ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન
ચિત્ર:Logo-IIT.png ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાનનું ચિહ્ન | |
અન્ય નામ | IIT or IITs (બહુવચન) |
---|---|
પ્રકાર | Public technical university |
સ્થાપના | 15 September 1956 (ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન કાયદા, 1956 હેઠળ) |
સ્થાન | ભારતમાં 23 શહેરોમાં |
ભાષા | English |
વેબસાઇટ | www |
ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાનો (આઈ.આઈ.ટી.) એ ભારતમાં સ્થિત સ્વાયત્ત જાહેર તકનીકી અને સંશોધન યુનિવર્સિટીઓ છે અને વિશ્વની સૌથી પ્રખ્યાત તકનીકી સંસ્થાઓમાં ગણાય છે.[૧] તેઓ ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન કાયદો, 1961 દ્વારા માન્યતાપ્રાપ્ત કરેલ છે, જેણે તેમને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે જાહેર કર્યા છે અને તેમને ચલાવવા માટે તેમની સત્તાઓ, ફરજો અને માળખાને રજૂ કરે છે.[૨][૩] ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન કાયદા, 1961માં ત્રેવીસ સંસ્થાઓની સૂચિ છે.[૪] દરેક આઈ.આઈ.ટી. સ્વતંત્ર હોય છે, જે સામાન્ય વહીવટ સંસ્થા (આઈ.આઈ.ટી. કાઉન્સિલ) દ્વારા અન્ય આઈ.આઈ.ટી.ઓ સાથે જોડાયેલી હોય છે, જે તેમના વહીવટની દેખરેખ રાખે છે. માનવ સંસાધન વિકાસ પ્રધાન હોદ્દાની રૂએ આઈ.આઈ.ટી. કાઉન્સિલના કાર્યચાલક અધ્યક્ષ છે.[૫] 2018માં, તમામ આઈઆઈટીમાં અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટેની કુલ બેઠકોની સંખ્યા 11,279 હતી.[૬] આ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે માત્ર જેઇઇ એડવાન્સ્ડને પાસ કરવી જરૂરી હોય છે.
[ સંદર્ભ આપો ]
સંસ્થાઓની સૂચિ
[ફેરફાર કરો]ક્રમાંક. | નામ | ટૂંકું નામ | સ્થાપના | આઈ.આઈ.ટી તરીકે સ્થાપના | કેમ્પસ ક્ષેત્રફળ | રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ |
---|---|---|---|---|---|---|
1 | IIT ખડગપૂર | IITKGP | 1951 | 2,100 acres (850 ha) | પશ્ચિમ બંગાળ | |
2 | IIT બોમ્બે | IITB | 1958 | 550 acres (220 ha) | મહારાષ્ટ્ર | |
3 | IIT મદ્રાસ | IITM | 1959 | 617 acres (250 ha) | તમિલનાડુ | |
4 | IIT કાનપુર | IITK | 1959 | 1,100 acres (450 ha)[૯] | ઉત્તર પ્રદેશ | |
5 | IIT દિલ્હી | IITD | 1961 | 325 acres (132 ha) | દિલ્હી | |
6 | IIT ગુવાહાટી | IITG | 1994 | 700 acres (280 ha) | આસામ | |
7 | IIT રૂડકી | IITR | 1847 | 2001 | 365 acres (148 ha) | ઉત્તરાખંડ |
8 | IIT રોપર | IITRPR | 2008 | 501 acres (203 ha) | પંજાબ | |
9 | IIT ભુવનેશ્વર | IITBBS | 2008 | 936 acres (379 ha) | ઓડિશા | |
10 | IIT ગાંધીનગર | IITGN | 2008 | 400 acres (160 ha) | ગુજરાત | |
11 | IIT હૈદરાબાદ | IITH | 2008 | 2015 | 576 acres (233 ha) | તેલંગાણા |
12 | IIT જોધપુર | IITJ | 2008 | 852 acres (345 ha) | રાજસ્થાન | |
13 | IIT પટના | IITP | 2008 | 501 acres (203 ha) | બિહાર | |
14 | IIT ઇન્દોર | IITI | 2009 | 515 acres (208 ha) | મધ્ય પ્રદેશ | |
15 | IIT મંડી | IITMandi | 2009 | 538 acres (218 ha) | હિમાચલ પ્રદેશ | |
16 | IIT (BHU) વારાણસી | IIT (BHU) | 1919 | 2012 | 1,300 acres (530 ha) | ઉત્તર પ્રદેશ |
17 | IIT પલક્કડ | IITPKD | 2015 | 2015[૧૦] | 505 acres (204 ha) | કેરળ |
18 | IIT તિરુપતિ | IITTP | 2015 | 548.11 acres (221.81 ha) | આંધ્ર પ્રદેશ | |
19 | IIT (ISM) ધનબાદ | IIT (ISM) | 1926 | 2016 | 680 acres (280 ha) | ઝારખંડ |
20 | IIT ભીલાઈ | IITBH | 2016[૧૧] | 2016 | 432 acres (175 ha) | છત્તીસગઢ |
21 | IIT ગોવા | IITGOA | 2016[૧૨] | 2016 | 320 acres (130 ha) | ગોવા |
22 | IIT જમ્મુ | IITJMU | 2016[૧૩] | 2016 | 400 acres (160 ha) | જમ્મુ અને કશ્મીર |
23 | IIT ધારવાડ | IITDH | 2016[૧૪] | 2016 | 470 acres (190 ha) | કર્ણાટક |
ઇતિહાસ
[ફેરફાર કરો]આઇઆઇટી પ્રણાલીનો ઇતિહાસ 1946થી શરૂ થયો છે જ્યારે વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સર જોગેન્દ્ર સિંઘે એક સમિતિની રચના કરી હતી, જેનું કાર્ય ભારતમાં યુદ્ધ પછીના ઔદ્યોગિક વિકાસ માટે ઉચ્ચ તકનીકી સંસ્થાઓની રચના અંગે વિચારણા કરવાનું હતું. નલિની રંજન સરકારની અધ્યક્ષતાવાળી 22 સદસ્યોની સમિતિએ મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની તર્જ પર ભારતના વિવિધ ભાગોમાં આ સંસ્થાઓની સ્થાપના કરવાની ભલામણ કરી હતી.[૧૫]
પ્રથમ આઈ.આઈ.ટી.ની સ્થાપના મે 1950માં પશ્ચિમ બંગાળના ખડગપુરમાં હિજલી અટકાયત શિબિરમાં થઈ હતી.[૧૬] મૌલાના અબુલ કલામ આઝાદ દ્વારા 18 ઓગસ્ટ 1951ના રોજ સંસ્થાના ઔપચારિક ઉદ્ઘાટન પહેલાં "ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી" નામ અપનાવવામાં આવ્યું હતું.[૧૭] 15 સપ્ટેમ્બર 1956ના રોજ, ભારતની સંસદે ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ( ખડગપુર ) અધિનિયમ પસાર કર્યો, જેણે તેને રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા તરીકે જાહેર કરી. ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ 1956માં આઈઆઈટી ખડગપુરના પ્રથમ દિક્ષાંત સંબોધનમાં કહ્યું:[૧૮]
અહીં હીજલી અટકાયત કેમ્પના સ્થળમાં ભારતનું સુંદર સ્મારક ઉભું છે, જે ભારતની ઈચ્છાઓનું પ્રતિનિધિત્વ કરે છે, ભવિષ્યનું સર્જન કરે છે. આ દૃશ્ય મને ભારતમાં આવનારા ફેરફારોનું સૂચક જણાય છે.
સરકાર સમિતિની ભલામણોના આધારે, બોમ્બે (1958), મદ્રાસ (1959), કાનપુર (1959), અને દિલ્હી (1961) ખાતે ચાર કેમ્પસોની સ્થાપના કરવામાં આવી હતી. પ્રાદેશિક અસંતુલન અટકાવવા માટે, આ કેમ્પસોનું સ્થાન, આખા ભારતમાં વેરવિખેર કરવાનું પસંદ કરાયું હતું.[૧૯] ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન અધિનિયમમાં સુધારો કરીને નવી આઈઆઈટીનો ઉમેરો કરવામાં આવ્યો હતો.[૨] આસામ રાજ્યમાં વિદ્યાર્થી આંદોલનોને લીધે વડાપ્રધાન રાજીવ ગાંધીએ આસામમાં નવી આઈઆઈટી બનાવવાનું વચન આપ્યું હતું. જેના પગલે 1994માં આસામ એકોર્ડ હેઠળ ગુવાહાટીમાં છઠ્ઠી આઈઆઈટી સંસ્થાની સ્થાપના થઈ. 2001માં, ભારતની સૌથી જૂની ઇજનેરી કોલેજ, રૂરકી યુનિવર્સિટી, આઈઆઈટી રૂરકીમાં રૂપાંતરિત થઈ.
છેલ્લા કેટલાક વર્ષોમાં, નવી આઈઆઈટીઓ સ્થાપવા માટે ઘણા પગલાં લેવાયા છે. 1 ઓક્ટોબર 2003ના રોજ, વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ "હાલની આશાસ્પદ અને સક્ષમ ચાલુ શૈક્ષણિક સંસ્થાઓને સુધારીને" વધુ આઈઆઈટી બનાવવાની યોજના જાહેર કરી.[૨૦] ત્યારબાદ નવેમ્બર 2003માં આઈઆઈટીઓમાં રૂપાંતરિત કરવા માટે, પાંચ સંસ્થાઓની પસંદગી કરવા માટે, એસ. કે. જોશી સમિતિની રચના થઈ. સરકાર સમિતિની પ્રારંભિક ભલામણોના આધારે નવી આઈઆઈટીઓ દેશભરમાં ફેલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. જ્યારે સરકારે આ પ્રાદેશિક અસંતુલનને સુધારવાની તૈયારી દર્શાવી, ત્યારે 16 રાજ્યોએ આઈઆઈટીઓની માંગ કરી હતી. એસ. કે. જોશી સમિતિએ આઇઆઇટી બનવાની ઇચ્છા ધરાવતી સંસ્થાઓ માટે કડક માર્ગદર્શિકા સૂચવી હોવાથી,[૨૧] અંતિમ વિચારણા માટે ફક્ત સાત કોલેજોની પસંદગી કરવામાં આવી હતી.[૨૨] ભારતની બહાર પણ આઈઆઈટી ખોલવાની યોજના હોવાનું નોંધાયું છે, જોકે આ મામલે બહુ પ્રગતિ થઈ નથી.[૨૩] આખરે 11મી પંચવર્ષીય યોજનામાં નવી આઈઆઈટીઓ સ્થાપવા માટે આઠ રાજ્યોની પસંદગી કરવામાં આવી. 2008 અને 2009માં ગાંધીનગર, જોધપુર, હૈદરાબાદ, ઇન્દોર, પટણા, ભુવનેશ્વર, રોપર અને મંડીમાં આઠ નવી આઈઆઈટીઓ સ્થાપવામાં આવી હતી. 1972થી સમાન પ્રવેશ પ્રક્રિયા ધરાવતી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, બનારસ હિન્દુ યુનિવર્સિટીને 2012 માં, આઈઆઈટી બનાવવામાં આવી હતી.
2015થી 2016માં, આઈ.એસ.એમ. ધનબાદને આઈઆઈટી ધનબાદમાં રૂપાંતરિત કરવાની સાથે, 2016ના અધિનિયમ સુધારા દ્વારા મંજૂર કરેલી, તિરૂપતિ, પલક્કડ, ધારવાડ, ભીલાઇ, ગોવા અને જમ્મુમાં છ નવી આઈઆઈટીની સ્થાપના કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકારે 2017-18ના બજેટમાં તમામ ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન (આઈઆઈટી) માટે કુલ ₹૭૦ billion (US$૯૨૦ million) કરતા વધારે ફાળવણી કરેલી હતી. જો કે, સંયુક્ત રાજય અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ માટે ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા ખર્ચવામાં આવેલા કુલ નાણાં, કેન્દ્ર સરકાર તમામ આઈઆઈટી પર જે ખર્ચ કરે છે, તેના કરતા છ ગણા વધારે છે.[૨૪]
સંસ્થાકીય માળખું
[ફેરફાર કરો]ભારતના રાષ્ટ્રપતિ ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાઓના સંગઠનાત્મક માળખામાં સૌથી શક્તિશાળી વ્યક્તિ અને હોદ્દાની રૂએ વિઝિટર છે,[૨૫] અને શેષ સત્તાઓ ધરાવે છે. રાષ્ટ્રપતિની હેઠળ, આઇઆઇટી કાઉન્સિલ હોય છે, જેમાં કેન્દ્ર સરકારના તકનીકી શિક્ષણ પ્રધાન, તમામ આઈઆઈટીના અધ્યક્ષ, તમામ આઈઆઈટીના ડિરેક્ટર, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના અધ્યક્ષ, સીએસઆઇઆરના ડાયરેક્ટર જનરલનો સમાવેશ થાય છે., આઈઆઈએસસીના અધ્યક્ષ, આઈઆઈએસસીના ડિરેક્ટર, સંસદના ત્રણ સભ્યો, માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયના સંયુક્ત સચિવ અને કેન્દ્ર સરકાર, એઆઈસીટીઇ અને વિઝિટરમાંના દરેક માંથી ત્રણ સભ્યો હોય છે.[૨૬]
આઈઆઈટી કાઉન્સિલ હેઠળ દરેક આઈઆઈટીના બોર્ડ ઓફ ગવર્નર્સ હોય છે. ગવર્નર્સ બોર્ડ હેઠળ નિયામક હોય છે, જે આઈઆઈટીના મુખ્ય શૈક્ષણિક અને કાર્યકારી અધિકારી હોય છે.[૨૭] નિયામક હેઠળ, સંગઠનના બંધારણમાં, નાયબ નિયામક આવે છે. નિયામક અને નાયબ નિયામકની હેઠળ ડીન, વિભાગોના વડાઓ, રજિસ્ટ્રાર, વિદ્યાર્થી પરિષદના પ્રમુખ અને હોલ પ્રબંધક સમિતિના અધ્યક્ષ આવે છે. રજિસ્ટ્રાર આઈઆઈટીના મુખ્ય વહીવટી અધિકારી છે અને દૈનિક કામગીરી પર નજર રાખે છે. વિભાગોના વડાઓ (એચ.ઓ.ડી.)ની નીચે ફેકલ્ટી મેમ્બર્સ (પ્રાધ્યાપકો, એસોસિએટ પ્રાધ્યાપકો અને સહાયક પ્રાધ્યાપકો) છે. વોર્ડન હોલ પ્રબંધક સમિતિના અધ્યક્ષ હેઠળ આવે છે.[૨૮]
ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન અધિનિયમ
[ફેરફાર કરો]ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન અધિનિયમ આજ સુધી આધાર તરીકે લેવામાં આવે છે. આ કાયદાએ મુખ્યત્વે થોડી આઈઆઈટીઓને રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા તરીકે સ્વીકારી અને તેમને 'સોસાયટીઓ'થી યુનિવર્સિટીની સ્થિતિમાં રૂપાંતરિત કર્યા.
