વિચિત્રવીર્ય

વિકિપીડિયામાંથી
(વિચિત્રવિર્ય થી અહીં વાળેલું)

વિચિત્રવીર્ય (સંસ્કૃત: विचित्रवीर्यः) સત્યવતી અને શંતનુના નાના પુત્ર હતા. તેમના નિ:સંતાન મોટા ભાઈ ચિત્રાંગદના મૃત્યુ પછી તેઓ હસ્તિનાપુરના રાજા બન્યા.

તેમનો જ્યારે રાજ્યાભિષેક થયો ત્યારે તેમની ઉંમર સાવ નાની હતી તેથી ભીષ્મ એ તેમના વતી શાસન વ્યવસ્થા સંભાળી. થોડાં વર્ષો બાદ તેઓ જ્યારે લગ્ન કરવાની વયના થયા તે સમય દરમિયાન કાશીના રાજાએ તેમની ત્રણ પુત્રીઓ માટે સ્વયંવરનુ આયોજન કર્યું. તેમની કાચી ઉંમરને ધ્યાનમાં લઇ ભીષ્મ પોતે જઇને સ્વયંવર જીતી કાશી નરેશની ત્રણે પુત્રીઓ; અંબા, અંબિકા તથા અંબાલિકાને વિચિત્રવીર્ય સાથે પરણાવવા હસ્તિનાપુર લઇ આવ્યા. સૌથી મોટી અંબા પહેલેથી જ મનોમન અન્યને વરી ચુકી હોવાથી ફક્ત અંબિકા તથા અંબાલીકા ને વિચિત્રવિર્ય સાથે પરણાવવામાં આવી.

લગ્ન પછી થોડા સમયમાં વિચિત્રવીર્યને ક્ષયનો રોગ થવાથી નિ:સંતાન મૃત્યુ પામ્યા.