અમિતાભ બચ્ચન
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
અમિતાભ બચ્ચન | |
---|---|
જન્મ | ૧૧ ઓક્ટોબર ૧૯૪૨ પ્રયાગરાજ (બ્રિટીશ ભારત) |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | ફિલ્મ અભિનેતા, ચલચિત્ર નિર્માતા, અભિનેતા |
જીવન સાથી | જ્યા ભાદુરી બચ્ચન |
માતા-પિતા | |
કુટુંબ | Ajitabh Bachchan |
પુરસ્કારો |
|
વેબસાઇટ | http://srbachchan.tumblr.com/ |
સહી | |
અમિતાભ બચ્ચન એક ભારતીય અભિનેતા, ફિલ્મ નિર્માતા, ટેલિવિઝન હોસ્ટ, પ્રસંગોપાત પાર્શ્વગાયક અને ભૂતપૂર્વ રાજકારણી છે જે હિન્દી સિનેમામાં તેમના કામ માટે જાણીતા છે. તેમનો જન્મ ૧૧ ઓક્ટોબર ૧૯૪૨માં અમિતાભ હરિવંશ બચ્ચન તરીકે થયો હતો, તેમણે ૧૯૭૦ના દાયકામાં જબરજસ્ત લોકપ્રિયતા મેળવી હતી અને તેના પછી તેઓ ભારતીય સિનેમા ના ઐતિહાસિક કલાકારોમાં સ્થાન પામે છે.
બચ્ચને તેમની કારકિર્દી દરમિયાન ઘણા બધા પારિતોષિક જીત્યા છે, તેમાં ત્રણ રાષ્ટ્રિય પારિતોષિક અને બાર ફિલ્મફેર પારિતોષિકનો સમાવેશ થાય છે. તેઓ ફિલ્મફેર પુરસ્કારમાં શ્રેષ્ઠ અભિનેતા ના નામાંકનોમાં સૌથી વધુ વખત સ્થાન પામવાનો વિક્રમ ધરાવે છે. આ ઉપરાંત બચ્ચને પાર્શ્વગાયક , ફિલ્મ નિર્માતા અને ટેલીવિઝન પ્રેઝન્ટેટર તરીકેની ભૂમિકા ભજવી હતી અને તેઓ ૧૯૮૪થી ૧૯૮૭ દરમિયાન ભારતીય સંસદ ના ચૂંટાયેલા સભ્ય હતા.
બચ્ચને અભિનેત્રી જયા ભાદુરી સાથે લગ્ન કર્યાતેમને બે બાળકો શ્વેતા નંદા અને અભિષેક બચ્ચન છે.અભિષેક પણ અભિનેતા છે અને તેણે અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા છે.
પ્રારંભિક જીવન
[ફેરફાર કરો]ઉત્તરપ્રદેશ માં અલ્હાબાદમાં જન્મેલા અમિતાભ બચ્ચન હિંદુ કાયસ્થ કુટુંબના છે. તેમના પિતા ડો. હરિવંશરાય બચ્ચન હિન્દી સાહિત્યક્ષેત્રે જાણીતા કવિ હતા જ્યારે તેમના માતા તેજી બચ્ચન પણ (હાલમાં પાકિસ્તાન માં સ્થિત શહેર) ફૈસલાબાદ ના શીખ પરિવારના હતા.[૧]બચ્ચનનું પ્રારંભિક નામ ઇન્કલાબ હતું, જે ભારતની આઝાદીની ચળવળ દરમિયાન ઇન્કલાબ ઝીંદાબાદ પરથી પાડવામાં આવ્યું હતું, પરંતુ પછી તેમનું નામ બદલીને અમિતાભ કરવામાં આવ્યું હતું, જેનો અર્થ થાય છે "ક્યારેય લોપ ન પામતો પ્રકાશ"તેમની અટક શ્રીવાસ્તવ છે, પરંતુ તેમના પિતાએ તેમના બધા પ્રકાશિત સંગ્રહો માટે બચ્ચન અટક અપનાવી હતી.ફિલ્મમાં પણ અમિતાભની પાછળ બચ્ચન જ લખાય છે અને બધા જાહેર હેતુઓ તથા કુટુંબના બધા સભ્યો માટે આ જ અટકનો ઉપયોગ થાય છે.
અમિતાભ હરિવંશરાયના બે પુત્રોમાં મોટો પુત્ર છે, બીજો પુત્ર અજિતાભ છે. તેમની માતાને થીએટરમાં ખૂબ રસ હતો અને તેમને ફિલ્મમાં પણ ઓફર થઈ હતી, પણ તેમણે ગૃહિણીની જવાબદારી અદા કરવાનું પસંદ કર્યું હતું. બચ્ચનની કારકિર્દીની પસંદગી પાછળ તેમનો પ્રભાવ મનાય છે, કારણ કે તેઓ હંમેશા ભારપૂર્વક માનતા હતા કે તેણે આ ક્ષેત્રે આગળ આવવું જોઈએ.[૨]તેમણે અલ્હાબાદ ની જનના પ્રબોધિની (Jnana Prabodhini) અને બોય્ઝ હાઇસ્કૂલ માં અભ્યાસ કર્યા પછી નૈનિતાલ ની શેરવૂડ કોલેજ માં અભ્યાસ કર્યો, જે કલાક્ષેત્રે જાણીતી હતી.પાછળથી તેઓ દિલ્હી યુનિવર્સિટી ની કિરોરીમલ કોલેજ માં અભ્યાસ કરવા ગયા અને અભ્યાસ પૂરો કરીને વિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવી. વીસીમાં બચ્ચને કોલકતા સ્થિત શિપિંગ ફર્મ બર્ડ એન્ડ કંપનીમાં ફ્રેટ બ્રોકરની નોકરી કરી હતી, જેથી તેમની અભિનય કારકિર્દી ચાલુ રહી શકે.તે મણે ઘણી ફિલ્મોનું નિર્માણ પણ કર્યું.
તેમણે ત્રણ જૂન ૧૯૭૩ના રોજ અભિનેત્રી જયા ભાદુરી સાથે બંગાળી વિધિ મુજબ લગ્ન કર્યા.તેમને બે બાળકો છેઃ પુત્રી શ્વેતા અને પુત્ર અભિષેક બચ્ચન
કારકિર્દી
[ફેરફાર કરો]પ્રારંભિક કામગીરી ૧૯૬૯ - ૧૯૭૨
[ફેરફાર કરો]બચ્ચને ૧૯૬૯માં ખ્વાજા અબ્બાસ એહમદ દ્વારા નિર્દેશિત સાત ક્રાંતિકારીઓની વાત કહેતી ફિલ્મ સાત હિંદુસ્તાની દ્વારા ફિલ્મ ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો, તેમાં ઉત્પલ દત્ત , મધુ (Madhu) અને જલાલ આગા (Jalal Agha) પણ હતા.ફિલ્મને નાણાકીય સફળતા મળી ન હતી, પણ બચ્ચનને શ્રેષ્ઠ નવોદિત અભિનેતાનો પ્રથમ રાષ્ટ્રિય ફિલ્મ પારિતોષિક (National Film Award) મળ્યો હતો.[૩]
વિવેચકોની ટીકાની સાથે વેપારી સફળતાઆનંદમાં તેમણે તે સમયના સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે કામ કર્યું હતું.બચ્ચનની ડોક્ટરની ભૂમિકાની વિવેચકોએ પણ પ્રશંસા કરી હતી અને તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. અમિતાભે ૧૯૭૧માં પરવાના માં નવીન નિશ્ચલ , યોગીતા બાલી અને ઓમપ્રકાશ સાથે એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની ભૂમિકા ભજવી હતી, જે ખલનાયક તરીકેની તેમની ભૂમિકાનું ચિત્રણ કરતી હતી. તેના પછી તેમની કેટલીક ફિલ્મો આવી પણ તેને બોક્સ ઓફિસ પર ખાસ સફળતા મળી ન હતી, તેમાં ૧૯૭૧માં આવેલી રેશ્મા ઓર શેરા નો પણ સમાવેશ થાય છે.આ સમય દરમિયાન તેમણે ગુડ્ડી માં મહેમાન કલાકારની ભૂમિકા ભજવી હતી, જેમાં તેમની ભાવિ પત્ની જયા ભાદુરી ધર્મેન્દ્ર સામે હતી.પોતાના ઘેઘૂર અવાજ માટે જાણીતા બચ્ચને કારકિર્દીના પ્રારંભમાં બાવરચી ફિલ્મમાં પાત્રપરિચય કરાવ્યો હતો. ૧૯૭૨માં બચ્ચને રોડ એકશન કોમેડી ફિલ્મ બોમ્બે ટુ ગોવા (Bombay to Goa) કરી હતી, જેનું દિગ્દર્શન એસ. રામનાથને કર્યું હતું.તેમણે અરૂણા ઇરાની (Aruna Irani), મેહમૂદ , અનવર અલી અને નાસીરહુસૈન સાથે હીરો તરીકેની ભૂમિકા ભજવી હતી.
1973થી 1983 દરમિયાન સ્ટારડમનો ઉદય
[ફેરફાર કરો]બચ્ચનની કારકિર્દી માટે 1973નું વર્ષ સીમાચિન્હ સમાન સાબિત થયું હતું, દિગ્દર્શક પ્રકાશ મેહરા એ તેમને ફિલ્મ ઝંઝીર (૧૯૭૩)માં ઇન્સ્પેક્ટર વિજય ખન્નાની ભૂમિકા માટે મુખ્ય ભૂમિકામાં કરારબદ્ધ કર્યા હતા.આ ફિલ્મ તેમણે અગાઉ ભજવેલી રોમેન્ટિકલી થીમ્ડ ફિલ્મ કરતાં એકદમ વિપરીત હતી. આ ફિલ્મે અમિતાભને એક નવી ઓળખ આપી હતી - ધ "એન્ગ્રી યંગમેન " બોલીવૂડનો એકશન હીરો, તેના પછીની ફિલ્મો તેને આ જ ઓળખના આધારે મળી હતી. બોક્સઓફિસ પર સફળતા મળી હોય તેવી તેમની હીરો તરીકેની આ પ્રથમ ફિલ્મ હતી અને તેમને ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ પણ મળ્યો હતો. ૧૯૭૩ના વર્ષમાં તેમણે જયા ભાદુરી સાથે લગ્ન કર્યા હતા અને આ સમય દરમિયાન તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ હતું. ઝંઝીર ઉપરાંત અભિમાનમાં પણ તેમણે કામ કર્યું હતું, જે તેમના લગ્નના એક મહિના પછી પ્રદર્શિત થઈ હતી.પછી બચ્ચને ઋષિકેશ મુખરજી દ્વારા નિર્દેશિત અને બ્રિજેશ ચેટરજી દ્વારા લિખિત સામાજિક ફિલ્મ નમકહરામ (Namak Haraam)માં વિક્રમની ભૂમિકા ભજવી હતી, જેનો મુખ્ય આધાર મિત્રતા હતો.રાજેશ ખન્ના અને રેખા સાથેની તેમની સહાયક ભૂમિકાની પ્રશંસા થઈ હતી અને તેમને ફિલ્મફેરનો શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો પુરસ્કાર મળ્યો હતો.
બચ્ચને ૧૯૭૪માં વર્ષની સૌથી લોકપ્રિય ફિલ્મ રોટી કપડા ઔર મકાન માં સહાયક અભિનેતાની ભૂમિકા ભજવતા પહેલાં કુંવારા બાપ અને દોસ્ત જેવી કેટલીક ફિલ્મોમાં મહેમાન કલાકારની ભૂમિકા ભજવી હતી.મનોજ કુમાર દ્વારા લિખીત અને દિગ્દર્શિત આ ફિલ્મ નાણાકીય અને લાગણીશીલ રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો પણ પ્રામાણિક્તા જાળવી રાખવાનો સંદેશ પૂરો પાડે છે. આ ફિલ્મે વ્યાવસાયિક સફળતા મેળવી હતી તેમજ વિવેચકોએ પણ તેના વખાણ કર્યા હતા. આ ફિલ્મમાં અમિતાભની સાથે મનોજ કુમાર, શશી કપૂર અને ઝીન્નત અમાન હતા.બચ્ચને 6ઠ્ઠી ડિસેમ્બર ૧૯૭૪માં રજૂ થયેલી ફિલ્મ મજબૂર માં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જે હોલિવૂડ ની જ્યોર્જ કેનેડી અભિનિત ફિલ્મ ઝીગઝેગની રિમેક હતી.૧૯૭૫માં તેની આ ફિલ્મને બોક્સ ઓફિસ[૪] પર સામાન્ય સફળતા મળી હતી. આ વર્ષે તેણે કોમેડી ચૂપકે ચૂપકે , ક્રાઇમ ડ્રામા ફરાર થી લઇને રોમેન્ટિક ડ્રામા મિલિ જેવી વૈવિધ્યપૂર્ણ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.જોકે ૧૯૭૫માં તે બે એવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા, જે હિન્દી સિનેમાના ઇતિહાસમાં અત્યંત મહત્ત્વની ગણાય છે.તેમણે યશ ચોપરા (Yash Chopra) દિગ્દર્શિત દિવાર માં શશી કપૂર , નિરુપા રોય અને નીતુ સિંહ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ માટે તેમણે ફિલ્મફેર એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેતા તરીકે નોમિનેશન મેળવ્યું હતું.૧૯૭૫માં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અત્યંત સફળતા મેળવી હતી અને તે રેન્કિંગમાં ચાર નંબર પર રહી હતી.[૫] ઇન્ડિયાટાઇમ્સ મુવીઝ દિવારને ટોપ ૨૫ મસ્ટ સી બોલિવૂડ ફિલ્મસમાં સ્થાન આપે છે.[૬]૧૯૭૫ની ૧૫મી ઓગસ્ટે રજૂ થયેલી ફિલ્મ શોલે એ ફુગાવા ને ધ્યાનમાં લેતાં ૬૦ મિલિયન અમેરિકન ડોલરને સમકક્ષ રૂ. ૨,૩૬,૪૫,૦૦,૦૦૦ કમાણી કરી હતી. આ ફિલ્મે ભારતમાં હરહંમેશ સૌથી વધુ જોવાતી ફિલ્મમાં સ્થાન મેળવ્યું હતું.[૭]બચ્ચને આ ફિલ્મમાં જયદેવનું પાત્ર ભજવ્યું હતું અને તેમાં ધર્મેન્દ્ર , હેમા માલિની , સંજીવ કુમાર , જયા બચ્ચન (Jaya Bhaduri) અને અમજદ ખાન સહિત ઉદ્યોગના ટોચના કલાકારોએ પણ અભિનય કર્યો હતો. ૧૯૯૯માં બીબીસી ઇન્ડિયાએ આ ફિલ્મને “ફિલ્મ ઓફ ધ મિલેનિયમ” અને દિવારની જેમ તેને પણ ઇન્ડિયાટાઇમ્સ (Indiatimes) મુવીઝ દ્વારા ટોપ ૨૫ મસ્ટ સી બોલીવૂડ ફિલ્મ્સ તરીકે જાહેર કરાઇ હતી.[૬]આ જ વર્ષે ૫૦મા વાર્ષિક ફિલ્મફેર એવોર્ડ (Filmfare awards)ના જજોએ તેને ફિલ્મફેર બેસ્ટ ફિલ્મ ઓફ ૫૦ યર્સ (Filmfare Best Film of 50 Years)ના સન્માનથી નવાજી હતી.
બોક્સ ઓફિસ પર શોલે જેવી ફિલ્મોને સફળતા સાંપડ્યા પછી બચ્ચને ફિલ્મ ઉદ્યોગમાં તેમની સ્થિતિ મજબૂત બનાવી દીધી હતી અને ૧૯૭૬થી ૧૯૮૪ દરમિયાન તેમણે ઘણા બધા ફિલ્મફેર પારિતોષિકમાં શ્રેષ્ઠ અભિનેતા (Filmfare Best Actor Award)ના પારિતોષિક અને નામાંકનો મેળવ્યા હતા. શોલે જેવી ફિલ્મોએ તેમને બોલિવૂડના એક્શન હીરો તરીકે પ્રસ્થાપિત કર્યા હતા, બચ્ચને કભી કભી (Kabhie Kabhie) (૧૯૭૬) જેવી ફિલ્મમાં રોમેન્ટિક ભૂમિકા અને અમર અકબર એન્થોની (Amar Akbar Anthony)માં (૧૯૭૭) કોમિક ટાઇમિંગની ભૂમિકા કરીને પોતે વૈવિધ્યસભર ભૂમિકા સફળતાપૂર્વક ભજવી શકે છે તે પુરવાર કર્યુ હતું અને કારકિર્દીના પ્રારંભમાં પણ તેમણે ચુપકે-ચુપકે (Chupke Chupke) (૧૯૭૫) જેવી કોમેડી ફિલ્મ કરી હતી.૧૯૭૬માં યશ ચોપરા (Yash Chopra)એ ફરીથી તેમને બીજી ફિલ્મ કભી કભી માટે કરારબદ્ધ કર્યા હતા. બચ્ચને તેમાં યુવા કવિ અમિત મલ્હોત્રાની ભૂમિકા ભજવી હતી, જે પૂજા નામની સુંદર યુવતીના પ્રેમમાં પડે છે, પૂજાની ભૂમિકા અભિનેત્રી રાખી ગુલઝારે (Rakhee Gulzar) ભજવી હતી.અમિતાભ બચ્ચને અગાઉ કરેલી એકશન ફિલ્મો કરતાં આ ભૂમિકા લાગણીશીલ સંવાદો અને નાજુક માવજતના લીધે એકદમ અલગ તરી આવતી હતી. આ ફિલ્મને બોક્સઓફિસ પર સફળતા મળવાની સાથે તેમને ફિલ્મફેરના શ્રેષ્ઠ અભિનેતા તરીકેના પારિતોષિકમાં નામાંકન પણ મળ્યું હતું. તેમને ૧૯૭૭માં અમર અકબર એન્થોની માટે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો હતો, તેમાં તેમની સાથે વિનોદ ખન્ના (Vinod Khanna) અને ઋષિ કપૂર (Rishi Kapoor) હતા. બચ્ચને તેમાં એન્થની ગોન્ઝાલ્વીસની ભૂમિકા ભજવી હતી. ૧૯૭૮નું વર્ષ બચ્ચનની કારકિર્દીનું સૌથી સફળ વર્ષ નીવડ્યું હતું. તેમને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ચારેય ફિલ્મો ભારતમાં તે વર્ષની અત્યંત સફળ ફિલ્મો હતી.[૮]તેમણે ફરીથી બેવડી ભૂમિકા ભજવાનું શરૂ કરતાં કસ્મેવાદે (Kasme Vaade)માં અમિત અને શંકર તથા ડોન (Don)માં અંડરવર્લ્ડ ગેંગના ડોન તરીકેની તથા તેના જ હમશક્લ વિજયની ભૂમિકા ભજવી હતી.તેમના અભિનયે તેમને ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પારિતોષિક અપાવ્યો હતો અને ત્રિશુલ (Trishul) તથા મુકદ્દર કા સિકંદર (Muqaddar Ka Sikander)માં તેમના અભિનયના વિવેચકોએ પણ વખાણ કર્યા હતા, બંને ફિલ્મોએ તેમના શ્રેષ્ઠ અભિનેતાના નામાંકન અપાવ્યા હતા.ફિલ્મક્ષેત્રે એક કલાકાર તરીકે તેમની અપ્રિતમ સફળતાને જોઈને ફ્રેન્ચ ડિરેક્ટર ફ્રાન્કોઇસ ટ્રોફોટે તેમને "વન મેન ઇન્ડસ્ટ્રી" (François Truffaut)નું બિરુદ આપ્યું હતું.[૯]
૧૯૬૯માં પ્રથમ વખત અમિતાભે તેમની ફિલ્મ મિ. નટવરલાલ (Mr. Natwarlal)માં પાર્શ્વગાયક તરીકે અવાજ આપ્યો હતો, તેમાં તેમની હીરોઇન રેખા (Rekha) હતી.આ ફિલ્મમાં તેમની ભૂમિકાએ ફિલ્મફેરમાં શ્રેષ્ઠ અભિનેતા તરીકેનું નામાંકન અપાવ્યું હતું અને શ્રેષ્ઠ પુરુષ પાર્શ્વગાયકનો ફિલ્મફેર પારિતોષિક (Filmfare Best Male Playback Award) પણ અપાવ્યો હતો.૧૯૬૯માં તેમને ફરીથી કાલા પત્થર (Kaala Patthar) (૧૯૬૯) માટે શ્રેષ્ઠ અભિનેતાનું નામાંકન મળ્યું હતું. તેના પછી તેમને ફરીથી ૧૯૮૦માં રાજ ખોસલા (Raj Khosla)એ દિગ્દર્શિત ફિલ્મ દોસ્તાના (Dostana) માટે નામાંકન મળ્યું હતું, જેમા તેમની સામે શત્રુઘ્નસિંહા (Shatrughan Sinha) અને ઝીનત અમાન (Zeenat Aman) હતા.દોસ્તાના ૧૯૮૦માં સૌથી વધારે આવક રળનારી ફિલ્મ સાબિત થઈ હતી.[૧૦] ૧૯૮૧માં તેમણે યશ ચોપરાની મેલોડ્રામા ફિલ્મ સિલસિલા (Silsila)માં તેમની પત્ની જયા તથા કહેવાતી પ્રેમિકા રેખા (Rekha) સાથે ભૂમિકા ભજવી હતી.આ સમયગાળામાં તેમની અન્ય ફિલ્મોમાં રામ બલરામ (Ram Balram) (૧૯૮૦), શાન (Shaan) (૧૯૮૦), લાવારિસ (Lawaaris) (૧૯૮૧) અને શક્તિ (Shakti) (૧૯૮૨)નો સમાવેશ થાય છે, શક્તિમાં તેમણે લેજન્ડરી અભિનેતા દિલીપકુમાર (Dilip Kumar)ને બરોબરની ટક્કર આપી હતી.[૧૧] [[ચિત્ર:Amitabh and Rekha in Silsila.jpg ૧૯૮૧ની ફિલ્મ સિલસિલા (Silsila)માં |thumb|right|રેખા (Rekha) અને અમિતાભ બચ્ચન]]
૧૯૮૨માં કૂલી ફિલ્મના શૂટિંગ વખતે ઇજા
[ફેરફાર કરો]૧૯૮૨માં કૂલી (Coolie) ફિલ્મના શૂટિંગ વખતે બચ્ચનને સહ અભિનેતા પુનીત ઇસ્સર (Puneet Issar) સાથે ફાઇટિંગ સીન કરતી વખતે આંતરડામાં ગંભીર ઇજા થઈ હતી.[૧૨]બચ્ચન ફિલ્મમાં પોતાના સ્ટન્ટ જાતે કરતા હતા અને એક દ્રશ્યમાં તેમણે ટેબલ પર પડીને જમીન પર પડવાનું હતું. આમ છતાં તે ટેબલ તરફ પડ્યા ત્યારે ટેબલની ધાર તેમના પેટમાં ઘૂસી જતા તેમની અંદરના ભાગમાં ઇજા થઈ હતી અને ઘણું બધુ લોહી વહી ગયું હતું. તેમણે તાકીદે સ્પ્લેનેક્ટોમી કરાવવી પડી હતી અને હોસ્પિટલમાં ઘણા મહિનાઓ સુધી ગંભીર રીતે બીમાર રહ્યા હતા તથા મૃત્યુની નજીક પહોંચી ગયા હતા. લોકોએ તેમના જીવન માટે મંદિર, મસ્જિદ, ચર્ચ અને ગુરુદ્વારામાં જઈને પ્રાર્થનાઓ કરી હતી, તેમજ તેમના અંગોનું દાન આપવાની ઓફર કરી હતી. તેઓ જે હોસ્પિટલમાં સારવાર લેતા હતા તેની બહાર તેમના શુભેચ્છકોની લાંબી લાઈન લાગેલી રહેતી હતી.[૧૩] તેમને સાજા થતા ઘણા મહિના લાગી ગયા હતા અને લગભગ એક વર્ષના સમયગાળા પછી તેમણે ફરી અભિનય શરૂ કર્યો હતો. આ ફિલ્મ ૧૯૮૩માં રિલીઝ થઈ હતી અને બચ્ચનના અકસ્માતની થયેલી જબરજસ્ત પબ્લિસિટીના લીધે તેને બોક્સઓફિસ પર જબરજસ્ત સફળતા મળી હતી.[૧૪]
બચ્ચનના અકસ્માતના બદલે દિગ્દર્શક મનમોહન દેસાઈ (Manmohan Desai)એ કૂલી (Coolie) ફિલ્મનો અંત બદલી નાખવાની ફરજ પડી હતી.અગાઉના પાત્રાંકન મુજબ બચ્ચન અંતે મૃત્યુ પામતો હતો, પરંતુ પછી કથાનકમાં ફેરફાર કરીને તે પાત્રને અંતે જીવંત રખાયું હતું. દેસાઈએ કહ્યું હતું કે જે વ્યક્તિ વાસ્તિવક જીવનમાં મૃત્યુને નજીક પહોંચી ગયો હોય તેને સ્ક્રીન પર મરતો બતાવવો એકદમ અયોગ્ય બાબત હોત. આ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી ત્યારે બચ્ચનને જે ફાઇટ દૃશ્યમાં ઈજા થઈ હતી તે દૃશ્ય સ્ક્રીન પર થોડો સમય થંભાવી દેવામાં આવે છે અને પછી સ્ક્રીન પર લીટી આવે છે કે આ શોટ વખતે અભિનેતાને ઇજા થઈ હતી અને આ રીતે અકસ્માતને પબ્લિસિટી આપવામાં આવી હતી.[૧૩]
તેમને પાછળથી માયસ્થેનિયા ગ્રેવિસનું નિદાન કરાયું હતું. (Myasthenia gravis)તેમની માંદગીના લીધે તેઓ માનસિક અને શારીરિક રીતે નબળા પડી જતા ફિલ્મો છોડી રાજકારણમાં ઝંપલાવવાનો નિર્ણય લીધો હતો. આ સમયે તેઓ નિરાશાવાદી બની ગયા હતા કે તેમને નવી ફિલ્મ હવે કેવી રીતે મળશે તેની ચિંતા સતાવતી હતી. લગભગ દરેક ફિલ્મ રિલીઝ થતાં પહેલાં તે નકારાત્મક નિવેદન કરતાં કહે છે કે "યે ફિલ્મ તો ફ્લોપ હોગી "("ધીસ ફિલ્મ વિલ ફ્લોપ")[૧૫]
રાજકારણઃ ૧૯૮૪-૧૯૮૭
[ફેરફાર કરો]૧૯૮૪માં અમિતાભે અભિનયમાં ટૂંક સમયનો વિરામ લઈને લાંબા સમયના કૌટુંબિક મિત્ર રાજીવ ગાંધી (Rajiv Gandhi)ને ટેકો આપવા માટે રાજકારણમાં પ્રવેશ કર્યો.તે ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એચ. એન. બહુગુણા (H. N. Bahuguna) સામે અલ્હાબાદની લોકસભા બેઠક પરથી લડ્યા અને સામન્ય ચૂંટણીના ઇતિહાસ માં 68.2 ટકાનું જંગી માર્જિન કહી શકાય તેટલી ટકાવારીથી જીત્યા હતા.[૧૬]તેમની રાજકીય કારકિર્દી ટૂંકી નીવડી હતી અને તેમણે ત્રણ વર્ષ બાદ લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. બચ્ચન અને તેમના ભાઈ "બોફોર્સ કૌભાંડ" (Bofors scandal)માં સંડોવાયેલા હોવાના લીધે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું, એવો એક અખબારે દાવો કર્યો હતો, જેને બચ્ચન બંધુઓ કોર્ટમાં ઘસડી ગયા હતા.[૧૭]બચ્ચન બોફોર્સ કૌભાંડમાં નિર્દોષ પુરવાર થયો હતો.
તેમના જૂના મિત્ર અમરસિંહે તેમને નાણાકીય કટોકટીમાં મદદ કરી હતી, તેમની કંપની એબીસીએલ નિષ્ફળ જતા આ કટોકટી સર્જાઈ હતી. તેના પછી બચ્ચને અમરસિંહના રાજકીય પક્ષ સમાજવાદી પાર્ટીને સમર્થન આપવાનું શરૂ કર્યું.જયા બચ્ચન સમાજવાદી પક્ષ (Samajwadi Party)માં જોડાયા અને રાજ્યસભા માં સભ્ય બન્યા.[૧૮]બચ્ચને જાહેરખબરો અને રાજકીય પ્રચારોમાં સમાજવાદી પક્ષની તરફેણ કરવાની ચાલુ રાખી. આ પ્રવૃત્તિના લીધે તેમણે મુશ્કેલીમાં મૂકાવવું પડ્યું અને ભારતીય કોર્ટોમાં ખોટા દોવાનો સામનો કરવો પડ્યો, જેમાં તેમણે પોતે ખેડૂત હોવાના કરેલા નિવેદનના સમર્થનમાં રજૂ કરેલા કાનૂની પત્રોનો સમાવેશ થાય છે.[૧૯]
બચ્ચન તેમની કારકિર્દીમાં ટોચ પર હતા ત્યારે તેમના પર સ્ટારડસ્ટ (Stardust) અને બીજા કેટલાક ફિલ્મ મેગેઝિનોએ 15 વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો.પોતાના બચાવમાં બચ્ચને દાવો કર્યો હતો કે તેમણે 1989ના અંત સુધી તેમની ફિલ્મના સેટ પર પ્રેસને ફરકવા દેવાની મનાઈ ફરમાવી દીધી હતી.[૨૦]
મંદી અને નિવૃત્તિ 1988થી 1992
[ફેરફાર કરો]બચ્ચન 1988માં ફિલ્મોમાં પાછો ફર્યો હતો અને શહેનશાહ માં શીર્ષક ભૂમિકા નીભાવી હતી, આ ફિલ્મ બચ્ચનની પુનરાગમન ફિલ્મ હોવાથી તેને બોક્સોફિસ પર સફળતા મળી હતી.[૨૧]સફળ પુનરાગમન પછી બચ્ચનની બીજી ફિલ્મો બોક્સઓફિસ પર નિષ્ફળ જતા તેમનો સ્ટાર પાવર ઘસાવવા માંડ્યો હતો. 1991માં આવેલી હિટ ફિલ્મ હમ (Hum) પછી જૂનો ટ્રેન્ડ શરૂ થશે તેમ લાગ્યું હતું, પણ આ બાબત પણ અલ્પજીવી નીવડી હતી અને બોક્સઓફિસ પર તેમની નિષ્ફળતાનો દોર જારી રહ્યો હતો. હિટ ફિલ્મોના અભાવ છતાં પણ બચ્ચનને 1990માં આવેલી ફિલ્મ અગ્નિપથ (Agneepath)માં માફિયા ડોનની ભૂમિકા બદલ બીજો રાષ્ટ્રિય ફિલ્મ પારિતોષિક મળ્યો હતો.આ વર્ષ પછી બચ્ચન થોડા સમય સુધી સ્ક્રીન પર દેખાયા ન હતા. 1992માં ખુદાગવાહ ફિલ્મ પ્રદર્શિત થયા પછી બચ્ચને પાંચ વર્ષનો બ્રેક લીધો હતો. 1994માં તેમની બહુ પાછી ઠેલાયેલી ફિલ્મ ઇન્સાનિયત રિલીઝ થઈ હતી, પણ તેને બોક્સઓફિસ પર નિષ્ફળતા સાંપડી હતી.[૨૨]
ફિલ્મ નિર્માણ અને અભિનય ક્ષેત્રે પુનરાગમન 1996થી 1999
[ફેરફાર કરો]બચ્ચન તેમની કામચલાઉ નિવૃત્તિના સમયગાળા દરમિયાન નિર્માતા બન્યા હતા અને અમિતાભ બચ્ચને કોર્પોરેશન લિમિટેડની સ્થાપના કરી હતી. 1996મા સ્થપાયેલી એ.બી.સી.એલ.નું વિઝન 2000 સુધીમાં મનોરંજન ક્ષેત્રે 10 અબજ રૂપિયા(25 કરોડ અમેરિકન ડોલર)ની કંપની બનવાનું હતું. એબીસીએલની વ્યૂહરચના ભારતના મનોરંજન ઉદ્યોગ માટે પ્રોડક્ટ્સ અને સર્વિસ પૂરી પાડવાનું હતું. તેની કામગીરી મુખ્યપ્રવાહની કમર્શિયલ ફિલ્મોનું નિર્માણ અને વિતરણ, ઓડિયો કેસેટ અને વિડીયો ડિસ્ક, ટેલીવિઝન સોફ્ટવેરનું નિર્માણ અને માર્કેટિંગ સોફ્ટવેર, સેલીબ્રીટી અને ઇવેન્ટ મેનેજમેન્ટનું હતું. કંપનીને 1996માં લોન્ચ કરવામાં આવ્યા પછી ટૂંક સમયમાં જ કંપનીએ પ્રથમ ફિલ્મ બનાવી હતી.તેરે મેરે સપને) બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હતી, પંરતુ તેણે અર્શદ વારસી તથા હાલની દક્ષિણની ફિલ્મોની સ્ટાર સિમરન (Simran) જેવી અભિનેત્રીઓને લોન્ચિંગ પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.એબીસીએલે કેટલીક બીજી ફિલ્મોનું નિર્માણ કર્યું, પણ તેને સફળતા ન મળી
બચ્ચને 1997માં તેની ફિલ્મ મૃત્યુદાતા તેની કંપનીના નેજા હેઠળ બનાવી ફરીથી પુનરાગમન કર્યું. મૃત્યુદાતામાં બચ્ચનની અગાઉની એકશન હીરો તરીકેની ઇમેજનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ થયો હોવા છતાં તેને નાણાકીય અને વિવેચન બંને રીતે નિષ્ફળતા સાંપડી હતી.એબીસીએલે 1996ની મિસ વર્લ્ડ સૌંદર્ય સ્પર્ધા ની મુખ્ય આયોજક હતી, બેંગલોર (Bangalore)માં તેનું આયોજન થયું હતું, પરંતુ તેમાં તેણે લાખો રૂપિયા ગુમાવ્યા હતા.આમ મિસ વર્લ્ડના આયોજનના ફિયાસ્કા અને તેના પછી તેના પરિણામે એબીસીએલ અને જુદી-જુદી કંપનીઓ કાનૂની દાવપેચમાં સપડાઈ હતી. આ ઉપરાંત એબીસીએલે તેના ટોપ લેવલના મેનેજરોને વધારે પડતો પગાર આપ્યો હતો અને તેના લીધે તે 1997માં નાણાકીય રીતે અને કામકાજની રીતે પડી ભાંગી હતી. કંપનીને છેવટે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ બોર્ડે માંદી કંપની જાહેર કરી હતી. બોમ્બે હાઇકોર્ટે એપ્રિલ 1999માં બચ્ચનને તેના મુંબઈ સ્થિત બંગલો (bungalow) પ્રતીક્ષા અને બીજા બે ફ્લેટ કેનેરા બેન્ક ની બાકી નીકળતી લોન વસૂલ થાય નહીં ત્યાં સુધી વેચી શકતા અટકાવ્યો હતો.બચ્ચને વિનંતિ કરી હતી કે તેઓ તેમની કંપની માટે ભંડોળ ઊભું કરવા સહારા ઇન્ડિયા ફાઇનાન્સ પાસે બંગલો ગીરો મૂકવા માગે છે.[૨૩]
બચ્ચને તેની કારકિર્દીને પુર્નજીવિત કરવાનો પ્રયાસ કર્યો અને તેની ફિલ્મ બડે મિયાં છોટે મિયાં (Bade Miyan Chote Miyan) (1998)ને સરેરાશ સફળતા મળી[૨૨] અને ફિલ્મ સૂર્યવંશમ (Sooryavansham) (1999)ને હકારાત્મક રીવ્યુ મળ્યા.[૨૪] પણ બીજી ફિલ્મો જેવી કે લાલ બાદશાહ (Lal Baadshah) (1999) અને હિંદુસ્તાન કી કસમ (1999) બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હતી.
ટેલીવિઝન કેરિયર
[ફેરફાર કરો]2000ના વર્ષમાં બચ્ચને બ્રિટીશ ટેલીવિઝન ગેમ શો હુ વોન્ટ્સ ટુ બી અ મિલિયોનર? (Who Wants to Be a Millionaire?) ની ભારતીય આવૃત્તિ કરવાનો નિર્ણય લીધો.શીર્ષક, કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati)મોટાભાગના દેશોમાં આ કાર્યક્રમને લોક માન્યતા મળી હતી અને તેને પ્રારંભથી જ સફળતા મળી હતી. કેનેરા બેન્કે (Canara Bank) નવેમ્બર 2000માં તેનો કેસ પાછો ખેંચી લીધો હતો. બચ્ચન 2005માં નવેમ્બર સુધી કેબીસીમાં હોસ્ટ હતો અને તેની આ સફળતાએ તેને ફિલ્મોમાં ફરીથી લોકપ્રિયતા માટેનો તખ્તો ઘડી આપ્યો.
જબરજસ્ત પુનરાગમનઃ 2000 - વર્તમાન
[ફેરફાર કરો]2000માં અમિતાભ બચ્ચને યશ ચોપરા (Yash Chopra)ની બોક્સ ઓફિસ પર સફળ રહેલી ફિલ્મ મહોબ્બતે (Mohabbatein)માં અભિનય કર્યો હતો, જેનું દિગ્દર્શન આદિત્ય ચોપરા (Aditya Chopra)એ કર્યું હતું.આ ફિલ્મમાં તેમણે શાહરૂખ ખાન (Shahrukh Khan) સામે કડક અને શિસ્તના આગ્રહી આચાર્યની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ હિટ થયા પછી બચ્ચન (2001) Ek Rishtaa: The Bond of Loveપછીની ફિલ્મોમાં કુટુંબના વડા તરીકેની ભૂમિકામાં આવવા લાગ્યો, તેમાં કભી ખુશી કભી ગમ (Kabhi Khushi Kabhie Gham) (2001) અને બાગબાન (Baghban) (2003) હતી.અભિનેતા તરીકે તેમણે વૈવિધ્યસભર ભૂમિકા નીભાવવાનું ચાલુ રાખ્યું. તેમને અક્સ (Aks) (2001), આંખે (Aankhen) (2002), ખાકી (Khakee) (2004), દેવ (Dev) (2004) અને બ્લેક (Black) (2005)ની ભૂમિકા બદલ વિવેચકોની પ્રશંસા પણ મળી.પોતાના આ નવા ક્લેવરનો ફાયદો ઉઠાવી અમિતાભે જુદી-જુદી પ્રોડક્ટ્સ અને સર્વિસિસના એન્ડોર્સમેન્ટ લેવા લાગ્યા અને ઘણી ટીવી અને બિલબોર્ડ એડર્વટાઇઝમેન્ટમાં તે દેખાવવા લાગ્યા. 2005 અને 2006માં તેમને અને તેમના પુત્ર અભિષેકને ચમકાવતી ફિલ્મ બંટી ઓર બબલી (Bunty Aur Babli) (2005) અને ગોડફાધર (Godfather)ને શ્રદ્ધાંજલિ આપતી ફિલ્મ સરકાર (Sarkar) (2005)ને અને કભી અલવિદા ના કહેના (Kabhi Alvida Na Kehna) (2006)ને સફળતા મળી હતી.બધી બોક્સઓફિસ પર સફળ રહી હતી[૨૫][૨૬]2006 અને 2007માં પ્રદર્શિત થયેલી બીજી ફિલ્મો બાબુલ (Baabul) (2006),[૨૭] એકલવ્ય (Eklavya) અને નિશબ્દ (Nishabd) (2007)ને બોક્સઓફિસ પર નિષ્ફળ ગઇ હતી, પરંતુ તેમના અભિનયના વિવેચકોએ વખાણ કર્યા હતા.[૨૮]તેમણે નાગથિહાલી ચંદ્રશેખર (Nagathihalli Chandrashekhar) દ્વારા નિર્દેશિત ફિલ્મ અમૃથાડારેમાં મહેમાન ભૂમિકા ભજવી હતી.
મે 2007માં તેમની બે ફિલ્મો ચીની કમ (Cheeni Kum) અને મલ્ટીસ્ટાર ફિલ્મ શૂટઆઉટ એટ લોખંડવાલા (Shootout at Lokhandwala) પ્રદર્શિત થઈ હતી.શૂટઆઉટ એટ લોખંડવાલાએ બોક્સઓફિસ પર સારી કામગીરી બજાવી હતી અને તેને ભારતમાં હિટ જાહેર કરાઈ હતી, તેની સરખામણીએ ચીની કમનો પ્રારંભ ધીમો રહ્યો હતો અને તેને સરેરાશ હિટ ફિલ્મ જાહેર કરાઈ હતી.[૨૯]
ઓગસ્ટ 2007માં તેમની સૌથી મોટી હિટ ફિલ્મ શોલે (Sholay) (1975)ની રિમેક (remake) રામ ગોપાલ વર્મા કી આગ (Ram Gopal Varma Ki Aag) ફિલ્મે બોક્સઓફિસ પર ધબડકો કર્યો હતો અને વિવેચકોએ આ ફિલ્મની આકરી ટીકા કરી હતી.[૨૯]
તેમની પ્રથમ અંગ્રેજી ભાષાની ફિલ્મ ઋતુપર્ણો ઘોષ (Rituparno Ghosh)ની ધ લાસ્ટ લીયર (The Last Lear)નું પ્રીમિયર નવ સપ્ટેમ્બર 2007ના રોજ 2007 ટોરોન્ટોમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારંભ (2007 Toronto International Film Festival)માં થયું હતું.આ ફિલ્મમાં તેમની ભૂમિકાની વિવેચકોએ પણ પ્રશંસા કરી હતી અને બ્લેક[૩૦] પછીનો શ્રેષ્ઠ અભિનય ગણાવ્યો હતો. બચ્ચને પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ શાંતારામ (Shantaram)માં સહાયક ભૂમિકા ભજવી હતી. મીરા નાયર (Mira Nair) દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં હોલીવૂડ (Hollywood)નો સ્ટાર જોની ડેપ (Johnny Depp) મુખ્ય ભૂમિકામાં હતો.આ ફિલ્મ ફેબ્રુઆરી 2008માં પ્રદર્શિત થવાની હતી, પરંતુ લેખકોની હડતાળના કારણે તેનું પ્રદર્શન સપ્ટેમ્બર 2008માં પાછુ ઠેલાયું હતું.[૩૧]
ભૂતનાથ (Bhoothnath)માં બચ્ચને ભૂત (ghost) તરીકે મુખ્ય ભૂમિકા ભજવી હતી, તે નવ મે 2008ના રોજ પ્રદર્શિત થઈ હતી.સરકાર રાજ (Sarkar Raj) જૂન 2008માં પ્રદર્શિત થી હતી અને તે 2005ની ફિલ્મ સરકાર (Sarkar)ની સીકવલ હતી.સરકાર રાજને બોક્સઓફિસ પર સારો પ્રતિસાદ સાંપડ્યો હતો.
ભારતમાં મુંબઈ (Mumbai) ખાતે 8 ડિસેમ્બર 2008માં યોજાયેલી બીજી લાઇવ અર્થ (Live Earth) ઇવેન્ટ લાઇવ અર્થ ઇન્ડિયા 2008 (Live Earth India 2008)માં બચ્ચન જોન બોન જોવી (Jon Bon Jovi) સાથે સહ યજમાન હતા.
26 જાન્યુઆરી 2009માં અમિતાભ બચ્ચન મુંબઈમાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ અંધેરી ખાતે શરૂ કરવામાં આવી તેના મુખ્ય મહેમાન હતા.[૩૨]
સ્વાસ્થ્ય
[ફેરફાર કરો]2005માં હોસ્પિટલાઇઝેશન
[ફેરફાર કરો]નવેમ્બર 2005માં અમિતાભ બચ્ચન લીલાવતી હોસ્પિટલમાં આઇસીયુમાં (ICU)દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પર સ્મોલ ઇન્ટેસ્ટાઇનના (small intestine)ડાઇવર્ટિક્યુલિટિસનું (diverticulitis)નાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. [૩૩]બચ્ચને તેના થોડા દિવસો પહેલાં પેટમાં દુઃખાવાની ફરિયાદ કર્યા બાદ તેનું નિદાન થયું હતું. તેઓ સાજા થતા હતા તેના થોડા સમયગાળા દરમિયાન તેમના મોટાભાગના પ્રોજેક્ટ સ્થગિત થઈ ગયા હતા, તેમાં તેઓ જેનું હોસ્ટિંગ કરતા હતા તે ટેલીવિઝન ગેમ શો કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati)નો પણ સમાવેશ થાય છે. અમિતાભ માર્ચ 2006માં કામ પર પાછા ફર્યા.[૩૪]
અવાજ
[ફેરફાર કરો]બચ્ચન તેના ઘેરા અને ઘાટિલા અવાજ માટે જાણીતો છેબચ્ચને તેમના ઘાટીલા અવાજ દ્વારા પાત્રપરિચય આપ્યો છે, પાર્શ્વગાયકી (playback singer) પણ કરી છે અને ઘણા બધા કાર્યક્રમોમાં પ્રેઝન્ટર પણ રહ્યા છે. પ્રતિષ્ઠિત ફિલ્મ દિગ્દર્શક સત્યજીત રે (Satyajit Ray)પણ બચ્ચનના અવાજથી પ્રભાવિત હતા. તેમને તેમની ફિલ્મ શતરંજ કે ખિલાડીમાં (Shatranj Ke Khiladi) બચ્ચનને આપવા યોગ્ય ભૂમિકા ન લાગતા તેના અવાજનો ઉપયોગ કોમેન્ટ્રી આપવા કર્યો હતો. [૩૫]ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશતા પહેલાં બચ્ચને ઓલ ઇન્ડિયા રેડિયોમાં (All India Radio) ઉદઘોષક તરીકેની ભૂમિકા માટે અરજી કરી હતી, પણ તે નકારી કાઢવામાં આવી હતી.
તેમણે પણ નીચેની ફિલ્મો માટે કામ પર અવાજ થાય:
બાલિકા બધું (1975)
તેરે મેરે સપને (1996)
લગાન (2001)
પરિણીતા (2005)
જોધા અકબર (2008)
સ્વામી (2007) [77]
જોર લગા કે ... હૈયા ! (2009)
કહાની (2012)
ક્રિશ 3 (2013)
મહાભારત (2013)
કોચડૈયાન (હિન્દી આવૃત્તિ) (2014)
વિવાદો અને ટીકા
[ફેરફાર કરો]બારાબંકી અને જમીનનો કેસ
[ફેરફાર કરો]ઉત્તરપ્રદેશમાં 2007માં (Uttar Pradesh state assembly elections, 2007) યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં બચ્ચને મુલાયમસિંહ યાદવની (Mulayam Singh)સરકાર માટે પ્રયાસ કર્યો હતો. છતાં પણ તેનો સમાજવાદી (Samajwadi Party) પક્ષ હારી ગયો હતો અને માયાવતી (Mayawati) સત્તામાં આવી હતી.
જૂન 2007માં ફૈઝાબાદની (Faizabad) કોર્ટે આદેશ આપ્યો હતો કે તેમણે જમીનવિહોણા દલિત (Dalit)ખેતમજૂરો તરીકે ગણાવી ગેરકાયદેસર રીતે કૃષિ જમીન ખરીદી હતી.[૩૬]તેના લીધે તેવી અટકળો હતી કે છેતરપિંડીના કેસની તપાસ થશે, કારણ કે તેમણે ખેડૂત તરીકે દાવો કર્યો હતો. [૩૭]આ કૌભાંડ બહાર આવ્યા પછી 19 જુલાઈ 2007માં બચ્ચને ઉત્તરપ્રદેશમાં (Uttar Pradesh) બારાબંકી અને પુણેમાં સંપાદિત કરેલી જમીન પાછી આપી દીધી હતી. (Pune)તેમણે મહારાષ્ટ્રના (Maharashtra) મુખ્યપ્રધાન વિલાસરાવ દેશમુખને આ જમીન દાનમાં આપવા લખ્યુ હતું, જે પુણેમાં ગેરકાયદેસર રીતે કબ્જે કરવામાં આવી હતી. [૩૮]આમ છતાં લખનૌ કોર્ટે જમીન દાનમાં આપવા સામે મનાઇહુકમ આપતા જણાવ્યું હતું કે જમીનની યથાવત સ્થિતિ જાળવામાં આવે.
બચ્ચને 12 ઓક્ટોબર 2007ના રોજ બારાબંકી જિલ્લાના દૌલતપુરની જમીન પરનો દાવો જતો કર્યો હતો. [૩૯]11 ડિસેમ્બર 2007ના રોજ અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ (Lucknow) બેન્ચે બારાબંકી જિલ્લાની સરકારી જમીનની ખોટી રીતે ફાળવણીના કેસમાં બચ્ચનને ક્લિન ચીટ આપી હતી. લખનૌ બેન્ચના સિંગલ જજે જણાવ્યું હતું કે રેવન્યુ રેકોર્ડમાં કોઈપણ પ્રકારની છેતરપિંડી કે ગેરરીતિ આચરી હોવાનો પુરાવા મળ્યા નથી. [૪૦][૪૧]
બારાબંકી કેસમાં હકારાત્મક ચુકાદો મલ્યા પછી અમિતાભ બચ્ચને મહારાષ્ટ્ર સરકારને જણાવ્યું હતું કે તે પુણે જિલ્લામાંં મવાલ તાલુકાની જમીન આપવાની ઇચ્છા ધરાવતા નથી.[૪૨]
રાજ ઠાકરેની ટીકા
[ફેરફાર કરો]જાન્યુઆરી 2008માં રાજકીય રેલીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (Maharashtra Navnirman Sena) વડા રાજ ઠાકરેએ (Raj Thackeray)અમિતાભ બચ્ચનને લક્ષ્યાંક બનાવી કહ્યું હતું કે તેમને મહારાષ્ટ્રને બદલે પોતાના વતન તરફ વધારે ઝુકાવ છે. અમિતાભે તેમની પુત્રવધુ ઐશ્વર્યા રાય બચ્ચનના (Aishwarya Rai Bachchan)નામે મહારાષ્ટ્રના બદલે ઉત્તરપ્રદેશમાં બારાબંકી (Barabanki) ખાતે ગર્લ્સ સ્કૂલ શરૂ કરી તેની સામે અસંતોષની લાગણી વ્યક્ત કરી હતી[૪૩]. પ્રસાર માધ્યમોના અહેવાલો મુજબ એક સમયના અમિતાભના પ્રશંસક રાજ ઠાકરેએ અભિષેક (Abhishek)અને ઐશ્વર્યાના લગ્નમાં તેમને આમંત્રણ ન આપતા બચ્ચન પર આ પ્રહારો કર્યા હતા. બીજી બાજુ બચ્ચને તેમના કાકા બાલ ઠાકરે અને ભત્રીજા ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ આપ્યું હતું. [૪૪][૪૫]
રાજના આક્ષેપોના જવાબ આપતા બચ્ચનની પત્ની અને સમાજવાદી પક્ષની સાંસદ જયા બચ્ચને જણાવ્યું હતું કે બચ્ચન મુંબઈમાં પણ શાળા શરૂ કરવા ઇચ્છુક છે, પણ એમએનએસના નેતા તેના માટે જમીન તો ફાળવે. તેણે પ્રસાર માધ્યમોમાં જણાવ્યું હતું કે,"મેં સાંભળ્યું છે કે રાજ ઠાકરે મુંબઈ અને કોહિનૂર મિલ્સમાં જંગી મિલકતનો માલિક છે.જો તેઓ જમીન ફાળવવા તૈયાર હોય તો અમે ઐશ્વર્યા રાયના નામે સ્કૂલ શરૂ કરવા તૈયાર છે. [૪૬]આમ છતાં અમિતાભ આ મુદ્દે ટીકા કરવાથી દૂર રહ્યો હતો.
