લખાણ પર જાઓ

ખાડિયા

વિકિપીડિયામાંથી
(ખાડીયા થી અહીં વાળેલું)
ખાડિયા

ખાડીઆ
વિસ્તાર
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોઅમદાવાદ
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિન્દી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
પિનકોડ
૩૮૦૦૦૧
વાહન નોંધણીGJ-1

ખાડિયા કે ખાડિઆ અમદાવાદ શહેરનો એક વિસ્તાર છે, કે જે એક સમયે અમદાવાદનો સૌથી પ્રગતિશીલ વિસ્તાર ગણાતો હતો. અમદાવાદ શહેરમાં સૌથી પહેલા પાણીનાં નળ અહીં નાખવામાં આવ્યાં હતાં, તે જ રીતે સૌથી પહેલી ગટર લાઇન પણ આ વિસ્તારમાં નાંખવામાં આવી હતી. લોક બોલીમાં ખાડિયા તરીકે ઓળખાતા આ વિસ્તારને ક્યારેક ખાડિઆ પણ લખવામાં આવે છે. રાજકારણમાં ખાડિયાને ભાજપનો ગઢ ગણવામાં આવે છે[], જો કે વર્ષ ૨૦૧૭માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ખાડિયાની બેઠક ગુમાવી હતી. ખાડિયાની ફરતે સારંગપુર, રાયપુર, માણેકચોક અને કાલુપુર જેવા વિસ્તારો આવેલા છે, જો કે શાસકિય રીતે ખાડિયા વૉર્ડમાં રાયપુર અને સારંગપુરનો સંપૂર્ણપણે સમાવેશ થઈ જાય છે અને કાલુપર અને માણેકચોક ઉપરાંત આસ્ટોડિયાના પણ અમુક વિસ્તારો આ વોર્ડમાં સમાવવામાં આવેલા છે.

પ્રસિદ્ધ વ્યક્તિઓ

[ફેરફાર કરો]

અમદાવાદની ઘણી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ખાડિયામાં રહેતી હતી. પ્રખ્યાત હાસ્ય લેખક અશોક દવે ખાડિયામાં જન્મ્યા હતાં. સાંઇબાબા પણ ખાડિયાની સેવકાની વાડીમાં રહેતાં હતાં તેવું અધિકાંશ લોકો માને છે,[સંદર્ભ આપો] જોકે તેમનાં પૂર્વ જીવનની બહુ માહિતી ઉપલબ્ધ નથી. ગુજરાત રાજ્યના સ્વાસ્થ્ય, ન્યાય અને કાયદા મંત્રી તથા સ્પિકર રહી ચુકેલા અશોક ભટ્ટ ખાડિયા વૉર્ડમાંથી જ ચૂંટાઇ આવતા હતા.[] વર્ષ ૨૦૧૮માં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાડિયા વોર્ડના મ્યુનિસિપલ કોર્પોરેટર મયુર દવેની સાથે ખાડિયામાં ઉત્તરાયણ મનાવી હતી.[]

જોવાલાયક સ્થળો

[ફેરફાર કરો]
ખાડિયાનું કોતરણી વાળું મકાન

ખાડિયાની બધીજ પોળોમાં જૂના મકાનો છે, જે તેમની કાષ્ટકલાને (કોતરણી) કારણે જોવાલાયક છે.[] ગુજરાત સરકારે જેઠાભાઈની પોળને હેરિટેજ એક્ટ હેઠળ મૂકીને પોળનાં જૂનાં કલાત્મક મકાનો વેચવા ઉપર અંકુશ મુક્યો છે. રાજ્યનું સૌથી જૂનું સાંઇ બાબાનું મંદિર અહીં આવેલું છે જે ૧૯૬૫માં બનાવવામાં આવ્યું હતું.[] અહીં આવેલું બાલા હનુમાનનું મંદિર દર શનિવારે ભક્તોનાં માનવ મહેરામણથી ઉભરાઇ જાય છે.

ખાડિયાની પોળો

[ફેરફાર કરો]

અમદાવાદ શહેરમાં શેરીઓને પોળ તરીકે ઓળખવામાં આવે છે. ખાડિયા વિસ્તારની પોળોની યાદી નીચે આપેલી છે:

  • દેસાઇની પોળ
  • ધોબીની પોળ
  • સેવકાની વાડી
  • અમૃતલાલની પોળ
  • જેઠાભાઈની પોળ
  • નાનો સુથારવાડો
  • મોટો સુથારવાડો
  • અર્જુનલાલની ખડકી
  • મણીયાશાની ખડકી
  • પીપળા શેરી
  • સાંઇબાબાની પોળ
  • કવિશ્વરની પોળ
  • મામુનાયકની પોળ
  • પાડા પોળ
  • રાજા મેહતાની પોળ

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "ખાડિયા : ચાર દાયકા બાદ ભાજપનો ગઢ તૂટ્યો". www.bbc.com. ૧૯ ડિસેમ્બર ૨૦૧૭. મેળવેલ ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૮.
  2. "Khadia Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". resultuniversity.com. મેળવેલ 2020-07-31.
  3. "અમદાવાદના ખાડિયા-મણીનગરમાં પતંગ ચગાવતા મુખ્યમંત્રી રૂપાણી:લોકો રોમાંચીત". સાંજ સમાચાર. ૧૫ જાન્યુઆરી ૨૦૧૮. મેળવેલ ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]
  4. "Khadia's Sunday morning with crowds, kites and Amitabh Bachchan". મેળવેલ ૨૪ એપ્રિલ ૨૦૧૨.
  5. "અ'વાદઃ પ્રાચીન સાંઇ મંદિરમાં વર્ષમાં માત્ર એક વખત થાય છે કાકડ આરતી". દિવ્ય ભાસ્કર. ૧૨ ઓક્ટોબર ૨૦૧૩. મેળવેલ ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૮.