તિથિ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

વૈદિક સમય ગણનામાં, તિથિ[૧] એ ચંદ્રદિવસ છે, જે સામાન્ય રીતે અંદાજે ૧૯ થી ૨૬ કલાકનો હોય છે. આની ગણના સૂર્ય અને ચંદ્ર વચ્ચેનાં દેશાંતરકોણ (longitudinal angle) કે જે ૧૨° વધતો જાય,તે પરથી થાય છે. સૂર્ય અને ચંદ્ર બંન્ને પોતપોતાની ગતિ અનુસાર આકાશમાં ભ્રમણ કરતાં જે સમયે એકત્ર થાય તે સ્થિતિને અમાસ કહેવામાં આવે છે (અમા=એકત્ર; વસ=રહેવું). ત્યાર બાદ સૂર્યથી આગળ ચંદ્ર ૧૨ અંશ જતાં એક તિથિ પૂરી થાય છે. સૂર્ય અને ચંદ્ર સામસામે, ૧૮૦ અંશ આવતાં પૂનમ કહેવાય છે. આમ એકંદરે ૩૦ દિવસે સૂર્ય અને ચંદ્રનું ૩૬૦ અંશનું વર્તુળ પૂર્ણ થાય છે અને ફરી અમાસ આવે છે. આ તિથિઓમાંથી પ્રથમ ૧૫ તિથિઓનો એક સ્વતંત્ર વિભાગ માની તેને શુકલ પક્ષ અને બીજી ૧૫ તિથિઓના વિભાગને કૃષ્ણ પક્ષ કહેવાય છે.[૨]

 • ગણત્રીની પદ્ધતિ:
  • પગલુ ૧: સુર્યના અક્ષાંસ અને ચંદ્રના અક્ષાંસ નો તફાવત મેળવો
  • પગલુ ૨: આવેલા જવાબને ૧૨ વડે ભાગો
  • પગલુ ૩: આવેલા જવાબનો પુર્ણાક લઇને તેમાં ૧ ઉમેરો. આ આ દિવસની તિથિ છે.

વ્યવહારમાં સરળતા ખાતર સવારે જે તે સ્થળના સુર્યોદય સમયે તિથિ હોય તે તિથિ આખા દિવસની ગણાય છે. અને આના કારણે કોઇ તિથિનો ક્ષય કે વૃદ્ધી થતી હોય છે. તિથિના પાંચ વર્ગ કર્યા છેઃ પ્રતિપદા, ષષ્ઠી અને એકાદશીનું નામ નંદા; દ્વિતીયા, સપ્તમી અને દ્વાદશીનું નામ ભદ્રા; તૃતીયા, અષ્ટમી અને ત્રયોદશીનું નામ જયા; ચતુર્થી, નવમી અને ચતુદર્શીનું નામ રિક્તા અને પંચમી, દશમી અને પૂર્ણિમા અથવા અમાવાસ્યાનુ નામ પૂર્ણા છે.[૩]

ભારતમાં મહિનો ગણવાની બે પદ્ધતીઓ છે પહેલીમાં પડવાથી મહિનો શરુ થઇ અમાસે પુરો થાય છે જેમાં પુનમ મહિનાની લગભગ વચ્ચે આવે છે જ્યારે બીજી પદ્ધતી મુજબ અમાસ મહિનાની લગભગ વચ્ચે આવે છે. ગુજરાતમાં પહેલી પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે.

દરેક ચંદ્ર માસ (lunar month)માં નીચે મુજબની ૩૦ તિથીઓ હોય છે:

ક્રમાંક શુકલપક્ષ
(સુદ)
કૃષ્ણપક્ષ
(વદ)
તિથિના અધિપતિ દેવતા[૪][૫]
પ્રતિપદા/પડવો એકમ/પડવો અગ્નિ
દ્વિતિયા/બીજ બીજ બ્રહ્મા
તૃતીયા/ત્રીજ ત્રીજ ગૌરી, કુબેર
ચતૃથી/ચોથ ચોથ યમ, ગણેશ
પંચમી/પાંચમ પાંચમ નાગ (સર્પ) (નાગરાજ)
ષષ્ઠી/છઠ છઠ કાર્તિકેય
સપ્તમી/સાતમ સાતમ સૂર્ય
અષ્ટમી/આઠમ આઠમ શિવ (રૂદ્ર)
નવમી/નોમ નોમ દુર્ગા, અંબીકા
૧૦ દશમી/દશમ દશમ યમ (ધર્મરાજ)
૧૧ એકાદશી/અગિયારશ અગિયારશ શિવ, (રૂદ્ર), (વિશ્વદેવ)
૧૨ દ્વાદશી/બારસ બારસ વિષ્ણુ, આદિત્ય
૧૩ ત્રયોદશી/તેરસ તેરસ કામદેવ
૧૪ ચતૃદશી/ચૌદસ ચૌદસ કાલિ, શિવ
૧૫ પૂર્ણિમા/પૂનમ - ચંદ્ર
૩૦ - અમાવાસ્ય/અમાસ પિતૃઓ, આત્માઓ


આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. સાચી જોડણી - ‘તિથિ’, ગુ.લેક્સિકોન, ભ.ગો.મં.
 2. ‘જ્યોતિષશાસ્ત્ર પ્રવેશ અને પંચાંગ માર્ગદર્શિકા’ - જન્મભૂમિ પ્રકાશન
 3. ‘તિથિ’, ગુ.લેક્સિકોન, ભ.ગો.મં.
 4. myhindu.org
 5. ભવિષ્ય પુરાણ (૧-૦૨)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]