, તમારૂ કામ કરવામાં મઝા ખુબ પડી.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૩૭, ૨૫ એપ્રિલ ૨૦૦૯ (UTC)

અશોક્ભાઈ મે ૧ વિષેની મુંઝવણ મેં દૂર કરી દીધી છે. આ લેખમાં મેં ફક્ત ચોકઠુ ઉમેર્યું છે, આ ઘડીએ થોડો સમયનો અભાવ છે માટે બાકીની માહિતિ ઉમેરતો નથી, પરંતુ થોડી વારમાં નવરો પડુ એટલે ઉમેરીશ (જો તમે ત્યાં સુધીમાં નહી ઉમેરી દીધી હોય તો). અને પહેલા જે લેખ 'મે ૧' હેઠળ હતો તેમાંથી જરૂરી માહિતિ રાખીને, નકામી માહિતિ દૂર કરી છે અને તેને ગુજરાત દિન નામે લેખ બનાવ્યો છે, અને એટલું જ નહી, મે ૧ની શરૂઆતમાં સંશય દૂર કરતી તે લેખની કડી પણ ઉમેરી છે. બીજી કોઇ સેવા હોય તો જણાવો.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૩૧, ૧ મે ૨૦૦૯ (UTC)

શ્રી અશોકભાઈ, જય માતાજી...સીતારામ... મારુ હારૂ ગજબ થઈ ગયો...પહેલીવાર જ મેં ઢાંચો બનાવ્યો અને ચારેબાજુથી અભિનંદનની વર્ષા થઈ અને તેમાં તમે પણ હતા, તમારા બધાનાં પ્રોત્સાહન બદલ જ તે ઢાંચો કદાચ સુંદર બન્યો હશે તેવુ મારૂ માનવુ છે. કારણકે ઘણીવખત એવુ બને કે કોઈ આપણુ કાર્ય વખાણે એટલે આપણને તે કાર્ય તેથી પણ વધુ સારૂ બને તે માટે પ્રયત્ન કરવાનો ઉત્સાહ જાગે છે અને બન્યુ પણ એવુજ. બીજુ કે મે તમારા સુચનની પણ નોંધ લીધી છે, જેથી હું રાજ સમઢીયાળા જેવા ગામોની માહીતી એકઠી કરીને ફોટાઓ સહીત લેખમાં ઉમેરીશ, તેમજ જરૂરી સુચનો આપશોજી અને યોગ્ય લાગે ત્યાં ફેરફાર કરશોજી. બાકી ક્યો શુ ચાલે છે? પેલી આપણી સતસંગની ચર્ચા કયાંક અટકી ગઈ છે તે વહેતી રાખો ભાઈ..આપણને કયાંક કામ લાગશે.આભાર--જીતેન્દ્રસિંહ ૦૮:૪૧, ૨ મે ૨૦૦૯ (UTC)

ચિત્રો માટે માર્ગદર્શન[ફેરફાર કરો]

અશોક્ભાઈ, આ શું? તમે તો માસ્ટર છો યાર, તમારે માર્ગદર્શનની જરૂર ક્યાંથી પડી? ખેર, તમે કહ્યું છે તેમ, અંગ્રેજી વિકિમાંથી કોમન્સમાં કોઇ પણ ફાઇલને જો તમારે તમારા નામ સાથે જોડવી હોયતો, તેને પહેલા ડાઉનલોડ કરવી પડશે, ડાઉનલોડ કર્યા પછી, કોમન્સનાં મુખપૃષ્ઠ પર ડાબી બાજુ રહેલી ફાઇલ ચડાવો {Upload File) કડી પર ક્લિક કરતા જે પાનું ખુલે તેમાં ચોથા પર્યાય "It is from another Wikimedia project (Wikipedia, Wikibooks, Wikinews, etc.)" પર ક્લિક કરતા જે ફોર્મ ખુલે તેમાં જરૂરી માહિતિ ઉમેરી ફાઇલ ચડાવવી.

આ પાનાં પર માંગવામાં આવતી માહિતિ જો અંગ્રેજી કે અન્ય વિકિમાંથી સીધે સીધી લેવી હોય (હું તે પ્રીફર કરું છું) તો ખુલેલા પાનાં પરનાં બીજા ફકરામાં "Use the CommonsHelper tool to easily ...." વાળી કડી પર ક્લિક કરવાથી એક નવું ફોર્મ ખુલશે. આ ફોર્મમાં જે તે વિકિપીડિયાની માહિતિ ઉમેરી ને પાનાને અંતે આપેલા બટન "Get Text" પર ક્લિક કરતાં આપોઆપ અગાઊનાં ફોર્મમાં ઉમેરવાની જરૂરી માહિતિ, જેવીકે, ફાઇલનું વર્ણન, ચઢાવ્યા તારીખ, લાઇસન્સ, ચઢાવનાર સભ્યનું નામ અને તમારું નામ, વિગેરે ઉપરાંત બંધ બેસતી શ્રેણીઓ બધુંજ તમને ટેક્સ્ટનાં રૂપમાં {{ }}ની વચ્ચે મળી જશે, હવે જે પાનું ખુલે (અગાઉનું ફોર્મ) તેમાં તમારે ફક્ત ફાઇલનો પાથ (તમારા મશીન પર) અને તેનું ઇચ્છિત નામ (ધ્યાન રાખવું કે બરાબર અંગ્રેજી વિકિમાં હોય તેવુંજ નામ આપવું જેથી લેખમાં ફેરફાર ના કરવો પડે) આપવાનું રહેશે. બસ, હવે "અપલોડ ફાઇલ" પર ક્લિક કરવાથી તમારું કામ થઈ જશે.

મેં ઉપર જણાવ્યું તું તેમ, જો તમારે કોમન્સમાં ફાઇલ તમારા નામ સાથે ના જોડવી હોય તો, CommonsHelper toolમાં "Get Text" બટનની ઉપર એક ચેક બોક્સ છે, "Directly upload file (using commons user name 'File Upload Bot (Magnus Manske)')" લખેલું, આ બોક્સમાં ટીક કરવાથી, તમારે ફાઇલને તમારા મશીન પર ડાઉનલોડ કરવાની જરૂર નહી પડે, તે આપોઆપ અંગ્રેજી કે અન્ય વિકિમાંથી તેને લઈને અહિં અપલોડ કરી દેશે.

હવે "રાષ્ટ્રીય" શબ્દને "રાષ્ટ્રીય" કરવા બાબતે, આ કામ જેમ આપણે વર્ડ કે એક્સેલમાં "ફાઇન્ડ-રિપ્લેસ" કમાન્ડ વાપરીએ છીએ તે રીતે અહીં પણ થઈ શકે છે, જેને માટે પાયવિકિ Pywiki ડાઉનલોડ કરવું પડે છે, કામ થોડું અટપટુ છે, પણ હું તે શીખી રહ્યો છું, જો મેળ પડશે તો હું કરી દઇશ અને મને સમજાઇ ગયા પછી, તમને સમજાવીશ. આ સિવાય અન્ય બોટ્સનો સંપર્ક કરીને તેમને પણ કહી શકાય, બોટ્સ આ પાયવિકિનો ઉપયોગ કરતા હોય છે, તેઓ પણ આપણું કામ કરી આપે. ડર છે કે સરળ બનાવવા માટે લખેલો લાંબો જવાબ અટપટો ના લાગે, જો ક્યાંય અટવાવ તો જણાવજો.--ધવલચર્ચા/યોગદાન ૦૮:૫૭, ૭ મે ૨૦૦૯ (UTC)

લો હાજર[ફેરફાર કરો]

શ્રી અશોકભાઈ, જય માતાજી...સીતારામ... તુમને પુકારા ઔર હમ ચલે આયે:-) અમારે નોકરીયાતોને વેકેશન હોય ? તેવા નશીબ અમારા કેવા ભાઈ, અને તમે એકલા એકલા વેકેશન કરી આવ્યા અને વળી પાછા અમને વેકેશનનું કહો છો તમારી હિંમત જ કેમ થઈ આવુ કહેવાની, હવે પછી ધ્યાન રાખજો નહીતર કાયદેસર કરીશ, તમે જે હોય તે સમજ્યાને ? હાહાહા..:):):):-)...

હમણા જ એક દિવસ સતિષચંદ્રજીનો ફોન હતો અને તમને પણ યાદ કર્યા જ હતા. બાકી તમારી અને ધવલભાઈની ઉચ્ચકક્ષાની ચર્ચા ચાલતી હોય તેમાં મારા જેવાને તો ટપ્પા જ ના પડે. તમે ટ્રાન્સલેટ વિકિ પર ખાતુ ખોલ્યુ તે અમારા જેવા મિત્રો માટે ખુશીની વાત છે, કારણકે અમને તમારો જે સહકાર વિકિપીડિયામાં મળે છે તે ત્યાં પણ બધાને મળશે. ત્યાં તમારા એકાઉન્ટમાં (gu-N અંગ્રેજી આ સભ્યની માતૃભાષા છે.) તેવુ લખ્યુ છે આપણે તો કાઠિયાવાડી નૈ ? કદાચ (સરતચૂક :-) ) સુધારો !!. બાકીતો હવે જુનાગઢની કેરીની સુગંધ આવવા માંડી છે. એટલે કદાચ ટુંક સમયમાં જ પધારવાનુ થશે. અને તમારે કયારેય પધારવાનુ નથી ? તમે પગમાં શું મેંદી મુકી છે ?:-):-)આભાર..જય માતાજી--જીતેન્દ્રસિંહ ૦૫:૧૬, ૧૦ મે ૨૦૦૯ (UTC)

ઢાંચો:સસ્તન પ્રાણીઓ[ફેરફાર કરો]

અશોક્ભાઈ, હંમેશની જેમ અ વખતે પણ સુંદર ઢાંચો બનાવ્યો છે. તમે બનાવો તેમાં કશો સુધારો કરવાનો હોય ક્યારેય? મેં ફક્ત તમે જણાવેલી બાબત, બોક્સની પહોળાઇમાં સુધારો કરીને તેને થોડું સાંકડુ કર્યું છે, હવે બરાબર લાગે છે. તમે પણ જોઈ જજો. બીજી, એક બાબતે ધ્યાન દોરવાનં કે, શાસ્ત્રીયનામ આ શબ્દ યોગ્ય નથી લગતો, મારા મતે 'વૌજ્ઞાનિક નામ' વાપરવું જોઈએ, કેમકે શાસ્ત્રીય નામ એટલે કયા શાસ્ત્રનું નામ એવો પ્રશ્ન થાય. આમ જોવા જાવતો 'પ્રાણી શાસ્ત્ર'નું નામ એટલે શાસ્ત્રીય નામ એમ સાચું છે, પણ કોણ જાણે બેસતુ નથી. તમે પણ વિચારી જોજો. અંગ્રેજીમાં તેને 'ક્લાસિકલ નેમ' કહે છે, એટલે કદાચ ગુજરાત સરકારે તેનું શાસ્ત્રીય નામ એવું ભાષાંતર કર્યું હશે. જે હોય તે, આ ફક્ત એક સુઝાવ છે, અમલ કરવો જ એવું આવશ્યક નથી. વળી આ ઉપરાંત આ નામો માટે દ્વિનામી નામ (બાયનોમિયલ નેમ) શબ્દ પન વપરાય છે, કારણકે તે નામો ઓછામાં ઓછા બે નામનાં બનેલા હોય છે, જેમાં પહેલું નામ પ્રજાતિનું અને બીજું જાતિનું છે. કેમકે હું હંમેશા 'વૈજ્ઞાનિક નામ' કહેતો આવ્યો છું માટે મને તે યોગ્ય લાગે છે, પણ શક્ય છે કે ખરી પરિભાષામાં શાસ્ત્રીય નામ જ વપરાતું હોય. અને છેલ્લે, આ શાસ્ત્રીય નામ જ્યારે લખીએ ત્યારે Genus (પ્રજાતિ)ના નામનો પહેલો અક્ષર કેપીટલમાં અને species (જાતિ)નાં નામનો પહેલો અક્ષર સ્મોલમાં લખવામાં આવે છે જે મેં વાઘ અને એશિયાઇ સિંહમાં સુધાર્યું છે.

ટ્રાન્સલેટ વિકિમાં ઘણા શબ્દોનું ભાષાંતર કરવાનું બાકી છે, આપનોખકાર મળી રહેશે તો ઘણી મદદ થશે. આપણે તે વિષે ત્યાં જ ચર્ચા કરીએ.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૪૮, ૧૧ મે ૨૦૦૯ (UTC)

"રાષ્ટ્રિય" અને "રાષ્ટ્રીય"[ફેરફાર કરો]

અશોકભાઈ, તમે સુચવ્યા મુજબ બધાજ "રાષ્ટ્રિય" શબ્દનું "રાષ્ટ્રીય" કરી દીધું છે. હવે મને એક નવો ધંધો મળી ગયો છ્હે, થોડા દીવસ આમાં ખોવાઈ જવાશે તેમ લાગે છે. કોઇક ભૂલો ધ્યાનમાં આવે તો જણાવજો.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૦૬, ૧૪ મે ૨૦૦૯ (UTC)

નૈમિસાર અને બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

અશોકભાઈ, ખરૂ કહું તો મને આશા નહોતી કે કોઈ પણ મારા આ પગલાને સ્વિકારશે, કેમકે ભૂતકાળમાં પ્રતિબંધને પગલે મેં ઘણા પ્રતિભાવો મેળવ્યા છે. તમે કહ્યું તેમ, તારિખ અને તીથીઓ તથા અન્ય લેખોમાં ઉમેરવામાં આવતી બાહ્ય કડીઓ જે તે લેખને લગતી જ હોય છે. બીજું કે કોઇ પણ લેખમાં જ્યારે આપણે બાહ્ય કડી ઉમેરીએ ત્યારે તે કડી જે તે વિષયને લગતી વધુ માહિતિ પુરી પાડતી હોવી જોઈએ, જે તમે કરો છો. તમે અને અન્ય નિયમિત સભ્યો કે જે નિયમિત પણે રચનાત્મક યોગદાન કરો છો, તે સહુ આપણી નીતિઓથી પરિચિત છો, હું કહીશકે વિકિ એક શાળા છે, જેમ આપણી શાળાનાં અમુક નિયમો હોય છે, જે શક્ય છે કે આપણા મિત્રની શાળાનાં નિયમો કરતા જુદા હોય, પરંતુ જ્યારે આપણે શાળામાં ભણવા જઈએ ત્યારે ધીમે ધીમે આપણને નિયમોની જાણ થાય છે. શક્ય છે કે શરૂઆતમાં જ્યારે આપણે શાળા બદલી હોય ત્યારે નિયમોથી અજાણ હોવાને કારણે ભુલો કરીએ, પરંતુ જ્યારે કોઇક આપણું ધ્યાન દોરે ત્યારે આપણે તે નિયમોનું પાલન કરીએ છીએ, જો સતત નિયમ ભંગ કરતા રહીએ તો શાળામાંથી નિકાલ થઈ જાય. લગભગ દરેકે દરેક લેખમાં આપણે ભગવદ્ગોમંડલ કે પછી, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર અને સંદેશ જેવા દૈનિકોની કડી ઉમેરી શકીએ કેમકે છાપાં હોવાને કારને તેમાં ક્યારેકને ક્યારેક તો કોઈક માહિતિ પ્રગટ થઈ હશે, પરંતુ તેવું નથી કરતાં. તે જ રીતે આ વીથી એક જાહેરાતોની વેબસાઈટ છે, તેને અહીં કોઇ સ્થાન નથી, અને તે પણ ખુલ્લેઆમ જાહેરાત કરવા માટેનું આ માધ્યમ નથી. હું, સુશાંત, મહર્ષિભાઈ, જીતેન્દ્રભાઈ અને સતિષભાઈ, અમે તો સહુ નોકરીયાત માણસો છીએ, પરંતુ તમે તો વ્યવસાયિ છો, તમે પોતાનો ધંધો ચલાવો છો, તો શું તમે તમારા વ્યવસાયની જાહેરાત અહીં ક્યારેય કરી? કોઇ ના કરે, આવા જડ માણસો જ કરે, અને માટે વખતો વખત તેમને ચેતવણી આપ્યા પછી, ના છુટકે તેમના પર પ્રતિબંધ મુકવો પડે છે. આશા ચ્કે કે અન્ય મિત્રો પણ મારા આ પગલાથી ઓછા નારાજ થશે.--ધવલચર્ચા/યોગદાન ૦૮:૨૪, ૧૫ મે ૨૦૦૯ (UTC)

વિકિ વિષે સમસ્યા[ફેરફાર કરો]

અશોક્ભાઈ, સાલુ કશું સમજાતું નથી, આવું કેમ થતું હશે, જો કે ૨-૩ દિવસથી વિકિનાં સર્વરમાં તકલીફ તો છે, સામાન્ય કરતા થોડો વધારે સમય લાગે છે પેજ લોડ થવામાં, પણ તમે કહો છો તેમ ૫-૭ મિનિટનો પણ નહી. જો કે મારે અહીં ૮ એમ.બી.નું બ્રોડબેન્ડ છે, અને આપણે ત્યાં ભારતમાં મને ખ્યાલ છે ત્યાં સુધી હજુ ૫૧૨ કે.બી. કે પછી ૧ એમ.બી.નું જ હોય છે, જેનાથી પણ ફેર પડી જતો હશે. પરંતુ સતિષભાઈની નવા પાનાં બનાવવવાની હાલની ઝડપ અને પહેલાની ઝડપ સરખાવતા કાંઇ ખાસ ફેર પડ્યો હોય તેમ લાગતું નથી. તમે વિન્ડોઝનું કયુ વર્ઝન વાપરો છો? શક્ય છે કે નવેસરથી તમારૂ કમ્પ્યૂટર બિલ્ટ કર્યા પછી તેમાં કુકીઝ એનેબલ ના કરી હોય, કે જાવા રન ટાઇમ કોન્સોલ ઇન્સ્ટોલ ના કર્યું હોય, તમને કુકીઝ એનેબલ કરતા આવડે છે? તેમ કરી જુઓ કદાચ આ તકલીફ દૂર થઈ જાય. જો મેળ ના પડે તો બીજું કંઇક વિચારીશું.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૩૦, ૨૧ મે ૨૦૦૯ (UTC)

આપની સમસ્યામાંથી બહાર નીકળવાના આનંદમાં અમે સૌ મિત્રો સહભાગી છીએ. આપણે બધા ભેગા મળી રસ્તો શોધીએ તો સરળતા ઘણી જ રહે, એવો સરસ બોધ આ સમસ્યામાંથી આપણને પ્રાપ્ત થયો. બસ ત્યારે, અંતે મળતા રહેજો એમ ન કહેતાં લખતા રહેજો એમ કહું છું. --સતિષચંદ્ર ૦૭:૪૦, ૨૩ મે ૨૦૦૯ (UTC)

ઢાંચો:સસ્તન પ્રાણીઓ અને ઢાંચો:wikispecies[ફેરફાર કરો]

અશોકભાઈ, ચાલો આનંદ છે કે મારા ઢાંચો:સસ્તન પ્રાણીઓ અને ઢાંચો:wikispeciesમાં કરેલા દોઢ ડહાપણને તમે સરાહો છો, એ જ તો તમારી મહાનતા છે. આમ તો તમારા લખેલા લેખોમાં કાંઈ સુધારવા લાયક હોતું નથી, એટલે હું મોટેભાગે જોતો નથી, પરંતુ આ જરા મારા રસનો વિષય રહ્યો એટલે તેમાં ડોકીયું કર્યું. ખરૂ કહુંતો, 'ઢાંચો:સસ્તન પ્રાણીઓ'નું નામ વાંચીને એમ થયું કે જે રીતે આજ-કાલ આપણા જીતેન્દ્રભાઈ રાજકોટ જિલ્લાનાં તાલુકાઓ અને તે તાલુકાઓનાં ગામોનાં ઢાંચા બનાવે છે, તેમાં દરેક તાલુકા અને દરેક ગામોનાં નામ લખે છે, તો જરા જોઉંતો ખરો કે તમે આ ઢાંચો કેટલો મોટો બનાવ્યો છે? સેંકડો સસ્તન પ્રાણીઓનો સમાવેશ તમે તેમાં કેવી રીતે કર્યો છે? પણ જ્યારે જોયું તો જણાયું કે તે તો ઇન્ફોબોક્સ છે, અને આદત સે મજબુર, એક વાર કોઈ પાનું ખોલું અને તેમાં કશું દોઢ ડહાપણ ના કરૂં તો હું ધવલ ના કહેવાઉં ને, તે વાંકે જરા ચાંપલાશ કરી નાંખી. પણ હવે લાગે છે કે, ઢાંચા અને ઇન્ફોબોક્સ માટે અલગ અલગ નામો વાપરવાની શરૂઆત કરીએ, તમારૂં શું માનવું છે? હિંદીમાં તે લોકોએ ઇન્ફોબોક્સને 'જ્ઞાનસંદુક' નામ આપ્યું છે, ગુજરાતીમાં મને તે કાંઇ જચતું નથી, આપણે જેટલું દેશી નામ રાખીએ તેટલો આપણાપણાનો અહેસાસ થાય તેવું મારૂં માનવું છે, અને માટે જ 'માહિતીચોકઠું' કે 'માહિતી-ચોકઠું', 'માહિતીખોખુ' કે 'માહિતી-ખોખુ', 'માહિતીખાનું' કે 'માહિતી-ખાનું' કે અન્ય એવો શબ્દ વાપરી શકીએ. તમે પણ વિચારી જુઓ અને કાંઇ સુઝે તો જણાવો.--ધવલચર્ચા/યોગદાન ૦૮:૨૨, ૨ જૂન ૨૦૦૯ (UTC)

ધવલ ભાઇ, મને એક નવો શબ્દ "માહિતી કોષ્ટક" સુજે છે, તે ઉપરાંત "માહિતીચોકઠું" પણ મન હેઠળ આવે છે. આ આપણે "ઢાંચો:માહિતીચોકઠું સસ્તન પ્રાણીઓ" તે રીતે લખાશે કે પછી 'ઢાંચો' શબ્દજ નિકળી જઇ ફક્ત "માહિતીચોકઠું: સસ્તન પ્રાણીઓ" એ રીતે થશે તે પર જરા પ્રકાશ પાડવા વિનંતી.
અહીં આપણે સૌ 'ગુજરાતી ભાષામાં' આપણે જે જાણતા હોઇએ તે અન્યને પણ ઉપયોગી થાય, વધુને વધુ યોગ્ય રીતે ગોઠવાયેલી માહિતી ભવિષ્યમાં અન્યોને પણ મળે તેવા ઉમદા હેતુથી કાર્ય (જો કે આપણને અનુકુળ સમયે) કરીએ છીએ. આમાં મારા મતે તો આપણે નવું કશું કરતા નથી પરંતુ આપણને ઉપલબ્ધ માહિતીઓનું આદાન-પ્રદાન અને યોગ્ય રીતે ગોઠવવાનું કે ગુજરાતીમાં ઉપલબ્ધ કરવાનું (ભાષાંતરો દ્વારા) કાર્ય કરીએ છીએ (અને ગર્વ પણ લઇએ કે નિયંતાએ આપણને અન્ય કરતા આટલા વધુ યોગ્ય બનાવ્યા છે).
ભવિષ્યનાં વિકિમિત્રો માટે પાયારૂપ એવું થોડું ચણતર કરવાની આ કોશિશ ગણીએ તો પણ ખોટું નહીં, હવે પાયામાં જ જો ૧૯-૨૦ ની ભુલ રહે તો આગળ ઉપર "પીઝાનો ઢળતો મિનારો" બને કે નહીં :-). બસ આ માટે જ સૌ મિત્રોને હાર્દિક વિનંતી છે કે ખુલ્લું મન રાખી અને જરૂરી ચર્ચાઓ દ્વારા દરેક સુચનોનું યોગ્ય સન્માન કરી બને તેટલું ચોક્કસતાની નજીક રહેવાનો પ્રયાસ કરવો. આ જીવન ઉપયોગી ગુણ કેળવવાની તક અહીં મફત મળે છે તો લાભ કેમ ન લેવો ? (આખરે તો વેપારી પ્રજાને !!!)
ખેર, આ તો જરા મારૂં નમ્ર મંતવ્ય જણાવ્યું, જેને કારણેજ વખતો વખત દરેક મિત્રને કહું છું કે મારા કોઇ પણ કાર્ય બાબતે જરૂર જણાયે વિનાસંકોચે સુચન કરી અને મને ઉપકૃત કરવો. --અશોક મોઢવાડીયા ૦૯:૩૫, ૨ જૂન ૨૦૦૯ (UTC)
તમારી વાત તદ્દન સાચી છે કે આપણે ફક્ત નિમિત્ત બન્યા છીએ આ ભગિરથ કાર્ય કરવામાં, અને 'હું કર્તા નથી' તેમ માનીને યોગદાન કરવાથી એકબીજાનાં સુચનોનું યોગ્ય પાલન કરવાની ભાવના આપોઆપ કેળવાશે.
માહિતી કોષ્ટક પણ સારો પર્યાય છે, પરંતુ, કોષ્ટક આપણે સામાન્ય રીતે કોઠા/ટેબલ માટે નથી વાપરતા? ગુજરાતી છાપા અને સામયિકોમાં ઘણી વખત વચ્ચે બોક્સ બનાવીને તેમાં લેખમાંથી કોઇ વાક્ય કે સંવાદને હાઇલાઇટ કર્યો હોય છે, તેને શું કહીએ આપણે? આ ઇન્ફોબોક્સ પણ તે જ પ્રકારનું એક બોક્સ છે, મને ચોકઠું અને ખાનું શબ્દો એ છાપા/મેગેઝીનોનાં બોક્સ પરથી જ સુઝ્યો છે. તમે તમારી કાઠીયાવાડી લોકબોલીમાં તે બોક્સને શું કહો છો? અથવાતો છાપામાં જે ટચુકડી જાXખ (જાહેરાતો) આવે છે, તે પણ નાના બોક્સમાં લખેલી હોય છે, તેને શું કહીએ? તે જે શબ્દ હોય તેને આપણે અહીં વાપરી શકીએ. અને, તે વાપરવાથી ઢાંચાનું નામ થોડું લાંબુ થશે, જેમકે 'ઢાંચો:સસ્તન પ્રાણીઓ' 'ઢાંચો:માહિતીઅબકડ સસ્તન પ્રાણીઓ' એવું થઈ જશે, અને પછી જ્યારે આપણે લેખમાં વાપરીએ ત્યારે, '{{સસ્તન પ્રાણીઓ' લખીને શરૂઆત ન કરતાં '{{માહિતીઅબકડ સસ્તન પ્રાણીઓ' એમ લખીને શરૂઆત કરવાની રહેશે. આમ કરવાથી, સામાન્ય ઢાંચા અને ઇન્ફોબોક્સને અલગ તારવી શકાશે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૨૦, ૨ જૂન ૨૦૦૯ (UTC)


આઈશ્રી ખોડિયારમાં[ફેરફાર કરો]

શ્રી અશોકભાઈ, જય માતાજી..સીતારામ.. કેશર કેરી ખાલી થઈ ગઈ પણ તેનો સ્વાદ જીભ ઉપરથી જતો નથી હો! ગોઠલાને પણ ટકા કરી નાખ્યા:):) મજા આવી ગઈ. આઈ શ્રી ખોડિયાર માતાજી નાં લેખમાં આપે જે ફોટાઓ મુક્યા તે ખુબજ સરસ છે. પણ તમે જે રીતે ગોઠવ્યા હતા તેમાં મે થોડી તોડફોડ કરી નાખી છે. (હમણા મારા જેવા ઘણા તોડફોડીયા અહીં આવી ગયા છે:) ) જો તે લેખમાં બરાબર લાગે તો રાખજો નહીંતર તમે ગોઠવ્યા હતા તેમ જ કરી નાખજો, અને મારી ઉપર ગુસ્સો ના કરતા:). બીજુ એક તમારૂ સુચન લેવાનું હતુ કે આઈ શ્રી ખોડિયાર માતાજી નાં લેખમાં ગરબા ગોઠવવાનાં છે. જે પહેલા વિકિસોર્સમાં ઉમેરવા છે કે અહીં જ પેલા ભજનો બનાવ્યા તેમ કરૂ ?. આ બાબતે સલાહ આપશોજી. કારણકે ધવલભાઈ પેલા ભજન વિષે કહેતા હતા કે સાહિત્ય આપણે ત્યાંજ ગોઠવીએ છીએ એટલે ખાસ તો તમને પુછુ છું. બાકી તો મજામાં ને ? આપણા મિત્ર સતિષચંદ્રજી એ પણ ગોંડલ તાલુકાનાં ગામનું કામ સોપેલ છે જે પણ હું બનાવીશ પણ પેલા મારી ઈચ્છા છે કે, પ્રથમ વ્યવસ્થિત દેવી દેવતાઓ વિશેનાં લેખ લખવાની (જેમાં તમે બધા પણ સહયોગ આપશોજી). જેથી નવી આવનાર પેઢીને આધ્યાત્મિકમાં વધારે રસ જાગે અને ધર્મ ટકાવવા માટે કાંઈક કરે. હાલનાં સમયમાં માનસિક શાંતિની જરૂરીયાત છે જે મરા મતે ધાર્મિક તરફ વળવાથી મળે છે. માટે મિત્ર ઐસા કીજીએ, જે ઢાલ સરીખા હોય, દુ:ખમેં આગે રહે ઔર સુખમેં પીછે હોય બરોબરને ભાઈ, લો આ દેવાયત પંડિતનું ભજન સાંભળો. જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૧૨:૧૧, ૮ જૂન ૨૦૦૯ (UTC)

જય માતાજી, ભાઈ... સાચી કેડી બતાવવા બદલ તમારો આભાર.(કારણકે વળી ક્યાંક ખોટે રસ્તે ચડી જાઉ તો કોઈ ઠપકો આપે, તેનાં કરતા ઠેકાણે સારા:-).. તમારા સુચન મુજબ ગરબા,છંદ,દુહા,સાખી,ચુંદડી,માતાજીનાં ભેળીયા વગેરે સાહિત્ય વિકિસોર્સમાં ચડાવીશ. તેમજ ખોડિયાર લેખમાં તમારા સુચન મુજબ ફેરફાર કરવા અન્ય મિત્રોની સલાહ માંગી લીધી છે, જે મળે એટલે તરત જ સુધારો કરી નાખીશ. બોલો બીજુ. આભાર..--જીતેન્દ્રસિંહ ૦૪:૩૯, ૯ જૂન ૨૦૦૯ (UTC)

