લખાણ પર જાઓ

એમ. એસ. સુબ્બુલક્ષ્મી

વિકિપીડિયામાંથી
એમ. એસ. સુબ્બુલક્ષ્મી
ભારતીય ટપાલ ટિકિટ પર એમ. એસ. સુબ્બુલક્ષ્મી
પાર્શ્વ માહિતી
જન્મ નામમદુરાઇ ષણ્મુખવડીવુ સુબ્બુલક્ષ્મી
અન્ય નામોએમ. એસ.
જન્મ(1916-09-16)16 September 1916
મદુરાઇ, મદ્રાસ પ્રાંત, ભારત
મૂળભારત
મૃત્યુ11 December 2004(2004-12-11) (ઉંમર 88)
ચેન્નઈ, તમિલનાડુ, ભારત
શૈલીભારતીય શાસ્ત્રીય સંગીત
વ્યવસાયોશાસ્ત્રીય ગાયક
સક્રિય વર્ષો૧૯૩૦ — ૨૦૦૪

મદુરાઇ ષણ્મુખવડીવુ સુબ્બુલક્ષ્મી (૧૬ સપ્ટેમ્બર ૧૯૧૬ – ૧૧ ડિસેમ્બર ૨૦૦૪) કર્ણાટકી સંગીત ગાયિકા હતા. તેઓ ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન મેળવનાર પ્રથમ સંગીતકાર હતા.[] તેઓ એશિયાના નોબલ પુરસ્કાર તરીકે ઓળખાતા રેમન મેગ્સેસ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય સંગીતકાર હતા.[] ઉપરાંત ૧૯૬૬માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાર્યક્રમ કરનાર પ્રથમ ભારતીય પણ હતા.[][]

જીવન પરિચય

[ફેરફાર કરો]

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

સુબ્બુલક્ષ્મીનો જન્મ ૧૬ સપ્ટેમ્બર ૧૯૧૬ના રોજ મદ્રાસ પ્રાંતના મદુરાઇ ખાતે ષણ્મુખવડીર અમ્માલ અને સુબ્રમણ્યમ ઐયરને ત્યાં થયો હતો. તેમણે ખૂબ જ નાની ઉંમરથી કર્ણાટકી સંગીત શીખવાની શરૂઆત કરી તથા સેમ્મગુડી શ્રીનિવાસ ઐયરના માર્ગદર્શન હેઠળ પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. બાદમાં પંડિત નારાયણરાવ વ્યાસના માર્ગદર્શન હેઠળ હિંદુસ્તાની સંગીતમાં ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી. તેમની માતા દેવદાસી સમુદાય દ્વારા સંગીત પ્રતિપાદક અને નિયમિત મંચ કલાકાર હતા. સુબ્બુલક્ષ્મી બાળપણથી જ સંગીત શીખવા માટેના અનુકૂળ વાતાવરણમાં ઉછર્યા હતા. તેમણે અગિયાર વર્ષની ઉંમરે ૧૯૨૭માં રોકફોર્ટ મંદિર, તિરુચિરાપલ્લી ખાતે પોતાનો પ્રથમ જાહેર કાર્યક્રમ આપ્યો. આ કલાપ્રદર્શન કાર્યક્રમનું આયોજન તિરુચિરાપલ્લી ખાતેના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા એફ. જી. નતેસા ઐયર દ્વારા કરવામાં આવ્યું હતું.[]

૧૯૩૬માં સુબ્બુલક્ષ્મી મદ્રાસ આવી ગયા.[] અહીં ૧૯૩૮માં તેમણે સેવાસદન નામની ફિલ્મમાં અભિનેત્રી તરીકેની ભૂમિકા ભજવી.[]

કારકિર્દી

[ફેરફાર કરો]
એમ. એસ. સુબ્બુલક્ષ્મી (ડાબે) એસ. વારાલક્ષ્મી સાથે ફિલ્મ સેવાસદનમાં (૧૯૩૮)

સુબ્બુલક્ષ્મીએ બાળપણથી જ તેમના માતા પાસેથી કર્ણાટકી સંગીત શીખવાની શરૂઆત કરી. બાદમાં પંડિત નારાયણરાવ વ્યાસ પાસેથી હિંદુસ્તાની સંગીતમાં પણ પ્રશિક્ષણ મેળવ્યું. તેઓ માત્ર દસ વર્ષના હતા ત્યારે તેમનું પહેલું રેકોર્ડિંગ બહાર પડ્યું. ૧૯૨૯માં મદ્રાસ સંગીત અકાદમી ખાતે ૧૩ વર્ષની ઉંમરે સંગીત કાર્યક્રમ આપ્યો. જેમાં તેમણે હિન્દુ ભજન રજૂ કર્યા હતા.[] આ કાર્યક્રમ બાદ તેઓ અગ્રણી કર્ણાટકી ગાયિકા બની ગયા.[][]

તેમણે ભારતના સાંસ્કૃતિક રાજદૂત તરીકે લંડન, ન્યુયોર્ક, કેનેડા સહિતના ઘણા દેશોમાં સીમાચિહ્નરૂપ સંગીત કાર્યક્રમો રજૂ કર્યા.[૧૦] ૧૯૭૭માં તેમના પતિ કલ્કિ સદાશિવમના અવસાન બાદ તેમણે સંગીતના જાહેર કાર્યક્રમ આપવાનું બંધ કરી દીધું.

સુબ્બુલક્ષ્મીએ કારકિર્દીની શરૂઆતમાં કેટલીક તમિલ ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. સેવાસદન તેમની પહેલી ફિલ્મ હતી. કે. સુબ્રમણ્યમ દ્વારા નિર્દેશિત આ ફિલ્મના મુખ્ય નાયક તરીકેની ભૂમિકા એફ. જી. નતેસા ઐયરે ભજવી હતી.[૧૧] આ ફિલ્મ પ્રેમચંદની નવલકથા બાઝાર–એ–હુસ્ન પર આધારિત હતી. તેમના પતિના રાષ્ટ્રવાદી તામિલ સામયિક કલ્કિના પ્રકાશન ભંડોળ માટે તેમણે સાવિત્રી નામની ફિલ્મમાં નારદનું પુરુષ પાત્ર પણ ભજવ્યું હતું. ૧૯૪૫માં રજુ થયેલી ફિલ્મ મીરાં તેમની સૌથી યાદગાર ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેમણે ભક્તિ કવયિત્રી મીરાબાઇનું પાત્ર ભજવ્યું હતું. ૧૯૪૭માં આ ફિલ્મ હિંદીમાં ફરીથી બનાવવામાં આવી હતી.

પુરસ્કાર અને સન્માન

[ફેરફાર કરો]
એમ. એસ. સુબ્બુલક્ષ્મી એક રંગની સાડીમાં જે તેમના નામનો પર્યાય બની ગઈ હતી : એમ. એસ. બ્લ્યુ

જવાહરલાલ નહેરુએ તેમને સંગીતની રાણી કહી નવાજ્યા હતા. લતા મંગેશકરે તપસ્વીની, ઉસ્તાદ બડે ગુલામ અલી ખાને સુશ્વરલક્ષ્મી તથા કિશોરી અમુનકરે તેમને આઠમા સૂર તરીકે ઓળખાવ્યા હતા. ભજ ગોવિંદમ્, 'વિષ્ણુ સહસ્ત્રાનામ, હરિ તુમ હરો અને વેંકટેશ્વર જપ તેમના કેટલાક પ્રસિદ્ધ ભજનો છે. તેમને મળેલા કેટલાક સન્માન-પુરસ્કારો આ પ્રમાણે છે :

૧૮ ડિસેમ્બર ૨૦૦૫ના રોજ ભારતીય ટપાલ વિભાગ દ્વારા એક સ્મારક ટિકિટ બહાર પાડવામાં આવી હતી.[૧૩] તેમની જન્મજયંતિના ઉપલક્ષમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ એક સ્મારક ટિકિટ બહાર પાડવામાં આવી.[૧૪]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "M S Subbulakshmi: 'Nightingale' of Carnatic music". Rediff. India. 12 December 2004. મૂળ માંથી 8 July 2015 પર સંગ્રહિત.
  2. Clare Arthurs (25 July 2000). "Activists share 'Asian Nobel Prize'". BBC News. મેળવેલ 20 February 2008.[હંમેશ માટે મૃત કડી]
  3. "Ramon Magsaysay Award Foundation". Rmaf.org.ph. મૂળ માંથી 1 સપ્ટેમ્બર 2010 પર સંગ્રહિત. મેળવેલ 22 September 2013.
  4. The Ramon Magsaysay awards, Ramon Magsaysay Award Foundation, 1982, p. 141, https://books.google.com/books?id=KxblAAAAMAAJ&q=semi-classical 
  5. SRUTI magazine cover story on F.G.Natesa Iyer, page 25, issue number 330, March 2012
  6. ૬.૦ ૬.૧ "M.S. subbulakshmi passes away, aged 88". The Hindu. 12 December 2004. મૂળ માંથી 19 ઑક્ટોબર 2009 પર સંગ્રહિત. મેળવેલ 19 October 2009. Check date values in: |archive-date= (મદદ)
  7. "M. S. Subbulakshmi (1916–2004)" (PDF). National Resource Center for Women, Government of India. મૂળ (PDF) માંથી 1 ફેબ્રુઆરી 2010 પર સંગ્રહિત. મેળવેલ 19 October 2009.
  8. "Popular Indian classical singer M.S. Subbulakshmi dead". Pakistan Times. 13 December 2004. મૂળ માંથી 11 June 2008 પર સંગ્રહિત. મેળવેલ 16 October 2009.
  9. Murthi, R. K. Encyclopedia of Bharat Ratnas. Pitambar Publishing. પૃષ્ઠ 176–179. ISBN 978-81-209-1307-3.
  10. K.S. Mahadevan. "M.S.SUBBULAKSHMI – A DIVINE MAESTRO". Press Information Bureau, Government of India. મેળવેલ 6 January 2012.
  11. "The stamp of honour". The Hindu. Hinduonnet.com. 10 July 2000. મૂળ માંથી 6 ઑગસ્ટ 2016 પર સંગ્રહિત. મેળવેલ 22 September 2013. Check date values in: |archive-date= (મદદ)
  12. ૧૨.૦ ૧૨.૧ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. મૂળ (PDF) માંથી 15 October 2015 પર સંગ્રહિત. મેળવેલ 21 July 2015.
  13. "Stamps – 2005". Department of Posts, Indian government. મૂળ માંથી 30 July 2013 પર સંગ્રહિત. મેળવેલ 2 August 2013.
  14. "U.N. to issue stamp to mark M.S. Subbulakshmi's birth centenary". The Hindu. 12 August 2016. મેળવેલ 13 November 2016.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]