લખાણ પર જાઓ

વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન

વિકિપીડિયામાંથી
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર
આઈ.યુ.સી.એન. શ્રેણી ૨ (રાષ્ટ્રીય ઉદ્યાન)
નર કાળિયાર હરણ
Map showing the location of કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર
Map showing the location of કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર
સ્થળભાવનગર જિલ્લો, ગુજરાત, ભારત
નજીકનું શહેરભાવનગર
અક્ષાંશ-રેખાંશ22°02′N 72°03′E / 22.033°N 72.050°E / 22.033; 72.050
વિસ્તાર34.08 km2 (13.16 sq mi)
સ્થાપના૧૯૭૬
નિયામક સંસ્થાForest Department of Gujarat

કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના વેળાવદર ગામની પાસે આવેલું છે.

ઇ. સ. ૧૯૭૬ના વર્ષમાં સ્થાપિત આ ઉદ્યાન સૌરાષ્ટ્ર પ્રદેશના ભાલ ક્ષેત્રમાં આવેલ છે. આ ભાલ વિસ્તારમાં આવેલાં ઘાસનાં મેદાનો કાળિયારને ખુબ જ માફક આવે છે. આ ઉદ્યાન જિલ્લા મુખ્ય મથક ભાવનગર શહેરથી ૪૫ કિમી દૂર છે. ખંભાતના અખાતને કિનારે આવેલ આ ક્ષેત્ર ૩૪.૦૮ ચો કિમી જેટલું મોટું છે. આ સ્થળ પહેલાં ભાવનગરના રજવાડાની "વીડી" (ઘાસ ભૂમિ) હતી. આ ઉદ્યાન ઉત્તર તરફ ખેતરો અથવા વગડાઉ જમીન આવેલ છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનને 4B ગુજરાત - રજવાડાનું ઉપ-શુષ્ક જીવ-ભૌગોલિક જૈવિક ક્ષેત્ર તરીકે વર્ગીકૃત કરાયું છે

સપાટ જમીન, સુકાયેલું ઘાસ અને કાળિયારના ઝૂંડ હમેંશાથી પ્રવાસીઓને આ ઉદ્યાન તરફ આકર્ષિત કરતાં રહ્યાં છે જેમાં અનોખી ઘાસભૂમિ પારિસ્થિકી છે જેના પર કાળિયાર વરુ અને ઘોરાડ (બસ્ટર્ડ પક્ષી)ના સંવર્ધનનું કાર્ય સફળતા પૂર્વક ચાલી રહ્યું છે. સંપૂર્ણ રીતે ભારતીય પ્રજાતિ હોય એવા ઘોરાડ પક્ષીઓ જે એક સમયે સંપૂર્ણ ભારત ઉપ મહાદ્વીપમાં જોડવા મળતા હતાં, તેમની વસતિ હાલના દાયકમાં સમગ્ર ભારતમાં ઘટતી ચાલી છે. આજે, આ પક્ષીઓનો સૌથી મોટું સમૂહ આ ઉદ્યાનમાં રહે છે.

વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનનો નક્શો

જુલાઈ ૧૯૭૬માં જ્યારે આ ઉદ્યાનની સ્થાપના કરવામાં આવી ત્યારે આરક્ષિત ક્ષેત્રનો વિસ્તાર માત્ર ૧૭.૮૮ ચો.કિમી જેટલો હતો. સમયાંતરે ૧૯૮૦માં વધારાના ૧૬.૨૨ ચો.કિમી ક્ષેત્રને તેમાં ઉમેરવામાં આવ્યું. જેથી તેનું કુલ ક્ષેત્રફળ ૩૪.૦૮ ચો.કિમી. થયું.

આ ઉદ્યાનનો દક્ષિણ ભાગ સમુદ્રની ભરતીના છાયા ક્ષેત્રમાં આવે છે. જે ભરતી સમયે જળમગ્ન થઈ જાય છે. જોકે આનું અર્ધ શુષ્ક વાતાવરણ, ભરતીની આવક-જાવક, વરસાદના સમયે જમીનનું પાણીમાં ગરકાવ થવું, એ આ ઉદ્યનનિવાસી પ્રાણીઓને પ્રાકૃતિક આવાસ પુરું પાડે છે.

