લખાણ પર જાઓ

અરવલ્લી જિલ્લો

વિકિપીડિયામાંથી
અરવલ્લી જિલ્લો
ગુજરાતમાં જિલ્લાનું સ્થાન
ગુજરાતમાં જિલ્લાનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 24°01′42″N 73°02′29″E / 24.0283°N 73.0414°E / 24.0283; 73.0414
મુખ્યમથકમોડાસા
સ્થાપના૧૫ ઓગસ્ટ ૨૦૧૩
નામકરણઅરવલ્લી
વિસ્તાર
 • કુલ૩,૩૦૮ km2 (૧૨૭૭ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૯,૦૮,૭૯૭
વેબસાઇટarvalli.gujarat.gov.in

અરવલ્લી જિલ્લો ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો છે જેની રચના સાબરકાંઠા જિલ્લાનું વિભાજન કરી ને કરાઈ હતી. અરવલ્લી જિલ્લાનું વહીવટી મુખ્યમથક મોડાસા છે

આ જિલ્લાનું નામ ગુજરાત અને રાજસ્થાનમાં આવેલી અરવલ્લી પર્વતમાળા પરથી પડ્યું છે.[] અરવલ્લીની આરાસુર પર્વતમાળા શાખા બનાસકાંઠા જિલ્લાના દાંતા, મોડાસા અને શામળાજી પ્રદેશોમાંથી પસાર થાય છે.[]

ઇતિહાસ

[ફેરફાર કરો]

૨૬ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ૭ જિલ્લાઓમાંનો આ એક જિલ્લો હતો.[] અરવલ્લી જિલ્લો ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ ના દિવસથી રાજ્યના ર૯મા જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. અરવલ્લી જિલ્લામાં ભિલોડા, મોડાસા, મેઘરજ, માલપુર, ધનસુરા અને બાયડ તાલુકાઓનો સમાવેશ થયો હતો.[]

જિલ્લાની રચનાની ઘોષણા ૨૦૧૨ની ગુજરાત ચૂંટણી પહેલા કરવામાં આવી હતી.[]

તાલુકાઓ

[ફેરફાર કરો]

ભૂગોળ અને વસ્તી

[ફેરફાર કરો]

અરવલ્લી જિલ્લો મોડાસા, માલપુર, ધનસુરા, મેઘરજ, ભિલોડા અને બાયડ તાલુકાઓનો સમાવેશ કરે છે.[] આમાંથી મેઘરજ, માલપુર અને ભિલોડા તાલુકાઓમાં આદિવાસી વસ્તી બહુમતીમાં છે.[] આ જિલ્લો ૬૭૬ ગામો અને ૩૦૬ ગ્રામ પંચાયતોનો સમાવેશ કરે છે અને કુલ વસતી ૧૨.૭ લાખની છે. આ જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો આદિવાસી જિલ્લો છે.[]

રાજકારણ

[ફેરફાર કરો]

વિધાનસભા બેઠકો

[ફેરફાર કરો]

અરવલ્લી જિલ્લામાં ૩ (ત્રણ) વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.

મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૩૦ ભિલોડા (ST) પી. સી. બરંડા ભાજપ
૩૧ મોડાસા ભિખુસિંહ પરમાર ભાજપ
૩૨ બાયડ ધવલસિંહ ઝાલા અપક્ષ

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Narendra Modi packs in a new dist, Nitin Gadkari hopes for 'Gujarat-like govt' in Delhi". The Indian Express. ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨. મેળવેલ ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩.
  2. ૨.૦ ૨.૧ "Namesake of oldest mountain, Aravalli scores nil in industry". The Indian Express. ૨ સપ્ટેમ્બર ૨૦૧૩. મેળવેલ ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩.
  3. "Seven new districts to be formed in Gujarat". Daily Bhaskar. ૨૪ જાન્યુઆરી ૨૦૧૩. મેળવેલ ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩.
  4. "Aravalli now a district in Gujarat". DNA. ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨. મેળવેલ ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩.
  5. "Aravali to be Gujarat's 29th district". Times of India. ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૨. મૂળ માંથી 2013-01-28 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩.
  6. ૬.૦ ૬.૧ Dave, Kapil (૨૫ ઓગસ્ટ ૨૦૧૩). "Dignity of PM office has reached its nadir: Modi". The Times of India. મેળવેલ ૨૬ ઓગસ્ટ ૨૦૧૩.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]