મે ૯
Appearance
૯ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૨૯મો (લિપ વર્ષ દરમ્યાન ૧૩૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૩૮૬ – ઇંગ્લેન્ડ અને પોર્ટુગલ વિન્ડસરની સંધિ પર હસ્તાક્ષર સાથેના તેમના જોડાણને ઔપચારિક રીતે બહાલી આપે છે, જે તેને વિશ્વનું સૌથી જૂનું રાજદ્વારી જોડાણ બનાવે છે જે હજી પણ અમલમાં છે.
- ૧૪૫૦ – અબ્દ અલ-લતીફ (તિમુરિદ રાજા)ની હત્યા કરવામાં આવી.
- ૧૫૦૨ – કોલંબસે,નવી દુનિયા (અમેરિકા)ની, તેની ચોથી અને અંતિમ યાત્રા માટે સ્પેન છોડ્યું.
- ૧૮૭૪ – મુંબઇ શહેરમાં,પ્રથમ ઘોડા ચાલિત બસે (ટ્રામ !) પ્રવેશ કર્યો, તે બે માર્ગો પર શરૂ કરાઇ
- ૧૯૦૧ – ઓસ્ટ્રેલિયાએ મેલબોર્નમાં તેની પ્રથમ રાષ્ટ્રીય સંસદ ખોલી.
- ૧૯૦૪ – વરાળ ચાલિત રેલ્વે એન્જીન 'સિટી ઓફ ટ્રુરો' (City of Truro),૧૦૦ માઇલ/કલાકની ઝડપે દોડનાર પ્રથમ વરાળ એન્જીન બન્યું.
- ૧૯૨૩ – દક્ષિણ મિશિગન ખાતે વિક્રમજનક ૬ ઇંચ બરફ પડ્યો, જેના કારણે ૧ થી ૬ વાગ્યા સુધીમાં તાપમાનમાં ૬૨ થી ૩૪ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો.
- ૨૦૧૦ – * રશિયાના સાઇબેરિયા સ્થિત કોયલા ખાણમાં થયેલા બે વિસ્ફોટોમાં ૧૨ વ્યક્તિઓનાં મોત થયાં અને ૪૧થી અધિક ઘાયલ થયા.
- ૨૦૧૦ – પાકિસ્તાનના સિંધ પ્રાંતની સરકારને સિંધ કોર્ટ અને સુપ્રીમ કોર્ટની જેલ સુધાર સમિતિની બેઠક પછી જેલમાં બંધ ૫ વર્ષથી વધુ સમય જેલમાં ગુજારી ચુકેલા કેદીઓને દર ત્રણ મહીના બાદ પત્ની સાથે એક રાત રહેવાની અનુમતિ આપવાનો ફેંસલો સુણાવ્યો.
- ૨૦૧૦ – ભારત દેશની વંદના શિવાને વિકાસશીલ દેશોમાં મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં સહયોગ આપવા માટે વર્ષ ૨૦૧૦ના સિડની શાંતિ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા.
- ૨૦૧૫ – રશિયા એ વિજય દિવસની ૭૦મી વર્ષગાંઠની ઉજવણી માટે મોસ્કોના રેડ સ્ક્વેરમાં તેની અત્યાર સુધીની સૌથી મોટી લશ્કરી પરેડનું પ્રદર્શન કર્યું.
જન્મ
[ફેરફાર કરો]- ૧૫૪૦ – મહારાણા પ્રતાપ (અ. જાન્યુઆરી ૧૯, ૧૫૯૭) [૧]
- ૧૮૬૬ – ગોપાલ કૃષ્ણ ગોખલે, ભારતીય સ્વતંત્રતા ચળવળના ઉદારવાદી રાજનેતા અને સમાજ સુધારક. (અ. ૧૯૧૫)
- ૧૮૯૫ – લ્યુસિયન બ્લાગા, રોમાનિયન ફિલસૂફ, કવિ, નાટ્યકાર, કવિતા અનુવાદક અને નવલકથાકાર. (અ. ૧૯૬૧)
- ૧૯૧૬ – ઈશ્વર પેટલીકર, ગુજરાતી લેખક અને પત્રકાર. (અ. ૧૯૮૩)
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૫૯ – ભાઉરાવ પાટિલ, મહારાષ્ટ્રના સામાજિક કાર્યકર્તા અને શિક્ષણવિદ્. (જ. ૧૮૮૭)
- ૧૯૮૬ – તેનસિંગ નોર્ગે (Tenzing Norgay), માઉન્ટ એવરેસ્ટ પર પ્રથમ સફળ આરોહણ કરનાર શેરપા. (જ. ૧૯૧૪)
- ૧૯૯૮ – તલત મહેમૂદ, ભારતીય પાર્શ્વ ગાયક. (જ. ૧૯૨૪)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "મહેર ઓનલાઇન.કોમ". મૂળ માંથી 2009-06-05 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-27.