રામપરા અભયારણ્ય
Appearance
રામપરા અભયારણ્ય | |
---|---|
આઈ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર) | |
સ્થળ | મોરબી જિલ્લો, ગુજરાત, ભારત |
નજીકનું શહેર | મોરબી |
અક્ષાંશ-રેખાંશ | 22°10′N 71°29′E / 22.167°N 71.483°E |
વિસ્તાર | 15 |
સ્થાપના | નવેમ્બર ૧૯૮૮ |
નિયામક સંસ્થા | ગુજરાત વનવિભાગ |
www |
રામપરા અભયારણ્ય એ મોરબી જિલ્લામાં આવેલું [૧] આવેલું આઇ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર)[૨] હેઠળ અને વનવિભાગના અનુસાર અભયારણ્ય[૩] છે. આ અભયારણ્ય મોટા વૃક્ષો ન ધરાવતો વનરાજીવાળો વિસ્તાર છે. કાંટાળા ઝાડી-ઝાંખરા વચ્ચે ધાસના ઉગાવાથી છવાયેલ અહીનું ભુપૃષ્ઠ પશુ, પક્ષી અને વનસ્પતિની વિવિધ જાતોને આશરો પુરો પાડે છે. ભુપૃષ્ઠ મોટેભાગે સમતલ છે, જે કોઇ કોઇ જગ્યાએ ઉચાણ અને નિચાણ ધરાવે છે. અભયારણ્યની ફરતે આવેલ ટેકરીઓ એ આ અભયારણ્યની સરહદ છે. આ અભયારણ્ય ૨૮૦ જાતની વનસ્પતિ, ૧૩૦ જાતના પક્ષી અને ૨૦ કરતા વધારે સસ્તન અને સરીસૃપ પ્રાણીઓનું નિવાસસ્થાન અને તેની તેમના સંરક્ષણ માટે અગત્યનો ભાગ ભજવે છે. અભયારણ્યની વચ્ચે આવેલો નિરિક્ષણ મિનારો મુલાકાતીઓને અભયારણ્યના દૃષ્યોને માણવાની પુરતી તકો આપે છે. બે નાનકડાં ઝરણાં પણ અહીંયા જોવા મળી જાય છે.
આ પણ જુવો
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "ગુજરાત વનવિભાગ, રામપરા અભયારણ્ય". મૂળ માંથી 2013-10-31 પર સંગ્રહિત. મેળવેલ 2013-10-23.
- ↑ "આરક્ષીત વિસ્તારોની યાદી". worldwildlife.org. વર્લ્ડ વાઇલ્ડ લાઇફ. ૨૨ ઓક્ટોબર ૨૦૧૩. મેળવેલ ૨૨ ઓક્ટોબર ૨૦૧૩.
- ↑ "રામપરા અભયારણ્યની માહિતિ". gujaratforest.gov.in. વનવિભાગ, ગુજરાત સરકાર. ૨૨ ઓક્ટોબર ૨૦૧૩. મૂળ માંથી 2013-10-31 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ ઓક્ટોબર ૨૦૧૩.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |