લખાણ પર જાઓ

વરાહગીરી વેંકટગીરી

વિકિપીડિયામાંથી
(સભ્ય:Vijay B. Barot/Sandbox/વી વી ગીરી થી અહીં વાળેલું)
વરાહગીરી વેંકટગીરી
વી. વી. ગીરી
૪થા ભારતના રાષ્ટ્રપતિ
પદ પર
૨૪ ઓગસ્ટ ૧૯૬૯ – ૨૪ ઓગસ્ટ ૧૯૭૪
ઉપ રાષ્ટ્રપતિગોપાલ સ્વરૂપ પાઠક
પુરોગામીમોહમ્મદ હિદાયતુલ્લા (કાર્યકારી)
અનુગામીફકરુદ્દીન અલી અહેમદ
પદ પર
૩ મે ૧૯૬૯ – ૨૦ જુલાઈ ૧૯૬૯
પ્રધાન મંત્રીઈન્દિરા ગાંધી
પુરોગામીઝાકીર હુસૈન
અનુગામીમોહમ્મદ હિદાયતુલ્લા (કાર્યકારી)
૩જા ભારતના રાષ્ટ્રપતિ
પદ પર
૧૩ મે ૧૯૬૭ – ૩ મે ૧૯૬૯
રાષ્ટ્રપતિઝાકીર હુસૈન
પ્રધાન મંત્રીઈન્દિરા ગાંધી
પુરોગામીઝાકીર હુસૈન
અનુગામીગોપાલ સ્વરૂપ પાઠક
કર્ણાટકના રાજ્યપાલ
પદ પર
૨ એપ્રિલ ૧૯૬૫ – ૧૩ મે ૧૯૬૭
પ્રધાન મંત્રીઈન્દિરા ગાંધી
મુખ્યમંત્રીએસ. નિજલિંગપ્પા
પુરોગામીસત્યવંત મલ્લાનાહ શ્રીનાગેશ
અનુગામીગોપાલ સ્વરૂપ પાઠક
કેરળના રાજ્યપાલ
પદ પર
૧ જુલાઈ ૧૯૬૦ – ૨ એપ્રિલ ૧૯૬૫
મુખ્યમંત્રીપી. ટી. પિલ્લાઈ
આર. શંકર
પુરોગામીબર્ગુલા રામાક્રિષ્ના રાવ
અનુગામીઅજીત પ્રસાદ જૈન
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ
પદ પર
૧૦ જૂન ૧૯૫૬ – ૩૦ જૂન ૧૯૬૦
મુખ્યમંત્રીસંપૂર્ણાનંદ
પુરોગામીકનૈયાલાલ મુનશી
અનુગામીબર્ગુલા રામાક્રિષ્ના રાવ
શ્રમ અને ઉદ્યોગ મંત્રી— મદ્રાસ પ્રેસીડન્સી
પદ પર
૩૦ એપ્રિલ ૧૯૪૬ – ૨૩ માર્ચ ૧૯૪૭
મુખ્યમંત્રીટી. પ્રકાશમ
અંગત વિગતો
જન્મ
વરાહગીરી વેંકટગીરી

(1894-08-10)10 August 1894
બરહામપુર ઓરિસા, ભારત
મૃત્યુ24 June 1980(1980-06-24) (ઉંમર 85)
મદ્રાસ, તમિલનાડુ, [ભારત]]
(હાલ ચેન્નઈ)
રાજકીય પક્ષઅપક્ષ
જીવનસાથીસરસ્વતી બાઈ (૧૯૦૪–૧૯૭૮)
સગાં-સંબંધીઓ
  • અદ્રુતિ લક્ષ્મીબાઈ (બહેન)[]
  • પાલગ્ગુમી સૈનાથ (પૌત્ર)[]
માતૃ શિક્ષણસંસ્થાખાલીકોટે કોલેજ
યુઇવર્સિટી કોલેજ ડબલીન
પુરસ્કારોભારત રત્ન (૧૯૭૫)

