હોમ
Appearance
હોમ કે હવન એ દેવતાને ઉદ્દેશીને મંત્ર બોલીને અગ્નિમાં ઘી વગેરે હુત દ્રવ્યને નાખવું તે; હુત દ્રવ્યનું અગ્નિમાં પ્રક્ષેપણ; હોમવાનું કર્મ અને તેને લગતો વિધિ કે યજ્ઞ છે. હોમ એ હિંદુ ધર્મની મહત્વની ધાર્મિક ક્રિયા છે. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ (ખાસ કરીને તિબેટીયન અને જાપાનીઝ વજ્રયાંગ પરંપરામાં) માં પણ આ ધાર્મિક ક્રિયા ઘણી જ પ્રચલિત છે.
કેટલાંક જાણીતા હોમ (હવન)
[ફેરફાર કરો]હોમ | ઉદ્દેશ | |
આયુષ્ય હોમ | બાળકના જન્મ બાદ તુરંત તેના દીર્ઘાયુષ્યની કામના. | |
મૃત્યુંજય હોમ | દુર્ઘટનાઓ અને આકસ્મિક મૃત્યુ સામે રક્ષણ અને દિર્ઘાયુષ્યની કામના. | |
ધનવંતરી હોમ | તંદુરસ્તી માટે. | |
દુર્ગા હોમ | નકારાત્મક શક્તિઓના નાશ અને આત્મવિશ્વાસ માટે. | |
ચંડી હોમ | તમામ પ્રયત્નોમાં વિજય માટે. | |
ગાયત્રી હોમ | હકારાત્મક વિચારો અને સદ્કર્મ અર્થે. | |
કૃત્યા પરિહારણ | કાળા જાદૂ કે ડાકણ, ચુડેલથી રક્ષણાર્થે. (કૃત્યા=હલકી કોટિની દેવી, મેલી દેવી, મેલડી, ડાકણ, ચુડેલ વ. પરિહાર=મુક્તિ, છુટકારો.) | |
ગણપતિ હોમ | વિઘ્ન હરણ અર્થે. | |
લક્ષ્મી કુબેર હોમ | સંપતિ અને ભૌતિક સુખ અર્થે. | |
થિલા હોમ | રામેશ્વરમ ખાતે કરાતો, દૃષ્ટ શક્તિઓના વિનાશ અર્થે. | |
મંગલ સમકર્ણ હોમ | મોક્ષ અર્થે. | |
મહાદેવી હોમ | વૈવાહિક સૌભાગ્ય માટે, સુખી દાંપત્ય અર્થે. | |
નવગ્રહ હોમ | ગ્રહશાંતિ અર્થે. | |
પુણ્યવચન હોમ | બાળકના નામકરણ વિધિમાં. (બાળકની "છઠ્ઠી" જેવી કોઈ વિધિ) | |
સુદર્શન હોમ | સાહસમાં સફળતા અર્થે. | |
રુદ્ર હોમ | બધા નકારાત્મક પ્રભાવોથી છૂટકારો મેળવવા. | |
વાસ્તુ હોમ | નવા મકાનમાં ગૃહપ્રવેશ પ્રસંગે | |
વિદ્યા હોમ | વિદ્યાર્થીને અભ્યાસમાં ફાયદા માટે. | |
વિશ્વશાંતિ હોમ | વૈશ્વીક શાંતિ અને સદ્ભાવ અર્થે. | |
વિરાગ હોમ (વૈરાગ્ય હોમ) | સન્યાસ ગ્રહણ સમયે. |
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર હોમ સંબંધિત માધ્યમો છે.
- હોમને ઉત્તેજન આપતું સંગઠન
- અગ્નિહોત્ર હોમ સંગ્રહિત ૨૦૧૮-૦૮-૦૪ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |