ઓક્ટોબર ૧૧
Appearance
૧૧ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૮૪મો (લિપ વર્ષ દરમ્યાન ૨૮૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૮૧ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૮૫૨ – ઓસ્ટ્રેલિયાની સૌથી જૂની યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ સિડનીનું સિડની ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
- ૧૯૪૧ – મેસેડોનિયાના રાષ્ટ્રીય મુક્તિ યુદ્ધની શરૂઆત થઈ.
- ૧૯૫૪ – ૧૯૫૪ની જિનીવા પરિષદ અનુસાર ફ્રેન્ચ દળોએ ઉત્તર વિયેતનામમાંથી તેમના સૈન્ય દળો હટાવી લીધા.
- ૧૯૫૮ – નાસાએ તેના પ્રથમ અવકાશ સંશોધન પાયોનિયર–૧ની શરૂઆત કરી, જો કે તે સ્થિર ભ્રમણકક્ષા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયું હતું.
- ૧૯૬૮ – નાસાએ પ્રથમ સફળ માનવસહિત એપોલો મિશન એપોલો–૭નો આરંભ કર્યો.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૫૭ – ડાહ્યાભાઇ દેરાસરી, ગુજરાતી સાહિત્યકાર, શિક્ષક અને ભૂસ્તરશાસ્ત્રી (અ. ૧૯૩૮)
- ૧૯૦૨ – જયપ્રકાશ નારાયણ, જે પી અથવા લોકનાયક તરીકે જાણીતા ભારતીય સ્વતંત્રતા સેનાની, સિદ્ધાંતવાદી, સમાજવાદી અને રાજનેતા (અ. ૧૯૭૯)
- ૧૯૧૬ – નાનાજી દેશમુખ, સમાજસેવક અને રાજકારણી (અ. ૨૦૧૦)
- ૧૯૩૨ – સુરેશ દલાલ, ગુજરાતી ભાષાના કવિ, નિબંધકાર, બાળસાહિત્યકાર અને સંપાદક (અ. ૨૦૧૨)
- ૧૯૪૨ – અમિતાભ બચ્ચન, ભારતીય ફિલ્મ અભિનેતા
- ૧૯૫૦ – દલપત પઢિયાર, ગુજરાતી કવિ
- ૧૯૯૩ – હાર્દિક પંડ્યા, ભારતીય ક્રિકેટર
અવસાન
[ફેરફાર કરો]- ૧૮૬૭ – ગુણાતીતાનંદ સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત (જ. ૧૭૮૫)
- ૨૦૦૨ – દીના પાઠક, હિંદી ચલચિત્ર અભિનેત્રી (જ. ૧૯૨૨)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ
- સમાચારપત્ર વાહક દિવસ
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૪-૦૭ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર October 11 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.