માઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્ય

વિકિપીડિયામાંથી
માઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્ય
Map showing the location of માઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્ય
Map showing the location of માઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્ય
ભારતના નકશામાં સ્થાન
Map showing the location of માઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્ય
Map showing the location of માઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્ય
માઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્ય (India)
સ્થળરાજસ્થાન, ભારત
નજીકનું શહેરમાઉન્ટ આબુ
અક્ષાંશ-રેખાંશ24°33′0″N 72°38′0″E / 24.55000°N 72.63333°E / 24.55000; 72.63333
વિસ્તાર૨૮૮ ચોરસ કિલોમીટર
સ્થાપના૧૯૬૦
મુલાકાતીઓઅપ્રાપ્ય (in અપ્રાપ્ય)
નિયામક સંસ્થાવન અને પર્યાવરણ વિભાગ, ભારત સરકાર

માઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્ય ભારત દેશના રાજસ્થાન રાજ્યના સિરોહી જિલ્લામાં માઉન્ટ આબુના પહાડી વિસ્તાર આવેલ પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે. અહીં મુખ્યત્વે ભારતીય દિપડો, સ્લોથ રીંછ, જંગલી ભેંસ, સાંભર, ચિંકારા અને લંગુર વગેરે પ્રાણીઓ જોવા મળે છે. અરવલ્લી પર્વતમાળામાં ૨૮૮ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલ આ અભયારણ્યની સ્થાપના ઈ. સ. ૧૯૬૦ના વર્ષમાં કરવામાં આવી હતી. તેમજ ૧૯૮૦માં તેને અભયારણ્યનો હોદ્દો અપાયો હતો.[૧] અહીં પક્ષીઓની લગભગ ૨૫૦ તેમ જ વનસ્પતિની ૧૧૦ કરતાં વધુ પ્રજાતિઓ જોઈ શકાય છે. પક્ષી નિરિક્ષણમાં રસ ધરાવતા શોખીનો માટે આ યોગ્ય સ્થળ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Negi, Sharad Singh (૨૦૦૨). Handbook of National Parks, Wildlife Sanctuaries and Biosphere Reserves in India (3rd Edition). Indus Publishing. પૃષ્ઠ ૧૫૧. ISBN 978-81-7387-128-3.