અમદાવાદનો પર્વત

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

અમદાવાદ પાસે પીરાણામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નિર્મિત ઘન કચરાના દફન માટે એક સ્થળ નક્કી કરવામાં આવ્યુ હતું. ઈ.સ. ૨૦૧૮ સુધીમાં પાછલા ચાળીસ વરસથી એ સ્થળે ઘન કચરો એકઠો થતો હોવાથી એ એકઠા થયેલા ઘન કચરાના ઢગના ત્રણ શીખરો બન્યા છે અને એની ઉંચાઈ ૫૫ મીટર જેટલી થઈ છે[૧]. વાતાવરણ સ્વચ્છ હોય ત્યારે છેક શહેરની મધ્યમાં સરદાર પુલ કે એલિસ બ્રિજ પરથી પણ દેખાતો હોવાનો કારણે એ કચરાનો ઢગલો લોકો દ્વારા મજાકમાં અમદાવાદના પર્વત તરીકે પણ ઓળખાવાય છે[૨][૩]. આ કચરાના મોટા ઢગલાને હવે પર્વતાકાર બગીચામાં તબદીલ કરવાની દરખાસ્ત પણ મ્યુનિસીપલ કોર્પોરેશનમાં વિચારણા હેઠળ છે[૪].

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "વેસ્ટ બોમ્બ ટીકીગ એટ પીરાણા (અંગ્રેજી)". ટાઈમ્સ ઓફ ઈન્ડીયા. Retrieved ૨૭-જુલાઈ-૨૦૧૮. Check date values in: |accessdate= (help)
  2. "અમદાવાદ સીટી બજેટ ૨૦૧૮-૧૯ (અંગ્રેજી)". દેશ ગુજરાત. Retrieved ૨૭-જુલાઈ-૨૦૧૮. Check date values in: |accessdate= (help)
  3. "વ્હુઝ વેસ્ટ ઈટ ઈઝ એની વે (અંગ્રેજી)". દેશ ગુજરાત. Retrieved ૨૭-જુલાઈ-૨૦૧૮. Check date values in: |accessdate= (help)
  4. "Pirana may soon have a mountain-shaped garden: AMC". dna (in અંગ્રેજી). ૩૧ મે ૨૦૧૮. Retrieved ૨૮ જુલાઇ ૨૦૧૮. Check date values in: |access-date=, |date= (help)