મરાઠા લાઇટ્ ઇન્ફન્ટ્રી
મરાઠા લાઇટ્ ઇન્ફન્ટ્રી (મરાઠા લાઇ અથવા ગણપત) એ ભારતીય ભૂમિસેનાની પાયદળ રેજિમેન્ટ છે. તે ૧૭૬૮માં સૌપ્રથમ ઉભી કરવામાં આવી હતી.
રેજિમેન્ટમાં તત્કાલીન મરાઠા સામ્રાજ્યમાંથી સખત મનોબળવાળા અને શિસ્તબદ્ધ લોકોને સૈનિક તરીકે લેવામાં આવતા. હાલમાં, સૈનિકો સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યમાંથી લેવામાં આવે છે અને કેટલાક સૈનિકો કર્ણાટકના મરાઠી ભાષા બોલતા કુર્ગ વિસ્તારમાંથી લેવામાં આવે છે.[૧] રેજિમેન્ટનું મુખ્યાલય બેલગામ, કર્ણાટક ખાતે ૧૯૨૨માં સ્થાપવામાં આવ્યું. અગાઉ તે અવિભાજન અગાઉના બોમ્બે સ્ટેટનો ભાગ હતું.[૨] રેજિમેન્ટનો યુદ્ધઘોષ "બોલ છત્રપતિ શિવાજી મહારાજની જય" છે.
ઈતિહાસ
[ફેરફાર કરો]સ્વતંત્રતા પહેલાં
[ફેરફાર કરો]૧૬મીથી ૧૮મી સદી સુધી મરાઠા સેના ભારતમાં સૌથી વધુ તાકાત ધરાવતી હતી. તેમની લશ્કરી કુશળતા છત્રપતિ શિવાજી મહારાજ અને તેમના અનુગામી મહારાજાઓ દ્વારા મુઘલ અને અંગ્રેજો સામે બહુ અસરકારક રીતે વપરાઈ. ભારતમાં ત્રણ સદી સુધી લશ્કરી દ્રષ્ટિએ મરાઠા પાયદળ અને હળવું અશ્વદળ તથા મરાઠા નૌસેનાની મદદથી પ્રભાવ બતાવતા રહ્યા. રેજિમેન્ટની પ્રથમ પલટણ ઓગષ્ટ ૧૭૬૮ ઉભી કરાઈ અને તેને નામ જંગી પલટણ અપાયું.
આગામી વર્ષે કાલી પંચવીન નામે બીજી પલટણ ઉભી કરાઈ. ૧૮મી સદીના આખરમાં સુરતથી કન્નાનુર સુધી પશ્ચિમિ સમુદ્રતટ ઉપરની દરેક લડાઈમાં આ પલટણો મોખરે રહી જેમાં સિદાસિર અને શ્રીરંગપટ્ટમ મુખ્ય રહી.
૧૯મી સદીની શરૂઆતમાં ત્રીજી પલટણ ઉભી કરવામાં આવી. ત્યારબાદ તુરંત જ એપ્રિલ ૧૮૦૦માં ૪થી પલટણ ઉભી કરવામાં આવી.
૧૯મી સદીના બીજા ભાગમાં મધ્યપૂર્વથી ચીન સુધી અનેક લડાઈમાં પલટણોએ ભાગ લીધો. કાહુનનો ઘેરો અને દાદારનું રક્ષણ એ બલુચિસ્તાન વિસ્તારમાં મુખ્ય લડાઈ હતી. ૧૮૬૭-૧૮૬૮માં એબિસિનિયા અભિયાનમાં પલટણોએ મોખરે રહીને ભાગ લીધો. ૧૯૨૨માં મરાઠા લાઇટ્ ઇન્ફન્ટ્રી નામ અપાયું.
પ્રથમ વિશ્વયુદ્ધમાં મેસોપોટેમિયાના યુદ્ધમાં ત્રણ મરાઠા પલટણોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. એક મરાઠા પલટણે જેમાં મુખ્યત્ત્વે નાસિક આસપાસના ખાનદેશના સૈનિકો હતા તેણે ૧૪૬ દિવસ સુધી કુત અલ અમારાનો ઘેરો ઘાલ્યો હતો અને દુશ્મનોને શરણાગતિ સ્વીકારવા મજબૂર કર્યા હતા. ૧૧૪મી મરાઠા પલટણે શરકાતની લડાઈમાં કુલ ૨૮ વીરતા પુરસ્કાર મેળવ્યા હતા.