અંતરીક્ષાવલોકન - (રીમોટ સેંસીંગ)- ભૂસ્તર શાસ્ત્રના પ્રાકૃતિક નિવાસના અભ્યાસ દ્વારા આ ક્ષેત્રને નીચે મુજબ વર્ગીકૃત કરાય છેઃ

  • ૭.૫૭ ચો.કિમી - ગીચ ઘાસભૂમિ અને ૯.૯૧ ચો કિમી છૂટીછવાઈ ઘાસભૂમિ
  • ૫.૦૫ ચો.કિમી - ગાંડા બાવળથી આચ્છાદિત ઝાંખરભૂમિ
  • ખારોપટ - ૫.૧૩ ચો.કિમી.
  • ભરતી/ઓટના કળણવાળા વિસ્તારો ૫.૦૮ ચો.કિમી.

વન્યજીવન

[ફેરફાર કરો]

આ ઉદ્યાનની પ્રાણી સૃષ્ટિમાં ખાસ કરીને કાળિયાર, વરુ, લોમડી, શિયાળ, સસલા, જંગલી બિલાડી મુખ્ય પ્રાણીઓ છે. અન્ય પ્રજાતિઓમાં ઘોરાડ, હુબારા, જંગલી ડુક્કર અને મૂષક છે. સવાના ક્ષેત્રના કાંટાળા ઝાંખરા પણ અહીં દેખાય છે. અહીં ઇ. સ. ૨૦૦૯ના વર્ષમાં જૂન માસમાં ગણતરી કરાતાં કુલ ૩,૩૨૬ કાળિયારનો વસવાટ હોવાનું માલુમ પડયું હતું.[]

ખેચર સૃષ્ટીમાં, ઉજળી ઢોંક અથવા સફેદ ઢોંક, ખડમોર, તેતર અને ચંડોળ (ચંડુલ) અહીં મોટી સંખ્યામાં દેખાય છે. પટ્ટાઇ (હેરીઅર) વિષેના બ્રિટિશ નિષ્ણાત રોજર ક્લાર્ક અનુસાર અહીં શીયાળા દરમ્યાન રાતવાસા માટે એકઠા થતા હેરિયર જાતિનાં શીકારી પક્ષીની સંખ્યા વિશ્વમાં સૌથી વધુ છે. દર વરસે ઠંડા પ્રદેશોમાંથી વિહાર કરીને સમગ્ર દેશમાંથી ફક્ત ગુજરાતના ભાવનગર જિલ્લાના વેળાવદર અભયારણ્યમાં જ સૌથી વધુ સામૂહિક રાત્રીરોકાણ સાથે મુકામ કરતાં યાયાવર પક્ષી પટ્ટાઇ પક્ષીઓની સંખ્યા અંદાજે ૩૦૦૦ જેટલી હોય છે.

ચિત્રગેલેરી

[ફેરફાર કરો]

પ્રવાસી માહિતી

[ફેરફાર કરો]

આ ઉદ્યાન આમતો આખું વર્ષ ખુલ્લું હોય છે, ચોમાસા અને શિયાળાની વચ્ચેનો સમય (સામાન્ય રીતે મધ્ય જૂન થી માર્ચ ના અંત સુધીનો સમય) સલાહ યોગ્ય છે. અહીં આવવાનો સૌથી ઉત્તમ સમય ડિસેમ્બરથી માર્ચ વચ્ચેનો છે કેમકે આ સમય દરમ્યાન ઘણાં સ્થળાંતર કરનારા પક્ષીઓ અહીં આવે છે. જેમકે પટ્ટાઇની ત્રણ પ્રજાતિઓ લેસર ફ્લોરીકન, ગરુડ, સારસ અને અન્ય જળ પક્ષીઓ શિયાળો અહીં ગાળે છે.

ભાવનગર હવાઈમથક દરરોજની હવાઈસેવા દ્વારા મુંબઈના આંતરરાષ્ટ્રીય હવાઈમથક સાથે જોડાયેલ છે. ભાવનગર રેલ્વે સ્ટેશન ૪૫ કિમી દુર છે. વલ્લભી પુર નામનું ઐતિહાસિક શહેર અહીંથી ૧૫ કિમી દૂર છે.

આ ઉદ્યાનમાં સરકારી વન વિભાગ દ્વારા રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે જેમાં અગાઉથી રજા લઈને ભાડેથી રહી શકાય છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]