લખાણ પર જાઓ

માગશર સુદ ૧૧

વિકિપીડિયામાંથી

માગશર સુદ ૧૧ ને ગુજરાતી માં માગશર સુદ એકાદશી કે માગશર સુદ અગીયારસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના બીજા મહિનાનો અગીયારમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના નવમાં મહિનાનો અગીયારમો દિવસ છે.

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

મહત્વની ઘટનાઓ []

[ફેરફાર કરો]
  • સંવત ૧૮૧૯ કચ્છના મહારાવ ગોડજી બીજા અને સિંધ પ્રદેશના બાદશાહ ગુલામશા કલોરો વચ્ચે લખપત તાલુકાના ઐતિહાસિક ઝારાના ડુંગર પર મા-ભોમની રક્ષા કાજે ખેલાયેલા માગશર સુદ નોમથી અગિયારસ ત્રણ દિવસ દરમિયાન યુદ્ધમાં દરેક જ્ઞાતિના લોકોએ શહિદી વહોરી હતી. આ વિગતો `વીરભૂમિ વિંઝાણ પુસ્તકમાં છે. તેમની સ્મૃતિમાં કચ્છમાં શહીદ દિન ઉજવાય છે.
  • સં. ૧૯૮૨ રોજ ગાંધીજીએ 'સત્યનાં પ્રયોગો'ની પ્રસ્તાવના લખી.
  • સંવત 1999માં માગશર સુદ અગિયારસના રોજ, ખેડાનાં ખંભાતમાં આવેલા ઐતિહાસિક શ્રી સોમચિંતાંમણિ પાર્શ્વનાથ જિનાલયનો જીર્ણોદ્ધાર થયો હતો.
  • સં.1575ના (ઈ.સ.1518) માગશર સુદ એકાદશીની સવારે જેમણે દેહ છોડી દીધો હતો તે સંત કબીર રામ અને રહીમની અભિન્નતાના છડીદાર હતા.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.
  2. મલ્લીનાથ