લખાણ પર જાઓ

માનસ રાષ્ટ્રીય ઉદ્યાન

વિકિપીડિયામાંથી
(માનસ નેશનલ પાર્ક થી અહીં વાળેલું)
માનસ રાષ્ટ્રીય ઉદ્યાન
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ

માનસ રાષ્ટ્રીય ઉદ્યાન અથવા માનસ વન્ય અભયારણય એક અભયારણ્ય, યુનેસ્કો પ્રાકૃતિક વિશ્વ ધરોહર સ્થળ, એક પ્રોજેક્ટ ટાઈગર આરક્ષિત ક્ષેત્ર, એક ગજ આરક્ષિત ક્ષેત્ર અને એક જૈવિકાવરણ આરક્ષિત ક્ષેત્ર છે જે આસામ, ભારતમાં આવેલું છે. હિમાલયની તળેટીમાં આવેલ આ ઉદ્યાનનો અમુક ભાગ ભુતાનમાં પણ આવેલ છે. આસામના છત્રધારી કાચબા, હીસ્પીડ સસલાં, સોનેરી લંગુર અને પીગ્મી હોગ જેવી લુપ્ત થતી પ્રજાતિઓ આ ઉદ્યાનમાં જોવા મળે છે.

નામનો ઉદ્-ભવ

[ફેરફાર કરો]

સર્પ રાજા માનસના નામ પરથી વહેતી માનસ નદી ના નામ પર આ ઉદ્યાનનું નામ માનસ રાષ્ટ્રીય ઉદ્યાન પડ્યું છે. માનસ નદી બ્રહ્મપુત્રાની મુખ્ય ઉપનદીઓમાં ની એક છે જે આ ઉદ્યાનની મધ્યમાંથી પસાર થાય છે.

ઉદ્યાન નો ઇતિહાસ

[ફેરફાર કરો]

માનસ રાષ્ટ્રીય ઉદ્યાનને ૧૯૨૮ ની પહેલી ઓક્ટોબર ૧૯૨૮ના દિવસે ૩૬૦ ચો કિમીના ક્ષેત્ર સાથે અભયારણ્ય ઘોષિત કરાયું. ૧૯૭૩માં માનસ વાઘ આરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરાયું. અભયારણ્ય ઘોષિત થયાં પહેલાં આ એક આરક્ષિત જંગલ હતું જે માનસ આરક્ષિત જંગલ અમે કામરૂપ આરક્ષિત જંગલ તરીકે ઓળખાતું હતું. જેને કૂંચ બિહાર રાજ પરિવાર અને ગૌરીપુરના રાજા દ્વારા શિકાર ક્ષેત્ર તરીકે વાપ્રવામાં આવતું હતું. ૧૯૫૧ માં અને ૧૯૫૫માં આ ઉદ્યાનનું ક્ષેત્ર વધારીને ૩૯૧ ચો કિમી કરવામાં આવ્યું. ડીસેમ્બર ૧૯૮૫માં યુનેસ્કો દ્વારા આ ઉદ્યાનને વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરાયું. ૧૯૯૦માં કાહીતામા આરક્ષિત જંગલ, કોકિલાબારી આરક્ષિત જંગલ અને પાનબારી આરક્ષિત જંગલ ને આમાં ઉમેરીને માનસ રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કરવામાં આવી. વધારે પ્રમાણમાં થતાં ગેરકાયદે શિકાર અને આતંકવાદી પ્રવૃતિ ને કારણે ૧૯૯૨માં યુનેસ્કોએ આ ક્ષેત્રને ભયગ્રસ્ત વિશ્વ ધરોહર સ્થળ જાહેર કર્યું. ૨૫ ફેબ્રુઆરી ૨૦૦૮ના દિવસે આ ઉદ્યાનનું ક્ષેત્ર વધારીને ૯૫૦ ચો કિમી કરી દેવાયું.

માનવ ઇતિહાસ

[ફેરફાર કરો]

આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં અગ્રંગ નામનું માત્ર એક જ ગામ છે આ સિવાય અન્ય ૫૬ ગામડા આ ઉદ્યાનને ઘેરે છે. આ સિવાય અનેક ગામડાઓ ઉદ્યાન પર આધાર રાખે છે

ઉદ્યાનની ભૂગોળ

[ફેરફાર કરો]

રાજકીય ભૂગોળ: આ ઉદ્યાન આસામના ૬ જિલ્લાઓમાં વિસ્તરેલ છે: કોકરાઝાર, બોંગાઈગાંવ, બાર્પેટા, નલબારી, કામરુપ અને દાર્રંગ. પ્રાકૃતિક ભૂગોળ: માનસ પૂર્વી હિમાલયની તળેટીમાં આવેલું છે. આ ઉદ્યાન ખૂબ ગીચ છે. માનસ નદી ઉદ્યાનની મુખ્ય નદી છે જે બ્રહ્મપુત્રાની મુખ્ય ઉપનદીઓમાં ની એક છે. આ અન્દી ઉદ્યાનની પશ્ચિમમાંથી વહે છે ને આગળ જઈ બેકી અને ભોલ્કાડુબા નામની બે નદીમાં વિભાજિત થઈ જાય છે. આ સિવાય માનસ અને અન્ય પાંચ નદીઓ આ ઉદ્યાન માંથી વહે છે જે બાહ્ય હિમાલયની તળેટીની નીચાણ વાળી પહોળી કાંપવાળી ભૂમિ પરથી વહે છે. આ નદી ભારત અને ભૂતાન વચ્ચે આંતરરાષ્ટીય સીમા તરીકે પણ કામ કરે છે. ઉદ્યાનની ઉત્તરમાં આવેલ સવાના પ્રદેશનો પટ ચૂનાના ખડક અને રેતિયા પથ્થરનો બનેલ છે જ્યારે ઉદ્યાનની દક્ષિણમાં આવેલ ઘાસ ભૂમિનો પટ ઝીણાં કાંપથી બનેલ છે. ઉપ હિમાલયન ભાબર ટેરાઈ અને નદીનાં સતત કાંપની આવક આ સંયોગ આ જંગલને વિશ્વનું સૌથી વૈભવી જૈવિક વિવિધતા ધરાવતું ક્ષેત્ર બનાવે છે. આ ઉદ્યાન સમુદ્ર સપાટી થી ૬૧ થી ૧૧૦ મી ઉંચાઈ પર આવેલ છે

આબોહવા: અહીંનું લઘુત્તમ તાપમાન લગભગ ૧૫ ડીગ્રી સે. હોય છે અને મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રી સે હોય છે. મે અને સપ્ટેંબર મહિનાની વચ્ચે લગભગ ૩૩૩ સેમી જેટલો ભારે વરસાદ વરસે છે.

ઉદ્યાનનો પ્રાકૃતિક ઇતિહાસ

[ફેરફાર કરો]

જીવસૃષ્ટી

[ફેરફાર કરો]

આ ઉદ્યાનમાં મુખ્ય બે પ્રકારની જીવસૃષ્ટીઓ જોવા મળે છે:

  • ઘાસભૂમિ જીવસૃષ્ટી
  • જંગલ જીવસૃષ્ટી

વનસ્પતિસૃષ્ટી

[ફેરફાર કરો]

વનસ્પતિઓ:

માનસના બર્માઈ મોસમી જંગલો ભારત-ગાંગેય અને ભારત-મલય જીવભૌગોલિક ક્ષેત્રની સીમા પર આવેલ છે અને તે બ્રહ્મપુત્રા જીવભૌગોલિક ક્ષેત્રનો ભાગ છે. ઉપ હિમાલયન ભાબર ટેરાઈ અને નદીનાં સતત કાંપની આવક આ સંયોગ આ જંગલને વિશ્વનું સૌથી વૈભવી જૈવિક વિવિધતા ધરાવતું ક્ષેત્ર બનાવે છે.

મુખ્ય વનસ્પતિ ઓ ના પ્રકાર:

  • ઉત્તરના ઉપ-હિમાલયન હળવા કળણના ઉપ-નીત્યલીલા જંગલો,
  • પૂર્વી હિમાલયના મિશ્ર આર્દ્ર અને શુશ્ક પાનખરી જંગલો(ખૂબ જ સામાન્ય પ્રકાર),
  • નીચાણવાળા કાંપની સવાના જંગલભૂમિ, અને
  • આસામ ખીણના ઉપ- નીત્યલીલા કાંપની ઘાસભૂમિ જે આ ઉદ્યાનનો લગભગ ૫૦% ભાગ રોકે છે.

