મોરબી જિલ્લો
Appearance
મોરબી | |
---|---|
જિલ્લો | |
મોરબી જિલ્લાનું ગુજરાતમાં સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
સ્થાપના | ઓગસ્ટ ૧૫, ૨૦૧૩ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
વાહન નોંધણી | GJ-36 |
વેબસાઇટ | morbi |
મોરબી જિલ્લો પશ્ચિમ ભારતના રાજ્ય ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલો એક જિલ્લો છે. જિલ્લાનું મુખ્ય મથક મોરબી છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]૧૫ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ રાજકોટ જિલ્લામાંથી ચાર તાલુકા (મોરબી, માળિયા, ટંકારા અને વાંકાનેર) અને એક તાલુકો (હળવદ) સુરેન્દ્રનગર જિલ્લામાંથી છૂટો પાડીને કુલ પાંચ તાલુકાઓનો નવો જિલ્લો મોરબી બનાવવામાં આવ્યો હતો.[૧][૨]
તાલુકાઓ
[ફેરફાર કરો]મોરબી જિલ્લામાં નીચેના પાંચ તાલુકાઓનો સમાવેશ થાય છે.[૩]
તાલુકો | ગામોની સંખ્યા | ગ્રામ પંચાયતની સંખ્યા |
---|---|---|
મોરબી તાલુકો | ૯૪ | ૯૪ |
ટંકારા તાલુકો | ૪૩ | ૪૨ |
હળવદ તાલુકો | ૬૭ | ૬૭ |
વાંકાનેર તાલુકો | ૧૦૨ | ૧૦૧ |
માળિયા (મિયાણા) તાલુકો | ૪૪ | ૪૪ |
રાજકારણ
[ફેરફાર કરો]મોરબી જિલ્લામાં ૩ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.
મત બેઠક ક્રમાંક | બેઠક | ધારાસભ્ય | પક્ષ | નોંધ | |
---|---|---|---|---|---|
૬૫ | મોરબી | કાંતિલાલ અમૃતિયા | ભાજપ | ||
૬૬ | ટંકારા | દુર્લભભાઇ દેથારિયા | ભાજપ | ||
૬૭ | વાંકાનેર | જીતેન્દ્ર સોમાણી | ભાજપ |
વસ્તી
[ફેરફાર કરો]મોરબી જિલ્લાની અંદાજિત વસ્તી ૯,૬૦,૩૨૯ અને વિસ્તાર ૪,૮૭૧.૫ ચોરસ કિમી છે. જિલ્લાની વસ્તી ગીચતા ૨૦૭ છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Next Republic Day, Gujarat will be bigger..." Indian Express. ૭ ઓગસ્ટ ૨૦૧૨. મેળવેલ ૧૯ ઓક્ટોબર ૨૦૧૨.
- ↑ Dave, Kapil (2013). "Narendra Modi: 7 new districts to start functioning from Independence Day". ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (અંગ્રેજીમાં). મેળવેલ ૮ મે ૨૦૧૯.
- ↑ "ગામ અને પંચાયતો". મોરબી જિલ્લો. મોરબી જિલ્લા વહિવટી તંત્ર, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર. ૪ ડિસેમ્બર ૨૦૨૧. મેળવેલ ૮ ડીસેમ્બર ૨૦૨૧. Check date values in:
|access-date=
(મદદ)
બાહ્ય કડી
[ફેરફાર કરો]અરબી સમુદ્ર | કચ્છ જિલ્લો | કચ્છ જિલ્લો | ||
જામનગર જિલ્લો | સુરેન્દ્રનગર જિલ્લો | |||
| ||||
રાજકોટ જિલ્લો | રાજકોટ જિલ્લો | સુરેન્દ્રનગર જિલ્લો |