વરાહગીરી વેંકટગીરી ‍‍(audio speaker iconઉચ્ચાર ) (૧૦ ઓગસ્ટ ૧૮૯૪ – ૨૪ જૂન ૧૯૮૦), અથવા વી. વી. ગીરી ૨૪ ઓગસ્ટ ૧૯૬૯થી ૨૪ ઓગસ્ટ ૧૯૭૪ સુધી ભારતના ચોથા રાષ્ટ્રપતિ હતા. તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયેલા એકમાત્ર વ્યક્તિ હતા.[]૧૯૭૪માં ફકરુદ્દીન અલી અહેમદ તેમના અનુગામી તરીકે ચૂંટાયા હતા.[] રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ ૧૯૭૫માં ભારત સરકાર દ્વારા ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. ૨૪ જૂન ૧૯૮૦ના રોજ તેમનું અવસાન થયું.

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

તેમનો જન્મ બરહામપુર, ઓરિસામાં તેલુગુ ભાષી નિયોગી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.[] તેમના પિતા વી. વી. જોગય્યા પંતુલુ એક સફળ વકીલ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા હતા.[] તેમની માતા સુભદ્રાઅમ્મા અસહકારની ચળવળ અને સવિનય કાનૂનભંગની ચળવળ દરમિયાન બરહામપુરમાં રાષ્ટ્રીય આંદોલનમાં સક્રીય હતા. નાગરિક અવજ્ઞા આંદોલન દરમિયાન હડતાલનું નેતૃત્ત્વ કરવા બદલ તેમની ધરપકડ કરાવામાં આવી હતી.[]તેમના લગ્ન સરસ્વતીબાઇ સાથે થયા હતા અને તેમને ૧૪ સંતાનો હતા.[]તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ બરહામપુરની ખલીલકોટ કોલેજથી પુરૂં કર્યું.[] ૧૯૩માં તેઓ કાયદાશાસ્ત્રના અભ્યાસ માટે આયરલેન્ડ ગયા. અહીં તેમણે યુનિવર્સિટી કોલેજ ડબલીન ખાતે ૧૯૧૩થી ૧૯૧૬ દરમિયાન અભ્યાસ કર્યો..[૧૦]

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ ડબલીનથી લંડન ગયા અને ત્યાં મહાત્મા ગાંધી સાથે મુલાકાત કરી.[૧૧] ગાંધીજીની ઇચ્છાને માન આપી તેઓ યુદ્ધ દરમિયાન રેડક્રોસ સ્વયંસેવક તરીકે જોડાયા.[૧૨] અભ્યાસ દરમિયાન તેઓ ભારતીય અને આયરીશ બન્ને રાજનીતિમાં સક્રીય રહ્યા. સાથી ભારતીય વિદ્યાર્થીઓ સાથે મળીને તેમણે દક્ષિણ આફ્રિકામાં ભારતીયો પર તથા અત્યાચાર વિરુદ્ધ ચોપાનિયાં તૈયાર કર્યા હતા. આ ચોપાનિયાં ભારતીય રાજનૈતિક ખુફિયા વિભાગ દ્વારા જપ્ત કરાતાં ડબલીનમાં ગીરી અએ તેમના સાથીઓ પર પોલીસનો જાપ્તો વધ્યો હતો.[૧૧] તેમનો સંબંધ ઇસ્ટર રાઇઝીંગના પ્રમુખ નેતાઓ જેમ્સ કોનોલી, પેટ્રીક પિયર્સ તથા એમોન ડી વેલેરા સાથે હોવાની શંકા પણ પોલીસ દ્વારા સેવવામાં આવી.[૧૩][૧૪][૧૫] ઇસ્ટર રાઇઝીંગ આંદોલન બાદ ભારતીય વિદ્યાર્થીઓ પર પોલીસે છાપા માર્યા. ગીરીના જણાવ્યા અનુસાર તેમને ૧ જૂન ૧૯૧૬ પહેલાં આયરલેન્ડ છોડવાની નોટીસ આપવામાં આવી.[૧૬]

ભારતના રાષ્ટ્રપતિ

[ફેરફાર કરો]
ભારતના રાષ્ટ્રપતિ તરીકે ગીરીએ દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા, સોવિયેત યુનિયન તથા આફ્રિકાના દેશોની ૧૪ રાજ્યયાત્રાઓનું નેતૃત્ત્વ કર્યું.