ભૂતપૂર્વ વિદ્યાર્થી
[ફેરફાર કરો]As of 2019[update], આઈ.આઈ.ટીઓના 250,000 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે.[૨૯][૩૦]
આ પણ જુઓ
[ફેરફાર કરો]- ભારતીય પ્રબંધ સંસ્થાન
- આંતરરાષ્ટ્રીય માહિતી પ્રૌદ્યોગિકી સંસ્થાન
- રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થાન
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "More IIT seats possible this year".
- ↑ ૨.૦ ૨.૧ "The Institutes of Technology Act, 1961" (PDF). Indian Institute of Technology, Bombay. 24 May 2005. મેળવેલ 14 May 2006. CS1 maint: discouraged parameter (link)
- ↑ ૩.૦ ૩.૧ "IIT Act (As amended till 2012" (PDF). મૂળ (PDF) માંથી 3 December 2013 પર સંગ્રહિત. મેળવેલ 10 September 2012.
- ↑ ૪.૦ ૪.૧ "Problem of plenty: As IITs multiply, the brand value diminishes". Hindustan Times. 29 June 2015. મૂળ માંથી 31 ઑગસ્ટ 2015 પર સંગ્રહિત. મેળવેલ 25 જૂન 2020. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "IIT Council Portal". મૂળ માંથી 18 જૂન 2019 પર સંગ્રહિત. મેળવેલ 12 June 2015.
- ↑ "IIT success kiss from 2 Telugu powerhouses".
- ↑ "Gazette Notification of the Bill" (PDF). 29 June 2012. મૂળ (PDF) માંથી 5 April 2013 પર સંગ્રહિત. મેળવેલ 2 July 2012.
- ↑ "Institute History – Indian Institute of Technology Kharagpur". IIT Kharagpur. મૂળ માંથી 20 April 2008 પર સંગ્રહિત. મેળવેલ 22 October 2008.
- ↑ IIT Kanpur Campus Tour (Official Video), https://www.youtube.com/watch?v=1Ks1pEnJSfc, retrieved 2019-07-24
- ↑ "JEE Advanced 2015: IIT Bombay announces that 4 new IITs will admit students from this session". Prepsure.com. મૂળ માંથી 27 જૂન 2015 પર સંગ્રહિત. મેળવેલ 12 June 2015.
- ↑ IndianExpress. "Chhattisgarh to open IIT campus in Bhilai". IndianExpress. મેળવેલ 14 January 2016.
- ↑ "Failure to identify land likely to delay setting up of IIT in Goa". The Times of India. મેળવેલ 12 June 2015.
- ↑ Press Trust of India (23 April 2015). "IIT Jammu to be set up at Chak Bhalwal". મેળવેલ 12 June 2015.
- ↑ "Dharwad will host first IIT of Karnataka". The Times of India. મેળવેલ 9 September 2015.
- ↑ "Indian Institute of Technology Kharagpur". 2007-08-13. મૂળ માંથી 2007-08-13 પર સંગ્રહિત. મેળવેલ 2019-09-07.
- ↑ "Inaugurated In Kharagpur In 1951, The First Indian Institute Of Technology Turns 66 Today". indiatimes.com (અંગ્રેજીમાં). મેળવેલ 2017-12-18.
- ↑ "Inaugurated In Kharagpur In 1951, The First Indian Institute Of Technology Turns 66 Today". indiatimes.com (અંગ્રેજીમાં). 2017-08-18. મેળવેલ 2019-09-07.
- ↑ Kharagpur, Indian Institute of Technology (14 May 2006). "Institute History". મૂળ માંથી 8 July 2006 પર સંગ્રહિત. મેળવેલ 14 May 2006.
- ↑ See "more IIT" in references below. Under "Final selection", third paragraph
- ↑ Upadhyaya, Yogesh K (23 March 2005). "The making of new IITs". Rediff.com. મેળવેલ 14 May 2006.
- ↑ Upadhyaya, Yogesh K (18 August 2005). "The march of the new IITs". Rediff.com. મેળવેલ 14 May 2006.
- ↑ Upadhyaya, Yogesh K (25 May 2005). "New IITs: A long journey ahead". Rediff.com. મેળવેલ 14 May 2006.