બાલ ઠાકરેએ આ આક્ષેપોનો પ્રતિકાર કરતાં જણાવ્યું હતું કે, " અમિતાભ સ્પષ્ટવક્તા છે અને તેને મહારાષ્ટ્ર પ્રત્યે અત્યંત પ્રેમ છે અને તેનો પુરાવો તેણે ઘણા પ્રસંગોએ આપ્યો છે."બચ્ચને વારંવાર જણાવ્યું છે કે મહારાષ્ટ્ર અને મુંબઈએ મને ઘણું સન્માન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે આજે પોતે જે છે તે લોકોના પ્રેમના લીધે છે. મુંબઈની પ્રજા હંમેશા કલાકારોને માન આપતી આવી છે. તેથી તેમની સામે આ પ્રકારના આક્ષેપો મૂકવા એકદમ મૂર્ખામીભરી બાબત છે. અમિતાભ ગ્લોબલ સુપરસ્ટાર છે.સમગ્ર વિશ્વના લોકો તેને સન્માન આપે છેકોઈ વ્યક્તિ આ બાબત ભૂલી શકે નહીં. અમિતાભે મૂર્ખામીભર્યા આક્ષેપો અવગણવા જોઈએ અને અભિનય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ"[૪૭]
રાજ ઠાકરેની ટિપ્પણીના લગભગ મહિના પછી 23 માર્ચ 2008ના રોજ અમિતાભે ટેબ્લોઈડને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે આ પ્રકારના આક્ષેપો પર ધ્યાન આપીને હું તેમને તેઓ ઇચ્છે છે તેવું મહત્વ આપી શકું નહીં.[૪૮]28 માર્ચના રોજ ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમીની (International Indian Film Academy) પત્રકાર પરિષદમાં બચ્ચનને આ પ્રકારની બાબત અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે દેશમાં કોઈપણ સ્થળે જીવવું કોઈપણ વ્યક્તિનો મૂળભૂત અને બંધારણીય અધિકાર છે.[૪૯]તેણે આ ઉપરાંત જણાવ્યું હતું કે તેના પર રાજની ટિપ્પણીની કોઈ અસર થઈ નથી[૫૦]
પારિતોષિકો, સન્માનો અને પ્રશંસાપત્રો
[ફેરફાર કરો]ફિલ્મોગ્રાફી
[ફેરફાર કરો]છેલ્લી ફિલ્મો
[ફેરફાર કરો]નિર્માતા
[ફેરફાર કરો]વર્ષ | ફિલ્મ |
---|---|
1996 (1996) | તેરે મેરે સપને (Tere Mere Sapne (1996 film)) |
1997 (1997) | ઉલ્લાસમ (Ullasam) |
મૃત્યુદાતા (Mrityudaata) | |
1998 (1998) | મેજર સાબ (Major Saab) |
2001 (2001) | અક્સ (Aks) |
2005 (2005) | વિરુદ્ધ (Viruddh) |
2006 (2006) | ફેમિલી- ટાઇઝ ઓફ બ્લડ (Family - Ties of Blood) |
પાર્શ્વગાયક
[ફેરફાર કરો]વર્ષ | ફિલ્મ |
---|---|
1979 (1979) | ધ ગ્રેટ ગેમ્બલર (The Great Gambler) |
નટવરલાલ (Mr. Natwarlal) | |
1981 (1981) | લાવારિસ (Lawaaris) |
નસીબ (Naseeb) | |
સિલસિલા (Silsila) | |
1983 (1983) | મહાન (Mahaan) |
પુકાર (Pukar) | |
1984 (1984) | શરાબી (Sharaabi) |
1989 (1989) | તૂફાન (Toofan) |
જાદુગર (Jaadugar) | |
1992 (1992) | ખુદાગવાહ (Khuda Gawah) |
1998 (1998) | મેજર સાબ (Major Saab) |
1999 (1999) | સૂર્યવંશમ (Sooryavansham) |
2001 (2001) | અક્સ (Aks) |
કભી ખુશી કભી ગમ (Kabhi Khushi Kabhie Gham) | |
2002 (2002) | આંખે (Aankhen) |
2003 (2003) | અરમાન (Armaan) |
બંધન (Baghban) | |
2004 (2004) | દેવ (Dev) |
એતબાર (Aetbaar) | |
2006 (2006) | બાબુલ (Baabul) |
2007 (2007) | નિશબ્દ (Nishabd) |
ચીની કમ (Cheeni Kum) | |
2008 | ભૂતનાથ (Bhoothnath) |
જોધા અકબર | |
યાર મેરી જિંદગી | |
સરકાર રાજ | |
ગોડ તુસી ગ્રેટ હો | |
2009 | દિલ્હી 6 |
ઝોર લગાકે હૈયા | |
અલાદિન | |
પા | |
2010 | રન |
તીન પત્તી | |
કંદહાર | |
2011 | બુઢા હોગા તેરા બાપ |
આરક્ષણ | |
રાવન | |
2012 | કહાની |
મિસ્ટર ભટ્ટી ઓન છુટ્ટી | |
ડીપાર્ટમેન્ટ | |
બોલ બચ્ચન | |
ઇંગલિશ વિંગ્લિશ | |
2013 | ધ ગ્રેટ ગેટ્સબીય |
બૉમ્બે ટૉકીઝ | |
સત્યાગ્રહ | |
બોસ | |
ક્રિશ 3 | |
મહાભારત | |
2014 | ભૂતનાથ રિતુર્ન્સ |
માનમ | |
2015 | શામીતાબ |
હૈ બ્રો | |
પીકુ | |
2016 | વાજિર |
કી એન કા | |
Te3n | |
પિન્ક |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "sugandh.com". Sugandh.com. મેળવેલ 2008-11-13.
- ↑ "Reviews on: To Be or Not To Be Amitabh Bachchan - Khalid Mohamed".
- ↑ "Bachchan wins his first national award". India Times. મૂળ માંથી 13 ઑક્ટોબર 2007 પર સંગ્રહિત. મેળવેલ 11 March 2007. Unknown parameter
|dateformat=
ignored (મદદ); Italic or bold markup not allowed in:|work=
(મદદ); Check date values in:|archive-date=
(મદદ) - ↑ "બોક્સ ઓફિસ ઇન્ડિયા". મૂળ સંગ્રહિત માંથી 2012-07-08 પર સંગ્રહિત. મેળવેલ 2012-07-08.
- ↑ "Box Office 1975". BoxOffice India.com. મૂળ સંગ્રહિત માંથી 2012-07-20 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-08.
- ↑ ૬.૦ ૬.૧ Kanwar, Rachna (October 3, 2005). "25 Must See Bollywood Movies". Indiatimes movies. મૂળ માંથી 2018-12-24 પર સંગ્રહિત. મેળવેલ 2007-12-06.
- ↑ "Sholay". International Business Overview Standard. મૂળ માંથી 2012-06-30 પર સંગ્રહિત. મેળવેલ 2007-12-06.
- ↑ "Bachchan's historic 1978 year at the box office". ibosnetwork.com. મેળવેલ 1 February 2008. Unknown parameter
|dateformat=
ignored (મદદ)[હંમેશ માટે મૃત કડી] - ↑ "Truffaut labeled Bachchan a one-man industry". China Daily. મૂળ માંથી 1 ફેબ્રુઆરી 2008 પર સંગ્રહિત. મેળવેલ 1 February 2008. Unknown parameter
|dateformat=
ignored (મદદ) - ↑ "BoxOffice India.com". મૂળ સંગ્રહિત માંથી 2012-07-08 પર સંગ્રહિત. મેળવેલ 2012-07-08.
- ↑ "Bachchan's box office success". boxofficeindia.com. મૂળ માંથી 29 ઑક્ટોબર 2013 પર સંગ્રહિત. મેળવેલ 10 April 2007. Unknown parameter
|dateformat=
ignored (મદદ); Check date values in:|archive-date=
(મદદ) - ↑ "Bachchan injured whilst shooting scene". rediff.com. મેળવેલ 11 March 2007. Unknown parameter
|dateformat=
ignored (મદદ) - ↑ ૧૩.૦ ૧૩.૧ "Footage of fight scene in Coolie released to the public". IMDB. મેળવેલ 11 March 2007. Unknown parameter
|dateformat=
ignored (મદદ) - ↑ "Coolie a success". boxofficeindia.com. મૂળ માંથી 14 ઑક્ટોબર 2013 પર સંગ્રહિત. મેળવેલ 11 March 2007. Unknown parameter
|dateformat=
ignored (મદદ); Check date values in:|archive-date=
(મદદ) - ↑ Mohamed, Khalid. "Reviews on: To Be or Not To Be Amitabh Bachchan". mouthshut.com. મૂળ માંથી 1 સપ્ટેમ્બર 2005 પર સંગ્રહિત. મેળવેલ 11 March 2007. Unknown parameter
|dateformat=
ignored (મદદ) - ↑ "Amitabh Bachchan: Stint in Politics". HindustanTimes.com. મૂળ માંથી 2015-01-13 પર સંગ્રહિત. મેળવેલ 2005-12-05.
- ↑ "Interview with Amitabh Bachchan". sathnam.com. મૂળ માંથી 2018-12-24 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-08.
- ↑ "બચ્ચનનું ચૂંટણી લડવાનું કોઈ આયોજન નથી" સંગ્રહિત ૨૦૦૭-૦૯-૩૦ ના રોજ વેબેક મશિન hindu.com
- ↑ "Bollywood's Bachchan in trouble over crime claim". AFP. October 4, 2007. મૂળ માંથી જાન્યુઆરી 16, 2008 પર સંગ્રહિત. મેળવેલ એપ્રિલ 7, 2022.
- ↑ "બચ્ચન પર લગભગ 15 વર્ષનો પ્રતિબંધ"ઇન્ડિયાએફએમ ન્યુઝ બ્યુરો27 જાન્યુઆરી 2007
- ↑ "Top Actor". www.boxofficeindia.com/topactors.htm. મૂળ માંથી 2013-10-29 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-08.
- ↑ ૨૨.૦ ૨૨.૧ "Box Office 1994". Box Office India. મૂળ માંથી 2013-01-07 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-08.
- ↑ Patil, Vimla (March 4, 2001). "Muqaddar Ka Sikandar".
- ↑ Taliculam, Sharmila. "He's back!".
- ↑ "Amitabh and Abhishek rule the box office". Box Office India. મૂળ માંથી 30 જૂન 2012 પર સંગ્રહિત. મેળવેલ 11 March 2007. Unknown parameter
|dateformat=
ignored (મદદ) - ↑ "Box Office 2006". Box Office India. મૂળ સંગ્રહિત માંથી 25 મે 2012 પર સંગ્રહિત. મેળવેલ 11 March 2007. Unknown parameter
|dateformat=
ignored (મદદ) - ↑ "Films fail at the BO". Box Office India. મૂળ સંગ્રહિત માંથી 2012-05-25 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-08.
- ↑ Adarsh, Taran. "Top 5: 'Nishabd', 'N.P.D.' are disasters". Bollywood Hungma. મૂળ માંથી 24 ડિસેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 26 March 2007. Unknown parameter
|dateformat=
ignored (મદદ) - ↑ ૨૯.૦ ૨૯.૧ "Box Office India".
- ↑ "This is Amitabh's best performance after Black".
- ↑ "Amitabh Bachchan to star with Johnny Depp". ourbollywood.com. મૂળ માંથી 1 એપ્રિલ 2007 પર સંગ્રહિત. મેળવેલ 11 March 2007. Unknown parameter
|dateformat=
ignored (મદદ) - ↑ Bhayani, Viral (27 January 2009). "Amitabh, Jaya and Aishwarya at launch of Ambani Hospital". Radio Sargam. મેળવેલ 27 January 2009. Check date values in:
|access-date=
and|date=
(મદદ) - ↑ "Amitabh better today". Rediff. December 1, 2005. મેળવેલ 2008-04-27.
- ↑ Us Salam, Ziya (December 9, 2005). "Waiting for Mr. Bachchan". The Hindu. મૂળ માંથી 2009-01-08 પર સંગ્રહિત. મેળવેલ 2008-04-27.
- ↑ હિંદુસ્તાન ટાઇમ્સમાં અમિતાભે "શતરંજ કે ખિલાડી " માટે અવાજ આપ્યોહિંદુસ્તાન ટાઇમ્સ (Hindustan Times)
- ↑ Sanket Upadhyay (2007-06-01 (Faizabad)). "Land row: Setback for Bachchan". NDTV. મૂળ માંથી 2007-09-29 પર સંગ્રહિત. મેળવેલ 2007-06-03. Check date values in:
|date=
(મદદ) - ↑
"Amitabh's land records look forged". Times of India. 2 Jun, 2007. Check date values in:
|date=
(મદદ) - ↑ "Amitabh Bachchan is not a farmer: UP court". Rediff.com. June 1, 2007. મેળવેલ 2008-04-27.
- ↑ "Big B abandons claim on farmland". Times of India. Text "October 12, 2007" ignored (મદદ)
- ↑ "વડી અદાલતે અમિતાભ બચ્ચનને જમીન વિવાદ કેસમાં ક્લિન ચીટ આપી"હેપનિંગ ન્યુઝઃ ApunKaChoiceCom12 ડિસેમ્બર 2007
- ↑ "અમિતાબ બચ્ચનને ઉત્તરપ્રદેશ જમીન કૌભાંડમાં ક્લિન ચીટ" સંગ્રહિત ૨૦૦૯-૦૩-૦૭ ના રોજ વેબેક મશિનAllBollywood.com11 ડિસેમ્બર 2007
- ↑ "No question of proceeding further on Amitabh's land: Rane". hindu.com. મૂળ માંથી 2009-02-01 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-08.
- ↑ "Big B draws Raj Thakeray's ire over 'UP interests'". The Times of India. મેળવેલ 2008-05-30. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ) - ↑ "Rift between Raj and Big B over a wedding invite". Daily News & Analysis. મેળવેલ 2008-04-04. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ) - ↑ "Rift between Raj and Big B over a wedding invite". MSN. 2008-02-05. મૂળ માંથી 2008-03-12 પર સંગ્રહિત. મેળવેલ 2008-04-04.
- ↑ "I don't know who Raj Thackeray is: Jaya Bachchan". The Indian Express. મૂળ માંથી 2008-07-06 પર સંગ્રહિત. મેળવેલ 2008-05-30. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ) - ↑ "Bal Thackeray: Amitabh loves Maharashtra". The Hindu. 2008-02-07. મૂળ માંથી 2008-04-11 પર સંગ્રહિત. મેળવેલ 2008-04-04. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ) - ↑ "Amitabh breaks silence, dismisses Raj's charges against him". Daily News & Analysis. મેળવેલ 2008-04-04. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ) - ↑ "The Indian Constitution allows me to live anywhere: Amitabh Bachchan". The Indian. મૂળ માંથી 2009-01-01 પર સંગ્રહિત. મેળવેલ 2008-04-04. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ) - ↑ "Everyone has the right to freedom of expression: Bachchan". The Hindu. 2008-03-28. મૂળ માંથી 2008-04-01 પર સંગ્રહિત. મેળવેલ 2008-04-04. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- અમિતાભ બચ્ચનનું સત્તાવાર બ્લોગ સંગ્રહિત ૨૦૧૦-૦૨-૦૬ ના રોજ વેબેક મશિન
- અમિતાભ બચ્ચન, ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ પર