તેમણે ૨૪ ઓગસ્ટ ૧૯૬૯ના રોજ ભારતના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.[૧૭] તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયેલા એકમાત્ર વ્યક્તિ હતા.[૧૮]

રાષ્ટ્રપતિ તરીકે ગીરીએ ઉત્તર પ્રદેશમાં ચરણસિંહ સરકારને બરખાસ્ત કરવાના પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના નિર્ણયને કોઈ પ્રકારના વિચાર વિમર્શ વિના જ સ્વીકાર કરી ૧૯૭૧માં તત્કાળ ચૂંટણી માટે મંજૂરી આપી દીધી.[૧૯] રાજ્ય સભામાં સરકારના ખરડાની હાર છતાં ગીરીએ દેશી રાજ્યોના પૂર્વવર્તી શાસકોને મળતા વિશેષાધિકારો અને સાલિયાણાં સમાપ્ત કરવાનો અધ્યાદેશ બહાર પાડ્યો હતો.[૨૦] ભારતના રાષ્ટ્રપતિ તરીકે ગીરીએ દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા, સોવિયેત યુનિયન તથા આફ્રિકાના ૨૨ દેશોની ૧૪ રાજ્ય યાત્રાઓ કરી હતી.[૨૧][૨૨]

ગીરીને એક એવા રાષ્ટ્રપતિ માનવામાં આવે છે જે પૂર્ણ રીતે વડાપ્રધાનને આધીન હતા. પ્રધાનમંત્રીના રાષ્ટ્રપતિ,[૨૩] વફાદાર રાષ્ટ્રપતિ, રબર સ્ટેમ્પ રાષ્ટ્રપતિ તરીકે ઓળખાતા વી. વી. ગીરીના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રપતિ કાર્યાલયની સ્વતંત્રતા અને શક્તિઓ ક્ષીણ થઈ ગઈ.[૨૪][૨૫][૨૬] ૧૯૭૪માં તેમનો કાર્યકાળ પૂરો થતાં તેમને પુન:અવસર ન આપતાં ઈન્દિરા ગાંધીએ રાષ્ટ્રપતિ તરીકે ફકરુદ્દીન અલી અહેમદ ઉપર પસંદગી ઉતારી.[૨૭]

૨૪ જૂન ૧૯૮૦ના રોજ મદ્રાસ ખાતે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું.[૨૮] બીજા દિવસે પૂરા રાજકીય સન્માન સાથે તેમની અંતિમવિધિ કરવામાં આવી તથા ભારત સરકાર દ્વારા એક સપ્તાહનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો.[૨૯] રાજ્ય સભા, જ્યાં તેઓ ઉપરાષ્ટ્રપતિ તરીકે અધ્યક્ષ રહ્યા હતા, તેમના સન્માનમાં બે દિવસની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.[૩૦]

સન્માન

[ફેરફાર કરો]
  • ફારસી સામ્રાજ્યની સ્થાપનાની ૨૫૦૦મી વર્ષગાંઠની ઉજવણીના ભાગ રૂપે સ્મારક પદક. (૧૪ ઓક્ટોબર ૧૯૭૧)
  • રાજા જીગ્મે સિંગયે અલંકરણ પદક, ભૂતાન રાજ્ય. (૨ જૂન ૧૯૭૪)[૩૧]
  • ભારત રત્ન (૧૯૭૫)
  • ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૧૯૭૪માં એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી.[૩૨][૩૩]
  • ૧૯૯૫માં તેમના સન્માનમાં રાષ્ટ્રીય શ્રમ સંસ્થાનનું નામકરણ વી. વી. ગીરી રાષ્ટ્રીય શ્રમ સંસ્થાન કરાયું.[૩૪]

લેખન સર્જન

[ફેરફાર કરો]
  • તેમણે ઇન્ડસ્ટ્રીયલ રીલેશન્સ અને લેબર પ્રોબ્લેમ ઇન ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ નામના બે પુસ્તકો લખ્યા હતા. [૩૫]
  • ૧૯૭૬માં માય લાઇફ એન્ડ ટાઇમ્સ શીર્ષક હેઠળ તેમને પોતાન સંસ્મરણો પ્રકાશિત કર્યા હતા.[૩૬]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Dasarathi Bhuyan. "Participation of Women of Ganjam District in the Freedom Movement of India" (PDF). Orissa Review. પૃષ્ઠ 18–20. મૂળ (PDF) માંથી 19 જાન્યુઆરી 2021 પર સંગ્રહિત. મેળવેલ 27 November 2018.
  2. "Why Indian Farmers Kill Themselves; Why Lange's Photographs are Phony". Counterpunch.org. 4 August 2005. મૂળમાંથી અહીં સંગ્રહિત 7 August 2005. મેળવેલ 29 November 2011.CS1 maint: bot: original URL status unknown (link)
  3. Saubhadra Chatterji (26 April 2017). "NDA vs Oppn: India might to witness tightest presidential poll since 1969". Hindustan Times. મેળવેલ 21 June 2018.
  4. "Gallery of Indian Presidents". Press Information Bureau. Government of India. મૂળ માંથી 12 December 2017 પર સંગ્રહિત. મેળવેલ 21 June 2018.
  5. https://books.google.co.in/books?id=r2C2InxI0xAC&pg=PA72&lpg=PA72&dq=vv+giri+brahmin&source=bl&ots=o-BA_JrGWG&sig=ACfU3U0mJkPCBkYHTjuv5etqprwj8b7U9Q&hl=en&sa=X&ved=2ahUKEwjIkM6E9q3mAhUWyzgGHeU6B9A4ChDoATACegQIBxAB
  6. P. Rajeswar Rao (1991). The Great Indian Patriots, Volume 1. India: Mittal Publications. પૃષ્ઠ 279–282. ISBN 9788170992806.
  7. Bina Kumari Sarma (August 2010). "Women's Role in the Freedom Movement in South Orissa" (PDF). Orissa Review: 34–35. મેળવેલ 8 February 2015.
  8. P. Rajeswar Rao (1991). The Great Indian Patriots. Mittal Publications. પૃષ્ઠ 282. ISBN 978-81-7099-280-6.
  9. "Varahagiri Venkata Giri". Encyclopædia Britannica. મેળવેલ 8 February 2015.
  10. "University College Dublin announces special scholarships for Indian students". India Today. 6 November 2013. મેળવેલ 8 January 2015.
  11. ૧૧.૦ ૧૧.૧ Conor Mulvagh (2016). Irish Days, Indian Memories: V. V. Giri and Indian Law Students at University College Dublin, 1913–1916. Sallins, Co. Kildare, Ireland: Irish Academic Press. પૃષ્ઠ 34, 49–50. ISBN 978-1-911024-18-7http://irishacademicpress.ie/product/irish-days-indian-memories-v-v-giri-and-indian-law-students-at-university-college-dublin-1913-1916/ વડે.
  12. Conor Mulvagh (10 February 2016). "Gandhi, an expelled future president and first aid crews: the Indians of 1916 Rising". The Irish Times. મેળવેલ 17 January 2017.
  13. Alexander Cockburn (25 March 2005). "Why Indian Farmers Kill Themselves; Why Lange's Photographs are Phony". Counter Punch. મેળવેલ 19 January 2015.
  14. Brigadier Samir Bhattacharya (December 2013). NOTHING BUT!. Author Solutions. પૃષ્ઠ 636–. ISBN 978-1-4828-1626-6.
  15. Harris M. Lentz (4 February 2014). Heads of States and Governments Since 1945. Taylor & Francis. પૃષ્ઠ 1538–. ISBN 978-1-134-26497-1.