મોટાભાગાના નદીય શુષ્ક પાનખર જંગલો પ્રાથમિક અનુગમન સ્તરે છે. જળ સ્ત્રોતથી દૂર આ જંગલોનું સ્થાન આર્દ્ર પાંખરના જંગલો લે છે અને ઉદ્યાનની ઉત્તર તરફ જતા તે ઉપ- નીત્યલીલા આરોહી જંગલોમાં બદલાય છે. આ ઉદ્યાનના ગર્ભ ક્ષેત્રમાં ૫૪૩ પ્રકારની વનસ્પતિ પ્રજાતિ હોવાનું નોંધાયું છે. આમાંની, ૩૭૪ પ્રજાતિ દ્વીપત્રી અંકુરી (૮૯ વૃક્ષ સહિત), ૧૩૯ પ્રજાતિ એકપત્રી અંકુરી અને ૩૦ અપુષ્પી-અબીજી (Pteridophytes) અને અનાવૃત્તબીજધારી. આ ઉદ્યાનના સામાન્ય વૃક્ષમાં એફાનામીક્સીસ પોલીસ્ટેચ્યા, એંથોસેફાલસ ચાઈનેંસીસ, સીઝીગીયમ ક્યુમીની, એસ. ફોર્મોસમ, એસ. ઓબ્લાટમ, બૌહીનીયા પરપ્યુરા, મેલોટસ ફીલીપેંસીસ, સીનામોનમ ટમાલા, એક્ટીનોડાફ્ન ઓબ્વાટા, બોમ્બેક્સ સીઈબા, સ્ટેર્ક્યુલીયા વીલોસા, ડીલેનીયા ઇંડિકા, ડી. પેંટાગાયના, કેરેયા આર્બોરીયા, લેગેર્સ્ટોઈમીઆ પાર્વીફ્લોરા, એલ.સ્પેશીઓસા, ટર્મીનાલીઆ બેલીરીકા, ટી. ચેબ્યુલા, ટ્રેવીઆ પોલીકાર્પા, ગ્મેલીના અર્બોરીયા, ઓરોક્ઝીલમ ઇંડીકમ અને બ્રેડેલીયા એસપીપી. ઘાસભૂમિમાં ઇમ્પેરાટા સીલીંડ્રીકા, સેક્કરમ નારંગા, ફ્રેગ્માઈટસ કાર્કા, અરુન્દો દોનેક્સ, ડીલેનીયા પેંટાગિયાના, ફીલેંથસ એમ્બ્લીકા, બોમ્બેક્સ સીઈબા, અને ક્લેરોડેંડ્રમ, લીઆ, ગ્રેવીઆ, પ્રેમ્ના અને મુસેંડાની પ્રજાતિઓનું પ્રભુત્વ છે.

પ્રાણીસૃષ્ટી

[ફેરફાર કરો]

આ અભયારણ્યમાં ૫૫ સસ્તન પ્રાણીઓ, ૩૮૦ પક્ષીઓ, ૫૦ સરીસૃપ અને ૩ દ્વીચર પ્રાણેઓના અસ્તિત્વ હોવાનું નોંધાયું છે. આજીવસૃષ્ટિના ૨૧ સસ્તન પ્રાણીઓ ભારતના શેડ્યુલ ૧ માં આવે છે અને ૩૧ લુપ્ત પ્રાયઃ છે.

આ ઉદ્યાનની પ્રાણી સંપદામાં એશિયન હાથી, ભારતીય ગેંડા, ગોર કે જંગલી બળદ, એશિયન જળ ભેંસ, બારસિંઘા, વાઘ, દીપડા, ક્લાઉડેડ દીપડા, એશિયન સોનેરી બિલાડી, ટોપી લંગુર, સોનેરી લંગુર, આસામી મેકાક, આળસુ લોરીસ, હુલોક ગીબ્બોન, લીસી-સપાટીવાળી જળબિલાડી(ઓટર), આળસુ રીંછ, ભસતાં હરણ, હોગ હરણ(ડુક્કરી હરણ), સાબર અને ચિતળ.

આ ઉદ્યાન તેની અમુક વિરલ પ્રજાતિ જે વિશ્વમાં ક્યાંય દેખાતી નથી તેની માટે પણ મશહૂર છે જેમકે આસાઅમી છત્રધારી કાચબા, કાબરચીતરા સસલા(હીસ્પીડ હેર), સોનેરી લંગુર અને પીગ્મી હોગ(લઘુ ડુક્કર).

માનસમાં પક્ષીઓની ૩૮૦ પ્રજાતિ રહે છે. માનસમાં લુપ્રપ્રાયઃ બંગાળી ફ્લોરીકનની સૌથી વધુ વસતિ છે. અન્ય મુખ્ય પક્ષીઓમાં મહાકાય દૂધરાજ, જંગલી કુકડો, બુલબુલ, બ્રાહમીની બતકs, કાલીજ તિલોર, ઇગ્રેટ(કલગી વાળું સફેદ બગલું), પેલીકન (ચાંચનીચે કોથળી વાળા બગલાં), મીન ભક્ષી ગરુડ, સર્પ ભક્ષી ગરુડ, બાજ, રાતી મીનીવેટ, માખી-ખાઉ, મેગપાઈ રોબીન, પાઈડ દૂધરાજ, રાખોડી દૂધરાજ, મેર્ગાંસર(ચપટી છેડા પર આંકોડા જેવી ચાંચ ધરાવતાં બતક), હેરિયર, ઓસ્પ્રે અને હેરોનનો સમાવેશ થાય છે.

