લખાણ પર જાઓ

ભાવનગર

આ સરસ લેખ છે. વધુ જાણવા અહીં ક્લિક કરો.
વિકિપીડિયામાંથી
(ભાવનગર જીલ્લો થી અહીં વાળેલું)
ભાવનગર
ભાવસભર ભાવેણું / સંસ્કારી નગરી
—  શહેર  —
ભાવનગરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°45′52″N 72°09′07″E / 21.764473°N 72.151930°E / 21.764473; 72.151930
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
મેયર કિર્તીબાળા દાણીધારીયા
વસ્તી

• ગીચતા

૫,૯૩,૭૫૮ (૨૦૧૧)

• 59,486/km2 (154,068/sq mi)

અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

53.30 square kilometres (20.58 sq mi)

• 24 metres (79 ft)

કોડ
  • • પીન કોડ • ૩૬૪૦૦૧
    • ફોન કોડ • +૦૨૭૮
    વાહન • જી જે ૦૪

ભાવનગર (audio speaker iconઉચ્ચારણ  Bhāvnagar) એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા ભાવનગર જિલ્લાનું મુખ્ય મથક અને ગુજરાત રાજ્યનું શહેર છે. ભાવનગરની સ્થાપના ૧૭૨૩માં ભાવસિંહજી ગોહીલ (૧૭૦૩-૧૭૬૪) દ્વારા કરવામાં આવી હતી. ભારતનાં ગણતંત્રમાં ભળ્યુ એ પહેલા સુધી તે એક રજવાડુ હતું. ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગરથી ભાવનગરનું અંતર ૨૨૦ કિ.મી. છે. ભાવનગર ખંભાતના અખાતની પશ્ચિમે આવેલ છે.

ઈતિહાસ

[ફેરફાર કરો]

સુર્યવંશી ગોહીલ રાજપુતોને મારવાડમાં તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડતો હતો. ઇ.સ. ૧૨૬૦માં તેઓએ ગુજરાતની હદમાં સાગરકાંઠા તરફ આવીને સેજકપુર, ઉમરાળા અને સિહોર એમ ત્રણ રાજધાની બનાવી. ૧૭૨૨-૧૭૨૩માં કંથાજી કડાણી અને પીપળાજી ગાયકવાડની સરદારી નીચે ગોહીલોની તે સમયની રાજધાની પર આક્રમણ કર્યુ. હારનો સામનો કરવો પડ્યો એટલે હારનું કારણ સિહોરનું ભૌગોલીક સ્થાન છે એમ માનીને ૧૭૨૩માં સિહોરથી ૩૦ કિલોમિટર દૂર વડવા ગામ પાસે દરીયાકિનારે સંવત ૧૭૭૯ની વૈશાખ સુદ ત્રીજ - અખાત્રીજના રોજ મહારાજા ભાવસિંહજી ગોહીલે[]નવી રાજધાની વસાવી અને એને ભાવનગર તરીકે ઓળખાવ્યું. દરિયાઇ વ્યાપારની સાનુકુળતા અને વ્યૂહાત્મક અગત્યતાને ધ્યાનમાં રાખીને આ સ્થળ પસંદ કરવામાં આવ્યુ હતું. સ્વાભાવિક રીતે જ ભાવનગર શહેર ભાવનગર રજવાડાની રાજધાની બન્યું. જૂના ભાવનગરની નગર રચના સૌરાષ્ટ્રના બીજા અગત્યના શહેરો તરફ ખૂલતા દરવાજાવાળા કિલ્લા ધરાવતી હતી. બે દાયકા સુધી એ આફ્રિકા, ઝાંજીબાર, મોઝામ્બિક, સિંગાપુર અને આરબ દેશો સાથે વ્યાપારી સંબંધ ધરાવતું અગત્યનું બંદર બની રહ્યું.

હાલમાં રાજવી કુટુંબના સભ્યોમાં મહારાજા વિજયરાજસિંહ ગોહિલ, મહારાણી સંયુક્તાકુમારી, યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ અને રાજકુમારી બ્રિજેશ્વરીકુમારી છે.

