સ્ફટયાતુ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
આવર્ત કોષ્ટક માં સ્ફટયાતુ

સ્ફટયાતુ કે અલ્યુમિનમ એ બોરોન નામના રાસાયણીક જૂથની એક ચળકતી સફેદ ધાતુ છે. તેની સંજ્ઞા સ્ફ કે Al છે, અને તેનો અણુ ક્રમાંક ૧૩ છે. સામાન્ય સંજોગોમાં આ પાનીમાં અદ્રાવ્ય છે.

પ્રાણવાયુ અને સૈકતા (સિલિકોન) પછી સ્ફટયાતુ પૃથ્વી પર સૌથી વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ રાસાયણિક તત્વ છે. પૃથ્વીના ઘન ભાગનો ૮% આ ધાતુનો બનેલો છે. સ્ફટયાતુ ધાતુ તેના મુક્ત સ્વરૂપે રાસાયણીક દ્રષ્ટીએ અત્યંત સઁવેદન શીલ છે આથી તે મુક્ત સ્વરૂપે મળતી નથી પણ તે લગભગ ૨૭૦ જેટલા ખનિજોમાં મળી આવે છે.[૧] સ્ફટયાતુની પ્રમુખ ખનિજ સ્ફોદિજ (બોક્સાઇટ) છે.

ખૂબ અલ્પ ઘનતા એ સ્ફટયાતુનું વિશિષ્ટ લક્ષણ છે. પરોક્ષીકરણ ના ગુણધર્મને કારણે સ્ફટયાતુ ને કાટ લાગતો નથી. સ્ફટયાતુ અને તેની મિશ્ર ધાતુઓ માંથી બનેલ માળખાકીય ભાગો હવાએ ઉધ્યોગ અને અન્ય વાહન વ્યવહાર ઉદ્યોગમાં અને અન્ય માળખાકીય ભાગોના નિર્માણ ઉદ્યોગમાં મહત્ત્વ પૂર્ણ છે. વજનના અનુમાપનની દ્રષ્ટીએ સ્ફટયાતુના ગંધીયો (સલ્ફેટો) અને પ્રાણવાએયો(ઓક્સાઈડો) સૌથી ઉપયોગિ સંયોજનો છે. સ્ફટયાતુના ક્ષારોની વાતાવરણમાં બહુ ઉપલબ્ધતા હોવા છતાં કોઇ પણ જીવ તેને ગ્રહણ કરતો હોય તેવું જણાયું નથી. આ ધાતુની વિશ્વમાં ફેલાવાને કરણે મોટાભાગના જીવો આના પ્રત્યે અસંવેદનશીલ હોય છે. સ્ફટયાતુ સંયોજનોની બહુ ઉપલબ્ધતા, શક્ય જૈવિક ઉપયોગિતા, ઉપયોગિ કે વિપરિત, ને કારણે તેના ઉપયોગના અભ્યાસ વિહરમાન રસ રહ્યો છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.