માયા સીતા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
રામાયણ મહાકાવ્યની કેટલીક આવૃત્તિઓ અનુસાર રાવણ માયા સીતાનું અપહરણ કરે છે, ત્યારે અસલી સીતા અગ્નિમાં છુપાયેલા રહે છે.

માયા સીતા (અથવા છાયા સીતા) હિંદુ મહાકાવ્ય રામાયણના કેટલાક રૂપાંતરો અનુસાર વાસ્તવિક દેવી સીતા (મહાકાવ્યની નાયિકા)નું મિથ્યા રૂપ હશે, જેનું લંકાના દાનવ રાજા રાવણ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.

રામાયણમાં અયોધ્યાના રાજકુમાર અને ભગવાન વિષ્ણુના અવતાર રામની પત્ની સીતાનું અપહરણ કરીને રાવણ તેમને લંકા ખાતે બંદી બનાવી રાખે છે. સીતાને રામ તેમના અપહરણકર્તાનો વધ કરી બચાવે છે. સીતાનો રામ દ્વારા ફરીથી સ્વીકાર કરતાં પહેલાં તેમને અગ્નિ પરીક્ષા આપવી પડે છે. જે દ્વારા તેણી પોતાની પવિત્રતા પોતાના પતિ સમક્ષ સાબિત કરે છે. મહાકાવ્યના કેટલાંક સંસ્કરણો અનુસાર અગ્નિ દેવતા માયા સીતાની રચના કરે છે, જેનું મૂળ સ્વરૂપે રાવણ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે અને જેને યાતનાઓ સહન કરવી પડે છે, ત્યારે વાસ્તવિક સીતા અગ્નિમાં જ છુપાયેલા રહે છે. અગ્નિ પરીક્ષા દરમિયાન માયા સીતા અને વાસ્તવિક સીતા પોતાની સ્થિતિઓ બદલી કાઢે છે. થોડા ગ્રંથો અનુસાર માયા સીતા અગ્નિ પરીક્ષા દરમિયાન જ નષ્ટ થઈ જાય છે, જ્યારે કેટલાક વર્ણવે છે કે આશીર્વાદ મળ્યા પછી તેમના મહાકાવ્ય નાયિકા દ્રૌપદી અથવા પદ્માવતીના સ્વરૂપમાં પુનર્જન્મ થાય છે. કેટલાક ગ્રંથો અનુસાર માયા સીતાનો અગાઉના જન્મમાં વેદવતી હતી, કે જેને રાવણ ઉત્પીડિત કરવા માટે પ્રયાસ કરે છે.[૧][૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ડોનિજર (૧૯૯૯) પૃ॰ ૯
  2. મણિ પૃ॰ ૬૩૮–૯

ગ્રંથ સૂચિ[ફેરફાર કરો]

  • ડોનિજર, વેન્ડી (૧૫ એપ્રિલ ૧૯૯૯). "The Shadow Sita and the Phantom Helen". Splitting the Difference: Gender and Myth in Ancient Greece and India. યુનિવર્સિટી ઓફ શિકાગો પ્રેસ. ISBN 978-0-226-15641-5. Check date values in: |access-date=, |date= (મદદ); |access-date= requires |url= (મદદ)
  • મણિ, વેટ્ટમ (૧૯૭૫). Puranic Encyclopaedia: a Comprehensive Dictionary with Special Reference to the Epic and Puranic Literature. દિલ્હી: મોતીલાલ બનારસીદાસ પબ્લિશર્સ. ISBN 978-0-8426-0822-0. Check date values in: |year= (મદદ)