  16. "MR. T. A. CHETTIAR, OF MADRAS. (Hansard, 1 June 1916)". hansard.millbanksystems.com. મૂળ માંથી 18 જાન્યુઆરી 2017 પર સંગ્રહિત. મેળવેલ 17 January 2017.
  17. "Former Presidents". The President of India. મૂળ માંથી 16 October 2014 પર સંગ્રહિત. મેળવેલ 17 January 2015.
  18. A. P. Bhardwaj (2014). Legal Awareness and Legal Reasoning for the CLAT and LLb Entrance Examinations, 4/e. પૃષ્ઠ 1–. ISBN 978-93-325-3732-3.
  19. "Past Presidents: Waning power". India Today. 18 October 2013. મેળવેલ 6 January 2015.
  20. Blema Steinberg (1 January 2008). Women in Power: The Personalities and Leadership Styles of Indira Gandhi, Golda Meir, and Margaret Thatcher. McGill-Queen's Press – MQUP. પૃષ્ઠ 33–. ISBN 978-0-7735-7502-8.
  21. "DETAILS OF MEDIA PERSONS ACCOMPANYING THE PRESIDENT IN HIS/HER VISITS ABROAD SINCE 1947 TO 2012" (PDF). The President's Secretariat. મૂળ (PDF) માંથી 17 August 2013 પર સંગ્રહિત. મેળવેલ 5 June 2013.
  22. "President's visits undertaken after careful appraisal". The Hindu. 29 March 2012. મેળવેલ 19 January 2015.
  23. "Changing Roles of the Presidents of India". Mainstream Weekly. L. 17 August 2012. મેળવેલ 17 January 2015.
  24. Abdo I. Baaklini; Helen Desfosses (1 January 1997). Designs for Democratic Stability: Studies in Viable Constitutionalism. M.E. Sharpe. પૃષ્ઠ 162–. ISBN 978-0-7656-0052-3.
  25. "Pranab won't be a 'rubber stamp'". The Asian Age. 23 July 2012. મેળવેલ 17 January 2015.
  26. A G Noorani (4 October 2013). "The Parliamentary System in South Asia". Criterion Quarterly. 2 (3). મેળવેલ 2 February 2015.
  27. Ananth (2008). India Since Independence: Making Sense of Indian Politics. પૃષ્ઠ 84–. ISBN 978-81-317-4282-2.
  28. Harris M. Lentz (4 February 2014). Heads of States and Governments Since 1945. Routledge. પૃષ્ઠ 379–380. ISBN 9781134264902. મેળવેલ 21 June 2018.
  29. M.V. Kamath (1 November 2009). Journalist's Handbook. Vikas Publishing House Pvt Ltd. પૃષ્ઠ 222–. ISBN 978-0-7069-9026-3.
  30. Rajya Sabha at Work – Chapter 16: Obituary and Other References (PDF). પૃષ્ઠ 386. મૂળ (PDF) માંથી 23 November 2015 પર સંગ્રહિત. મેળવેલ 6 January 2015.
  31. Karma Galay ed. (1999) Final Programmes for The Coronation and The Silver Jubilee Celebration. The Centre for Bhutan Studies
  32. "Postal Stamp Name : V V Giri". IndianPost. મેળવેલ 9 January 2015.
  33. "Stamps 1974". Philately World. મૂળ માંથી 9 જાન્યુઆરી 2015 પર સંગ્રહિત. મેળવેલ 9 January 2015.
  34. "V. V. Giri National Labour Institute: History". VV Giri National Labour Institute. મૂળ માંથી 9 જાન્યુઆરી 2015 પર સંગ્રહિત. મેળવેલ 9 January 2015.
  35. Pravin Durai (2011). Human Resource Management: For VTU. પૃષ્ઠ 387–. ISBN 978-81-317-9873-7.
  36. V V Giri (1976). My Life and Times, Volume 1. Macmillan Company of India. ISBN 9780333901335.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
  • V. V. Giri બ્રિટાનિકા એન્સાયક્લોપીડિયા