લખાણ પર જાઓ

માર્ચ ૨૧

વિકિપીડિયામાંથી

૨૧મી માર્ચનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૮૦મો (લિપ વર્ષ દરમ્યાન ૮૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૮૫ દિવસ બાકી રહે છે.

મહત્વના બનાવો

[ફેરફાર કરો]
  • ૧૪૧૩ – હેન્રી પંચમ ઇંગ્લેન્ડનો રાજા બન્યો.
  • ૧૮૪૪ – બહાઇ પંચાંગ શરૂ થયું. આ બહાઇ પંચાંગનો પ્રથમ વર્ષનો પ્રથમ દિવસ હતો. આથી આ દિવસ દર વર્ષે બહાઇ નવરોઝ દિન તરીકે ઉજવાય છે.
  • ૧૮૫૭ – ટોક્યો, જાપાનમાં ધરતીકંપ આવ્યો, જેમાં ૧,૦૦,૦૦૦ કરતાં વધુ લોકોની જાનહાની થઇ.
  • ૧૮૭૧ – ઓટ્ટો વૉન બિસ્માર્ક (Otto von Bismarck) જર્મનીના રાજ્યાધિપતિ (Chancellor) તરીકે પદારૂઢ થયા.
  • ૧૯૦૫ – આલ્બર્ટ આઇનસ્ટાઇને વિશેષ સાપેક્ષતા (special relativity)નો સિધ્ધાંત પ્રકાશિત કર્યો.
  • ૧૯૩૦ – દાંડીયાત્રા જંબુસર તાલુકાના વેડચ ગામે પહોંચી.
  • ૧૯૩૫ – શાહ રઝા પહલવીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને "પર્શિયા"ને તેના મૂળ નામ ઇરાન ("આર્યોની ભૂમિ") તરીકે ઓળખાવવા જણાવ્યું.
  • ૧૯૬૫ – માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે સેલ્માથી મોન્ટગોમરી, અલ્બામા સુધીની ત્રીજી અને છેલ્લી સફળ નાગરિક અધિકાર કૂચની શરૂઆતમાં ૩,૨૦૦ લોકોનું નેતૃત્વ કર્યું.
  • ૧૯૭૦ – સાન ફ્રાન્સિસ્કોના મેયર જોસેફ એલિઓટો દ્વારા પ્રથમ પૃથ્વી દિવસ"ની ઘોષણા કરવામાં આવી.
  • ૧૯૮૦ – અમેરિકાના પ્રમુખ જિમ્મી કાર્ટરે સોવિયેત-અફઘાન યુદ્ધનો વિરોધ કરવા માટે મોસ્કોમાં યોજાનારા ૧૯૮૦ના ગ્રીષ્મ ઓલિમ્પિક્સના બહિષ્કારની જાહેરાત કરી.
  • ૧૯૯૦ – નામિબીયા દેશને ૭૫ વર્ષ બાદ અંગ્રેજો (દક્ષિણ આફ્રિકા)ની ગુલામીમાંથી આઝાદી મળી.
  • ૧૯૯૯ – બર્ટ્રાન્ડ પિકાર્ડ અને બ્રાયન જોન્સ ગરમ હવાના બલૂનમાં પૃથ્વીની પરિક્રમા કરનારા પ્રથમ વ્યક્તિ બન્યા.
  • ૨૦૦૦ – પોપ જહોન પોલ દ્વિતીયએ ઈઝરાયેલની સૌપ્રથમ મુલાકાત લીધી.
  • ૨૦૦૨ – પાકિસ્તાનમાં, 'વૉલ સ્ટ્રીટ જર્નલ'ના પત્રકાર ડેનિયલ પર્લના અપહરણ અને હત્યાના ગુનામાં એહમદ ઓમર સઇદ શેખ સહિત અન્ય ત્રણને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી.
  • ૨૦૦૬ – સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટરની સ્થાપના કરવામાં આવી.
  • ૧૯૩૯ – નર્મદાશંકર મહેતા, ગુજરાતી લેખક, તત્વજ્ઞાનના ઇતિહાસકાર અને વહિવટકર્તા (જ. ૧૮૭૧)
  • ૨૦૦૯ – મોહિત શર્મા, અશોક ચક્ર વિજેતા ભારતીય સૈન્ય અધિકારી (જ. ૧૯૭૮)
  • ૨૦૧૯ – હકુ શાહ, ભારતીય ચિત્રકાર, ગાંધીવાદી, સાંસ્કૃતિક માનવશાસ્ત્રી અને લોક અને આદિજાતિ કલા અને સંસ્કૃતિના લેખક (જ. ૧૯૩૪)

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]