બોટવિનંતી[ફેરફાર કરો]

શ્રી અશોકભાઈ, આપની વિનંતી મુજબ ઢાંચો:સસ્તન પ્રાણીઓને બોટ રન કરીને ઢાંચો:માહિતીચોકઠું સસ્તન પ્રાણીઓમાં ફેરવી નાંખ્યું છે. કુલ અઢાર લેખો મળ્યા જેમાં આ ફેરફાર થયાં છે. આપ આ ફેરફારો અહીં જોઇ શકો છો. અન્ય કોઇ સેવા હોય તો જણાવશો.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૨૮, ૯ જૂન ૨૦૦૯ (UTC)

સીતારામ-જય બાલાજી[ફેરફાર કરો]

શ્રી અશોકજી, સીતારામ...જય બાલાજી...જય માતાજી...શ્રી સોમનાથ મહાદેવનાં દર્શને જઈ આવ્યા અને ગુરૂ પુર્ણિમાએ પત્રાપસર જઈને શ્રી હનુમાનજીનાં દર્શન કરી આવ્યા તેવો લ્હાવો અમને પણ તમારી સાથે મળે તેવુ કાંઈક કરજો અને તમારા તરફથી તે મંદીરે પ્રસાદની વ્યવસ્થા થઈ હતી તે જાણીને મને ખુબજ આનંદ થયો છે. જીવનમાં આવુ કરતા જ રહેજો જેથી તમારો પરિવાર સુખી અને સમૃધ્ધ બને. સંતો કહે છે ને કે બીજાને ખવડાવ્યે કાંઈ ખુટતુ નથી જેમકે પંછી પાની પીને સે ઘટે ના સરિતા નીર, ધર્મ કીયે ધન ના ઘટે સહાય કરે રઘુવીર. બીજુ કે તમે જે ચેતન હનુમાનજીના ફોટાઓ ચડાવ્યા તે તો ખુબજ સરસ છે. હુ પણ અનુકુળતા મુજબ રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર આવેલ શ્રી સાત હુનુમાનજીનો ફોટો પાડીને તમને દર્શન કરાવીશ. જ્યા એક સાથે સાત હનુમાન બિરાજે છે. અશોકજી હાલ તો મારી પાસે કેમેરો નથી એટલે થોડો સમય લાગશે. યાદ કરતા રહેજો. જય સીતારામ...--જીતેન્દ્રસિંહ ૧૧:૪૮, ૮ જુલાઇ ૨૦૦૯ (UTC)

બીજે કયાંય ધ્યાન જ ન આપવાનુ, બસ મંડી જ પડવાનું.... સતિષભાઈ આપણા માટે ગાંઠિયા ન લાવ્યા એકલા-એકલા જ ખાઈ લીધા હવે શું કરશુ ?--જીતેન્દ્રસિંહ ૧૧:૨૭, ૧૦ જુલાઇ ૨૦૦૯ (UTC)

ભાઇ શ્રી અશોકભાઇ, પ્રકૃતિમાં પ્રભુના દર્શન થાય તેટલી સાત્વિક દ્રષ્ટિ જો કેળવી શકીયે તો આ અશ્વત્થ સંસાર વૃક્ષ માંથી પાર પામી શકીયે. નરસિંહના ભજનની મજા જ કંઇક જુદી છે. સીતારામ... મહર્ષિં --Maharshi675 ૧૫:૧૪, ૧૫ જુલાઇ ૨૦૦૯ (UTC)

કદાચ તમને ગમે સીતારામ... મહર્ષિં --Maharshi675 ૧૦:૦૮, ૧૯ જુલાઇ ૨૦૦૯ (UTC)

ભારતીય ખુશ્કીદળનાં શસ્ત્ર[ફેરફાર કરો]

શ્રી અશોકભાઈ, જય માતાજી...સીતારામ.. તમે મારા વડીલ છો તે વાત સાચી કે ખોટી ? તો આમા પટ્ટી ઉતારવાનો સવાલ આવે જ નહી ને. બાકી તો તમે જે ભારતીય ખુશ્કીદળનાં શસ્ત્ર નો લેખ લખીને યુધ્ધનાં મંડાણ કરી જ દીધા છે પછી વાત જ શુ હોય ? તે લેખમાં જે માહિતીઓ આપી છે તે ખરેખર ઉપયોગી છે. ભલે તેનો ઉપયોગ આપણા જેવા સામાન્ય માણસો ન કરે પણ આપણી સેનાની શુ તાકાત છે તે જાણી શકાય છે. અને આમ પણ આજે આપણો ભારત દેશ આપણી સેનાને લીધે જ રાત્રે સારી ઉંઘ લઈ શકે છે તેમાં બે મત નથી. બાકી તો આપણા પાડોશી મિત્રો, કાયમ આપણી પછેડી ખેચવાની રાહ જોઈને જ બેઠા હોય છે. જેથી આવા લેખ લખો જેથી મારા જેવાએ વાંચ્યા હોયતો બંદુકડી કેમ ચલાવવી તે ખબર પડે અને જો ખરા સમયે ન ફુટે તો બંદુકનાં કયા ભાગનો ઘોદો મારવાથી માણસ મરે તે તો ખબર પડે:-).. બીજુ એક કે મને અંગ્રેજી ખુબજ ઓછુ ફાવે છે એટલે તમારી જેમ ભાષાંતર નથી કરી શકતો નહીતર મને પણ તમને સહકાર આપવાની ઇચ્છા થાય છે. જયારે આવુ બને છે ત્યારે મને આપણા ભીખુદાન ગઢવી એ તેનાં પ્રોગ્રામમાં એકવાર કહેલુ કે (હું અને મારા સાથી કલાકાર મિત્ર અમેરિકા પ્રોગ્રામ આપવા ગયા ત્યારે અમે એરપોર્ટે ઉતર્યા ત્યારે અંગ્રેજી ન આવડતુ હોવાથી, જેમ પાડા રખડે તેમ અમે ત્યાં રખડતા હતા. કારણકે ત્યાં શું અને કેની સાથે કેવી રીતે વાત કરવી તે સૈર નોહતી સુજતી, તેથી ભીખુદાનભાઈનું કહેવાનુ કે સમયની સાથે આપણા છોકરાઓને ભણાવવા ખુબજ જરૂરી છે.) આમ મારા જેવાને આવી સ્થિતિ છે, બોલો શુ કરવુ ? સારૂ ચાલો અમુક મિત્રોને તો એમ લાગે છેકે બાપુ લેખ લખવા કરતા પંચાત વધુ કરે છે. પણ પેલી કેલેન્ડર વાળી ફાઈલ મેઈલ કરેલ છે તે મળી કે નહી ? અને આવા ધબધબાટીમાં કામ લાગે તેવા ધમાકેદાર લેખ લખતા રહેજો જેથી લોહી ઠંડુ ન પડે. નહીતર કોઈક અહીં આપણા ઘરમાં આવીને મારી જાશે. સારૂ ચાલો જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૧૧:૦૧, ૨૧ જુલાઇ ૨૦૦૯ (UTC)

બાજરીના રોટલા[ફેરફાર કરો]

બાજરીના રોટલાની ઑફર બદ્દલ આભાર, જો જૂનાગઢ આવવાનું થયું તો ચોક્કસ મળીશ.શું જૂનાગઢમઅં રોપ વે છે? જૂના ગઢ અને ગિરનાર એક જ કે? --sushant ૧૧:૪૫, ૨૧ જુલાઇ ૨૦૦૯ (UTC)

અશોકભાઇ, નમસ્કાર. ઢાંચામાં મદદ કરવા બદલ આભાર. તમારા તરફથી કોઇપણ ફેરફાર આવકાર્ય છે. તમે બનાવેલ સાદી ખિચડી પણ મારા માટે લાપસી સમાન છે. અહીં વરસાદ છેલ્લા અઠવાડિયામાં ઘણો સારો રહયો છે, જો કે જીતેન્દ્રસિંહજી કહે છે તેમ તમારે ત્યાં પડ્યો એટલો બધો તો નથી જ. બસ, વધુમાં સાંજે રર જુલાઇના સમયરંગની PDF મેઇલ કરીશ. બસ, ત્યારે ફરી ઢાંચા-મદદ બદલ આભાર.--સતિષચંદ્ર ૦૪:૦૧, ૨૩ જુલાઇ ૨૦૦૯ (UTC)

કાનો ગઢવી[ફેરફાર કરો]

શ્રી અશોકભાઈ...જય માતાજી...સીતારામ.. કેમ છો ? વરસાદ શું કે છે ? તમારે ત્યાં વિસાવાડા માં કાંઈ નુકશાની તો નથી થઈને ભાઈ ? કારણકે આ વખતે પોરબંદર જિલ્લો આખોય વરસાદથી ધમરોડાઈ ગયો છે. અને ખુબજ નુકશાનીનાં સમાચારો પ્રગટ થાય છે. તેમજ સરકાર કરતાયે બીજી સામાજિક સંસ્થાઓ તરફથી ફુડસ તેમજ પાણીનાં પેકેટનું વિતરણ પણ ચાલુ છે. તેમજ જે લોકોનાં ઘરમાં પાણી ઘુસી ગયા છે તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. તેમજ દરિયા કિનારે મોજાઓ પણ ૨૦ ફુટ ઉંચે ઉછળે છે. એટલે થયુકે તમારી દરીયા કિનારે આવેલી વાડીએ કાંઈ નુકશાન થયા નથી ને. હવે વાત તો કરવાની હતી કે, આપણી સંસ્કૃતિને ટકાવવા માટે ગઢવી સમાજનું પણ મહત્વનું યોગદાન રહ્યુ છે.આવો જ એક ૧૨ વર્ષનો બાળક મા ભગવતીને કેવા લાડ લડાવે છે તેમજ રાજપૂત ને કેશરીયા કરવા જોમ ચડાવી રહ્યો છે તે ખરેખર જાણવા જેવુ છે. જેથી તમારા તથા ધવલભાઈ, સતિષચંદ્રજી, મહર્ષિભાઈ તેમજ અન્ય વિકિમિત્રો માટે અહીં બે વિડીયોની કડી મોકલુ છુ. જે નિહાળજો. કાનો ગઢવી - લીલાપાણી નેશ ભાગ-૧, કાનો ગઢવી - લીલાપાણી નેશ ભાગ-૨. જુઓ છે ને આ સંસ્કૃતિનાં રખેવાડ આપણે તો ફકત વાતો જ કરીએ છીએ. ચાલો તો જય માતાજી.....--જીતેન્દ્રસિંહ ૦૮:૩૧, ૨૫ જુલાઇ ૨૦૦૯ (UTC)

Hi Ashok modhvadia, I replaced ચિત્ર:200px-Am3331y.jpg with File:Bharat Ratna.jpg. Please ask an administrator to delete ચિત્ર:200px-Am3331y.jpg as a duplicate. Regards Hekerui ૧૦:૩૮, ૨૫ જુલાઇ ૨૦૦૯ (UTC)

ગાઠીયા નિમન્ત્રણ[ફેરફાર કરો]

ભાઇ શ્રી અશોકભાઈ, બહું દિવસો થી લખવાનો મેળ પડતો નથી. મારા મમ્મી-પપ્પા અહીં આવ્યા હતા અને બસ એમની સેવામાં હતો. બીજુકે આ વખતે સપ્ટેમ્બરમાં ભારત આવવાનો વિચાર છે એટલે થોડું કામ પણ આમ વધું રહે છે. આપને તથા અન્ય વિકિમિત્રોને ભાવનગરમાં આવવા હાર્દિક નિમન્ત્રણ છે. જલદી મળવાનો મોકો મળે એવી પ્રભુને પ્રાર્થના! સીતારામ... મહર્ષિં --Maharshi675 ૧૯:૫૧, ૨૫ જુલાઇ ૨૦૦૯ (UTC)

શ્રેણી:જુનાગઢ તાલુકાનાં ગામો‎[ફેરફાર કરો]

અશોકભાઈ, આપણે શ્રેણીઓના નામોમાં યુનિફોર્મિટી રાખિએ તો સારૂં એમ માનીને મેં ઉપરોક્ત શ્રેણીનું નામ શ્રેણી:જુનાગઢ તાલુકો કર્યું છે, અને સંબંધિત ગામોનાં લેખોમાં પણ ફેરફાર કર્યાં છે. કેમકે શ્રેણી:હાલોલ તાલુકો, શ્રેણી:રાજકોટ તાલુકો, શ્રેણી:મોરબી તાલુકો, વિગેરે આ જ પ્રણાલીમાં બનેલી શ્રેણીઓ છે. આશા છે કે આપને મારાં દોઢ ડહાપણ સામે વાંધો નહી હોય.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૧૫, ૪ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

માફ કરજો અશોકભાઈ, તમારો અને મારો સંદેશો ક્રોસ થઈ ગયો. તમે તમારી સહમતી પહેલા જ આપી દીધી હતી, અને ભલામાણસ, તમારી શરતચુકને કારણે મને કામ કરવાનો મોકો મળ્યો તો એમા વળી ક્ષમા શેની માંગવાની? તમે કહેલી ચર્ચા પણ જોઈ, જીતુભાનાં જવાબની રાહ જોઈએ પછી શું કરવું તેની ખબર પડશે. હિંદી પરનાં ચિત્રમાં કોઈ લાયસન્સનો ઉલ્લેખ નથી, જીતુભા ક્યાંથી લાવ્યા છે તે જાણીને આપણે આગળ વધીએ એવું મારૂં માનવું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૨૨, ૪ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

શ્રી અશોકભાઈ, જય માતાજી....સારૂ થયુ તમે ધ્યાન દોર્યુ નહીતર આમ વગર વાંકે લાકડા જેવુ થાત:-). આભાર....જોઈ જશો ચર્ચા:ત્રિકમ સાહેબ....--જીતેન્દ્રસિંહ ૧૧:૨૫, ૪ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

શ્રી અશોકભાઈ, અત્યારે તો સૌ મિત્રો સંસારનાં સૌથી પવિત્ર ભાઈ બહેનનાં સંબંધનો રક્ષાબંધનનો તહેવાર ઉજવાયી ગયો છે. મેં બહેન પાસે રૂબરૂ રાખડી બંધાવી, તમે પણ આ લાભ લીધો હશે. જયારે વિદેશમાં વસતા ભાઈઓ એ બહેનનાં સ્નેહરૂપી આવેલ રાખડી બાંધી હશે. હવે વાત તો એ કરતો હતો કે આ કોપીરાઈટની વિસ્તૃત માહિતી તમે અને ધવલભાઈએ ખુબજ સરસ રીતે મારી તુંબડીમાં બેસાડી દીધી છે. અને તમે મારી ઉપર કૃપા કરી તે બદલ તમારા બન્ને મિત્રોનો આભાર..જય માતાજી.--જીતેન્દ્રસિંહ ૦૫:૦૬, ૬ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

ઢાંચાઓનું ભાષાંતર[ફેરફાર કરો]