- ↑ Times News Network (1 May 2005). "Desi IITs in pardes: conditions apply". Economic Times Online. Bennett, Coleman and Co. Ltd. મૂળ માંથી 2 May 2007 પર સંગ્રહિત. મેળવેલ 27 August 2006.
- ↑ "Indian students spend USD 6.54 billion in US, near three times more than FDI flow from North America | Business News". www.timesnownews.com (અંગ્રેજીમાં). મેળવેલ 2019-03-04.
- ↑ "Visitor of the Institute". IIT Kharagpur. 18 November 2005. મૂળ માંથી 22 September 2007 પર સંગ્રહિત. મેળવેલ 7 January 2007.
- ↑ "IIT-Council". IIT Kharagpur. 18 November 2005. મૂળ માંથી 21 September 2007 પર સંગ્રહિત. મેળવેલ 7 January 2007.
- ↑ "Organisational Structure". IIT Kharagpur. 18 November 2005. મૂળ માંથી 22 September 2007 પર સંગ્રહિત. મેળવેલ 7 January 2007.
- ↑ "Organizational Structure". Indian Institute of Technology, Kharagpur. 3 March 2006. મૂળ માંથી 22 September 2007 પર સંગ્રહિત. મેળવેલ 14 May 2006. CS1 maint: discouraged parameter (link)
- ↑ "PM's inaugural address at the 'PAN IIT-2008' – IIT Alumni Global Conference". Press Information Bureau. 19 December 2008. મેળવેલ 8 August 2009.
- ↑ "Student statistics".
વધુ વાંચન
[ફેરફાર કરો]- Rajguru; Pant, Ranjan (2003). IIT India's Intellectual Treasures. India: Indus Media. ISBN 0-9747393-0-8.
- Kripalani, Manjeet; Engardio, Pete; Spiro, Leah Nathans (1998). "INDIA'S WHIZ KIDS – Inside the Indian Institutes of Technology's star factory". BusinessWeek (International આવૃત્તિ).
- Kirpal, Viney; Gupta, Meenakshi (1999). Equality Through Reservations. India: Vedams. ISBN 81-7033-526-4.
- Deb, Sandipan (2004). The IITians. India: Penguin Books. ISBN 0-670-04986-7.
- Murali, Kanta (1 ફેબ્રુઆરી 2003). "The IIT Story: Issues and Concerns". Frontline Magazine – Volume 20 – Issue 03. Frontline. મૂળ માંથી 26 માર્ચ 2006 પર સંગ્રહિત. મેળવેલ 14 મે 2006.
- Rajguru, Suvarna (30 December 2005). "What makes the IITs so chic". LittleINDIA. મૂળ માંથી 3 September 2006 પર સંગ્રહિત. મેળવેલ 27 August 2006.
- Gates, Bill (17 જાન્યુઆરી 2003). "Bill Gates Speech Transcript – Indian Institute of Technology 50th Anniversary Celebration Keynote". Microsoft corporation. મૂળ માંથી 9 એપ્રિલ 2008 પર સંગ્રહિત. મેળવેલ 29 એપ્રિલ 2008.
- Bhagat, Chetan (2004). Five Point Someone - What not to do at IIT. India: Rupa & Co. ISBN 81-291-0459-8.
- Agarwal, Rajeev (2013). What I Did Not Learn at IIT. India: Random House. ISBN 978-8-184-00486-1.
- Subbarao, E.C. (2008). An Eye for Excellence – 50 innovative years of IIT Kanpur. India: Harper Collins India. ISBN 978-81-7223-769-1.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- અધિકૃત વેબસાઇટ આઇઆઇટી કાઉન્સિલ
- ઇન્સ્ટિટ્યુટ Technologyફ ટેકનોલોજી એક્ટ, 1961 સંગ્રહિત ૨૦૨૧-૦૪-૧૬ ના રોજ વેબેક મશિન (પીડીએફ)