સ્ફટ્યાતુ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
આવર્ત કોષ્ટક માં સ્ફટ્યાતુ

સ્ફટ્યાતુ કે એલ્યુમિનિયમ એ બોરોન નામના રાસાયણીક જૂથની એક ચળકતી સફેદ ધાતુ છે. તેની સંજ્ઞા સ્ફ કે Al છે, અને તેનો અણુ ક્રમાંક ૧૩ છે. સામાન્ય સંજોગોમાં તે પાણીમાં અદ્રાવ્ય છે.

પ્રાણવાયુ અને સૈકતા (સિલિકોન) પછી સ્ફટ્યાતુ પૃથ્વી પર સૌથી વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ રાસાયણિક તત્વ છે. પૃથ્વીના ઘન ભાગનો ૮% આ ધાતુનો બનેલો છે. સ્ફટ્યાતુ ધાતુ તેના મુક્ત સ્વરૂપે રાસાયણીક દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે આથી તે મુક્ત સ્વરૂપે મળતી નથી પણ તે લગભગ ૨૭૦ જેટલા ખનિજોમાં મળી આવે છે.[૧] સ્ફટ્યાતુની પ્રમુખ ખનિજ સ્ફોદિજ (બોક્સાઇટ) છે.

ખૂબ અલ્પ ઘનતા એ સ્ફટ્યાતુનું વિશિષ્ટ લક્ષણ છે. પરોક્ષીકરણના ગુણધર્મને કારણે સ્ફટ્યાતુને કાટ લાગતો નથી. સ્ફટ્યાતુ અને તેની મિશ્ર ધાતુઓમાંથી બનેલ માળખાકીય ભાગો હવાઈ ઉદ્યોગ અને અન્ય વાહન વ્યવહાર ઉદ્યોગમાં અને અન્ય માળખાકીય ભાગોના નિર્માણઉદ્યોગમાં મહત્ત્વપૂર્ણ છે. વજનના અનુમાપનની દૃષ્ટિએ સ્ફટ્યાતુના ગંધીયો (સલ્ફેટો) અને પ્રાણવાયુઓ (ઓક્સાઈડો) સૌથી ઉપયોગી સંયોજનો છે.

સ્ફટ્યાતુના ક્ષારોની વાતાવરણમાં બહુ ઉપલબ્ધતા હોવા છતાં કોઈ પણ જીવ તેને ગ્રહણ કરતો હોય તેવું જણાયું નથી. આ ધાતુની વિશ્વમાં ફેલાવાને કરણે મોટાભાગના જીવો આના પ્રત્યે અસંવેદનશીલ હોય છે. સ્ફટ્યાતુ સંયોજનોની બહુ ઉપલબ્ધતા, શક્ય જૈવિક ઉપયોગિતા, ઉપયોગી કે વિપરિત, ને કારણે તેના ઉપયોગના અભ્યાસમાં વિહરમાન રસ રહ્યો છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Shakhashiri, Bassam Z. "Chemical of the Week: Aluminum". Science is Fun. Retrieved 2007-08-28. Check date values in: |accessdate= (મદદ)