બેંગલુરુ
વર્ગીકરણ | મેટ્રોપોલિટન શહેર |
દેશ | ભારત |
રાજ્ય | કર્ણાટક |
જિલ્લો | બેંગલોર |
સમય ઝોન | GMT+૫:૩૦ |
પીનકોડ | ૫૬૦ ૦xx |
વસ્તી - કુલ |
|
શિક્ષણ દર - કુલ |
૬૭.૦૪% |
ક્ષેત્રફળ | ૩૬૬ ચો. કિ.મી. |
અક્ષાંશ રેખાંશ |
૧૨.૯૭°ઉ.અ. ૭૭.૫૬°પૂ.રે.E |
ઊંચાઇ | ૯૨૦ મીટર |
તાપમાન - ઉનાળો |
૨૦°સે. થી ૩૭°સે. |
બેંગ્લોર, બેંગલોર અથવા બેંગલુરુ (કન્નડ: ಬೆಂಗಳೂರು) કર્ણાટક રાજ્યનું પાટનગર છે. બેંગ્લોર ૫૦ લાખની વસ્તી વાળું ભારતનું પાંચમું સૌથી મોટું શહેર છે.
સ્વત્રંત્રતા પછી બેંગ્લોર ભારતના મહત્વના ઔદ્યોગીક કેન્દ્ર તરીકે વિકાસ પામ્યું છે. બેંગ્લોર હિન્દુસ્તાન ઍરોનૉટીક્સ લિમીટેડ-HAL, ઇન્ડીયન સ્પેસ રીસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો-ISRO), ભારત ઇલેક્ટ્રોનીક્સ લિમીટેડ (BEL) જેવી સંસ્થાઓનું ઘર છે. છેલ્લા દાયકામાં, બેંગ્લોર ભારતની સિલિકૉન વેલીને નામે દેશ-વિદેશમાં જાણિતું થયું છે અને ભારતનાં તેમજ વિશ્વનાં ઈનફૉર્મૅશન ટૅકનૉલૉજી ઉદ્યોગનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા દાયકામાં, ભારતની છબીને વિશ્વમાં એક પ્રગતિશીલ રાષ્ટ્ર તરીકે ગણાવવામાં બેંગ્લોરનું યોગદાન મહત્વનું છે.
ભારતીય વાયુદળ, મદ્રાસ ઈન્જીનીયરીંગ તથા સેન્ટ્રલ મીલીટરી પોલીસનું પ્રશીક્ષણ કેન્દ્ર પણ બેંગ્લોરમાં આવેલું છે.
ભૂગોળ તથા હવામાન
[ફેરફાર કરો]દરીયાની સપાટીથી ૯૨૦ મીટર ઊંચાઈ પર હોવાને કારણે દખ્ખણના ઉચ્ચપ્રદેશ]]માં આવેલું બેંગ્લોર શહેર બારેમાસ ખુશનુમા હવામાન ઘરાવે છે. શિયાળામાં તાપમાન ૨૪ ડિગ્રી અને ઉનાળા માં ૩૫ ડિગ્રી હોય છે.
- વર્ષનું તાપમાન
- માર્ચ - મે (સૌથી વધુ ગરમીવાળા મહિના)
- જૂન - સપ્ટેમ્બર (દક્ષીણપશ્ચીમી ચોમાસું)
- નવેમ્બર - ડિસેમ્બર (ઊત્તર-પૂર્વ ચોમાસું)
- ડિસેમ્બર - જાન્યુઆરી (સૌથી વધુ ઠંડીવાળા મહિના)
- તાપમાન
- ગુરૂત્તમ ૩૭ ડિગ્રી, લધુત્તમ ૧૫ ડિગ્રી સેન્ટીગ્રેડ
ઇતિહાસ
[ફેરફાર કરો]૧૫૩૭માં બેંગ્લોરની સ્થાપના કેમ્પે ગોવડા (૧૫૧૦ - ૧૫૭૦) એ કરી હોવાનું મનાય છે. પુરાણ કાળમાં તેનો ઉલ્લેખ 'કલ્યાણપુરી' અથવા 'કલ્યાણનગર' તરીકે છે. મૌર્ય શાસક ચંદ્રગુપ્ત મૌર્ય રાજપાટ ત્યાગી, બેંગ્લોરની દક્ષીણ પશ્ચીમે આવેલા શ્રવણબેલગોડામાં જૈન ધર્મનો અંગીકાર કર્યો. બ્રીટીશ રાજ્ય કાળમાં બ્રીટીશરો આ શહેર ને બેંગ્લોર નામ આપ્યું.
બેંગલુરુ
[ફેરફાર કરો]ગંગા કાળમાં સૌ પ્રથમ બેંગલુરુ નામના પ્રદેશનો ઉલ્લેખ થયો છે - જે આજના કોડીગેહલ્લિ (હેબ્બલ પાસે) નજીક હલેબેંગલુરુ ગામ મનાય છે. એમ મનાય છે કે કેમ્પે ગોવડા (પહેલા)એ ૧૫૩૭માં જ્યારે નવી રાજધાનિ સ્થાપી ત્યારે તેનું નામ તેમનાં પત્ની તથા માતાના વતન હલેબેંગલુરુ પરથી બેંગલુરુ પાડ્યું.
બીજા મત પ્રમાણે, બેંગ્લોરનું નામ બેંડા કાલુ એટલે Boiled beans પરથી પડ્યું હશે. એક કથા પ્રમાણે, જ્યારે દશમી સદીમાં વિજયનગરના રાજા વીરબલ્લ એક વાર જંગલમાં માર્ગ ભૂલ્યા ત્યારે એક વૃધ્ધાએ તેમને બાફેલા ચણા (?) ખાવા આપ્યા. આ ઘટના પછી રાજાએ તે જગ્યાનું નામ બેંડા કાલુરુ એટલે કે "the city of boiled beans" પાડ્યું.
શાસકો
[ફેરફાર કરો]૧૬૩૮માં બીજાપુરના સુલતાન આદિલ શાહ પાસેથી મરાઠા શાસક શાહજી ભોંસલેએ બેંગ્લોર ઉપર કબજો કર્યો. ૫૦ વર્ષના મરાઠી શાસન પછી ૧૬૮૬માં બેંગ્લોર મોગલ શાસન હેઠળ આવ્યું. આશરે ૧૬૮૯માં મોગલોએ મૈસૂરના રાજા ચીક્કદેવરાયને દાનમાં (leased?) આપ્યું. ચીક્કદેવરાયે, બેંગ્લોર કિલ્લાને દક્ષિણમાં વિસ્તાર્યો અને કિલ્લામાં વેંકટરમણ મંદિરની સ્થાપના કરી. આ ગ્રેનાઈટના કિલ્લાને હૈદરઅલીએ ૧૭૫૯માં મજબુત કર્યો. ૧૭૯૯માં બ્રિટિશર લૉર્ડ કૉર્નવૉલીસની આગેવાની હેઠળ ટીપુ સુલતાનને હરાવી, બેંગ્લોર કબજે કર્યું.
પ્લેગ
[ફેરફાર કરો]૧૮૯૮માં બેંગ્લોરમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. રોગચાળાને નિવારવા ઘણાં મંદિરો બંધાવવામાં આવ્યા હતાં. આ મંદિરો મરંમ્મા એટલે પ્લેગ મંદિર કહેવાય છે. એમ કહેવાય છે કે પ્લેગને કારણે બેંગ્લોરની આરોગ્યસેવાઓ તથા સ્વચ્છતા સુઘારવાના પગલાં લેવામાં આવ્યાં. શહેરને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યું તથા પ્લેગ ઑફિસરની પણ નિમણૂંક થઈ. શહેરમાં ટેલિફોનની વ્યવસ્થા કરવામાં આવી અને સ્વચ્છ મકાનો બાંધવામાટે કાયદા બનાવવામાં આવ્યા. ઇ.સ. ૧૯૦૦માં જ્યોર્જ નાથેનીયલ કર્ઝને વિક્ટોરીયા હોસ્પીટલનું ઉદ્ગાટન કર્યું. બેંગ્લોરમાં આ સમયે રેલ્વેલાઈન પણ નાખવામાં આવી.
આ સમય દરમ્યાન બેંગ્લોરનો વિકાસ પણ થયો. બસવનગુડી (બસવેશ્વર મંદિર કે નંદી મંદિરના નામે) તથા મલ્લેશ્વરમ (કાડુ મલ્લેશ્વર મંદિરના નામે) વિસ્તારો સ્થાપવામા આવ્યા. ૧૯૨૧-૧૯૩૧માં કળશીપાલ્યા તથા ગાંધીનગરનો વિસ્તાર થયો. ૧૯૪૮માં જયનગરનું નિર્માણ કરવામા આવ્યું.
રસ્તાઓ
[ફેરફાર કરો]બેંગ્લોરના સૈન્ય સંસ્થાઓને કારણે ઘણા રસ્તાઓના નામ સૈન્યને લગતા છે જેમકે - આર્ટીલરી રોડ, બ્રીગેડ રોડ, ઇન્ફન્ટ્રી રોડ, કૅવૅલરી રોડ, વગેરે. સાઊથ પરેડ રોડ જે હવે મહાત્મા ગાંધી રોડ તરીકે પ્રખ્યાત છે. બેંગ્લોર કૅન્ટૉનમેન્ટનો વહીવટ એક રૅસીડ્ન્ટ અધીકારીને હસ્તક હતો અને તેના નિવાસસ્થાન પાસેના રસ્તાનું નામ રેસીડન્સી રોડ પડ્યું.
શિક્ષણ અને સંસ્કૃતિ
[ફેરફાર કરો]બેંગ્લોર કર્ણાટક રાજ્યનું સૌથી મોટું તથા કોસ્મોપોલિટન શહેર છે. કર્નાટક રાજ્યની કન્નડ ભાષા અહીં વપરાય છે. અહીંના લોકો બહુભાષિય છે. અહીં તમીળ, તેલુગુ ભાષાઓ પણ બોલાય છે. અંગ્રેજી પણ લોકો બોલે તથા સમજી શકે છે. Information Technology ના કારણે વિવિઘ પ્રાંત થી વસેલા લોકો ને કારણે અંગ્રેજી તથા હિન્દી પણ પ્રચલીત છે.
બેંગ્લોરમાં ૫૧% લોકો ભારતના વિવિધ ભાગ માથી આવીને વસેલા છે - આ ચીલો બ્રીટીશ કાળ થી ચાલ્યો આવે છે. બ્રિગેડ રૉડ નજીક બ્રીટીશ સમયના ભારતીય સૈનિકોની યાદમાં લખાયલાતમીળ ભાષાના શીલાલેખ આ વાતની શાક્ષી પૂરે છે.
બેંગ્લોરમાં ભારતની અનેક મહત્વની શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે - ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ, ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મૅનૅજમૅંટ (IIM, બેંગ્લોર), નેશનલ લૉ સ્કુલ, ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇનફૉર્મેશન ટૅકનૉલૉજી, નેશનલ સેન્ટર ફોર બાયોલોજીકલ સાયન્સ, નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેન્ટલ એન્ડ ન્યુરો સાયન્સ, રાષ્ટ્રીય વિધ્યાલય કૉલૅજ ઓફ ઇન્જીનિયરીંગ, U.V.C.E, P.E.S ઇન્સ્ટીટ્યુટ ઓફ ટૅકનોલોજી, M.S. રામૈયા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટૅકનૉલૉજી અને બી.એમ.એસ કોલેજ ઓફ એન્જીનિયરિંગ, બેંગ્લોર મૅડિકલ કોલેજ, અને સૅન્ટ જૉન્સ મેડિકલ કોલેજ.
બેંગ્લોરમાં ભારતની અનેક પ્રખ્યાત શાળાઓ પણ છે - બીશપ કૉટન હાઇસ્કુલ, નૅશનલ પબ્લીક સ્કુલ, સૅન્ટ જૉસૅફ યુરૉપિયન સ્કુલ, સૅન્ટ જૉસૅફ ઇન્ડીયન સ્કુલ, સૅન્ટ જ્રમૈન હાઇસ્કુલ, MES , બાલ્ડવિન અને ફ્રાંક એન્થોની પબ્લીક સ્કુલ વગેરે નો સમાવેશ થાય છે.
મહત્વની સંસ્થાઓ
[ફેરફાર કરો]બેંગ્લોરમાં વિશ્વવિખ્યાત સંસ્થાઓ આવેલી છે. બેંગ્લોરના ઝડપી વિકાસમાં આ સંસ્થાઓનો ફાળો મહત્વનો છે. વિશ્વમાં બહુ ઓછા શહેરો આ ઉપલબ્ઘી ઘરાવે છે.
એગ્રીકલ્ચર
[ફેરફાર કરો]- એગ્રીકલ્ચર સાયન્સ યુનિવર્સીટી
વિમાન શાસ્ત્ર, શંરક્ષણ અને ખગોળ શાસ્ત્ર
[ફેરફાર કરો]- ઇન્ડીયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન
- નેશનલ એરોસ્પેસ લેબોરેટરી
- હિન્દુસ્તાન એરોનોટીક્સ લિમીટેડ
- એરોનોટીક્સ વિકાસ સંસ્થા
- એડવાન્સ સીસ્ટસ્મ્સ ઈન્ટીગ્રેશન અને ઈવેલ્યુએશન સંસ્થા
- ગેસ ટર્બાઈન રીસર્ચ સંસ્થા
- ડીફેન્સ બાયો-ઈન્જીનિયરીંગ અને ઈલેક્ટ્રોમેડીકલ લેબોરેટરી
- ઈલેક્ટ્રોનીક્સ અને રડાર વિકાસ સંસ્થા
- માઈક્રોવેવ સંશોધન અને વિકાસ કૅન્દ્ર
- આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ અને રોબોટિક વિકાસ કેન્દ્ર
- એરબૉર્ન સીસ્ટસ્મ્સ કૅન્દ્ર
રીસર્ચ સંસ્થાઓ
[ફેરફાર કરો]- ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ
- જવાહરલાલ નેહરુ સેન્ટર ફોર એડવાન્સ સાયન્ટિફીક સ્ટડીઝ
ખગોળ શાસ્ત્ર
[ફેરફાર કરો]ઈનફૉર્મૅશન ટૅકનૉલૉજી
[ફેરફાર કરો]- સુપર કમ્પ્યુટર પ્રશિક્ષણ અને રીસર્ચ કેન્દ્ર
- નેશનલ સોફ્ટવેયર ટેક્નોલોજી કેન્દ્ર
- ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ફર્મેશન ટેક્નોલોજી
બાયૉલૉજીકલ ટેક્નોલોજી
[ફેરફાર કરો]- નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેન્ટલ એન્ડ ન્યુરો સાયન્સ
- નેશનલ બાયોલોજીકલ સાયન્સ કેન્દ્ર
- ઇન્સ્ટીટ્યુટ ઓફ બાયો ઈન્ફર્મેટિક્સ અને અપ્પ્લાઈડ બાયો ટેક્નોલોજી
- કીડવાઈ મેમોરિયલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓન્કોલોજી
કાયદો
[ફેરફાર કરો]- નેશનલ લૉ સ્કુલ
મેનેજમેન્ટ
[ફેરફાર કરો]- ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ
ફેશન
[ફેરફાર કરો]- નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી
અન્ય
[ફેરફાર કરો]- ઇન્ડીયન નૅશનલ કાર્ટૉગ્રાફીક અસૉશીએશન
બેંગ્લોરનો વિકાસ
[ફેરફાર કરો]પાકિસ્તાન તથા ચીનથી અંતરના કારણે ભારત સરકારે બેંગ્લોરમાં સંરક્ષણ તથા વિકાસ માટેની મહત્વનાં ઉઘ્યોગોમાં ભારે રોકાણ કર્યું. પરીણામે બેંગ્લોર એન્જીનીયરો તથા વૈજ્ઞાનિક તજજ્ઞો માટે આકર્ષણ બન્ચું જેને કારણે બેંગ્લોર, ઈન્ફૉર્મૅશન ટેક્નોલોજીમાંં ઝડપભેર આગળ વધી શક્યું. બેંગ્લોરના આકર્ષક બાગ-બગીચાઓ અને અદ્યતન કાચના બહુમાળી મકાનોને કારણે ન્યુઝ વીકે બેંગ્લોરને વિશ્વનાં ૧૨ "Capitals of Style" શહેરોમાં ગણાવ્યું છે.