દ્વિતીય વિશ્વયુદ્ધમાં મરાઠા પલટણો દક્ષિણ પૂર્વ એશિયા, ઉત્તર આફ્રિકા અને ઈટલી ખાતે લડ્યા હતા. યુદ્ધ દરમિયાન રેજિમેન્ટમાં ૧૩ નવી લડાયક પલટણો ઉભી કરવામાં આવી. યુદ્ધ બાદ બે ને બાદ કરતાં તમામ પલટણો વિખેરી નાખવામાં આવી હતી. સમગ્ર યુદ્ધ દરમિયાન રેજિમેન્ટને નાયક યશવંત ઘડગે અને સિપાહી નામદેવ જાધવે[૩] વિક્ટોરીયા ક્રોસ અપાવ્યો. આ સિવાય આશરે ૧૩૦ વીરતા પુરસ્કાર મરાઠા લાઇને મળ્યા.
કાલી પંચવીન પલટણ વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર પ્રથમ પલટણ હતી અને આ સિવાય પલટણનું નેતૃત્વ કરી રહેલ અફસર ગુમાવનાર પણ પ્રથમ પલટણ હતી. સ્વતંત્રતા બાદ સંયુક્ત રાષ્ટ્રસંઘ માટે ફરજ બજાવનાર અને ઉત્તર પૂર્વ ભારતમાં અશોક ચક્ર મેળવનાર પ્રથમ પલટણ બની.
સ્વતંત્રતા બાદ
[ફેરફાર કરો]આઝાદી બાદ રેજિમેન્ટને પાંચ પલટણોમાં ગોઠવવામાં આવી. એપ્રિલ ૧૯૫૨માં ત્રીજી પલટણને હવાઈ હુમલા માટે તાલીમ આપવામાં આવી અને તે પેરાશુટ રેજિમેન્ટની ૨જી પલટણ બની. રજવાડાંઓના વિલીનીકરણ બાદ ૧૯મી, ૨૦મી અને ૨૨મી પલટણોને વિલિન કરવામાં આવી અને સતારા, કોલ્હાપુર, વડોદરા અને હૈદરાબાદ રજવાડાંની સેનાઓ સાથે જોડી દેવામાં આવી. કાળક્રમે ભારતીય સેનાને ખતરાઓ સામે તૈયાર કરવા માટે વિસ્તારવામાં આવી. આ સાથે રેજિમેન્ટનો પણ વિસ્તાર થયો અને તે હાલની ૧૮ પલટણના સંખ્યાબળે પહોંચી. ૨૧મી પલટણને બાદમાં ૨૧મી પેરાશુટ (ખાસ દળો)માં પલટવામાં આવી.
સ્વતંત્રતા બાદના દરેક યુદ્ધમાં રેજિમેન્ટની પલટણોએ ભાગ લીધો છે.
રેજિમેન્ટને અશોક ચક્ર કેપ્ટન એરિક ટકર (૨જી પલટણ), કર્નલ એન જે નાયર (૧૬મી પલટણ), કર્નલ વસંત વેણુગોપાલ (૯મી પલટણ) અને લેફ્ટ નવદીપ સિંઘ (૧૫મી પલટણે) અપાવ્યાં છે. આ સિવાય પાંચ મહાવીર ચક્ર અને અનેક યુદ્ધ અને શાંતિકાળના પુરસ્કાર મળેલા છે.
જનરલ જે. જે. સિંઘ ભારતીય ભૂમિસેનાના વડા ફેબ્રુઆરી ૨૦૦૫માં બન્યા તેઓ મરાઠા લાઇટ્ ઇન્ફન્ટ્રીના પ્રથમ અફસર છે જેમણે બહુમાન મેળવ્યું.
પલટણો
[ફેરફાર કરો]- 1 લી બટાલિયન
- 2 બટાલિયન
- 4 થી બટાલિયન
- 5 બટાલિયન
- 6 ઠ્ઠી બટાલિયન
- 7 બટાલિયન
- 8 બટાલિયન
- 9 બટાલિયન
- 11 બટાલિયન
- 12 બટાલિયન
- 14 બટાલિયન
- 15મી બટાલિયન
- 16 બટાલિયન
- 17 બટાલિયન
- 18 બટાલિયન
- 19 બટાલિયન - (ભૂતપૂર્વ કોલ્હાપુર રાજા રામ પાયદળ)
- 22 બટાલિયન - (ભૂતપૂર્વ ૨ હૈદરાબાદ રજવાડું પાયદળ)
- 23 બટાલિયન
- 24 બટાલિયન
- 25 બટાલિયન
- 26 બટાલિયન
- 42 બટાલિયન
- 101 પાયદળ બટાલિયન (સ્થાનિય પાયદળ)
- 109 પાયદળ બટાલિયન (સ્થાનિય પાયદળ)
- 17 રાષ્ટ્રિય રાઇફલ્સ મરાઠા લાઈ
- 27 રાષ્ટ્રિય રાઇફલ્સ મરાઠા લાઇ
- 41 રાષ્ટ્રિય રાઇફલ્સ મરાઠા લાઇ
- 56 રાષ્ટ્રિય રાઇફલ્સ મરાઠા લાઇ
સંલગ્ન
[ફેરફાર કરો]- બે બટાલિયનો પેરાશૂટ રેજિમેન્ટ:
- 2 પેરા (ખાસ દળો), ભૂતપૂર્વ. 3 જી મરાઠા લાઇ
- 21 પેરા (ખાસ દળો), ભૂતપૂર્વ. 21 મી મરાઠા લાઇ
- 2 પેરા (ખાસ દળો), ભૂતપૂર્વ. 3 જી મરાઠા લાઇ
- એક બટાલિયન યાંત્રિક પાયદળ રેજિમેન્ટ:
- 10. મી Bn., ભૂતપૂર્વ. 20 મી મરાઠા લાઇ (ભૂતપૂર્વ બરોડા રજવાડું પાયદળ)
- 10. મી Bn., ભૂતપૂર્વ. 20 મી મરાઠા લાઇ (ભૂતપૂર્વ બરોડા રજવાડું પાયદળ)
- બે આર્ટિલરી રેજિમેન્ટ: 34 મેડ. Regt. અને 36 મેડ. Regt.
- એક ભારતીય નૌસેનાની મિસાઈલ ડિસ્ટ્રોયર આઇએનએસ મુંબઈ
- એક ભારતીય વાયુસેનાની ફાઇટર સ્ક્વોડ્રન : 20 હવાઈ સ્ક્વોડ્રન
બેસ્ટિલ દિવસ ઉજવણી
[ફેરફાર કરો]૨૨૧મા બેસ્ટિલ દિવસના પ્રસંગે ૧૪ જુલાઈ ૨૦૦૯ના દિવસે ભારતીય સેનાની ત્રણે પાંખોના આશરે ૪૦૦ સૈનિકોએ પૅરિસના શામ્પ-ઇલિસે ખાતે પરેડની આગેવાની કરી હતી જેમાં મરાઠા લાઇના સૈનિકો મોખરે હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિના આમંત્રણને માન આપી અને પધારેલ તત્કાલીન ભારતીય પ્રધાનમંત્રી મનમોહન સિંહ મુખ્ય મહેમાન હતા.[૪]
નોંધ
[ફેરફાર કરો]- ↑ "Official Website of Indian Army". મેળવેલ 26 November 2014.
- ↑ "Karnataka State Gazetteer: Belagavi". મેળવેલ 26 November 2014.
- ↑ Kay, Robin (1967). Italy Volume II : From Cassino to Trieste. New Zealand: War History Branch, Department Of Internal Affairs, Wellington, New Zealand.
- ↑ ."
સંદર્ભ
[ફેરફાર કરો]- એક સંક્ષિપ્ત ઇતિહાસ Mahratta લાઇટ ઇન્ફન્ટ્રી (1945) દ્વારા J. S. બાર