હીંગોળગઢ (તા. વીંછીયા)
હીંગોળગઢ | |||
हींगोळगढ/Hingolgadh | |||
— ગામ — | |||
તળેટીમાંથી દેખાતું હીંગોળગઢ ના કિલ્લાનું એક દૃશ્ય
| |||
અક્ષાંશ-રેખાંશ | 22°09′31″N 71°19′52″E / 22.1586°N 71.3311°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | રાજકોટ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
હીંગોળગઢ (તા. વીંછીયા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા વીંછીયા તાલુકામાં આવેલું એક ગામ છે. હીંગોળગઢ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
હીંગોળગઢનો કીલ્લો
[ફેરફાર કરો]છેલ્લા થોડા સમયથી હીંગોળગઢના કીલ્લાને હેરીટેજ હોટેલમાં બદલી નાખવામાં આવ્યો છે [૧].
-
તળેટીમાંનું એક સુચના-પટ્ટ
-
કીલ્લાને બાજુએથી જોતા
-
મુખ્ય પ્રવેશદ્વારની સામેનો વિસ્તાર
-
મુખ્ય પ્રવેશદ્વાર
હીંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય
[ફેરફાર કરો]ગામની નજીકજ ગીર ફાઊન્ડેશન સંચાલીત હીંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય આવેલું છે. આસપાસના સુકા વિસ્તારની થી તદ્દન જુદો પડતો હીંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્યનો આ લીલોતરી ધરાવતો ટુકડો એકદમ અલગ તરી આવે છે. સુકા પાનખર વૃક્ષો વાળું આ જંગલ વરસાદના સમય દરમ્યાન હરીયાળીની ચાદર વડે ઢંકાઇ જાય છે. ૬૫૪ વર્ગ કિલોમીટર વિસ્તારના આ જંગલને ૧૯૮૦માં આરક્ષિત વન-વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલ. અને ૧૯૮૪માં કુદરતે આ વિસ્તારને આપેલ વિપુલ કુદરતી તકોને ઓળખીને અહીયા પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી જેનું પ્રબંધન કાર્ય ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલી ગીર ફાઊન્ડેશન નામની સંસ્થાને સોંપવામાં આવ્યું[૨]
અભયારણ્યના વિસ્તારમાં ભીમકુઇ નામની પ્રસિદ્ધ જગ્યા આવેલી છે. અહીયાં યોજાતી પ્રકૃતિ શિક્ષણ શિબિરોમાં ભાગ લેવા આવતા શિબિરાર્થીઓ માટે કાયમી તંબુઓનો સમુહ ઉભો કરવામાં આવેલો છે. અભયારણ્યમાંથી એક ચોમાસુ ઝરણું પણ વહે છે.
-
પ્રકૃતિ શિક્ષણ અભયારણ્યની ભીમકુઇ કેમ્પસાઇટ પરનું માનવીની ઉત્ક્રાંતિ દર્શાવતું પુતળું
-
પ્રકૃતિ શિક્ષણ અભયારણ્યનું એક દૃશ્ય
-
પ્રકૃતિ શિક્ષણ અભયારણ્યનું એક દૃશ્ય, જેમાં ગામ પણ દેખાય છે
બિલેશ્વર મહાદેવનું મંદિર
[ફેરફાર કરો]હીંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્યની હદને અડીને એક નાનો ચેકડેમ અને બિલેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે.
-
બિલેશ્વર મહાદેવ મંદિરનું પ્રવેશદ્વાર
-
મંદીરનું આંગણુ અને આસપાસના વૃક્ષોની ઘટા
આ પણ જુવો
[ફેરફાર કરો]- રામપરા અભયારણ્ય - નજીકમાં આવેલું એક અભયારણ્ય.
- ઘેલા સોમનાથ - ૨૦ કિલોમીટર દક્ષિણ-પુર્વમાં આવેલું યાત્રાધામ.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "હીંગોળગઢના કીલ્લો - હેરીટેજ હોટેલ". મૂળ માંથી 2014-10-21 પર સંગ્રહિત. મેળવેલ ૨૬-૦૯-૨૦૧૩. Check date values in:
|access-date=
(મદદ) - ↑ ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ. "ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમનાં જાળ-સ્થળ પર હીંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય વિષેની માહિતિ". ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ. મૂળ માંથી 2011-09-28 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૩..
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |