જુલાઇ ૨૧
Appearance
૨૧ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૦૨મો (લિપ વર્ષ દરમ્યાન ૨૦૩મો) દિવસ છે. આ દિવસ
પછી વર્ષ પુરું થવામાં ૧૬૩ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૩૫૬ ઇ.પૂ. – આર્ટેમિસનું દેવળ, વિશ્વની સાત પ્રાચીન અજાયબીઓમાંની એક ને આગ લગાડી બાળી મુકાયું.
- ૧૯૬૦ – સિરિમાવો ભંડારનાઇકે શ્રીલંકાના વડા પ્રધાન તરીકે ચૂંટાયા, તેઓ વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.
- ૧૯૬૯ – નીલ આર્મસ્ટ્રોંગ (Neil Armstrong) અને એડવિન એલ્ડ્રિન (Edwin "Buzz" Aldrin), એપોલો ૧૧ કાર્યક્રમ અંતર્ગત, ચંદ્રની ધરતી પર ડગ માંડનાર પ્રથમ માનવો બન્યા.
- ૧૯૭૦ – ૧૧ વર્ષના બાંધકામ પછી ઇજિપ્તમાં આસ્વાન બંધ પૂર્ણ થયો.
- ૧૯૮૩ – વિશ્વનું સૌથી નીચું તાપમાન વોસ્ટોક સ્ટેશન, એન્ટાર્કટીકા ખાતે −૮૯.૨ °સે (−૧૨૮.૬ °ફે) નોંધાયું.
- ૨૦૦૮ – રામ બરાન યાદવને નેપાળના પ્રથમ રાષ્ટ્રપતિ જાહેર કરવામાં આવ્યા.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૯૯ – અર્નેસ્ટ હેમિંગ્વે, અમેરિકન નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક અને પત્રકાર, નોબેલ પુરસ્કાર વિજેતા (અ. ૧૯૬૧)
- ૧૯૧૧ – ઉમાશંકર જોષી, ગુજરાતી સાહિત્યકાર અને લેખક (અ. ૧૯૮૮)
- ૧૯૧૨ – અવિનાશ વ્યાસ, ભારતીય સંગીત નિર્દેશક, ગીતકાર અને ગુજરાતી સિનેમાના ગાયક (અ. ૧૯૮૪)
- ૧૯૩૦ – આનંદ બક્ષી, ભારતીય ગીતકાર (અ. ૨૦૦૨)
- ૧૯૩૬ – બહેચરભાઈ પટેલ, ગુજરાતી લેખક અને વિવેચક
- ૧૯૪૦ - શંકરસિંહ વાઘેલા, રાજકારણી અને ગુજરાતના ૧૨મા મુખ્યમંત્રી.
- ૧૯૪૭ – ચેતન ચૌહાણ, ભારતીય ક્રિકેટર અને રાજકારણી (અ. ૨૦૨૦)
અવસાન
[ફેરફાર કરો]- ૨૦૦૧ – શિવાજી ગણેશન, તમિલ અભિનેતા (જ. ૧૯૨૭)
- ૨૦૦૯ – ગંગુબાઇ હંગલ, પ્રસિધ્ધ ભારતીય શાસ્ત્રીય ગાયિકા. (જ.૧૯૧૩)
- ૨૦૨૦ – લાલજી ટંડન, ભારતીય રાજકારણી (જ. ૧૯૩૫)
- ૨૦૨૧ – અરવિંદ રાઠોડ, ગુજરાતી નાટ્યમંચ અને ચલચિત્ર અભિનેતા (જ. ૧૯૪૧)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૬-૦૮-૨૧ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર July 21 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.