મોઢેરા વાવ
મોઢેરા વાવ | |
---|---|
સામાન્ય માહિતી | |
નગર અથવા શહેર | મોઢેરા, ચાણસ્મા તાલુકો, મહેસાણા જિલ્લો, ગુજરાત |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 23°34′57″N 72°08′13″E / 23.5826296°N 72.13704373°ECoordinates: 23°34′57″N 72°08′13″E / 23.5826296°N 72.13704373°E |
પૂર્ણ | વાવ ૧૧મી સદી, મંડપ ૧૦મી સદી |
રચના અને બાંધકામ | |
સ્થપતિ | સ્થાનિક |
મોઢેરા વાવ એ ભારતના ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં આવેલી વાવ છે. આ વાવ ૧૧મી સદીની છે અને તેનો મંડપ ૧૦મી સદીનો છે. તે રાજ્ય સંરક્ષિત સ્મારક છે.
ઈતિહાસ
[ફેરફાર કરો]આ વાવ મોઢેરા સૂર્યમંદિરના સૂર્ય કુંડથી પૂર્વમાં લગભગ એક કિલોમીટર દૂર સ્થિત છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે આ વાવ ૧૦મી સદીના મધ્ય સમયની છે પરંતુ હવે એવું મનાય છે કે આ વાવ ૧૧મી સદીની હશે અને તેના બીજા કૂટની ઉપરનો મંડપ ૧૦મી સદીનો હશે, જે મૂળે કદાચ એક અલગ મંદિર હતું અને બીજેથી આ વાવમાં ખસેડવામાં આવ્યું છે.[૧]
તે રાજ્ય સંરક્ષિત સ્મારક (S-GJ-૨૮૧) છે.[૨]
સ્થાપત્ય
[ફેરફાર કરો]આ વાવ નાની છે અને ખાસ અલંકૃત નથી. તેને રેતિયા પથ્થરના ચોસલા અને પાટોનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. તેમાં એક પ્રવેશદ્વાર, ત્રણ માળ અને ત્રણ કૂટ છે. તેનો સાંકડો પરસાળ ૨.૫ મીટર પહોળો છે. તેના નાના કૂટ શણગાર વગરના ભીંતસ્તંભોના ટેકે બાંધવામાં આવ્યા છે. તેના ચોરસ આકારના રુચક પ્રકારના સ્તંભોના મથાળે ભરણી છે અને તે સિવાય તેઓ સાવ સાદા છે. કૂવાસ્તંભમાં ત્રણ જોડી મદલ મૂકેલા છે જેના પર ઉપર રત્ન અને નીચે કીર્તિમુખ અલંકૃત કરેલા છે. આ મદલોનો ઉપયોગ કુવામાંથી પાણી ખેંચવા માટેની ગરગડીને ટેકો આપવા થતો હશે.[૧]
વાવના બીજા કૂટ પર જમીનની સપાટીથી ઉપર દેખાતો એક નાનો મંડપ આવેલો છે. એકખંડીય ગર્ભગૃહ અને દ્વારશાખની કમળદલ દર્શાવતી પત્રશાખા જેવા લક્ષણો દર્શાવે છે કે તે ખરેખરમાં વાવ કરતા જૂનો એટલે કે દસમી સદીનો છે.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ Jutta Jain-Neubauer (1 January 1981). The Stepwells of Gujarat: In Art-historical Perspective. Abhinav Publications. પૃષ્ઠ 57. ISBN 978-0-391-02284-3.
- ↑ "List of State Protected Monuments of Archaeology Department" પુરાતત્વ ખાતાના રાજ્ય રક્ષિત સ્મારકોની યાદી (PDF). Sports, Youth and Cultural Activities Department, Government of Gujarat. મૂળ (PDF) માંથી 2017-04-27 પર સંગ્રહિત. મેળવેલ 2024-10-27.