લખાણ પર જાઓ

પોષ વદ ૫

વિકિપીડિયામાંથી

પોષ વદ ૫ ને ગુજરાતી માં પોષ વદ પંચમી કે પોષ વદ પાંચમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના ત્રીજા મહિનાનો વીસમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના દશમાં મહિનાનો વીસમો દિવસ છે.

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

મહત્વની ઘટનાઓ []

[ફેરફાર કરો]
  • સંવત 1939:કનડા ડુંગરની ટોચે 80થી પણ વધારે ખાંભીઓ આવેલી છે. આ ખાંભીઓ એ મહિયા રાજપૂતોના બલિદાન અને તેમની વિરતાની નિશાની છે ! પોષ વદ પાંચમ વિક્રમ સંવત 1939 રવિવાર 28 જાન્યુઆરી 1883ના રોજ, અંગ્રેજ હકુમત દ્વારા જમીન ઉપરનો મહેસુલી કરના વિરોધમાં સત્યાગ્રહ પર બેઠેલા મહિયા રાજપૂતોને જુનાગઢના નવાબની ફોજે દગાબાજીથી માર્યા હતા. એ ઓછું હોય એમ એમના માથા વાઢી, ગાડા ભરીને જુનાગઢ લઈ જવાયા હતા!*
  • સંવત 2007: રાજકોટના જમનાદાસ દામણીના પરિવારમાં જન્મેલા હીરાલક્ષ્મી બહેને, તા. 28/01/1951ના દિવસે, વિક્રમ સંવત ૨૦૦૭ની પોષ વદ પાંચમે, પૂજ્ય ઝવેરભાઈ મ.સ. પાસે દીક્ષા લઈને ગુરુણી મૈયા પૂ.હીરાબાઈ મ.સ. બન્યા.*
  • વિ. સં. ૨૦૨૨*
  • સૂર્યોદય સમયે આજે પોષ માસની કૃષ્ણ પક્ષની પંચમી તિથિ પ્રકાશિત છે. લાલબહાદુર શાસ્ત્રીજી પણ મંદિરમાં થતી હનુમાનચાલીસા સાંભળતા મોટા થયેલાં.ઉત્તરપ્રદેશના મુગલસરાયમાં, સેન્ટ્રલ કોલોનીના પ્રખ્યાત હનુમાન મંદિરની અંદર એક જૂની જર્જરિત ઇમારત ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વર્ગસ્થ લાલબહાદુર શાસ્ત્રીનું જન્મ સ્થળ હોવાનું માનવામાં આવે છે. ચીન સામેના અણધાર્યા યુદ્ધ પછી એકાએક આવેલા ભારત પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાનને નાક લીટી તણાવીને, પ્રત્યેક ભારતીયોના મસ્તકને ગૌરવથી ઉન્નત બનાવનાર અને 'જય જવાન જય કિસાન'નો જયજયકાર કરનાર ભારતના સપૂત લાલ બહાદુર શાસ્ત્રીજીનું રશિયામાં, વિ. સં. ૨૦૨૨ની પોષ વદ પંચમીએ (૧૧/૦૧/૧૯૬૬) એકાએક અવસાન થયું.*

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.