લખાણ પર જાઓ

અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ

વિકિપીડિયામાંથી
આંદામાન અને નિકોબાર દ્રીપસમુહ

अण्डमान और निकोबार द्वीपसमूह
Official logo of આંદામાન અને નિકોબાર દ્રીપસમુહ
આંદામાન અને નિકોબારની મુદ્રા
આંદામાન અને નિકોબારનું ભારતમાં સ્થાન (પીળો રંગ)
આંદામાન અને નિકોબારનું ભારતમાં સ્થાન (પીળો રંગ)
અક્ષાંશ-રેખાંશ (પોર્ટ બ્લેર): 11°41′N 92°46′E / 11.68°N 92.77°E / 11.68; 92.77
દેશભારત
વિસ્તારદક્ષિણ ભારત
સ્થાપના૧ નવેમ્બર ૧૯૫૬
પાટનગર અને સૌથી મોટું શહેરપોર્ટ બ્લેર
જિલ્લાઓ
વિસ્તાર
 • કુલ૭,૯૫૦ km2 (૩૦૭૦ sq mi)
વિસ્તાર ક્રમ૨૮મો
વસ્તી
 (૨૦૧૨)[]
 • કુલ૩,૮૦,૫૦૦
સમય વિસ્તારUTC+૦૫:૩૦ (સમયક્ષેત્ર)
ISO 3166 ક્રમIN-AN
માનવાંકIncrease૦.૭૭૮ (ઉચ્ચ)
ભાષાઓમુખ્ય

અધિકૃત:

  • હિંદી[]
  • અંગ્રેજી[]

મુખ્ય બોલાતી ભાષાઓ

વેબસાઇટwww.and.nic.in

આંદામાન અને નિકોબાર દ્વિપસમૂહ ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. આ દ્વિપસમૂહ બંગાળની ખાડીની દક્ષિણે હિંદ મહાસાગરમાં આવેલો છે. તેનું પાટનગર પોર્ટ બ્લૅર છે.

ઈ.સ. ૨૦૦૧માં આંદામાનની વસ્તી ૩૧૪,૦૮૪ હતી. ભારત દેશનો સૌથી દક્ષિણે આવેલું સ્થળ ઇન્દિરા પોઇન્ટ આ દ્વિપસમૂહમાં આવેલું છે.

આંદામાન અને નિકોબાર લગભગ ૫૭૬ નાના મોટા દ્વીપોના સમૂહનો બનેલો છે. આમાંના ૨૬ ટાપુ પર માનવ વસવાટ છે. હુગલી નદીના મુખથી ૯૫૦ કિ.મી.ના અંતરે આ દ્વીપસમૂહ આવેલા છે. મ્યાનમારના કેપ નેગ્રેસથી ૧૯૩ કિ.મી. દૂર છે. આંદામાનથી સૌથી નજીકનું મુખ્ય ભૂમિ (મેઇન લેન્ડ)નું સ્થળ કેપ નેગ્રેસ છે. સુમાત્રાથી ૫૪૭ કિ.મી. દૂર છે. ટાપુઓની હારમાળાની લંબાઇ ૩૫૨ કિ.મી. છે અને મહત્તમ પહોળાઈ ૫૧ કિ.મી. છે. આંદામાનની કુલ જમીનનું ક્ષેત્રફળ ૬૪૦૮ ચોરસ કિ.મી. છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

પ્રથમ રહેવાસીઓ

લગભગ ૨૨૦૦ વર્ષ પહેલાંના પુરાતાત્વિક પુરાવાઓ મળે છે અને આનુવંશિક અભ્યાસ તેમજ સાંસ્કૃતિક અભ્યાસ સૂચવે છે કે, સ્વદેશી અંદામાની લોકો અન્ય વસ્તીમાંથી મધ્ય પેલેલિથિક દરમિયાન અલગ થઈ ગયા હોય શકે છે કે જે ૩૦૦૦૦ વર્ષો પૂર્વે સમાપ્ત થઈ હતી. તે સમયથી અંદામાની લોકો ભાષાકીય, સાંસ્કૃતિક તેમજ પ્રાદેશિક જૂથોમાં વિવિધતા ધરાવે છે.

નિકોબાર દ્વીપસમૂહ વિભિન્ન લોકોની આબાદી દ્વારા ભરાયેલ જોવા મળે છે.

ચોલ સામ્રાજ્ય

[ફેરફાર કરો]

રાજેન્દ્ર ચોલ (સમયગાળો: ઇ.સ. ૧૦૧૪-૧૦૪૨) એ શ્રીવિજય સામ્રાજ્ય ઇન્ડોનેશિયા સામે યુદ્ધ અભિયાન માટે સૌ પ્રથમ આંદામાન નિકોબાર દ્વીપસમૂહનો નૌસેનિક રણનીતિક તરીકે ઉપયોગ કર્યો હતો. ચોલ શાસકો આ દ્વીપને નકવવરમના નામથી સંબોધન કરતા હતા કે જેની માહિતી ૧૦૫૦ના તંજાવુરના શિલાલેખમાંથી મળે છે. યુરોપિયન યાત્રી માર્કોપોલો (૧૨-૧૩મી સદી)એ પણ આ દ્વીપસમૂહને 'નેકુંવરન' તરીકે સંદર્ભ કર્યો છે. હાલનું આધુનિક નામ નિકોબાર એ મૂળ તમિલ નામ 'નાકવારામ'નું બ્રિટિશ કાળ દરમિયાન અપભ્રંશ બની નિકોબાર પડ્યું છે.

આ દ્વીપ સમૂહ માં કુલ ૫૭૨ ટાપુઓ આવેલા છે. આ ટાપુઓ બે ભાગ માં વહેંચાયેલ છે :

  • અંદામાન ટાપુઓ
  • નિકોબાર ટાપુઓ

જિલ્લાઓ

[ફેરફાર કરો]
  1. ઉત્તર અને મધ્ય અંદમાન
  2. દક્ષિણ અંદામાન
  3. નિકોબાર

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Andaman & Nicobar Administration". And.nic.in. મૂળ માંથી 2015-02-18 પર સંગ્રહિત. મેળવેલ ૮ જુલાઇ ૨૦૧૩.
  2. Census of India, 2011. Census Data Online, Population.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ ૩.૬ ૩.૭ "Report of the Commissioner for linguistic minorities: 50th report (July 2012 to June 2013)" (PDF). Commissioner for Linguistic Minorities, Ministry of Minority Affairs, Government of India. પૃષ્ઠ 142. મૂળ (PDF) માંથી 2018-01-02 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ જાન્યુઆરી ૨૦૧૫.
  4. ૪.૦ ૪.૧ "andaman.gov.in". મૂળ માંથી 2015-09-18 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૪.
  5. ૫.૦ ૫.૧ "journeymart.com". મૂળ માંથી 2016-03-16 પર સંગ્રહિત.
  6. "andamantourism.in". મૂળ માંથી 2016-03-10 પર સંગ્રહિત. મેળવેલ 2016-06-02.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]