ઉદ્યાન-સંબંધે માહિતી

[ફેરફાર કરો]

પ્રવૃત્તિ

[ફેરફાર કરો]

આ ઉદ્યાનમાં વન્ય પ્રાણીઓને નીહાળવાનો સૌથી ઉત્તમ રસ્તો શક્તિશાળી દૂરબીન (જેમાં રાત્રિ અવલોકનની વ્યવસ્થા હોય) વાપરવાનો છે. આ ઉદ્યાનમાં મોટા ભાગના ક્ષેત્રો માં ફરવા માટે ૪ પૈડાં વાળી પેટ્રોલ જીપ ઉત્તમ છે. માથંગુડીથી શરૂ થતી ૩૫ કિમી લાંબી નાવ યાત્રા એક અન્ય વિકલ્પ છે. ત્રીજું અને લોકપ્રિય સાધન છે માથંગુડીથી ઉદ્યાન સંચાલકો દ્વારાકરાવાતી હાથી પરની સવારી. આ સવારી તમને ગાઢ જંગલમાં ગેંડા, હાથી કે જંગલી ભેંસોની વચમાં લઈ જઈ શકે છે. ચોમાસામાં ઉદ્યાન બંધ રહે છે.

જંગલની લોજ મોથનગુડીમાં ઉદ્યાનની અંદર આવેલ છે

માનસ જંગલ કેમ્પ એ માનસ રાષ્ટ્રીય ઉદ્યાન ના પૂર્વી ગર્ભ ક્ષેત્ર માં કોકિલાબારીમાં ચાલતી એક સામાજીક સંવર્ધન પ્રવાસી યોજના છે. તેને હેલ્પ ટુરીઝમ અને સ્થાનીય સંવર્ધન બિન સરકારી સેવા સંસ્થા એમ એમ ઈ એસ (માનસ માઓઝીગેંદ્રી પર્યાવરણ પ્રવાસ સંસ્થા) દ્વારા સહીયારી રીતે ચલાવાય છે અને તે માનસના ઉત્થાન અને તેને યુનેસ્કોની રેડ લીસ્ટ માંથી બહાર કાઢવાના ઉદ્દેશ્યને સમર્પિત છે. આ કેમ્પના સોમ બગીચામાં (જ્યાં આસામના મુગા સીલ્ક માટે ઉછેર કરાય છે અને જે આ ઉદ્યાનની સીમા પર છે) ચાર પરંપરગત કોટેજ છે આ યોજના અંતર્ગત ઘણાં સંવર્ધન કાર્યક્ર્મ ચલાવવામાં આવે છે, સાંસ્કૃતિક સ્વયં-મદદ જૂથ, હસ્તકલા સ્વયં-મદદ જૂથ, અને ગેરકાયદે શિકાર અને ઢોર ચારણ રોકવા ઉદ્યાનની અંદર જંગલ વિભાગની સાથે નિયમિત ચોકી પહેરા ભરવા ઈત્યાદિ. આ ઉપક્રમની યુનેસ્કો- વિશ્વ ધરોહર કમિશન,આખા વિશ્વના લોકો, દ્વારા સરાહના કરવામાં આવી. માનસના નવીનીકરણમા6 આ એક મહત્ત્વની ઘટના મનાય છે. Website:www.manas100.com, www.helptourism.com

  • નજીકનું હવાઈમથક: ગોપીનાથ બોર્ડોલોઈ આંત્રરાષ્ટ્રીય હવાઈમથક, બોરઝાર, ગુવાહટી
  • નજીકનું રેલ્વે મથક: બારપેટા રોડ
  • નજીકનું મહામાર્ગ: રાષ્ટ્રીય મહામાર્ગ ૩૧ (૨૨ કિમી દૂર)
  • નજીકનું નગર: બારપેટા રોડનામનું નગર ઉદ્યાનની સીમાઅને પ્રવેશની નજીક છે. બારપેટાનું જિલ્લા મુખ્યાલય પ્રવેશથી ૪૪ કિમી દૂર છે.
  • નજીકનું શહેર: ગુવાહટી અહીંથી ૧૭૬ કિમી દૂર છે.

સંદર્ભ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
Wikivoyage
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: