માર્ચ ૨૩
Appearance
૨૩ માર્ચનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૮૨મો(લિપ વર્ષ દરમ્યાન ૮૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૮૩ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૮૮૯ – મિર્ઝા ગુલામ અહમદે બ્રિટિશ ભારતના કાદિયાનમાં અહમદિયા મુસ્લિમ સમુદાયની સ્થાપના કરી.
- ૧૯૦૩ – રાઇટ બંધુઓએ તેમનાં એરોપ્લેનની શોધના હકની સનદ (patent) માટે અરજી દાખલ કરી.
- ૧૯૧૯ – મિલાન, ઇટાલીમાં, બેનિટો મુસોલિનિએ ફાસિસ્ટ રાજકીય ચળવળ શરૂ કરી.
- ૧૯૩૧ – ભગત સિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપરને ભારતની સ્વતંત્રતા ચળવળ દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક અંગ્રેજ અમલદાર જે. પી. સૌંડર્સની હત્યા માટે ફાંસી આપવામાં આવી.
- ૧૯૩૩ – એડોલ્ફ હિટલરને જર્મનીનો સરમુખત્યાર બનાવતો '૧૯૩૩ નો સમર્થનકારી કાયદો' પસાર થયો.
- ૧૯૪૦ – અખિલ ભારતીય મુસ્લિમ લીગના વાર્ષિક સામાન્ય અધિવેશનમાં લાહોર ઠરાવ (કરાર્દ-એ-પાકિસ્તાન અથવા કરર્દાદ-એ-લાહોર) રજૂ કરવામાં આવ્યો.
- ૧૯૪૨ – બીજું વિશ્વ યુદ્ધ : હિંદ મહાસાગરમાં, આંદામાન ટાપુઓ પર જાપાને કબ્જો કર્યો.
- ૧૯૫૬ – પાકિસ્તાન દુનિયાનું પ્રથમ ઇસ્લામિક ગણતંત્ર બન્યું.(પાકિસ્તાનનો ગણતંત્ર દિવસ)
- ૧૯૯૬ – તાઇવાન તેની પ્રથમ સીધી ચૂંટણીઓ યોજે છે અને રાષ્ટ્રપતિ તરીકે લી તેંગ-હુઇની પસંદગી કરે છે.
- ૨૦૦૧ – રશિયન અવકાશ મથક "મિર"નો નાશ કરાયો, તેમને ફિજી નજીક દક્ષિણ પ્રશાંત મહાસાગર ઉપર વાતાવરણમાં તોડી પાડવામાં આવ્યું.
- ૨૦૦૮ – ભારતના હૈદરાબાદમાં રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
- ૨૦૧૯ – કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનાનું નામ બદલીને નૂર-સુલતાન કરવામાં આવ્યું.
- ૨૦૨૦ – વડા પ્રધાન બોરિસ જ્હોનસને કોવિડ-૧૯ની પરિસ્થિતિને પહોંચી વળવા યુનાઇટેડ કિંગડમમાં રાષ્ટ્રીય લોકડાઉનમાં જાહેર કર્યું.
જન્મ
[ફેરફાર કરો]- ૧૬૧૪ – જહાંઆરા બેગમ, મુઘલ રાજકુમારી (અ. ૧૬૮૧)
- ૧૮૯૩ – જી.ડી.નાયડુ (G. D. Naidu) (ગોપાલસ્વામી દોરાયસ્વામી નાયડુ), ભારતના 'એડિસન' તરીકે પ્રખ્યાત ભારતીય સંશોધક અને ઇજનેર (અ. ૧૯૪૭)
- ૧૯૧૦ – રામ મનોહર લોહિયા ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજવાદી પક્ષના નેતા (અ. ૧૯૬૭)
- ૧૯૧૯ – સુભદ્રા જોશી, ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા, રાજકારણી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંસદસભ્ય (અ. ૨૦૦૩)
- ૧૯૨૩ – હેમુ કાલાણી, ભારતીય ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની (અ. ૧૯૪૩)
- ૧૯૨૪ – વસુબહેન, ગુજરાતના વાર્તા લેખિકા, નવકથાકાર અને અભિનેત્રી (અ. ૨૦૨૦)
- ૧૯૫૩ – કિરણ મઝુમદાર-શો, ભારતીય પ્રાણીશાસ્ત્રી અને બિઝનેસવુમન
- ૧૯૭૬ – સ્મૃતિ ઇરાની, ભારતીય અભિનેત્રી, નિર્માતા અને રાજકારણી
- ૧૯૮૬ – કંગના રનૌત, ભારતીય અભિનેત્રી
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૩૧ – ભગત સિંહ, ભારતીય ક્રાંતિકારી (જ. ૧૯૦૭)
- ૧૯૩૧ – સુખદેવ, ભારતીય ક્રાંતિકારી (જ. ૧૯૦૭)
- ૧૯૩૧ – રાજગુરુ, ભારતીય ક્રાંતિકારી (જ. ૧૯૦૮)
- ૧૯૬૫ – સુહાસિની ગાંગુલી, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની (જ. ૧૯૦૯)
- ૧૯૯૧ - પ્રકાશસિંહ, વિક્ટોરીયા ક્રોસ પ્રાપ્તકર્તા ભારતીય સૈનિક. (જ. ૧૯૧૩)
- ૨૦૧૫ – લી ક્વાન યૂ, સિંગાપુરના પ્રથમ વડાપ્રધાન (જ. ૧૯૨૩)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- શહીદ દિવસ
- પાકિસ્તાન દિવસ – (પ્રજાસત્તાક દિવસ)
- વિશ્વ હવામાનવિજ્ઞાન દિવસ