ભાવનગરનો મહેલ નિલમબાગ ખાતે આવેલ છે. દેશી રાજ્યોના વિલીનીકરણ સમયે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સૌ પ્રથમ સહમત થનાર અને પોતાનું રાજ્ય ધરનારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા.[] ભાવનગર પાસે આવેલું અલંગ વિશ્વનું સૌથી મોટું શિપબ્રેકીંગ યાર્ડ છે.[સંદર્ભ આપો]

ભાવનગર રજવાડાના સ્વાતંત્ર્યસેનાનીઓ

[ફેરફાર કરો]
  • ગુણવંતભાઈ પુરોહિત
  • અખીલેશ્વરીબેન મહેતા
  • ગજાનન પુરોહિત
  • રાજાભાઈ લખાણી

વર્તમાન ભાવનગર શહેર

[ફેરફાર કરો]
ગંગાજળીયા તળાવ અને એના વચ્ચે આવેલી ગંગાદેરીનું દૃષ્ય
ગંગાજળીયા તળાવ અને એના વચ્ચે આવેલી ગંગાદેરીનું દૃષ્ય

૨૦૧૧ની વસ્તી ગણત્રી પ્રમાણે ભાવનગરની વસ્તી ૫,૯૩,૭૬૮ લોકોની હતી.[] સાક્ષરતા દર ૮૬% જે રાષ્ટ્રીય઼ સરેરાશ ૫૯.૫ કરતા ઘણો વધારે છે.

ભાવનગર હવાઇ મથક
અલંગમાં ૧૯૯૭ના વર્ષ દરમ્યાન ભાંગવા માટે લવાયેલું Princess Marguerite નામનું કેનેડીયન જહાજ
  • અલંગ શીપ-બ્રેકીંગ યાર્ડ
  • કેન્દ્રિય ક્ષાર અને સમુદ્રિ રસાયણ અનુસન્ધાન સંથાન

કલાનગરી

[ફેરફાર કરો]

૨૦મી સદીના પ્રારંભે ગુજરાતમાં ચિત્રક્લાની આગેવાની ક્લાગુરુ રવિશંકર રાવળે લીધી હતી. તેમનો જન્મ ભાવનગરમાં થયો હતો. રંગોના રાજા ગણાતા સોમાલાલ શાહની કર્મભૂમિ પણ ભાવનગર છે એ સમયે એમણે ધર્મકુમારસિંહજીના પક્ષીવિષયક ગ્રંથ ધિ બર્ડ્ઝ્ ઓફ સૌરાષ્ટ્ર માં રંગીન અને પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈના પંખી જગત નામના પુસ્તકોમાં પક્ષીઓના રેખા-ચિત્રો દોર્યા છે. લોક કલાના ખ્યાતનામ ચિત્રકાર ખોડીદાસ પરમાર પણ ભાવનગરના. તેમના ચિત્રોમાં લોક સહિત્યની છાંટ પ્રદર્શિત થાય છે.

જોવા લાયક સ્થળો

[ફેરફાર કરો]

હવામાન

[ફેરફાર કરો]
હવામાન માહિતી ભાવનગર
મહિનો જાન ફેબ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઓક્ટ નવે ડિસે વર્ષ
મહત્તમ નોંધાયેલ °C (°F) 35
(95)
38
(100)
43
(109)
45
(113)
46
(115)
45
(113)
40
(104)
38
(100)
40
(104)
41
(106)
38
(100)
35
(95)
46
(115)
સરેરાશ મહત્તમ °C (°F) 28
(82)
30
(86)
35
(95)
38
(100)
40
(104)
37
(99)
33
(91)
32
(90)
33
(91)
35
(95)
32
(90)
29
(84)
34
(92)
સરેરાશ ન્યૂનતમ °C (°F) 12
(54)
14
(57)
18
(64)
23
(73)
25
(77)
26
(79)
25
(77)
25
(77)
23
(73)
21
(70)
17
(63)
13
(55)
20
(68)
નોંધાયેલ ન્યૂનતમ °C (°F) 0.55
(32.99)
2
(36)
8
(46)
12
(54)
19
(66)
20
(68)
20
(68)
21
(70)
20
(68)
13
(55)
6
(43)
5
(41)
0.55
(32.99)
સરેરાશ વરસાદ મીમી (ઈંચ) 0
(0)
0
(0)
0
(0)
0
(0)
10
(0.4)
90
(3.5)
170
(6.7)
130
(5.1)
90
(3.5)
20
(0.8)
0
(0)
0
(0)
510
(20)
સરેરાશ વરસાદી દિવસો 0 0 0 0 1 6 10 8 5 1 0 0 31
Average relative humidity (%) 48 42 41 44 53 64 75 80 75 56 49 50 56
સ્ત્રોત: Weatherbase[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "History of Bhavnagar city". મૂળ માંથી 2007-08-17 પર સંગ્રહિત. મેળવેલ ૧૫ ઓગસ્ટ ૨૦૦૭.
  2. "Bhavnagar City Population Census 2011 – Gujarat". મેળવેલ 25 November 2016.
  3. "આબોહવા-ભાવનગર". મૂળ માંથી 2022-05-25 પર સંગ્રહિત. મેળવેલ ૨ મે ૨૦૧૨.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
Wikivoyage
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:


વિકિપીડિયા:સરસ લેખ