લખાણ પર જાઓ

છારી-ઢંઢ જળપ્લાવિત ભૂમિ સંવર્ધન ક્ષેત્ર

વિકિપીડિયામાંથી
(છારી ઢંઢ થી અહીં વાળેલું)

Coordinates: 23°33′45.8″N 69°24′46.8″E / 23.562722°N 69.413000°E / 23.562722; 69.413000

છારી-ઢંઢ જળપ્લાવિત ભૂમિ સંરક્ષિત અભયારણ્ય, ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા જળપ્લાવિત ક્ષાર ભૂમિ એટલે કે કચ્છના રણ અને બન્ની શુષ્ક ઘાસના મેદાનના કિનારે આવેલું છે.[][][] હાલમાં તે કાયદેસર સંરક્ષિત કે આરક્ષિત જંગલ હેઠળ સુરક્ષિત ક્ષેત્ર છે.[] છારી નો અર્થ ક્ષાર અને ઢંઢ એટલે છીછરું જળપ્લાવિત ક્ષેત્ર. નાના છીછરા ખાબોચિયા માટે સિંધી ભાષામાં ઢંઢ એવો શબ્દ છે.[] આ એક મોસમી જળપ્લાવિત-રણ છે અને માત્ર ચોમાસામાં ઉત્તર તરફ વહેતા નદી નાળા અને આસપાસની ટેકરીઓના વિશાળ જળગ્રાહી ક્ષેત્રના પાણી દ્વારે કાદવયુક્ત બને છે.[] આ ક્ષેત્ર ૮૦ ચો. કિ. મી વિસ્તારમાં ફેલાયેલું છે.[][] તે ભૂજથી વાયવ્ય દિશામાં ૮૦ કિમી દૂર નખત્રાણા તાલુકાના ફુલય ગામથી ૭ - ૮ કિમી[][] અને નખત્રાણાથી ૩૦ કિ. મી. દૂર આવેલું છે.[] આ સ્થળ ચોમાસા અને શિયાળામાં સ્થળાંતર કરીને આવતાં લગભગ બે લાખ યાયાવર અને નાશપ્રાય પ્રજાતિઓના પક્ષીઓનું ઘર છે.[]

મૂળ દરખાસ્ત - "પક્ષી અભયારણ્ય"

[ફેરફાર કરો]

ગુજરાત રાજ્ય વન વિભાગની મૂળ દરખાસ્ત આ ક્ષેત્રને "કચ્છ પક્ષી અભયારણ્ય" તરીકે જાહેર કરવાની હતી કારણ કે પાડોશી રાજસ્થાન રાજ્યમાં આવેલા પ્રખ્યાત ભરતપુર પક્ષી અભયારણ્ય કરતાં આનું કદ ઘણું વિશાળ છે. ગુજરાત રાજ્ય વન્યજીવન બોર્ડે ૨૬ જૂન ૨૦૦૨ના દિવસે તેને મંજૂરી પણ આપી, પરંતુ બાદમાં આ ક્ષેત્રને સંરક્ષિત કે આરક્ષિત વન્ય ક્ષેત્ર તરીકે જાહેર કરવાનો નિર્ણય લેવાયો જેથી સ્થાનીય લોકો તેનો વધુ ફાયદો ઉઠાવી શકે.[]

હાલમાં નીચલા સ્તરનું સંરક્ષણ - "સુરક્ષિત અથવા આરક્ષિત વન"

[ફેરફાર કરો]

આ જળપ્લાવિત ભૂમિ મૂળ ૨૨,૭૦૦ હેક્ટર (૨૨૭ ચો. કિ. મી.)માં ફેલાયેલી છે જેમાં ૮૦ ચો. કિ. મી.[] ક્ષેત્ર જળ ક્ષેત્ર છે.[] ગુજરાત રાજ્ય વન વિભાગે, સંરક્ષણવાદીઓ દ્વારા ૨૦ વર્ષની લોબિંગ કર્યા બાદ, ૨૦૦૮માં તેને કાયદેસર "સુરક્ષિત અથવા આરક્ષિત વન"[] તરીકે માન્યતા આપી.[][]

નિવસન અને વન્યજીવન

[ફેરફાર કરો]

ચોમાસામાં પાણીની વિપુલતાને કારણે ભારતના આ અનન્ય જળપ્લાવિત ક્ષેત્રમાં ઘણાં પક્ષીઓ આકર્ષાઈને આવે છે. સમાગમકાળના પીંછા ધરાવતા હજારો સુરખાબ, સામાન્ય બગલાઓ અને અન્ય જળપ્લાવિત વિસ્તારના પક્ષીઓ જેવા કે સેંકડો સ્ટોર્ક અને ચમચાચાંચ અને બીજી જાતિના પક્ષીઓ અહીં આવે છે.[] આ સાથે ચિંકારા, વરુ, હેણોતરો, રણ બિલાડી અને રણ શિયાળ સાથે અન્ય નાશપ્રાય પક્ષીઓ પણ અહીં જોવામાં આવે છે.[]

નિવસન સુધારણા

[ફેરફાર કરો]

નિવસન સુધારણા કાર્યક્રમ હેઠળ અહીં છારી તળાવને કિનારે ગાંડા બાવળને કાઢી ત્યાં ખારા અને મીઠા પિલુના વૃક્ષો વાવવાનો પ્રયોગ હાથ ધરાયો છે.[]

સંશોધન અને શિક્ષણ

[ફેરફાર કરો]

બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી દ્વારા ૧૯૯૦ થી ૧૯૯૫ સુધીના સમયમાં અહીં ફીલ્ડ સ્ટેશન બનાવ્યું હતું. તે દરમ્યાન એસ. એ. હુસેન દ્વારા પક્ષીઓના સ્થળાંતરનો અભ્યાસ અને ડૉ. આસદ રહેમાની દ્વારા ઘાસભૂમિના પર્યાવરણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ સંસ્થા હવે અહીં પ્રકૃતિ શિક્ષણ શિબિરોનું આયોજન કરે છે.[]

પ્રસ્તાવિત "રામસર સંમેલન ક્ષેત્ર"

[ફેરફાર કરો]

બન્ની ઘાસના મેદાન આરક્ષિત ક્ષેત્ર સાથે અહીં "રામસર સંમેલન ક્ષેત્ર - આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું જળપ્લાવિત ક્ષેત્ર" પણ પ્રસ્તાવિત છે. તેની માહિતી તેમને વેબસાઇટ પર મુકેલી છે.[][][][][][][]

પર્યાવરણ-પ્રવાસન વિકાસ

[ફેરફાર કરો]

જિલ્લા વહીવટે પર્યટકો માટે છારી ઢંઢમાં માળખાગત સુવિધાઓ વિકસાવવાનો નિર્ણય કર્યો છે.[] ગુજરાત રાજ્ય વન વિભાગ છારી ઢંઢના વિકાસની પરિયોજના તૈયાર કરી રહી છે.[] આ સાથે ધીણોધર ટેકરીઓ આંતરિક બન્નીનું ધોરાડો અને છારી ઢંઢ મળીને પ્રકૃતિ પ્રેમીઓ માટે એક પ્રવાસના એક મનોહર ચકરાવાનું નિર્માણ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.[] તે છીછરા પાણીમાં નૌકાવહન કરીને સ્થાનિક લોકોને રોજગાર આપી શકાય છે જેઓ અત્યાર સુધી માત્ર માછીમારી જ કરતાં હતાં. નજીકના ફુલાય ગામમાં પ્રકૃતિ વિવેચન કેન્દ્ર સ્થાપવાનો વિચાર છે, આ કેન્દ્ર પ્રવાસીઓને કળણ વિશે માહિતી આપશે.[][]

ચીર બત્તી

[ફેરફાર કરો]

અહીં બન્નીના ઘાસના મેદાનોમાં, તેના મોસમી જળપ્લાવિત વિસ્તારોમાં, પાડોશના કચ્છના રણના લવણ મેદાનોમાં અંધારી રાતોમાં નૃત્ય કરતી વિચિત્ર અજ્ઞાત જ્વાળાઓ અહીં દેખાય છે. સ્થાનીય લોકો તેને ચીર બત્તી (ભૂતિયા જ્વાળા) કહે છે.[૧૦]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ Maheshwari, D. V. (૧૫ જૂન ૨૦૦૮). "Chari-Dhand wetland yet to get conservation reserve tag". The Indian Express. મૂળ સંગ્રહિત માંથી 2012-10-02 પર સંગ્રહિત. મેળવેલ 2016-07-02.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ Maheshwari, D. V. (૨૪ જૂન ૨૦૦૮). "Bhuj wetland to be turned into a tourist hot spot". The Indian Express. મૂળ સંગ્રહિત માંથી 2012-10-02 પર સંગ્રહિત. મેળવેલ 2016-07-02.
  3. ૩.૦૦ ૩.૦૧ ૩.૦૨ ૩.૦૩ ૩.૦૪ ૩.૦૫ ૩.૦૬ ૩.૦૭ ૩.૦૮ ૩.૦૯ Maheshwari, D. V. (૨૨ ઓગસ્ટ ૨૦૦૮). "Migratory birds come flocking as Chari-Dhand gains 'wet'". The Indian Express.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ Chhari-Dhand Conservation Reserve સંગ્રહિત ૨૦૧૬-૦૮-૧૫ ના રોજ વેબેક મશિન; Article by Jugal Kishore Tiwari; Wetlands Forever website
  5. ૫.૦ ૫.૧ India's riches unprotected સંગ્રહિત ૨૦૧૩-૦૨-૦૧ ના રોજ વેબેક મશિન; Credits: BNHS, RSPB; 25-07-2008; BirdLife International, Also posted on The Ramsar Convention on Wetlands of International Importance website [૧]
  6. Ecological Sites; NATIONAL SYMPOSIUM ON PROSOPIS: ECOLOGICAL, ECONOMIC SIGNIFICANCE AND MANAGEMENT CHALLENGES સંગ્રહિત ૨૦૧૧-૦૭-૧૧ ના રોજ વેબેક મશિન; 20–21 February 2009, Bhuj; URL: nspc.gujaratdesertecology.com [૨] સંગ્રહિત ૨૦૧૧-૦૭-૧૧ ના રોજ વેબેક મશિન
  7. Ramsar designation of IBA lacking (159 IBAs); Important Bird Areas and potential Ramsar Sites in Asia – India સંગ્રહિત ૨૦૦૯-૦૧-૦૩ ના રોજ વેબેક મશિન; 31 August 2005; birdlife.org
  8. Ramsar site status sought for Nal Sarovar સંગ્રહિત ૨૦૧૧-૦૮-૧૧ ના રોજ વેબેક મશિન; By Sajid Shaikh, TNN, 17 February 2002, Times of India
  9. Basu, Debarati; Shukla, Shubhlakshmi (૨૬ ઓગસ્ટ ૨૦૦૮). "[Gujarat] State thinks green, banks on eco-tourism". The Indian Express. મૂળ સંગ્રહિત માંથી 2008-09-12 પર સંગ્રહિત. મેળવેલ 2016-07-02.
  10. Stark beauty (Rann of Kutch); Bharati Motwani; 23 September 2008; India Today Magazine, Cached: Page 2 of 3 page article with these search terms highlighted: cheer batti ghost lights rann kutch [૩], Cached: Complete View - 3 page article seen as a single page [૪]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]