લખાણ પર જાઓ

ડિસેમ્બર ૧૭

વિકિપીડિયામાંથી

૧૭ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૫૧મો (લિપ વર્ષ દરમ્યાન ૩૫૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૩૯૮ – દિલ્હીમાં સુલતાન નસરુદ્દીન મહેમુદની સેનાઓને તૈમુરે હરાવી.
  • ૧૮૯૨ – ગુજરાતી કેળવણીકાર, સુધારક અને સાહિત્યકાર મહીપતરામ રૂપરામ નીલકંઠની યાદમાં રાયપુર, અમદાવાદ ખાતે મહીપતરામ રૂપરામ આશ્રમ નામના અનાથાશ્રમની સ્થાપના કરવામાં આવી.
  • ૧૯૦૩ – રાઈટ બંધુઓ ઉત્તર કેરોલિનાના કિટ્ટી હોક ખાતે પ્રથમ હવાઈ ઉડાન ભરી.
  • ૧૯૦૭ – ઉગેન વાંગચુકની ભૂતાનના પ્રથમ રાજા તરીકે તાજપોશી કરવામાં આવી.
  • ૧૯૨૭ – ભારતીય ક્રાંતિકારી રાજેન્દ્ર લાહિડીને નિર્ધારિત તારીખના બે દિવસ પહેલા ઉત્તર પ્રદેશની ગોંડા જેલમાં ફાંસી આપવામાં આવી.
  • ૧૯૨૮ – ભારતીય ક્રાંતિકારી ભગત સિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજ્યગુરુએ પંજાબના લાહોરમાં બ્રિટિશ પોલીસ અધિકારી જેમ્સ સોન્ડર્સની હત્યા કરી લાલા લજપત રાયના મોતનો બદલો લીધો. ત્રણેયને ૧૯૩૧માં ફાંસીની સજા આપવામાં આવી હતી.
  • ૧૯૩૮ – ઓટો હાને પરમાણુ ઊર્જાના વૈજ્ઞાનિક અને તકનીકી આધાર એવા ભારે તત્ત્વ યુરેનિયમના પરમાણુ વિભાજનની શોધ કરી.
  • ૧૯૪૬ – કુર્દિસ્તાન ધ્વજ દિવસ, પૂર્વી કુર્દિસ્તાન (ઇરાન)ના મહાબાદમાં પહેલી વાર કુર્દિસ્તાનનો ધ્વજ લહેરાવામાં આવ્યો.
  • ૧૯૫૭ – અમેરિકાએ ફ્લોરિડાના કેપ કેનાવરલ ખાતે પ્રથમ ‘એટલાસ આંતરમહાદ્વિપીય બેલિસ્ટિક મિસાઇલ’નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું.
  • ૧૯૬૯ – પ્રોજેક્ટ બ્લુ બુક: અમેરિકન હવાઈદળે ઊડતી રકાબી (યુએફઓ)નો અભ્યાસ બંધ કર્યો.
  • ૨૦૦૫ – હોંગકોંગના વાન ચાઈમાં વિશ્વ વેપાર સંગઠન વિરોધી પ્રદર્શનકારીઓએ રમખાણ કર્યું.
  • ૨૦૦૫ – જિગ્મે સિંગયે વાંગચુકે ભૂતાનના રાજા તરીકેની ગાદી છોડી.
  • ૨૦૧૦ – મોહમ્મદ બુઅઝીઝીએ આત્મવિલોપન કર્યું. આ કૃત્ય ટ્યુનિશિયન ક્રાંતિ અને વ્યાપક આરબ ક્રાંતિ માટે ઉત્પ્રેરક બન્યું.
  • ૨૦૧૪ – અમેરિકા અને ક્યુબાએ ૧૯૬૧માં તોડી નાખેલા રાજદ્વારી સંબંધો ફરીથી સ્થાપિત કર્યા.
  • ૧૫૫૬ – અબ્દુલ રહીમ ખાન-એ-ખાના, પાકિસ્તાની-ભારતીય કવિ (જ. ૧૬૨૭)
  • ૧૭૭૮ – હમ્ફ્રી ડેવી, બ્રિટિશ રસાયણશાસ્ત્રી (અ. ૧૮૨૯)
  • ૧૯૦૫ – મોહમ્મદ હિદાયતુલ્લાહ, ભારતના ૧૧મા મુખ્ય ન્યાયાધીશ અને રાજકારણી, ભારતના ૬ઠ્ઠા ઉપરાષ્ટ્રપતિ (અ. ૧૯૯૨)
  • ૧૯૧૦ – એકનાથ ઈશ્વરન, ભારતીય-અમેરિકન શિક્ષિક અને લેખક (અ. ૧૯૯૯)
  • ૧૯૧૪ – મુસ્તાક અલી, ભારતીય ક્રિકેટર (અ. ૨૦૦૫)
  • ૧૯૫૫ – સિદ્ધાર્થ રાંદેરીયા, ગુજરાતી નાટક અને ચલચિત્ર અભિનેતા
  • ૧૯૭૮ – રિતેશ દેશમુખ, ભારતીય ફિલ્મ અભિનેતા

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]
  • રાષ્ટ્રીય દિવસ (ભૂતાન)
  • રાઈટ બંધુ દિવસ
  • યૌન કર્મીઓ સામેની હિંસાનો અંત લાવવાનો આંતરરાષ્ટ્રીય દિવસ
  • કુર્દીસ્તાન ધ્વજ દિવસ

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]