પીરાણા ડમ્પિંગ સાઈટ
પીરાણા ડમ્પિંગ સાઈટ અમદાવાદ પાસે પીરાણામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નિર્મિત ઘન કચરાના એકત્રીકરણ માટે આવેલું એક સ્થળ છે. ઈ.સ. ૨૦૧૮ સુધીમાં પાછલા ચાળીસ વરસથી એ સ્થળે ઘન કચરો એકઠો થતો હોવાથી એ એકઠા થયેલા ઘન કચરાના ઢગના ત્રણ શિખરો બન્યા છે અને એની ઉંચાઈ ૫૫ મીટર જેટલી થઈ છે.[૧] વાતાવરણ સ્વચ્છ હોય ત્યારે છેક શહેરની મધ્યમાં સરદાર પુલ કે એલિસ બ્રિજ પરથી પણ દેખાતો હોવાનો કારણે એ કચરાનો ઢગલો લોકો દ્વારા મજાકમાં અમદાવાદના પર્વત તરીકે પણ ઓળખાવાય છે.[૨][૩] આ કચરાના મોટા ઢગલાને પર્વતાકાર બગીચામાં તબદીલ કરવાની દરખાસ્ત મ્યુનિસીપલ કોર્પોરેશનમાં વિચારણા હેઠળ હતી.[૪] પછીથી આ ઢગલાની ઢાંકવાની દરખાસ્ત રદ થઈ. તેને બદલે કચરામાંથી વિવિધ વસ્તુઓ છૂટી પાડી તેનો ઉપયોગ (બાયોમાઈનિંગ) કરી જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે. ૨૦૧૯માં શરૂઆત કર્યાથી ૨૦૨૩ સુધીમાં અંદાજે ૪૦% જગ્યા એટલે કે ૮૫ એકરમાંથી ૩૫ એકર જમીન ખુલ્લી થઈ ગઈ હતી.[૫]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "વેસ્ટ બોમ્બ ટીકીગ એટ પીરાણા (અંગ્રેજી)". ટાઈમ્સ ઓફ ઈન્ડીયા. મેળવેલ ૨૭ જુલાઈ ૨૦૧૮. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "અમદાવાદ સીટી બજેટ ૨૦૧૮-૧૯ (અંગ્રેજી)". દેશ ગુજરાત. મેળવેલ ૨૭-જુલાઈ-૨૦૧૮. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "વ્હુઝ વેસ્ટ ઈટ ઈઝ એની વે (અંગ્રેજી)". દેશ ગુજરાત. મૂળ માંથી 2018-11-10 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ જુલાઈ ૨૦૧૮. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "Pirana may soon have a mountain-shaped garden: AMC". dna (અંગ્રેજીમાં). ૩૧ મે ૨૦૧૮. મેળવેલ ૨૮ જુલાઇ ૨૦૧૮.
- ↑ "Gujarat Hardlook: Reclaiming wasteland". The Indian Express (અંગ્રેજીમાં). 2023-10-09. મેળવેલ 2023-10-09.
આ લેખ અમદાવાદ અંગેનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |