લખાણ પર જાઓ

જામનગર જિલ્લો

વિકિપીડિયામાંથી
(જામનગર જીલ્લો થી અહીં વાળેલું)
જામનગર જિલ્લો
જિલ્લો
ગુજરાતમાં જામનગર જિલ્લાનું સ્થાન
ગુજરાતમાં જામનગર જિલ્લાનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 22°13′N 69°42′E / 22.217°N 69.700°E / 22.217; 69.700
દેશ ભારત
રાજ્યગુજરાત
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૨૧,૫૯,૧૩૦
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
ગુજરાતમાં સૌરાષ્ટ્રના જિલ્લા

જામનગર જિલ્લો ભારતનાં ગુજરાત રાજ્યમાં આવેલો છે. જામનગર આ જિલ્લાનું મુખ્ય શહેર, વહીવટી મથક અને મહા નગરપાલિકા છે. મહારાજા રણજીતસિંહજીના સમયમાં આ જિલ્લો નવાનગરના નામે જાણીતો હતો. જામનગર જિલ્લો કચ્છના અખાતમાં સહેજ દક્ષિણે આવેલો છે.

જિલ્લાના જોડિયા અને જામનગર તાલુકાઓ કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા છે અને મોટી ભરતી દરમિયાન તેમાં પાણી ફરી વળતા હોય છે. લાલપુર તાલુકાનો મેદાની પ્રદેશ સરેરાશ ૭૫.૮૩ મીટર ઊંચાઇ ધરાવે છે. જોડિયા અને જામનગર તાલુકાઓ કાંપની જમીનો ધરાવે છે, જ્યારે ધ્રોલ અને કાલાવાડ તાલુકાઓમાં મધ્યમ કાળી જમીનો આવેલી છે.[]

ઉદ્યોગો

[ફેરફાર કરો]

રિલાયન્સ ઈન્ડસ્ટીઝ - ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની કંપનીએ જામનગર જિલ્લાની નજીક મોટી ખાવડી ગામે વિશ્વની સૌથી મોટી રિફાયનરી સ્થાપ્યા બાદ જામનગરનું મહત્વ વધ્યું છે. આ ઉપરાંત એસ્સાર ઓઈલ, બીજી એક મહત્વની ઓઈલ રિફાયનરી પણ આ જિલ્લામાં આવેલી છે. આ ઉપરાંત જામનગરનું નામ પિત્તળની વસ્તુઓ બનાવવામાં વિશ્વ પ્રસિદ્ધ છે. અહીંનો પિત્તળ ઉદ્યોગ ઇસ. ૧૯૬૦થી શરુ થયો છે. જામનગર જિલ્લામાં પિત્તળનાં અસંખ્ય કારખાનાઓ પણ આવેલા છે જેમાં ઉત્પાદન થતી વસ્તુઓ ભારતના અન્ય રાજ્યો ઉપરાંત વિદેશમાં પણ વેચાણ અર્થે જાય છે.

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ જામનગર જિલ્લાની વસ્તી ૨૧,૫૯,૧૩૦ હતી.[] જે નામિબિયાની વસ્તી જેટલી[] અથવા અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્ય જેટલી હતી.[] વસ્તીની દ્રષ્ટિએ તેનો ભારતના ૬૪૦ જિલ્લાઓમાંથી ૨૧૨મો ક્રમ હતો.[] જિલ્લાની ગીચતા 153 inhabitants per square kilometre (400/sq mi) છે.[] ૨૦૦૧ થી ૨૦૧૧ સુધીમાં વસ્તી વધારાનો દર ૧૩.૩૮ ટકા હતો.[] જામનગરમાં જાતિ પ્રમાણ દર ૧૦૦૦ પુરુષોએ ૯૩૮ સ્ત્રીઓનું છે.[] ૨૦૦૧માં ૬૬.૪% ના સાક્ષરતા દરથી ૨૦૧૧માં સાક્ષરતા દર ૭૪.૪% થયો હતો.[]

ઇ.સ. ૧૯૦૧થી જિલ્લાની વસ્તીમાં સતત વધારો થતો રહ્યો છે.[]

વસ્તીના આંકડાઓ
વર્ષ વસ્તી વધારાનો દર
૧૯૦૧ ૩,૫૨,૧૫૦ -
૧૯૧૧ ૩,૫૯,૬૦૧ ૨.૧૨
૧૯૨૧ ૩,૫૯,૬૩૧ ૦.૦૧
૧૯૩૧ ૪,૨૫,૪૬૩ ૧૮.૩૧
૧૯૪૧ ૪,૧૭,૮૩૩ ૨૧.૭૧
૧૯૫૧ ૬,૧૬,૮૯૬ ૧૯.૧૩
૧૯૬૧ ૮,૨૮,૪૧૯ ૩૪.૨૯
૧૯૭૧ ૧૧,૧૧,૩૪૩ ૩૪.૧૫

તાલુકાઓ

[ફેરફાર કરો]

રાજકારણ

[ફેરફાર કરો]

વિધાનસભા બેઠકો

[ફેરફાર કરો]
મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૭૬ કાલાવડ (SC) મેઘજીભાઇ ચાવડા ભાજપ
૭૭ જામનગર ગ્રામ્ય રાઘવજીભાઇ પટેલ ભાજપ
૭૮ જામનગર ઉત્તર રીવાબા જાડેજા ભાજપ
૭૯ જામનગર દક્ષિણ દિવ્યેશભાઇ અકબરી ભાજપ
૮૦ જામજોધપુર હેમંતભાઇ આહિર આપ

આ પણ જુઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. નકશામાં ગુજરાત (૧ આવૃત્તિ). યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. ૧૯૭૩. પૃષ્ઠ ૧૩.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". મૂળ માંથી 2011-09-27 પર સંગ્રહિત. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૧. Namibia 2,147,585
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. મૂળ માંથી 2011-08-23 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧. New Mexico - 2,059,179
  5. નકશામાં ગુજરાત (૧ આવૃત્તિ). યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. ૧૯૭૩. પૃષ્ઠ ૧૬.