અશોકભાઈ, આ વિવિધ ઢાંચાઓનું આવું સુંદર ભાષાંતર કરવા બદલ ઘણો ઘણો આભાર. હવે તમે જ્યારે આ કામ કર્યું છે, ત્યારે તમને એક બીજું કામ સોંપુ? આ ઢાંચાઓનો વપરાશ જ્યાં યોગ્ય લાગતો હોય ત્યાં કરી દો ને ભલા માણસ!--ધવલચર્ચા/યોગદાન ૨૨:૦૮, ૪ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

સરદાર પરનો લેખ[ફેરફાર કરો]

અશોકભાઈ નમસ્કાર,

સરદાર વલ્લભભાઈ પટેલ ના લેખને પ્રુફ રિડ કરી તેમા સુધારાઓ કરવા બદલ ખુબ આભાર. --Mehulsanghvi ૧૪:૨૩, ૧૬ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

બગદાણા[ફેરફાર કરો]

શ્રી અશોકભાઈ, જય માતાજી...સીતારામ.. હવે તો સાતમ આઠમની રજા પુરી થઈ ગઈ છે એટલે ધંધે ચડીગયો છું. અને રજામાં હું ફેમીલી સાથે અમદાવાદ, ગાંધીનગર, ખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત), ગોપનાથ, બગદાણા, તળાજા, મહુવા, ભવાની મંદિર, ઉંચા કોટડા અને પાલિતાણા. જઈ આવ્યો છું. અને મારા એક મિત્રનો સોનીનો મોબાઈલ માગીને સાથે લઈ ગયો હતો જેથી થોડા ફોટાઓ પાડયા છે. જે અનુકુળ આવતા હતા તે અહીં ચડાવ્યા છે. જે કદાચ તમને બધા મિત્રોને ગમશે. અશોકભાઈ, તેમાં બગદાણાની તો શું વાત કરૂ, એક સાથે ૫૦૦૦ થી પણ વધુ યાત્રિકો એક સાથે બેસીને પ્રસાદ લઈ શકે તેવી ભોજનાલય, બધાને બેસાડીને વ્યવસ્થિત જમાડે છે. સવારે ૧૦ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી સતત ચાલુ. સ્વયંસેવકોની ફૌજ છે ત્યાં(પગારદાર નહી). હું તો હજુ પણ એ જ વિચારૂ છુ કે આ બધુ કેમ ચાલતુ હશે. સત્ વિના આ શક્ય જ નથી અને આપણી બુધ્ધિનું તો કામજ નથી. ભલે આપણે ગમે તેટલું ભણીએ છતાં પણ એકપણ માણસનું પેટ ના ઠારી શકીયે તો મને લાગે છે કે આપણુ જીવન નકામુ છે. સારૂ ચાલો તમે કહેશો કે બાપુ ધાર્મિક સ્થળોની એક ખેપ નાખી આવ્યા એટલે આ મહણીયો વૈરાગ(ખબર છે ને કે મહણીયો વૈરાગ એટલે શુ?) લાગ્યો છે એટલે આવુ બોલે છે. ચાલો તમે કહો કે રજામાં કયા કયા ફરી આવ્યા ? ... જય માતાજી....--જીતેન્દ્રસિંહ ૧૧:૧૪, ૨૨ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

મોજ આવી ગઈ ભાઈ:-) ઘણા દિવસથી તમને મેર વિષેનો લેખ લખવાનુ કામ સોપવા માંગતો હતો, પણ પછી થતુ કે મારાથી કોઈનાં કામ પુરા થતા નથી. જેથી તમને કહી શકતો ન હતો. પણ આજે મારા મનની ઈચ્છા પુર્ણ થઈ ગઈ છે. આ સાથે તમારી સલાહ પણ લઈ લવ કે આપણે વિકિમાં દરેક જ્ઞાતિ વિષેનાં લેખ લખવા છે. એ માટે આપણા સતિષચંદ્રજીએ તો મને ઝડપથી આ કાર્ય શરૂ કરવાનુ જ કહી દીધુ છે. (હું વાતોમાં પુરો છુ ને કાર્ય કરવામાં ધીરો એટલે જ સતિષભાઈએ એ કાર્ય ઝડપથી શરૂ કરવાનુ કહ્યુ હશે કદાચઃ-) હવે વાત કરતો હતો કે તેમાં તમારા લોકોની મદદની જરૂર પડશે કારણકે આપણે અંગ્રજીમાં જે લેખ છે તે અહીં ઉતારીને તેને ગુજરાતીમાં મઠારવા છે. તો આ કાર્ય કઈ રીતે શરૂ કરશુ તે તમે અને અન્ય મિત્રો જણાવજો જેથી ઝડપથી શરૂ કરી શકાય ફરીથી મેર વિષે લેખ શરૂ કરવા બદલ તમારો આભાર...જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૧૩:૧૪, ૨૨ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

ડાર્વિનનો સિદ્ધાંત[ફેરફાર કરો]

અશોકભાઈ, તમારો ગુસ્સો સમજી શકાય તેમ છે, પરંતુ સારૂં છે કે આપણે પેલો મા..ચો.. વિષયક લેખ અહીંથી દૂર જ કરી દિધો હતો, નહિતર, આવા લોકો તે લેખમાંથી પ્રેરણા લેવામાં પાછા પડે તેમ નથી. પરંતુ આ વખતે આપણા આ અલતાફભાઈ, કાંઇક ચર્ચા કરવાના મુડમાં હોય તેમ લાગે છે, જોઈએ, હવે તેમની સાથે ચર્ચાથી તેમની સમસ્યાનું નિરાકરણ લાઈ શકાય તેમ છે કે કેમ? જો સમજાવટથી મેળ નહી પડે તો અંતે આપણે શસ્ત્રો ઉગામવા જ પડશે. પણ આશા રાખીએ કે આપણે બધા (અલ્તાફભાઈ સહિત) ગાંધી બાપુની ભુમિ પરથી આવીએ છીએ માટે અહિંસાના માર્ગેા ભાંગફોડિયા પ્રવૃત્તિથી આઝાદી મેળવી શકીશું.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૧૩, ૨૪ ઓગસ્ટ ૨૦૦૯ (UTC) ના ના ઉગામ્વા ની વાત્ ન્ ક્રો ધ્વ્લ્ભાઇ હુ અલ્તાફ્ ને ઓળ્ખુ છુ.તે ખુબ્ સારા અને સ્મુજુ છે .ત્મારી આ ઉગામ્વા ની વાત્ થી જ્ આ િવ્સ્વ્ મા સ્મ્સ્યા ઓ સ્ર્જાય્ છે.!!અને તે ત્મે ક્હો છો તેવા અપ્સ્બ્દ્ તો ન્ લ્ખે.રાકેસ્ ર્. વ્.

કૃષિ યુનિવર્સિટી, નવસારી‎[ફેરફાર કરો]

અશોકભાઇ, નમસ્કાર. વધુમાં આજે કૃષિ યુનિવર્સિટી, નવસારી વિશે લેખનો અનુવાદ કર્યો છે, એમાં ઢાંચાને લગતું કાર્ય પૂર્ણ રીતે ન સમજી શકવાને કારણે અધુરું રહેલ છે. આપનો સમય ફાળવી બધા જ ઢાંચાને લગતાં કાર્યો પૂર્ણ કરી આપશો તેમ જ આપના જૂનાગઢ ખાતે પણ આવી જ વિદ્યાપીઠ આવેલી છે એના પર પણ લેખ લખવા વિનંતી છે. વધુમાં વરસાદ છેલ્લે છેલ્લે સારો આવી ગયો છે.--સતિષચંદ્ર ૧૬:૧૭, ૮ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)‎

લેખને રિડાયરેકટ[ફેરફાર કરો]

અશોકભાઈ, જય માતાજી,સીતારામ... કેમ હમણા દેખાતા નથી ? કાંઈ નવા મંડાણ કર્યા કે શું? કોઈપણ લેખને રિડાયરેકટ કરવો હોય તો શું કરવુ ? વિસ્તૃત માહિતી આપવા વિનંતી...--જીતેન્દ્રસિંહ ૦૪:૪૭, ૧૩ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)

નવરાત્રિપર્વની શુભેચ્છા[ફેરફાર કરો]

અશોકભાઈ, જય માતાજી, સીતારામ.. આદ્યશક્તિ, જગત જનની જગદંબા, માં ભગવતીએ મહિષાસુર નો નાશ કરવા નવ દિવસ ખેલેલા મહાભયંકર યુધ્ધને આપણે નવરાત્રિ તરીકે પુજા અર્ચના કરીએ ઉજવીએ છીએ. આ પર્વ નિમિતે તમને અને તમારા પરિવારને હાર્દિક શુભેચ્છા તેમજ મહિષાસુર રૂપી રાગ, દ્વેષ, ઇર્ષા, મોહ, માયા અને અભિમાન જેવા તત્વોને ઓળખવાની અને તેનાથી બચવાની શક્તિ માતાજી આપના પરિવારને આપે એજ પ્રાર્થના. આપણે સૌ જન્મદેનારી માં નાં ખોળે આળોટીને શાંતિ મેળવીએ એજ ઈચ્છા છે કારણકે તેના જેવી શાંતિ દુનિયામાં બીજે ક્યાંય નથી. તેથીજ દુલા કાગ કહ્યુ છેને કે, મોઢે બોલુ માં, મને સાચે જ નાનપણ સાંભરે, ત્યારે આ મોટપની મજા મને કળવી લાગે કાગડા (ભારતમાં વૃધ્ધાશ્રમ ખોલવા પડે તે એક કલંક છે. મધર્સ ડે ઉજવવાથી માં ના ઋણમાંથી મુકત કોઈ દિવસ ના થઈ શકાય)આ ઉપદેશ નથી ઉભરો છે તે મિત્રો પાસે તો ઠલવાય જ ને ?. જય માતાજી... --જીતેન્દ્રસિંહ ૦૫:૧૩, ૧૯ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)

નવરાત્રિપર્વની શુભેચ્છા
જય માતાજી,અશોકભાઈ,
મારા હ્રદયપૂર્વકની શુભકામના સ્વિકારશોજી.નમસ્કાર.અને નવરાત્રિપર્વની શુભેચ્છા!!!આપનો સૌનો હાર્દિક આભાર.--Altafpatel123 ૧૪:૩૦, ૧૯ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)
અશોકભાઈ, આપને અને આપના પરિવારજનો ને પણ મારા તરફથી નવરાત્રિની શુભકામના. આપ પર મહામાયા માતા જગદંબા હંમેશા કૃપા વરસાવે તેવી પ્રાર્થના.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૪૩, ૨૦ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)

અશોકજી, ગુગલ ટ્રાન્સલેટની માહિતી બદ્દલ આભાર, હું ચોક્કસ વાપરી જોઈશ. મેં આની પહેલા તેને અંગ્રેજી થી હિંદી અનુવાદ માટે વાપરી જોયું હતું. પણ તે મને ખાસ ન હતું લાગ્યું. તેમા ભૂલ ભરેલ ટ્રાન્સલેટ થતું. તેને સુધારવામાં લાગતા સમયમાં આપણે ડાયરેક્ટ્આ ટ્રાન્સલેટ કરી શકાય. શુ^ હવે સીધું અંગ્રેજીથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ થાય છે? મુંબઐમાં રાસ ગરવબાની ધમાલ છે, પણ હું આ સૌ વસ્તુ થી દૂર રહું, મને તે નો શોખ નથી. --sushant ૧૭:૪૭, ૨૦ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)

ગુજરાતી વિકીના ૧૦,૦૦૦ લેખો પૂર્ણ[ફેરફાર કરો]

આજ વગડાવો વગડાવો રૂડા શરણાઈયું ને ઢોલ, શરણાઈયું ને ઢોલ નગારા,શરણાઈયું ને ઢોલ..... આનંદો મિત્રો, આપના અથાગ પરિશ્રમ સ્વરૂપે ગુજરાતી વિકી એ ૧૦,૦૦૦ લેખ પૂર્ણ કર્યાં છે આજે 'ગુજરાતી' શબ્દને ૧૦,૦૦૦ લેખની શ્રીણીમાં જોતાં છાતી ગજ ગજ ફૂલી જાય છે.આપ સૌને હાર્દિક અભિનંદન. સંખ્યાનું એક સોપાન પૂર્ણ થયું આપનો આવો સહકાર સદા મળતો રહે તેજે અભ્યર્થના. ઘણા લોકોનું આમાં યોગદાન રહ્યું છે પણ તેમાં સતિષચંદ્ર ભાઈ, અશોકભાઈ, જીતેન્દ્ર ભાઇ નું નામ તો ખાસમ્ ખાસ ઉલ્લેખ માંગે છે. --sushant ૦૮:૪૫, ૧૨ ઓકટોબર ૨૦૦૯ (UTC)

શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન[ફેરફાર કરો]

શુભ દિપાવલી - નુતન વર્ષાભિનંદન

અશોકભાઈ, સીતારામ....જય માતાજી... તમને અને તમારા પરિવાર તથા સૌ પ્રિયજનોને મારા અને મારા પરિવાર ઉપરાંત સમગ્ર ગુજરાતી વિકિપીડિયા પરિવાર તરફથી પણ ગુજરાતી નવા વર્ષની શુભેચ્છા. નવું વર્ષ સૌને જીવનમાં રંગોળીની જેમ વિવિધ રંગોથી, નવા વિચારોથી તેમજ દિપકનાં પ્રકાશથી ભરી દે અને જીવનમાં ઉચ્ચ શિખરો શર કરવાની અને સત્યને અનુસરવાની શક્તિથી ભરી દે તેમજ સૌને નિરોગી રાખે તેવી ઈશ્વરને પ્રાર્થના સાથે શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન . તેમજ તમારા અમુલ્ય જ્ઞાનનો લાભ અમને સૌને આ નવા વર્ષમાં ગયા વર્ષ કરતા પણ વધુ મળે તે જ કામના. તેમજ ૧૦૦૦૦ લેખોનો અંક વટાવવામાં યોગદાન આપનાર તમામ વિકિમિત્રોનો દિલથી આભાર માનુ છું, સૌ મિત્રો આવો જ સહયોગ આપતા રહે તેવી મારી ઈચ્છા છે. તો ચાલો, મનાવીએ આ શુભ અવસરને...જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૭:૪૫, ૧૩ ઓકટોબર ૨૦૦૯ (UTC)

સાલ મુબારક[ફેરફાર કરો]

અશોકભાઈ, આપને અને આપના સહુ સ્નેહીજનોને નૂતન વર્ષાભિનંદન અને નવું સાલ મુબારક. --ધવલચર્ચા/યોગદાન ૧૦:૨૨, ૨૦ ઓકટોબર ૨૦૦૯ (UTC)

સીતારામ[ફેરફાર કરો]

આ વખતે મળવાનો યોગ ન થયો ત્યાં તો હું ફરી ડિસૅમ્બરમાં આવું છું. લગ્ન ૧૪ ડિસૅમ્બરના રોજ રાખ્યા છે... આપ તથા અન્ય વિકિ મીત્રો ને ભાવનગર ૧૪ તારીખે આ પ્રસંગ માં સાથે જોઇ શકું તો ખુબ રાજી થઇશ! આપ અચૂક આવજો!!! કંકોત્રિ ની જરુર ખરી?

સીતારામ... મહર્ષિં --Maharshi675 ૧૧:૧૩, ૩ નવેમ્બર ૨૦૦૯ (UTC)